ગુજરાત વિધાનસભામાં નવા સંશોધનો સાથે ત્રણ વાર બિલ પસાર કરાયું હતું

ગાંધીનગર,05

વર્ષ 2003થી ખોરંભે ચડેલું ગુજરાત સરકારનું વિવાદિત આતંકવાદ નિરોધક બિલને આખરે વર્ષ 2019માં રાષ્ટ્રપતિએ મંજૂરીની મહોર મારી દીધી છે.

16 વર્ષ બાદ મંજૂર થયેલા આ કાયદાને કારણે હવે ગુજરાત મહારાષ્ટ્ર બાદ આતંકવાદ માટેના અલગ કાયદાનો અમલ કરનારું દેશનું બીજા નંબરનું રાજ્ય બની ગયું છે.

ગુજકોકનો ઈતિહાસ
ગુજરાતમાં તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2003માં પહેલી વાર પસાર કર્યું હતું. જે પછી 16 વર્ષએ મંજૂરી આપવામાં આવી છે.
2004માં વાજપેયી સરકારે પરત કર્યું હતું બિલ

2004માં જ્યારે અટલ બિહારી વાજપેયીની સરકાર હતી ત્યારે વાજપેયી સરકારે તેમાં થોડો સુધારો કરવાની સલાહ આપી હતી. 2009માં પણ કેન્દ્ર સરકારે ગુજરાત સરકારના આતંકવાદ વિરોધી કાયદાની ત્રણ જોગવાઈ પર આપત્તિ બતાવતા તેને પરત કર્યું હતું અને કહ્યું હતું કે જ્યાં સુધી રાજ્ય સરકાર તેને કેન્દ્રીય કાયદાના અનુરૂપ સંશોધન નથી કરતી તેને મંજૂરી કરવાની ભલામણ રાષ્ટ્રપતિને નહિ કરવામાં આવે.

16 વર્ષમાં ત્રણ વાર બિલ વિધાનસભામાં પસાર કરાયું

આ બિલને લઈને ગુજરાતના તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યપાલ કમલા બેનીવાલ વચ્ચે વિવાદ થયો હતો. છેવટે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારના તર્કો સાથે સંતુષ્ટ થઈને તેને મંજૂરી આપી દીધી હતી. ગુજકોકને છેલ્લા 16 વર્ષોમાં ત્રણ વાર રાજ્ય વિધાનસભામાં પાસ કરાવાયું હતું. અંતિમવાર 2009માં તત્કાલિન કેન્દ્ર સરકારે તેને રાષ્ટ્રપતિ પાસે મંજૂરીની ભલામણ સાથે મોકલવાથી ઈન્કાર કરી દીધો હતો. આ દરમિયાન રાજ્ય સરકારે સદનમાં હવે નવું સંશોધિત બિલ ગુજરાત આતંકવાદ અને સંગઠિત અપરાધ નિયંત્રણ બિલ 2015 પાસ કરાવી દીધું હતું. જેમાં કેટલાક સંશોધન કરવામાં આવ્યા છે. સંશોધિત બિલમાં પણ પોલીસ પાસે વધુ તાકાત રહેશે.

છેવટે બિલને કાયદો બની શક્યો

ગુજરાત સરકારે પહેલાં આ બિલ વાગુ કરવા માટે ઘણા પ્રયત્નો કર્યા હતા. વડાપ્રધાન મોદીએ પહેલીવાર 2003માં આ બિલને પાસ કરાવવા માટે પ્રયત્નો શરૂ કર્યા હતા. જે સમયે કેન્દ્રમાં એનડીએ સરકાર હોવાથી મોદીનું સપનું પૂર્ણ થઈ શક્યું ન હતું. હાલમાં મોદી સરકાર હોવાથી રાષ્ટ્રપતિએ આ બિલને મંજૂરી આપી દીધી છે. આ બિલ હવે ગુજરાતમાં કાયદો બની જશે.

નરેન્દ્ર મોદી સરકારે ૨૦૦૩માં મહારાષ્ટ્રના મકોકાની પેટર્ન પર ગુજરાત કન્ટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ ક્રાઇમ (ગુજકોક)નું વિધેયક વિધાનસભામાં પસાર કર્યું હતું. કાયદો પોટા અને ટાડા કાયદા જેવો છે જે પડતાં મૂક્યા છે.

