ગુનેગારોનું ભાજપ…

ભાજપા માટે શરમજનક ઘટના ઘટી છે .ભાજપના કોર્પોરટર પુત્ર અને તેના પિતાને પાસા હેઠળ જેલમાં ધકેલી દેવામાં આવ્યાં છે. જૂનાગઢ ભાજપના ઇબ્રાહિમ ગેમલરને પાસા હેઠળ સુરત જેલમાં ધકેલવામાં આવ્યા છે. તેમની સાથે નગર સેવક અબ્બાસ કુરેશી પણ પાસા હેઠળ છે જેલમાં ગયા છે. તમને જણાવી દઈએ કે, જૂનાગઢના ભાજપના નગરસેવક અને તેના પિતા બંને પાસા હેઠળ જેલમાં મોકલાયા છે, તેમના પર અનેક ગુના નોંધાયેલા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ જૂનાગઢનાં વોર્ડ નં. ૩ નાં ભાજપનાં બિનહરીફ થયેલા નગરસેવક અબ્બાસ ઇબ્રાહીમ ઉર્ફે ગેમ્બલર કુરેશીને એલસીબીએ પાસામાં પકડી વડોદરા જેલમાં ધકેલી દીધો હતા. અબ્બાસે થોડા દિવસો પહેલાં પોલીસ પર હુમલો કર્યો તે વખતે તેમણે પીએસઆઇને તેમની જ્ઞાતિ વિશે અપમાનજનક ટીપ્પણી કરી હતી. તેનો વિડીયો પણ વાઇરલ થયો હતો. આ મામલે જૂનાગઢ શહેરમાં ભાજપની ભારે ટીકાઓ પણ થઇ હતી. આખરે પોલીસે તેના પર પાસાનું શસ્ત્ર ઉગામી વડોદરા જેલમાં ધકેલી દીધો હતા.ફક્ત જૂનાગઢમાં જ નહીં પરંતુ ગુજરાત ભાજપમાં ગુનેગાર નેતાઓ ઠાંસીઠાંસીને ભર્યા છે. આવા ઉદાહરણો જ ગુનેગારોનું ભાજપ તરીકે ઓળખાઇ રહ્યું છે.

ભાજપના ૧૦૪ ગુનેગાર નેતાઓ ..

ભારતના રાજકારણમાં બદલાવ આવ્યો છે. ૧૯૯૦માં કેડરબેઝ અને સિદ્ધાંતનિષ્ઠ ભારતીય જનતાપાર્ટીની આબરૂનું ધોવાણ થઇ રહ્યું છે. અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણીની અસલ ભાજપમાં સત્તા માટે પરિવર્તન થઇ રહ્યું છે. પાર્ટીના ગુજરાત બેઝ સિદ્ધાંતનિષ્ઠ સિનિયર કાર્યકર કહે છે કે- જ્યાં સુધી ભાજપની કમાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના હાથમાં હશે ત્યાં સુધી ભાજપના બઘાં સિદ્ધાંતો નેવે મૂકવામાં આવશે. ભાજપનું ભવિષ્ય ભાખતા તેમણે કહ્યું કે ૨૦૨૪ની લોકસભા ચૂંટણી પહેલાં દેશભરની  પાર્ટીઓના બઘાં ક્રિમિનલ્સ અને કરપ્ટ નેતાઓ ભાજપમાં ભળી ચૂક્યાં હશે.

મુળ ભારતીય જનતા પાર્ટી આજે ખોવાઈ!!..

ભાજપની સ્થાપનાથી ૧૯૯૦ સુધી અને ૧૯૯૫માં ભાજપે ગુજરાતમાં સરકાર બનાવી ત્યાં સુધી એવું માનવામાં આવતું હતું કે ભાજપ એ પાર્ટી વિથ ડિફરન્સ છે. પાર્ટીના સિદ્ધાંતો છે અને મૂલ્યનિષ્ઠા છે. હિન્દુત્વના મુદ્દે સંઘ પરિવારને સપોર્ટ કરનારી ઓરિજનલ ભારતીય જનતા પાર્ટી આજે ખોવાઇ ચૂકી છે. કોંગ્રેસના જીતી શકે તેવા ક્રિમિનલ્સનો સહારો લઇને ૧૯૯૮થી ભાજપની નિષ્ઠા ઓગળતી રહી છે. ગુજરાતમાં ૧૯૯૮ પછી આવેલી વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના નેતાઓના સહારે ભાજપ સત્તાના સિંહાસનો પર બેસતી ગઇ છે. આજે એવું કહેવાય છે કે ભારતભરના ક્રિમિનલ્સ અને કરપ્ટ નેતાઓ ભાજપમાં છે.

ભાજપનું કોંગ્રેસીકરણ..

ગુજરાત ભાજપના એક અદના કાર્યકરે કહ્યું કે અમારા નેતાઓને એવું કહેવાનો અધિકાર નથી કે કોંગ્રેસ પાર્ટી કરપ્ટ છે. કોંગ્રેસ ભ્રષ્ટાચારી છે, કારણ કે વર્ષો સુધી જે કોંગ્રેસે કર્યું છે તે હવે ભાજપ કરી રહ્યું છે. મને એ જોઇને દુખ થાય છે કે ગુજરાત ભાજપનું કોંગ્રેસીકરણ થયું છે તેવી જ રીતે રાષ્ટ્રીય ભાજપનું પણ કોંગ્રેસીકરણ થયું છે. અત્યારે શાસનમાં બેઠેલા નેતાઓ ઓરિજનલી ભાજપના સંનિષ્ઠ કાર્યકર નથી. બઘાં આયાત કરેલા નેતાઓ છે. ગુજરાતની કેબિનેટમાં કુંવરજી બાવળિયા, જ્યેશ રાદડિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને  જવાહર ચાવડા કોંગ્રેસના બળવાખોર નેતાઓ અને આયાતી ધારાસભ્યો છે. મોદીના શાસન દરમ્યાન કોંગ્રેસ તૂટી છે અને તૂટતી રહી છે.