ગેરકાયદે ખાણો અંગે અહેવાલ આપવા રૂપાણી સરકારને આદેશ

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (એનજીટી) એ ગુજરાત સ્ટેટ લેવલ એન્વાયર્નમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ ઓથોરિટી (એસઆઈઆઈએએ), ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી) અને પર્યાવરણ, વન અને હવામાન પરિવર્તન મંત્રાલય (એમઓઈએફસીસી)ને નેટ પ્રેઝન્ટ વેલ્યુ (એનપીવી)નું મૂલ્યાંકન કરવા નિર્દેશ આપ્યો છે. ગુજરાતના ગીર-સોમનાથ અને જુનાગઢ જીલ્લામાં ગેરકાયદે ચાલતી ચૂનાના પથ્થરની ખાણોનું મુલ્યાંકન કરવા કહેવાયું છે. ત્રણ એજન્સીઓને પર્યાવરણને નુકસાન પહોંચાડવાના ખર્ચ અને પ્રાચીન ઇકોલોજી, ઘટાડાની કિંમત અને પર્યાવરણના પુનર્નિર્માણની કિંમત અને પ્રતિબંધકની ગણતરી કરવા જણાવ્યું હતું. પર્યાવરણીય વળતર આપવા માટે પણ કહેવામાં આવ્યું છે. એનજીટીએ જી.પી.સી.બી.ને 24 જુલાઇ, 2019 સુધીમાં લેવાયેલી કાર્યવાહીની વિગતવાર રજૂઆત કરવાનું કહ્યું હતું. આ આદેશ શ્રીજા ચક્રવર્તી દ્વારા ગુજરાતના ગીર-સોમનાથ અને જુનાગઢ જીલ્લામાં ગેરકાયદેસર ચૂનાના પથ્થરના ખોદકામ સંબંધિત અરજી અંગે આદેશ આપ્યો છે. અરજીમાં જણાવાયું છે કે, સીઇઆએ દ્વારા અગાઉથી પર્યાવરણીય મંજૂરી વગર ચૂનાના પથ્થરની ખાણો ખોદવામાં આવી છે. અરજદાર દ્વારા 20 ખાણિયો ઓળખાયા હતા.

કેટલી ગેરકાયદે ખાણ ગુગજની મદદથી શોધી

ગુજરાતના ખાણ અને ખનિજ વિભાગ ગુગલનો ઉપયોગ કરીને ખાણ કામ ચાલતું હોય તે હાઈ રીઝોલ્યુએશન અર્થ ફોટો દ્વારા પકડી પાડી રહ્યાં છે. ગુજરાતમાં સેટેલેઈટ સરવે કરવામાં આવે તો અબજો રૂપિયાની કુદરતી સંપત્તિની ચોરી પકડી શકાય તેમ છે. ગુગલની મદદથી ગેરકાયદે ખાણો પકડાઈ હોય એવા કિસ્સો બહાર આવ્યો છે.

ગીર-સોમનાથ જિલ્લામાં વેરાવળમાં ગુગલ દ્વારા ગામોમાં ગેરકાયદે ખાણમાંથી પથ્થરો કાઢવામાં આવી રહ્યાં હોવાનું જણાયું હતું. બે ખાણ પકડી પાડવમાં આવી છે. જેમાં એક કરોડના પથ્થર કોઈ કાઢી ગયું હોવાનું બહાર આવ્યું છે. આસપાસના અનેક વિસ્તારોમાં આવી ખાણો ભાજપના નેતાઓના છત્ર હેઠળ ચાલી રહી છે.