જેને તત્કાલિક રાષ્ટ્રપતિ ડો. એ પી જે અબ્દુલ કલામે કેટલીક જોગવાઈઓ દૂર કરવાના સૂચન સાથે પરત મોકલ્યું હતું. ત્યાર બાદ રાજ્ય સરકારે ફરી રાષ્ટ્રપતિ સમક્ષ મોકલેલું વિધેયક પણ ૨૦૦૯માં પરત આવ્યું હતું.

2015માં વિધાનસભાએ પસાર કરેલો કાયદો 180 દિવસ સુધી કોઈને પણ જેલમાં પૂરી શકે એવો હતો.

કાયદાની જોગવાઈ મુજબ જુગાર અને દારૂને અંકુશમાં રાખવા, સંગઠનથી ગુના અને આતંક રોકવા માટે કરવામાં આવે છે. ગુનામાં સજાની જોગવાઈ મૃત્યુ અથવા આજીવન કેદ અથવા રૂ. 10 લાખ દંડની જોગવાઈ છે. આતંક અને સંગઠિત ગુના માટે તે દંડ કરવામાં આવે છે.

પોલીસ અધિકારી સમક્ષ વિડિયો ટેપ, ફિલ્મ જેવા માધ્યમથી આરોપીએ કરેલી કબૂલાત, ગુનાની કબૂલાતનો પુરાવો ગણાશે. કાયદો પોટા અને ટાડા કાયદા જેવો છે. જેનો સૌથી વધુ ગુજરાતમાં ઉપયોગ થયો છે. જો કાયદો પસાર કરવામાં આવશે તો જનતા માટે ખુબ ખતરનાક સાબિત થશે. કાયદાથી પોલીસનું મનોબળ વધશે અને તેના કારણે સામાન્ય ઘાયલને પણ ખોટા ગુનામાં સંડોવી દેશે. કાયદો પ્રજાની સલામતી માટે નહીં પરંતુ સરકારની સલામતી માટે છે જેથી કાયદોના અમલ થાય તે જરૂરી છે.

ગુજકોટોક કાયદો માનવ સ્વાતંત્રય અને ન્યાયતંત્રના અધિકાર પર હથોળાના ઘા સમાન હોવાનું જયકુમાર સંઘવીએ જાહેર કર્યું હતું.

ગુજરાત સરકાર પહેલા ગુજકોક નામે કાયદો બનાવેલો તે રાષ્ટ્રપતિએ પરત મોકલ્યો હતો. તેનું નામ બદલાવીને ગુજકોટોક રાખવામાં આવ્યું છે. જે માનવ સ્વાતંત્ર્ય અને બંધારણીય ભાવનાને ઠેશ લગાડનાર છે.

ન્યાયતંત્ર પર તરાપ સમાન છે, ગુજરાતનાના રાજ્યપાલે મંજુરી આપી દીધા બાદ તે મોકલવામાં આવેલી છે.

તેમજ કેન્દ્ગીય કેબીનેટે પણ મંજુરી આપી દીધી છે. તે તઘલખી આત્મઘાતી કાનુનને મંજુરી આપે નહીં તેવી માંગ વિપક્ષી અગ્રણી, પુર્વ ધારાસભ્ય જયકુમાર સંઘવીએ કરી છે.

માનવતા હીન કાયદાની ઝાટકણી કાઢવી પડે

ગુજરાતના નાગરીકો મુળભુત હક્કો બંધારણથી ઘડવામાં આવેલા છે. બંધારણો નાગરિકોને બક્ષેલ અધિકારોથી વંચિત રહે તેમજ બંધારણીય હક્કો વિરૂધ્ધ કોઈ કાયદાની અમલવારી કરી શકાયનહીં.

આપણા દેશમાં ન્યાયીક સર્વોપરીતા ન્યાની અદાલતોની છે કેન્દ્ગ સરકારે ઘડેલા કાયદાઓ કે જે સમગ્ર દેશને લાગુ પડે છે તે કાયદાઓની જોગવાઈઓથી વિ‚ધ્ધની જોગવાઈ વાળાનવાકાયદા અમલમાં મુકવામાં આવે તો તેના ગંભીર પરિણામો આવી શકે તેમ છે.

