ગુજરાત રાજ્યમાં 79 IAS અધિકારીઓની બદલી, સુરત-રાજકોટના મ્યુનિસિપલ કમિશનર બદલાયા

અમદાવાદ , તા:૩૦ સરકારે આજે એક સાથે ૭૯ સનદી અધિકારીઓની બદલીનો આદેશ આપ્યો છે. જેમાં ચૂંટણી  પંચના કમિશનર તરીકે સંજય પ્રસાદની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે રાજકોટમાં મ્યુંનીસિપલ કમિશનર અને કલેકટર બનેની બદલી કરવામાં આવી છે. જ્યારે સુરતના મ્યુનીસીપલ કમિશનર ની બદલી કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનીસીપલ કમિશનર રાકેશ શંકર ની પણ બદલી કરવામાં આવી છે.

કોની કોની બદલીના આદેશ આપવામાં આવ્યા?  

(1) સુરતના મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારાસનની બદલી કરવામાં આવી.GIDCના વાઇસ ચેરમેન મેનેજિંગ  ડિરેક્ટર તરીકે.

(2) રાહત કમિશનર મનોજ કોઠારીની મધ્ય ગુજરાત વીજ કંપની લી.નાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક.

(3) અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમાર (આરોગ્ય અને પરિવાર કલ્યાણ)ની બદલી. ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગમાં મૂકાયા.

(4) પોરબંદર કલેક્ટર એમ.એ. પંડ્યાની ગાંધીનગર ખાતે મીડ-ડે મીલ કમિશનર તરીકે બદલી.

(5) તાપી-વ્યારાના કલેક્ટર આર.એસ. નિનામાની બદલી ડેવલેપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત, ગાંધીનગર  ખાતે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે બદલી.

(6) મોરબી કલેક્ટર આર.જે. માકડિયાની બદલી. રેવન્યૂ ઇન્સ્પેકશન કમિશનર તરીકે મૂકાયા.

(7) રાજકોટ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીની ની સુરત મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી.

(8) રાજકોટ કલેક્ટર રાહુલ ગુપ્તાની બદલી, રેમ્યા મોહન બન્યાં રાજકોટનાં નવા કલેક્ટર.

(9) આરોગ્ય કમિશનર ડૉ. જયંતિ રવિ પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે આરોગ્ય અને પરિવાર કલ્યાણમાં મૂકાયા.

(10) સંગીતા સિંઘ (અધિક મુખ્ય સચિવ), સામાન્ય વહીવટ વિભાગમાંથી બદલી કરીને ગૃહ વિભાગમાં મૂકાયાં.

(11) ઠાસરાના આસિસ્ટન્ટ કલેક્ટર અર્પિત સાગરની વલસાડના ડીડીઓ તરીકે નિમણૂક.

(12) અમદાવાદ મ્યુનિસિપ કોર્પોરેશનનાં ડેપ્યૂટી મ્યુનિસિપલ કમિશનર રાકેશ શંકરની બદલી.

(13) ગુજરાત અર્બન ડેવલેપમેન્ટ મિશનમાં એડિશનલ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે મૂકાયા.

(14) ભાવનગરના કલેક્ટર હર્ષદ કુમાર પટેલની બદલી. સેટલમેન્ટ કમિશનર અને જમીન સુધારણામાં થઇ .

 (15) ગોધરાના કલેક્ટર ઉદિત અગ્રવાલની રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી.

 (16) ધોલેરા સર પ્રોજેક્ટનાં સીઇઓ જય પ્રકાશ શિવહરેની બદલી. આરોગ્ય વિભાગના કમિશનર તરીકે મૂકાયા.

 (17) જમીન સુધારણા કમિશનર હારિત શુક્લાની સાયન્સ અને ટેકનોલોજી વિભાગના સચિવ તરીકે બદલી.

 (18) સાયન્સ અને ટેકનોલોજી વિભાગનાં સચિવ ધનંજય દ્વિવેદીની બદલી. નર્મદા, જળસંપતિ અને કલ્પસર        વિભાગના સચિવ તરીકે મૂકાયા.

(19) મોરબી કલેક્ટર આર.જે. માકડિયાની બદલી. રેવન્યૂ ઇન્સ્પેકશન કમિશનર તરીકે મૂકાયા.

(20) રાજકોટ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીની ની સુરત મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી.

(21) રાજકોટ કલેક્ટર રાહુલ ગુપ્તાની બદલી, રેમ્યા મોહન બન્યાં રાજકોટનાં નવા કલેક્ટર.

(22) આરોગ્ય કમિશનર ડૉ. જયંતિ રવિ પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે આરોગ્ય અને પરિવાર કલ્યાણમાં મૂકાયા.

(23) સંગીતા સિંઘ (અધિક મુખ્ય સચિવ), સામાન્ય વહીવટ વિભાગમાંથી બદલી કરીને ગૃહ વિભાગમાં મૂકાયાં.

(24) GADના સંગીતા સિંઘને હોમ ડિપાર્ટમેન્ટમા મૂકાયા, જે.પી. ગુપ્તાને ચીફ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ તરીકે નિમણૂક અપાઇ,

(25) પૂનમચંદ પરમારને એગ્રીકલ્ચર, ફાર્મર ડિપાર્ટમેન્ટના ACS તરીકે નિમણૂક અપાઇ