સૌરાષ્ટ્રની મોટાભાગની ખાણોમાં રાજકીય હસ્તક્ષેપ જોવા મળે છે. જેમાં સુરેન્દ્રનગર, પોરબંદર, જામનગર, જુનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા જિલ્લાઓમાં બેફામ ખનીજ ચોરી થઈ રહી છે અને તેમાં ભાજપના કેટલાંક નેતાઓ અને ધારાસભ્યો પણ સંડોવાયેલાં છે. તેથી કુદરતી સંપત્તિની લૂંટ ચાલી રહી છે. જો ગુલગથી તેની શોધ કરવામાં આવે તો અબજો રૂપિયા સરકારના બચી શકે તેમ છે.

ધારાસભ્ય પદ ગેરકાયદે ખાણોના કારણે ગયુ

ગીર સોમનાથના તાલાલાના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડને ખાણના ગુનામાં અદાલતે 1 માર્ચ 2019ના રોજ 2 વર્ષ 9 મહિનાની સજા ઈ.સ.1995ની ખનીજ ચોરીમાં ફટકારી હતી, ત્યારે તેમનું ધારાસભ્ય પદ રદ્દ કરી દેવામાં આવ્યું હતું. સુત્રાપાડાની ગૌચરની જમીનમાંથી ગેરકાયદે રીતે ખનીજનું ખોદકામ કરી રૂ.2.83 કરોડની ખનીજ ચોરી કરવાનો ગુનો હતો. લાઈમસ્ટોન કાંકરીનું ખોદકામ કરવામાં આવ્યું હતુ. પીખોર ગામે માઈનીંગ લીઝ ધરાવતા ગોરધનભાઈ જેઠાભાઈ દેવળીયાના રોયલ્ટી પાસનો ઉપયોગ કરી જીએચસીએલ કંપનીમાં લાઈમ સ્ટોન કાંકરી સપ્લાય કરવામાં આવતી હતી. ફરિયાદ પક્ષના સમર્થનમાં 23 મૌખીક પુરાવા તેમજ 40 દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરાયા હતા.

બીજા આવા કેવા કેસ છે ?

જૂનાગઢના ખનિજ ચોર BJPના નેતા ફરાર

જૂનાગઢ જિલ્લાના વિજાપુરની સરકારી જમીનમાંથી ખનીજની ચોરી કરતી ગેંગ પર દરોડો પડાતાં જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ કેતન ધોણિયા સહિતના આરોપીઓ ફરાર થઈ ગયા હતા. રેંજ IG સુભાષ ત્રિવેદી અને ખાણ ખનીજ વિભાગના અધિકારીએ સંયુક્ત કાર્યવાહી કરી હતી. ગેરકાયદેસર ખોદકામ કરતા ઇસમો સહિત 2.5 કરોડનો મુદ્દામાલ પકડી પાડ્યો હતો. આરોપીઓને રૂ.90 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

ભાજપના ધારાસભ્ય બાબુ બોખિયરીયાના ગુના કેવા છે ?

કૃષિ પ્રધાન વખતે જંગલની ખનિજ જમીનનો કેસ

ભાજપના સૌરાષ્ટ્રના નેતા અને ભાજપ સરકારના પૂર્વ કૃષિ પ્રધાન બાબુ બોખીરીયા અને તેમના પુત્રને જામનગરના જામજોધપુરમાં પરવડા ગામની બરડા સેન્યુરીની જંગલની અનામત જમીન પરવડા ગામની સરવે નંબર 287ની જમીન સરકારે ગેરકાયદે આપી છે. ગામની પંચાયતના 7 સભ્યઓએ આ જમીન આપવા માટે વિરોધ કર્યો છે. આ જમીન વર્ષ 2000માં જંગલ ખાતા માટે અનામત જાહેર કરી છે. 200 હેક્ટર જમીન વન વિભાગના નામે સરકારે કરી આપી હતી. તેના ઉપર વન વિભાગે વૃક્ષો વાવીને ઉછેર્યા છે. તે પૈકીની 7 હેક્ટર જમીન પાવર ઓફ એટર્ની બાબુ બોખીરીયા દ્વારા ઊભો કરવામાં આવ્યો છે. આવા કૂલ 29 જેટલાં વેચાણ બોખીરીયાની તરફેણમાં કરવામાં આવેલા છે. જે અંગે જામજોધપુર કોર્ટમાં સિવિલ કોર્ટમાં સ્યુટ દાખલ કરવામાં આવી છે. એક લાખ વૃક્ષો ધરાવતી આ જમીન પર જંગલી પ્રાણીઓ રહે છે. વન વિભાગ દ્વારા જમીનને રિલોકેટ કરવાના બહાને ભાજપના નેતાને કરોડો રૂપિયાનો ફાયદો કરાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ જમીનની કિંમત રૂ.300 કરોડ જેવી થવા જાય છે. 3000થી વધું હરણ છે અને 27 જેટલાં દિપડા છે. 30થી 40 વર્ષ સુધી કાઢી શકાય એટલો અહીં ચૂનાનો પથ્થર છે જે સિમેન્ટ માટે વાપરી શકાય તેમ છે.

