ગુજરાત સરકારની કંપની જી-રાઈડ રેલવે લાઈન નાંખી રહી છે

કટોસણ-બેચરાજી રેલ્વે લાઇનનું કામ રેલ્વે અને ગુજરાત સરકારની કંપની જી-રાઇડ દ્વારા સંયુક્તપણે ટૂંક સમયમાં શરૂ થવાનું છે. રૂ.266 કરોડના વર્ક ઓર્ડર આ હેતુસર અપાઈ ગયા છે.

મુખ્ય પ્રધાન  વિજય રૂપાણીએ કેન્દ્રીય રેલ્વે પ્રધાન  પીયૂષ ગોયલ સાથે અમદાવાદમાં બેઠક યોજી ભારત સરકારના સહયોગથી રેલ્વે સ્ટેશન પર ફાઇવ સ્ટાર હોટલ અને ગાંધીનગર રેલ્વે સ્ટેશનના આધુનિકીકરણની ચાલી રહેલી કામગીરીની સમીક્ષા પણ કરી હતી.

ગુજરાતમાં રેલ્વે દ્વારા ગેજ કન્વર્ઝન અને ડબલિંગ ઓફ રેલ્વે લાઇનના ચાલતા કાર્યો અંગે પણ રેલ્વે પ્રધાન સાથે લંબાણપૂર્વક ચર્ચાઓ કરી હતી.

મારૂતિ મોટર્સ દ્વારા ઉત્પાદિત થનારી મોટરકારના ટ્રાન્સપોર્ટેશન અને અન્ય આનુષાંગિક ઉદ્યોગો તથા એમએસએમઇ, બેચરાજી અને આસપાસની જીઆઇડીસીને પણ આ રેલ્વે લાઇન શરૂ થતા મહત્તમ લાભ થશે.