આણંદના ઝારોલા ગામના જયેશ પટેલ કે જેઓ દૂધની સાથે સાથે પશુઓનું ગોબર વેચી વર્ષે અઢળક કમાણી કરી રહ્યાં છે, તેમણે એક એવું મશીન કે જે પશુ ગોબરને ગણતરીની મિનિટોમાં જ પાવડર બનાવી દે છે.
અમદાવાદ : ગોબર અને ખેતરોમાં ઉપયોગમાંના આવતાં ઉત્પાદનો જેવા કમ્પોસ્ટ, બાયો-ગેસ અને બાયો સીએનજીમાં બદલી શકાય છે . દેશમાં પશુપાલકોની સંખ્યા લગભગ ૩૦ કરોડ કરતાં વધારે છે અને દિનપ્રતિદિન ગોબરનું ઉત્પાદન લગભગ ૩૦ લાખ ટન છે.સહકારી મંડળીઓ બનાવી તકનો લાભ ઉઠાવવા જોઈએ. કહેવાય છે કે દેશના ૧૧૫ જીલ્લામાં ઓળખ બનાવી આ રોકાણનો ઝડપી ઉપયોગ કરવો જોઈએ.
પશુઓના ગોબરમાંથી કમાણી કેવી રીતે કરી શકાય તે જયેશ પટેલની વાતો ઉપરથી જાણવા મળશે. કૃષિ વિભાગની ફાઈલમાંથી તેમના અંગેની ઘણી વિગતો ઉમેરાતી જાય છે. આણંદના ઝારોલા ગામના જયેશ પટેલ કે જેઓ દૂધની સાથે સાથે પશુઓનું ગોબર વેચી વર્ષે અઢળક કમાણી કરી રહ્યાં છે. નોકરી કરવાને બદલે પશુપાલનનો વ્યવસાય અપનાવ્યો છે. શરૂઆતમાં પાંચ ગાય ખરીદી તેમણે તબેલો શરૂ કર્યો અને આજે તેમની પાસે 50થી વધુ ગાય છે. પશુપાલકને હંમેશા ગોબર(છાણ)ની સમસ્યા છે. એમણે શોધ્યું એક એવું મશીન કે જે પશુ ગોબરને ગણતરીની મિનિટોમાં જ પાવડર બનાવી દે છે. હાથથી જ્યુસ કાઢવાનું મશીન તેમણે ધ્યાનથી જોયું અને ઘરે આવી આ વિષય પર સંશોધન કરી મશીન વિકસાવ્યું છે. જે દરેક પશુપાલક માટે ઉપયોગી થઇ શકે છે.
1 ટ્રેલર ગોબરના રૂપિયા 1 હજાર પશુપાલોકને મળે છે. ટેક્નોલોજીનો ઉપયોગથી ગોબરને ડ્રાય બનાવી તેની ઓર્ગેનિક ખાતરની બેગો બનાવીને વેચે છે. સાથે સાથે અગરબત્તી, ધૂપ, કુંડા, કિચન નર્સરી સહીતના ઉપયોગમાં આ પાઉડર ગોબરનો ઉપયોગ કરી અઢળક કમાણી થાય છે.