ગુજરાત ભાજપની નેતીના સજાતિય સંબંધો જાહેર થતાં આત્મહત્યાનો પ્રયાસ

ભાજપના બે મહિલા હોદ્દેદારો સાથે સજાતિય સબંધોનો કિસ્સો બહાર આવ્યો છે. અમદાવાદના ચાંદખેડા ભાજપની એક હોદ્દેદાર (નામ જાહેર કરવાની મનાઈ છે) સાથે ઉત્તરપ્રદેશના મિર્ઝાપુરની મહિલા ઉપાધ્યક્ષ સાથે સજાતિય સબંધો ઊભા થયા હતા. જેમાં અમદાવાદની ભાજપની નેતી કંટાળીને આત્મહત્યા કરવા તરફ પ્રેરાઈ છે અને પોલીસને તે અંગે અગાઉ પણ જાણ કરી ચૂકી હતી કે તેને સજાતિય સબંધો માટે પરેશાન કરવામાં આવી રહી છે.

ગુજરાતના રાજકારણમાં આવો પ્રથમ કિસ્સો છે કે, એક મહિલા બીજી મહિલાનું જાતિય શોષણ કરતી હોય અને સજાતિય સબંધો રાખતી હોય. અગાઉ આવો કોઈ કિસ્સો બહાર આવ્યો નથી. વિજાતિય સેક્સના સંબંધો તો ભાજપમાં હમણાં ઘણાં બહાર આવ્યા છે અને તેમાં ગુજરાત ભાજપના નેતા જયંતિ ભાનુશાળીની હત્યા તેના જ પક્ષના નેતા છબિલ પટેલે કરી છે.

સમગ્ર દેશને હચમચાવી મૂકે એવી ઘટનાનો પર્દાફાશ ગુજરાત ભાજપની એ નેતીએ કર્યો છે. તેણે અગઉ પોલીસને આ અંગે જાણ કરી હતી પણ પોલીસે કોઈ કાર્યવાહી ન કરતાં આખરે આવા અકુદરતી સંબંધોથી કંટાળીને મચ્છર મારવાનું લીક્વીડ પીને આત્મ હત્યા કરવાનો પ્રયાસ કર્યો છે.

થોડ મહિના પહેલાં અડાલજ ખાતે ભાજપની કચેરી નજીક ભાજપનું રાષ્ટ્રીય મહિલા અધિવેશન થયું હતું. તેમાં થયેલી મુલાકાત ચાંદખેડા ભાજપની મહિલા હોદ્દેદારને આત્મહત્યાના પ્રયાસ સુધી લઈ ગઈ હતી. શનિવારે રાત્રે ચાંદખેડામાં મહિલાએ પોતાના ઘરે મચ્છર મારવાનું લીકવીડ પી સ્યુસાઈડનો પ્રયાસ કર્યો હતો. તત્કાલ સારવાર મળતાં તેનો બચાવ થયો છે. ચાંદખેડા પોલીસે આ અંગે જાણવાજોગ નોંધ કરી તપાસ હાથ ધરી છે. આત્મહત્યા કે વિજાતિય સંબંધો અંગે પોલીસે ગુનો નોંધ્યો નથી. અગાઉ પણ ભોગબનનાર ભાજપની મહિલા હોદ્દેદારે યુપીના મિર્ઝાપુરની ઉપાધ્યક્ષના સજાતીય આકર્ષણના ત્રાસથી છૂટકારો મેળવવા પોલીસમાં બે વખત અરજી આપી હતી.

ચાંદખેડા વિસ્તારમાં રહેતી ભાજપની મહિલા હોદ્દેદાર અને અન્ય હોદ્દેદારોને અડાલજમાં 22 ડિસેમ્બર 2018ના રોજ ત્રિમંદિરમાં યોજાયેલા રાષ્ટ્રીય મહિલા અધિવેશનમાં બહારના રાજયમાંથી આવતી મહિલાઓના રહેવા-જમવાની અને તેઓને લાવવા-લઈ જવાની જવાબદારી સોંપાઈ હતી. જેના પગલે રમ્યાનો સંપર્ક ઉત્તરપ્રદેશના મિર્ઝાપુર જિલ્લાની ઉપાધ્યક્ષ સાથે થઈ હતી.

અન્ય મહિલાઓની હાજરીમાં હું તને પ્રેમ કરું છું, તું મને બહુ જ ગમે છે. તેવી વાતો કરી હતી. અધિવેશન બાદ પણ પ્રિયંકા સતત રમ્યાને ફોન કરી તેના સંપર્કમાં હતી.  એક દિવસ હું ઘરેથી નીકળીને આત્મહત્યા કરું છું તેમ જણાવ્યું હતું.  સમજાવતાં તે માની ગઈ હતી. બાદમાં ગત 9મી જાન્યુઆરીએ  ફરી અમદાવાદ આવી ત્યારે બે દિવસ તેણે પોતાના ઘરે રાખી હતી. અન્ય મહિલા હોદ્દેદારો અને ફરવા માટે લઈ ગયા હતા. તે સમયે તે ગુજરાતીઓ વીશે એલફેલ બોલતી હોવાથી બોલાચાલી થઈ હતી. તે સમયે હું સ્યુસાઈડ કરીશ તેવી ચિમકી આપી હતી.

તે પછી ઉત્તરપ્રદેશ પરત ગયેલી  સતત ફોન કરી વાત કરવા દબાણ કરતી હતી. વાત ન કરે તો મેસેજ કરવા દબાણ કરતી હતી. આ મુદ્દે રમ્યાએ 26-2-2019ના રોજ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. તે પછી પોતાનો ઓરીજીનલ નંબર બંધ કર્યો તો બીજા નંબર મેળવી  હેરાન કરવાનું શરૃ કર્યું હતું. પતિ,જેઠ અને અન્ય સગાસંબંધીઓને ફોન કરી અપશબ્દો બોલવા અને ધમકીઓ આપવાનું શરૃ કર્યું હતું. તેનો ઉદ્દેશ એવો હતો કે,સગાને હેરાન કરીશ તો મારી સાથે વાત કરશે. ઉત્તરપ્રદેશના તેના વતન લગ્નમાં ગઈ તે સમયે ફોન કરી ધમકીઓ આપી વાત કરવા દબાણ કર્યું હતું. લગ્નમાં હોબાળો મચાવવાની ધમકીઓ આપી હતી. આમ, ત્રાસથી આ પગલું ભર્યું હતું.