ગુજરાતની 5 ટકા આંગણવાડીમાં પીવાનું પાણી કે શોચાલય નથી

5% of Anganwadi Centers in Gujarat Lack Drinking Water and Toilets गुजरात की 5 प्रतिशत आंगनवाड़ियों में नहीं है पीने का पानी और शौचालय

અમદાવાદ, 7 એપ્રિલ 2025
પ્રાથમિક શિક્ષણ અગાઉ બાળકોનું ઘડતર થાય તેના માટે આંગણવાડી હોય છે. પરંતુ, શિક્ષાની પ્રથમ સીડીમાં જ પ્રાથમિક સુવિધાનો અભાવ છે. ગુજરાતમાં કુલ 53050 આંગણવાડી કેન્દ્રમાંથી 719માં પીવાના પાણીની વ્યવસ્થા નથી. તેમજ 1711 આંગણવાડીમાં શૌચાલયની સુવિધા નથી.
નાનાબાળકોને પોષણયુક્ત આહાર મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા પુરસ્કૃત સંકલિત બાળવિકાસ યોજના આંગણવાડીના મહિલા કાર્યકરો દ્વારા ચલાવવામાં આવે છે. બાળકો માટેની યોજના ડામાડોળ થઈ છે.
કારણ
કેન્દ્રની ભાજપની મોદી સરકારે 90 ટકાની રકમ ઘટાડીને 60 ટકા કરી દીધી હતી.

આંગણવાડી બહેનો પોતાના પગારમાંથી ખર્ચ કરીને બાળકોને નાસ્તો આપતી રહી છે.
બિલો આઠ મહિનાથી ચુકવાયા ન હતા.
કામદારોને દૈનિક વેતન રૂા. 476 છે. પરંતુ આંગણવાડીની બહેનોને લઘુતમ વેતન પણ મળતુ નથી.

સુપરવાઈઝરની અનેક જગ્યાઓ ખાલી છે. અદાલતના આદેશ પછી પણ ગ્રેજયુઈટીની રકમ મળી નથી. સરકારી મોબાઈલ ફોન જૂના થઈ ગયા છે.

ગુજરાતમાં આવેલા આંગણવાડી કેન્દ્રમાંથી 4844માં પાણી માટે પાઇપનું જોડાણ, 4021માં કાર્યરત હોય તેવા રસોડા, 438માં કાયમી વીજ જોડાણ જ નથી.

ગુજરાતમાં આવેલી આંગણવાડીમાં પાયાની સુવિધાનો જ અભાવ છે. મા બાપ બાળકોને આંગણવાડીમાં ભણવા મૂકવાનું ટાળે છે. ખાનગરી નર્સરી-બાળમંદિરમાં મૂકવાનું વધુ પસંદ કરે છે.

ગુજરાતના 2254 આંગણવાડી કેન્દ્ર સૌર ઊર્જાથી ચાલે છે. બિહાર, હરિયાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર, મઘ્ય પ્રદેશ, ઓડિશા, ઉત્તર પ્રદેશની સ્થિતિ પણ ગુજરાત કરતાં ઘણી જ સારી છે. મહારાષ્ટ્રના 1.10 લાખ આંગણવાડી કેન્દ્રમાંથી 26840માં સૌર ઊર્જાની જોગવાઈ છે.

ગુજરાતના આંગણવાડી કેન્દ્રોની સ્થિતિ
કુલ આંગણવાડી કેન્દ્ર 53,050
પાઇપ સાથે પાણીની સુવિધા 48,166
પીવાના પાણીની સુવિધા 52,331
કાર્યરત શૌચાલય 51,339
કાર્યરત રસોડા 49,029
કાયમી વીજ જોડાણ 52,612
સૌર ઉર્જાનું જોડાણ 2254

ગ્રાંટ કૌભાંડ
બનાસકાંઠા ની 2344 આંગણવાડી કેન્દ્રને 2 કરોડ રકમની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. શાળા રીપેરીગ કરવા વાપરવાની હતી. પણ તેમ થયું નથી અને ભ્રષ્ટાચાર થયો હોવાવી ફરિયાદો થઈ છે.

આંગણવાડીઓ
જિલ્લાના નામકુલ આંગણવાડી કેન્દ્રોપોતાની બિલ્ડીંગઅન્ય બિલ્ડીંગભાડાની ઈમારતો2020-21  ગ્રાન્ટકુલ આંગણવાડી કેન્દ્રો આંગણવાડી કેન્દ્રોપોતાની બિલ્ડીંગઅન્ય બિલ્ડીંગભાડાની ઈમારતો2020-21  ગ્રાન્ટ
(રૂ. લાખમાં)(રૂ. લાખમાં)
અમદાવાદ ગ્રામ્ય150012446718911.5જામનગર શહેરી309154965910.43
ગાંધીનગર1062919598411.27રાજકોટ શહેરી3642878695.11
મહેસાણા19201805151006.8ભાવનગર શહેરી3161931810510.23
પાટણ142712563913219.03જૂનાગઢ શહેરી1795221250
સાબરકાંઠા192216058123612.46વડોદરા ગ્રામ્ય14481261751123.95
અરવલ્લી1450116318310413.59છોટા ઉદેપુર1182110950234.89
બનાસકાંઠા33653176251647.68આનંદ19931496172325112.72
સુરેન્દ્રનગર13488277045147.81ખેડા1979173311413236.19
અમદાવાદ શહેરી21276161131398114.15પંચમહાલ200018021018813.56
રાજકોટ ગ્રામ્ય13601112691790.33દાહોદ30562902115317.7
મોરબી7615755313335.49મહીસાગર13161205615019.64
જૂનાગઢ ગ્રામ્ય12499267824533.78વડોદરા શહેરી4001705317747.3
ગીર સોમનાથ1166660115391109.47સુરત ગ્રામ્ય1733165161213.14
પોરબંદર48943210474.11ડાંગ્સ4414250162.1
ભાવનગર ગ્રામ્ય159113116521576.07વલસાડ1899146043900
અમરેલી1616118510332820.47નવસારી1330123666281.37
જામનગર ગ્રામ્ય888703811044ભરૂચ13741257477025.96
દેવભૂમિ દ્વારકા69156255742.93નર્મદા9529321190.4
બોટાદ5694551010410.4તાપી104991713020.66
કચ્છ2116160911139622.41સુરત શહેરી109275020214011.6
530294313330086888890.7