ભાજપના સરમુખ્યતાર નેતાઓ શું કહે છે

ગુજરાતના ભાજપનાં અગ્રણીઓ ગુજકોટોકના કાયદાની તરફેણમાં દલીલો કરતા જણાવે છે કે ગુજકોટોકનો અમલ કરવામાં આવે તો આતંકવાદસામે લડી શકાય અને તેનાસમર્થનમાં મહારાષ્ટ્રના માકોડા નો ઉલ્લેખ કરીને જણાવે છે કે ગુજકોટોક એ માકોડાની ફોટો કોપીછે. પરંતુ મહારાષ્ટ્રમાં માકોડા હોવા છતાં આતંકવાદીઓ દ્વારા હિંસક હુમલા મુંબઈમાં થયા જ છે તો ગુજકોટોકના અમલથી આવી બાબતનું પુનરાવર્તન ન થાય તેની ખાત્રી શી ?

ગુજકોટોકનો અમલ ગુજરાત સરકારે એક હથ્થુ શાસન ચલાવવા જાહેર જીવનના અગ્રણીઓ અને સરકારી અન્યાયસામે લડનારા આંદોલનકારીઓને દબાવી દેવાની તથા લોક અવાજનો  માટે કરે તેવી દહેશત છે.

માનવ અધિકાર વાણી, વિચાર, સ્વાતંત્રયનો અમલ, અખબારી સ્વાતંત્ર્ય બંધારણે બક્ષેલા મુળભુત અધિકારોને કાયદાના પાલનને નામે કચડી નાખવા ભાજપની સરકારની સાજિસ છે.

રાષ્ટ્રપતિએ ગુજરાતનું 2016માં ત્રાસવાદ વિરોધી બિલ ફરી પાછું મોકલ્યું હતું.

ગુજરાતમાં આતંકવાદ વિરોધી કાયદો લાવવામાં સરકારને ૧૩ વર્ષના સંઘર્ષ પછી નિષ્ફળતા મળી છે. આ પ્રકારનો કાયદો લાવવા માટેનું વિધેયક ત્રીજી વખત રાષ્ટ્રપતિએ પરત મોકલ્યું છે. અગાઉ નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન હતા ત્યારે રાષ્ટ્રપતિએ બે વખત ગુજકોકનું વિધેયક પરત મોકલ્યું હતું.

આનંદીબહેન પટેલની સરકારે વર્ષ, ૨૦૧૫માં ગુજકોકને બદલે ગુજકોટોક નામ સાથે અલગ વિધેયક પસાર કર્યું હતું, પરંતુ તેમાં વિવાદાસ્પદ જોગવાઈઓ યથાવત રખાતાં આ બિલ પણ રાષ્ટ્રપતિએ પરત મોકલ્યું હતું.

24 એપ્રિલ 2015ના દિવસે રાજય સરકારે આતંકવાદ જેવા ગંભીર ગુનાઓ સામે આકરા પગલા લેવા ‘ગુજકોક’ જેવા તાજેતરમાં બજેટસત્રના છેલ્લા દિવસે ગુજરાત આતંકવાદી કૃત્ય અને સંગઠિત ગુના નિયંત્રણ  વિધેયક ૨૦૧૫ને પસાર કર્યું હતું.

ગુજકોટોક તરીકે ઓળખાતા આ વિધેયક પર રાજયપાલ ઓ.પી. કોહલીએ મંજૂરીની મહોર મારી દીધી હતી. અગાઉના રાજયપાલ કમલા બેનીવાલએ ગુજકોકના વિધેયકને ફગાવી દીધો હતો.

સચિવાલયના સૂત્રોના જણાવ્યા મુજબ, ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના છેલ્લા દિવસે રાજય સરકારે ‘ગુજકોક’ જેવા વિધેયકને લીલીઝંડી આપી હતી. અગાઉ ગુજકોક વિધેયકને તત્કાલીન રાજયપાલ કમલા બેનિવાલની સ્વીકૃતિ મેળવવા, રાજય સરકારે ખાસ્સા પ્રયાસ કર્યા હતાં.

ત્રણ વખત ગુજકોક વિધેયકને ગૃહમાં બહાલી અપાઈને તેને તત્કાલીન રાજયપાલ કમલા બેનીવાલની લીલીઝંડી મેળવવા મોકલ્યા હતા, પરંતુ તત્કાલીન રાજયપાલે એકપણ વાર ગુજકોકને સંમતિ ન આપીને કેન્દ્ર સરકાર મારફતે રાષ્ટ્રપતિને મોકલ્યું હતું. જે તે વખતે આ બાબત ભારે વિવાદાસ્પદ બની હતી.

નવા રાજયપાલ આવતાં ઓ.પી. કોહલીએ ગુજકોટોક વિધેયકને મંજૂરી આપી દીધી હતી.