ખાણનો ગુનો

20 સપ્ટેમ્બર 2013ના રોજ તત્કાલીન પાણી પુરવઠા પ્રધાન બાબુ બોખીરીયા સામે પોરબંદર અને આસપાસની જમીન પર ચૂનાનો સિમેન્ટ અને સોડા એસ માટેનો પથ્થર કાઢવા માટે ખાણો ખોદી કાઢી હોવાથી તેમની સામે તથા બીજા 21 લોકો સામે રાજ્યની વડી અદાલતે નોટિસ ઈશ્યુ કરી હતી. આ જગાયએ રૂ.250 કરોડથી વધારે રિકવરી થઈ શકી નથી.

ખનીજ ચોરીમાં રૂ.130કરોડનો દંડ

13 ફેબ્રુઆરી 2017ના રોજ ભાજપના નેતા બાબુ બોખીરીયા, તેમના પુત્ર અને જમાઈને રૂ.150 કરોડનો દંડ ગુજરાતની વડી અદાલતે કર્યો હતો. ખનીજ ચોરી કરવા બદલ તેમને આટલો દંડ કરાયો હતો. ગુજરાતના કોઈ એક રાજકીય નેતાને આટલો મોટો દંડ ક્યારેય કરાયો નથી. પોરબંદર કલેક્ટરે આ દંડ કર્યો હતો પણ તે ભરવામાં આવતો ન હતો. આમ આટલો મોટો દંડ થતાં ભાજપના નેતાને ટિકિટ આપી હતી. તેઓ ફરી એક વખત ચૂંટાઈ આવ્યા હતા. અને અત્યારે તેઓ ભાજપના ધારાસભ્ય છે.

3 વર્ષની સજા પણ થઈ હતી

3 જુલાઈ 2013ના રોજ ઓલપાડ કોંગ્રેસ સમિતિના તત્કાલીન પ્રમુખ અતુલભાઈ પટેલની આગેવાનીમાં ઓલપાડ મામલતદાર ચૌહાણને રાજ્યના કૃષિમંત્રી બાબુભાઈ બોખીરીયાનું રાજીનામું લઈ લેવા માટે લેખિતમાં માંગણી કરી હતી. સરકારના ભ્રષ્ટ પ્રધાન બાબુ બોખીરીયા તથા ભાજપના અન્ય ત્રણ આગેવાનો સામે સને 2006માં રૂ.54 કરોડની ખનિજચોરી મામલે પોરબંદર અદાલતમાં કેસનો ચૂકાદો 15 જુન 2013ના રોજ આપવામાં આવ્યો હતો. જેમાં તેમને રૂ.5000નો દંડ તથા ત્રણ વર્ષ જેલની સજા થયેલી હતી. ચુકાદાના પગલે મંત્રી બાબુ બોખીરીયાએ સરકારમાંથી રાજીનામાં આપવું જોઈએ એવી માંગણી કરવામાં આવી હતી. ત્યારે તેમનં રાજીનામું લેવામાં આવ્યું ન હતું.

