ગુજરાત મહિલા પોલીસનું હિમોગ્લોબિન ઓછું, લીપસ્ટીક આપે તો વધે

ગુજરાતની મહિલા પોલીસ માટે મેડીકલ  ચેકઅપ કરીને તેમનું હેલ્થ કાર્ય તૈયાર કર્યું તો સામે ચોંકાવનારી વિગતો બહાર આવી હતી કે, મહિલા પોલીસ પોતાની ફરજ દરમિયાન સતત તનાવનો સામનો કરતી હોય છે. ફરજ દરમિયાન તનાવ ઉભો થતાં મોટાભાગના મહિલા પોલીસમાં હિમોગ્લોબીનની ખામી હોવાનું બહાર આવ્યું છે. આવા સંજોગોમાં શરીરને થાક, સુસ્તી, અશક્તિ, ચક્કર આવવાં, ગભરામણ થવી, શ્વાસ ચઢવો, પગમાં સોજા ચઢવા જેવી અનેક તકલીફો થઇ શકે છે. આવું ન થાય એટલા માટે આપણા લોહીમાં પૂરતું હિમોગ્લોબીન હોવું ખુબ જરૂરી છે. સ્ત્રીનું હિમોગ્લોબીન 12.5થી 15% હોવું જોઈએ. જે મહિલા પોલીસમાં ઓછું જોવા મળ્યું હતું. તે વધારવા માટે જો લીપસ્ટીક આપવામાં આવે તો ગુજરાત મહિલા પોલીસનું પરફોર્મન્સ અને આરોગ્ય સુધારી શકાય તેમ છે.

હિમોગ્લોબીન વધારતી અમદાવાદની નવા જ પ્રકારની લીપસ્ટીક તબિબે શોધી છે. 

મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલા દ્વારા જીલ્લામાં પોલીસ ફરજ બજાવતી 90થી વધુ મહિલા પોલીસ અધિકારી સહિતના પોલીસ માટે મેડીકલ કેમ્પ આ હેતુથી રાખેલો હતો. નિષ્ણાત ડોકટર તથા ગાયનેકોલોજિસ્ટ ડોકટર દ્વારા તમામ મહિલા પોલીસ કર્મીઓના લોહીના સેમ્પલ લઈને ટેસ્ટ કરીને નિદાન કરવામાં આવ્યા હતા. ગુજરાતના ગૃહ વિભાગે અતિ ગંભીર નોંધ લીધી છે અને તુરંત પગલાં ભરવા માટે સૂચના આપવામાં આવશે. સરકારે સૂચના આપી છે કે, DCB, LCB, SOG, RR સેલ,PCB, D સ્ટાફ સહિતની એજન્સીઓમાં મહિલાઓને સ્થાન આપવામાં આવે. હાલ 33 ટકા અનામત રાખવાની જાહેરાત કરી છે.

30 વર્ષ પછી આ સમસ્યા વધે છે

૩૦ વર્ષ વટાવી ચુકેલી મહિલાઓ મોટી સંખ્યામાં હિમોગ્લોબીનની કમીથી થતા એનીમિયા રોગથી પીડાય છે. તેમજ આ રોગમાં આર્યનની ખામી, રોગ પ્રતિકારક શક્તિ ઘટવી, પગના તળીયા-નખમાં સફેદ હાઘા થવા જેવી મુશ્કેલીઓ ઉદ્ભવે છે. ત્યારે કંપલીટ બ્લડ કાઉંટ ટેસ્ટ (CBI)અને આર્યન પ્રોફાઇલ ટેસ્ટ કરાવવો જરૂરી બને છે.

ખોરાક પણ કારણભૂત

મહિલાઓ પોતાની ફરજ બજાવતી હોય છે ત્યારે ફાસ્ટફુડનો વધુ પડતો ઉપયોગા કરે છે.  જેનાથી હિમોગ્લોબીન સહિત પ્રોટીન અને વિટામીનની ખામી સર્જાય છે. પોલીસ દ્વારા થતાં યોજાયેલા રક્તદાન કેમ્પો સમયે આ બાબત બહાર આવી હતી. આરોગ્યપ્રદ આહર લઈ તંદુરસ્ત જીવન જીવી શકાય છે પરંતુ આપણી પાસે આ અંગેની સાચી સમજ માહિતી હોતી નથી. ખરેખર તો કાર્બોદિત પદાર્થો, વિટામીન, પ્રોટીન, લોહતત્વ લીલી શાકબાજી, કઠોળ અને ફળફળાદિ લીબુ, આમળાં, સંત્રા, મોસંબીમાં ભરપુર માત્રામાં વિટામી સી હોય છે જે આપણી રોગ પ્રતિકાર શકિત વધારે છે. અધિકારીઓએ શેરીનો મફતનું જંડફુડ ત્યાગ કરી પૌષ્ટીક ખોરાક લેવો જોઈએ.