પોલીસને તાર, ટપાલ, ફોન આંતરવાની કે રેકર્ડ કરવા જેવી સત્તા અપાઈ છે. આ પ્રકારની સત્તાથી નાગરિકના મૂળભૂત અધિકારનો ભંગ થતો હતો. એવી જોગવાઈ પણ કરવામાં આવી હતી.

કે કેમ જેવી બાબત કેન્દ્ર સરકારનો વિષય હોઈ રાજય પાસે આ બાબતે કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો અભિપ્રાય માંગ્યો છે.

આંદોલન
અમદાવાદ સેટેલાઈટ રોડ ઉપર પોલીસે ધરણા કરવાની મંજુરી આપતાં આજે 3 વાગ્યે તે ધરણા શરૂં થયા છે. જેમાં 500 લોકો હાજર રહ્યાં હતા. એનજીઓની એક એમ્બ્રેલા સંસ્થા ડો.મુકુલ સિંહાએ બનાવી હતી. હવે તેની આગેવાની ઈન્દુકુમાર જાની લઈ રહ્યાં છે. ધરણાની આગેવાનીમાં નિર્ઝરી મુલકુલ સિન્હા મુખ્ય છે. ગાયના મુદ્દે લોકોને ભાવાત્મક બનાવીને તોફાનો કરાવવા તે કોઈ રીતે દેશના હીતમાં નથી. એવું આ સંસ્થા માને છે.

મુકુલ સિંહાએ આ સંસ્થાની સ્થાપના કરી હતી અને તેમણે પોટાના કાયદાની સામે મોટી લડત ચલાવી હતી. આખરે તે કાયદો સરકારે પડતો મુકવો પડ્યો હતો. આ કાયદો ઉપરાંત ગુજકોક અને ગુજકોટોક કાયદો અમલી ન બને તે માટે પ્રાજાકીય આંદોલન કર્યું હતુ. કાનુની લડત પણ ચલાવી હતી.

ગુજરાતનાં મુખ્યમંત્રી પદે પોતાના કાર્યકાળથી લટકતા અને વિવાદમાં ઘેરાયેલા આતંકવાદ વિરોધી ખરડાને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકાર મંજૂરી આપી હતી.

અગાઉની યુપીએ સરકાર દ્વારા નકારી કાઢવામાં આવેલા આ ખરડાને હવે મોદી સરકારે મંજૂરી આપી દીધી છે, ત્યારે કાયદો અસ્તિત્વમાં આવે તે માટેનો માર્ગ મોકળો બની ગયો છે.

ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ (ગુજકોટોક) ખરડો-2015ને ગૃહ મંત્રાલય દ્વારા બહાલી આપી દેવામાં આવી હતી.

ગૃહ મંત્રી રાજનાથ સિંહનાં મંત્રાલયમાં પણ આ ખરડાની અમુક જોગવાઈઓ સામે કેટલાક વાંધા-વિરોધ સામે આવ્યા હતાં.

રાષ્ટ્રપતિની મંજૂરી કેમ આવશ્યક?

ફોજદારી કાયદા અને પ્રક્રિયા સંબંધિત કાયદાઓ સમવર્તી યાદીમાં આવે છે અને તેનાં માટે રાષ્ટ્રપતિની મંજૂરી જરૂરી બની જાય છે. એનો મતલબ એવો થાય કે કેન્દ્રિય કેબિનેટની પરવાનગી પણ જરૂરી બની જાય. સૌપ્રથમવાર 2004માં ગુજકોક ખરડાને કાયદામાં પરિવર્તિત કરવાનાં પ્રયાસને તત્કાલીન રાષ્ટ્રપતિ એ.પી.જે.અબ્દુલ કલામે અવરોધ્યો હતો અને આ ખરડો પરત કર્યો હતો. ત્યારબાદ 2008 અને 2009માં પણ ખરડાને પ્રતિભા પાટીલે બહાલી આપી ન હતી.

શા માટે ખરડો વિવાદાસ્પદ?

આ ખરડો ગુજરાતની પોલીસને ફોનકોલ આંતરીને પુરાવા તરીકે અદાલતમાં મુકવાથી માંડીને મિલકત જપ્તી, આરોપનામુ દાખલ કરવાં માટે 180 દિવસનો વિસ્તારિત સમય આપવા સહિતની વ્યાપક સત્તા આપે છે. આ ઉપરાંત સૌથી વધુ વિવાદગ્રસ્ત જોગવાઈ એવી છે કે એસપી રેન્ક અથવા તો તેનાથી ઉંચા હોદા ધરાવતા પોલીસ અધિકારી સામે આપવામાં આવેલી કબૂલાત કોર્ટમાં ગ્રાહ્ય રહેશે. આવી જોગવાઈઓ સામે સામાજિક કાર્યકરોનો કોપ ઉઠયો હતો.