તેમની સામેના તમામ કેસની લોકાયુક્ત દ્વારા તપાસ કરવાની માંગણી કરવામાં આવી હતી.

1500 કરોડનું કૌભાંડ અને 130 કરોડની નોટિસ, બાબુ જેલમાં

પોરબંદરના ધારાસભ્ય અને કેબીનેટ કક્ષાના સીનિયર મંત્રી બાબુભાઈ બોખીરીયા અને તેની કંપનીઓ પાસેથી ખનીજ ચોરીના રૃ.130 કરોડની વસુલાત કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવાયો હતો. સમગ્ર કૌભાંડ રૂ.1200થી 1500 કરોડનું હોવાનો આરોપ હતો. પરંતુ સરકારના દબાણને કારણે માત્ર રૂ.55 કરોડનાં ખનીજ ચોરીનાં કેસમાં પોલીસ કેસ કરાયો હતો. 2006માં પોરબંદરના કલેક્ટરે બાબુ બોખીરિયાની તથા તેના પરિવારજનો કે ભાગીદારોની 11 કંપની સામે રૂ.250 કરોડની ખનીજ ચોરીની રીકવરીના કેસ કર્યા હોવાનો આક્ષેપ કોંગ્રેસના આગેવાનોએ કર્યો હતો. એ સમયે મુખ્યમંત્રીપદે નરેન્દ્ર મોદી હતા. આમ છતાં એક તબક્કે સૌરાષ્ટ્ર કેમિકલની લીઝવારી જમીનમાંથી રૂ.55 કરોડની ખનીજ ચોરી કરવા બદલ બાબુ બોખીરીયા સામે પોલીસ કેસ થયો હતો. એ સિવાયની રૂ.250 કરોડની ખનીજ ચોરી કરી હતી. જેની રીકવરીનાં આદેશો ત્યારે જ થઈ ગયા હતા. ખનીજ ચોરીનાં કિસ્સામાં બાબુભાઈને એક તબક્કે 6 મહિના જેલમાં જવું પડ્યું હતું. બગવદર પોલીસ સ્ટેશનમાં 5 ઓક્ટોબર 2006ના રોજ સૌરાષ્ટ્ર કેમીકલ્સના માઈન્સ મેનેજરે નોંધાવેલી ફરિયાદ આધારે બાબુ બોખીરીયા સહિ‌ત ચાર સામે ગુન્હો નોંધાયો હતો. બોખીરીયાને ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે આગોતરા જામીન ન આપતા છેવટે બોખીરીયા યુ.કે. ચાલ્યા ગયા હતા. અને ત્યાંથી પરત આવતાની સાથે જ અમદાવાદ એરપોર્ટ પરથી જ આ કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. જેથી તેમને ભાજપે વિધાનસભાની ચૂંટણીની ટીકિટ પણ આપી નહોતી. જોકે નીચલી કોર્ટે તેને દોષિત ગણી સજા ફટકારી હતી. પરંતુ પોરબંદરની ઉપલી કોર્ટે તેમને નિર્દોષ છોડી મુક્યા હતા.

બે વર્ષમાં 31 ખાણ સામે ફરિયાદ

31-12-12ની સ્થિતિએ જુનાગઢ જિલ્લાના ઉના તાલુકામાં છેલ્લાં બે વર્ષમાં લાઇમસ્ટોન, કિંમતી પથ્થરો વગેરેની ગેરકાયદે ચોરી કરીને રોયલ્ટીની ચોરી કરવામાં આવી હોવાનું અંદાજે 31 ફરિયાદો જુદી જુદી વ્યક્તિઓ દ્વારા મળી હતી. કેટલીક ફરિયાદો ટેલિફોન દ્વારા નામ જણાવ્યા વગર સરકારને મળી હતી તો કેટલીક ફરિયાદો નામજોગ મળી હતી. ઉના તાલુકામાં અસવાળા, લાંભધાર, ઉના, સીમ, વરસિંગપુર, હેલમપુર, વડવિયાળા, બોડીદર વગેરે સ્થળોએ રોયલ્ટીની ચોરી થઇ હોવાની ફરિયાદો મળી હતી. સત્તાવાળાઓએ લીઝધારકો પાસેથી રોયલ્ટી ચોરીની વસૂલાત કરી હતી અને પોલીસ ફરિયાદ કરી હતી.

