પોરબંદર લોકસભા વિસ્તારના રાજકોટ જિલ્લાના ગોંડલના કોંગ્રેસ આગેવાન રાજેશ સખીયા ઉપર ગોંડલમાં જીવલેણ હુમલો થયો હતો. મોડી રાત્રે 2 વાગ્યે ઇસમોએ કોંગ્રેસ આગેવાનની કાર પર ફાયરીંગ કર્યું હતું. સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. રાજેશ સખીયા કોંગ્રેસ કાર્યાલયથી પોતાના ઘરે જઈ રહ્યા હતા, તે દરમિયાન બાઈક પર આવેલા બે લોકોએ પહેલા તેઓની કાર પર પથ્થરમારો કર્યો હતો. ત્યારબાદ રાજેશ સખીયાની કાર પર ગોળી મારી હુમલો કર્યો હતો. રાજેશ સખીયાએ સ્થાનિક ભજપના આગેવાનો પર રાજકીય કિન્નાખોરી કરીને હુમલો કરાવ્યો હોવાના આક્ષેપો કર્યા હતો. સમગ્ર મામલે પોલીસે ઘટના સ્થળે તપાસ કરી હતી. પોલીસને ફાયરિંગ થવાના પૂરાવાઓ મળ્યા ન હતા. તેથી FSLની મદદ લેવામાં આવી હતી.