મહિલા પોલીસને લીપસ્ટીક આપવી જોઈએ

એનીમીક મહિલાઓને દવા લેવામાંથી છુટકારો આપવા અમદાવાદના એક ડોક્ટરે નેનો ટેકનોલોજી વાળી લિપસ્ટીક બનાવી છે જે મહિલાઓને સુંદરતાની સાથે સ્વસ્થ શરીર આપે છે. આ હર્બલ લિપસ્ટીકમાં વેજીટેરીયન મટીરીયલ એલોવીરા અને ફુડ કલરની સાથે વિટામીન્સનું મિશ્રણ છે. જેના ઉપયોગથી મહિલાઓમાં હિમોગ્લોબીન, ફોલીક એસીડ અને વિટામીન બી 12ની ઉણપમાંથી છુટકારો મળે છે. પોલીસ મહિલાઓ વ્યવસાય કે ઘરની જવાબદારીઓની સારસંભાળમાં એટલી વ્યસ્ત બની ગઈ છે કે તેઓની પાસે પોતાની વ્યક્તિગત તબિયતની દેખરેખ માટે પૂરતો સમય હોતો નથી. પ્રાયોગિક ધોરણમાં મહિલાઓ પર કરવામાં આવેલા સર્વે પર લીપસ્ટીક લગાડ્યા પહેલાં મહિલાના શરીરમાં 10.8 ટકા હિમોગ્લોબીન હતું અને એક મહિનો લિપસ્ટીક લગાડ્યા બાદ તેનું પ્રમાણ વધીને 12.3 થયું. દેશની મહિલા ઈ.સ. 2017માં 51 ટકા અમદાવાદની 56 ટકા સ્ત્રીઓ એનીમીક હતી અને દવા ન લેવાની આદત આ સંખ્યામાં દિન પ્રતિદિન વધારો કરી રહી છે ત્યારે લિપસ્ટીક મહિલાઓને બ્યુટી વીથ હેલ્થ આપશે.

હિમોગ્લોબીન શા માટે જરૂરી છે ?

શરીરના કરોડો કોષને જીવંત રહેવા માટે અને તેનું કાર્ય સારી રીતે કરવા માટે ઓક્સિજનની સતત જરૂર પડે છે. ફેફસામાં રહેલો ઓક્સિજન લોહીમાં રહેલા હિમોગ્લોબીનમાં ભળે છે. આ ઓક્સિજનવાળું લોહી (શુધ્ધ લોહી) જયારે શરીરનાં બધાં અંગોમાં વહે છે, ત્યારે શરીરના બધા કોષોને ઓક્સીજન પૂરો પાડે છે. લોહીમાં હિમોગ્લોબીન નિર્ધારિત માત્રાથી ઓછું હોય, તો લોહીમાં ઓક્સીજન પણ ઓછો ભળે. પરિણામે શરીરના કોષોને ઓક્સીજન પૂરતા પ્રમાણમાં મળે નહિ. જેને લીધે તે બધા કોષો પોતાનું કાર્ય સારી રીતે કરી શકે નહીં. લોહતત્વ (Iron), ફોલિક એસીડ (Folic Acid), અને વિટામીન બી12. આ ત્રણે ઘટકમાં લોહતત્વનું પ્રમાણ વધારવામાં આવે તો હિમોગ્લોબીનનું પ્રમાણ આપોઆપ વધે છે.

દેશમાં 19 લાખ પોલીસ અધિકારીઓ છે, જેમાં 1.10 લાખ તમામ રેન્કની મહિલાઓ છે. કૂલ ફોર્સના 6 ટકા મહિલાઓ પોલીસમાં છે. ગુજરાતમાં પણ એટલાં જ છે. ચંદીગઢમાં 15 ટકા મહિલાઓ પોલીસમાં છે.