સરકારી જમીન પર ખાણો

જુનાગઢના વિજાપુર ગામ નજીક વિકલાંગોની સંસ્થા પાછળ સરકારી જમીનમાં પથ્થરની ખાણ રૂ. ૮૯ લાખ ૯૮,૪૨૦ની ૨૬૪૬૫ મેટ્રીક ટન પથ્થરની ખનિજ ચોરી પકડી પાડવામાં આવી હતી. તેમજ સ્થળ પરથી બિલ્ડીંગ સ્ટોન મઢવા માટે ૬ ચકરડી, પાંચ ટ્રેકટર, પાંચ ટ્રક, ૧ જેસીબી, બે જનરેટર ૬૦૦ ફુટ કેબલ, ૭૦૦ લીટર એલડીઓ સહિત રૂ. ૬૧ લાખ પપ,૮૦૦ના સાધનો સહિત કુલ રૂ. ૧ કરોડ, ૫૧ લાખ ૫૪,૨૨૦ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. જેમા રામા સીદી, યાસીન હબીબ ચોૈહાણ, સબીર ઇસ્માઇલ બેલીમ, સાગર કાના વાડોદરીયા, વિજય રાણા ભરવાડ, સાહિલ રફીક મકરાણી, શેર આલમ ખાન મકરાણી, રાજુ દામજી કોળી, અલ્તાફ છોટુ અને દેવદાન ભાયા સહિત ૧૦ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી.

ઊનાતાલુકાના નાઠેજ ગામે ખાણ-ખનિજ વિભાગે ગેરકાયદેસર ચાલતી પથ્થરની ખાણ ઝડપી લઇ 4 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.

પોરબંદર નજીકના બળેજ ગામે એક કરોડની ખનીજચોરીનો ગૂન્હો નોંધીને જુનાગઢ આર.આર. સેલે ત્રણ શખ્સોને પકડી પાડયા છે. સરકારી પડતર જમીન સર્વે નં. પર પૈકી 4 માં ગેરકાયદે ખાણ ચલાવતા બળેજના નગા હરદાસ દાસા, માણાવદરના માલદે ભુરા તથા ચીંગરીયાના રાજેશગીરી ઉમેશગીરી ગોસ્વામી અને બળેજની ટોડારા સીમના હરદાસ ઓઘડ દાસા સામે કાર્યવાહી કરીને છ ચકરડી (પથ્થર કટર મશીન), બે જનરેટર સાથે ર0, 989 મેટ્રીકટન બિલ્ડીંગ સ્ટોન કે જેની કીંમત 92 લાખ 39 હજાર 37પની થવા જાય છે જેની પથ્થર ચોરી કરી હોવાનું જણાવીને માધવપુર પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કર્યો છે.
૪૧ ગામોનાં સરપંચોનું કલેકટરને આવેદનપત્ર

ગીરનારના જંગલને અભયારણ્યનો દરજજૉ મળ્યા બાદ તેની સરહદથી પાંચ કિમીની ત્રિજીયામાં પણ વન અધિનિયમનાં પેટા કાયદાને પગલે ખેડૂતોને અનેક મુશ્કેલીઓ પડે તેમ હોઈ જૂનાગઢ અને ભેંસાણ તાલુકાના ૨૭ ગામોને આ પેટા નિયમોની અમલવારીમાંથી મુકિત આપવાની માંગણી સાથે આજરોજ જિલ્લા કલેકટરને આવેદનપત્ર અપાયું