આવો કાયદો ઘડનાર ગુજરાત પ્રથમ નથી

આ ખરડો મહારાષ્ટ્ર દ્વારા ઘડવામાં આવેલા મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ ધારા (મકોકા)ની તર્જ ઉપર જ તૈયાર કરવામાં આવેલો છે અને તેને 1999માં એનડીએનાં શાસનમાં બહાલી મળેલી.

2015માં ગુજરાતસરકાર દ્વારા પોલીસને અબાધિત સત્તા આપતો કાયદો ગુજકોટોક ભારતના બંધારણના કાયદા વિરૂદ્ધનો હોવાનું જણાવી સામાજિક કાર્યકર અને એડવોકેટ પ્રદીપ ગડઅંકુશે તેના વિરોધમાં જિલ્લા કલેકટર કચેરી સામે પ્રતિક ધરણાંનો કાર્યક્રમ આપ્યો હતો. પ્રતિક ધરણામાં તેમણે નવસારી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવ્યો હતો.

કલેકટર રેમ્યા મોહનને સામાજિક કાર્યકર અને એડવોકેટ પ્રદીપ ગડઅંકુશે પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે હાલમાં ગુજરાત સરકાર દ્વારા ગુજકોટોક બીલ પસાર કરવામાં આવ્યું છે તે ગેરબંધારણીય છે. કાયદો ગુજરાતની પ્રજામાં આતંક અને ભયનું સામ્રાજ્ય ફેલાવશે. લોકોને પરેશાન કરવામાં કાયદોનો ઉપયોગ કરાય તેવી શક્યતા છે.

નવસારીમાં ગુજકોટોકના વિરોધમાં પ્રતિક ધરણા કરવામાં આવ્યા હતા.

ગુજરાતસરકાર દ્વારા પોલીસને અબાધિત સત્તા આપતો કાયદો ગુજકોટોક ભારતના બંધારણના કાયદા વિરૂદ્ધનો હોવાનું જણાવી સામાજિક કાર્યકર અને એડવોકેટ પ્રદીપ ગડઅંકુશે તેના વિરોધમાં જિલ્લા કલેકટર કચેરી સામે પ્રતિક ધરણાંનો કાર્યક્રમ આપ્યો હતો. પ્રતિક ધરણામાં તેમણે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવ્યો હતો.

કાયદો ગુજરાતની પ્રજામાં આતંક અને ભયનું સામ્રાજ્ય ફેલાવશે. લોકોને પરેશાન કરવામાં કાયદોનો ઉપયોગ કરાય તેવી શક્યતા છે. કાયદાની જોગવાઈ મુજબ જુગાર અને દારૂને અંકુશમાં રાખવા, સંગઠનથી ગુના અને આતંક રોકવા માટે કરવામાં આવે છે. ગુનામાં સજાની જોગવાઈ મૃત્યુ અથવા આજીવન કેદ અથવા રૂ. 10 લાખ દંડની જોગવાઈ છે. આતંક અને સંગઠિત ગુના માટે તે દંડ કરવામાં આવે છે.

પોલીસ અધિકારી સમક્ષ વિડિયો ટેપ, ફિલ્મ જેવા માધ્યમથી આરોપીએ કરેલી કબૂલાત, ગુનાની કબૂલાતનો પુરાવો ગણાશે. કાયદો પોટા અને ટાડા કાયદા જેવો છે. જેનો સૌથી વધુ ગુજરાતમાં ઉપયોગ થયો છે. જો કાયદો પસાર કરવામાં આવશે તો જનતા માટે ખુબ ખતરનાક સાબિત થશે. કાયદાથી પોલીસનું મનોબળ વધશે અને તેના કારણે સામાન્ય ઘાયલને પણ ખોટા ગુનામાં સંડોવી દેશે. કાયદો પ્રજાની સલામતી માટે નહીં પરંતુ સરકારની સલામતી માટે છે જેથી કાયદોના અમલ થાય તે જરૂરી છે.

નવસારીમાં ગુજકોટોકના વિરોધમાં પ્રતિક ધરણા કરવામાં આવ્યા હતા.