ગાંધીનગરમાં શિયાળાની શરૂઆતમાં જ શહેરની હવાની ક્વોલિટી બગડી રહી છે. સરકારનું વીજ મથક, વાહનોના ધુમાડા, પ્રદૂષણ અને બાંધકામ સાઇટ્સના કારણે વિવિધ સેક્ટરોમાં તેમજ ગુડા વિસ્તારમાં હવાનું પ્રદૂષણ જોખમી બનતું જાય છે. ગ્રીન સિટી ગાંધીનગર હવે બ્લેક સિટી બની રહ્યું છે. જ્યાં ધુમાડાનું સામ્રાજ્ય છવાયેલું રહે છે.
દિલ્હી પછી અમદાવાદની હવાની ગુણવત્તા બગડી છે અને હવે ગાંધીનગરમાં પણ વાયુ પ્રદૂષણની શરૂઆત થઇ છે. વર્ષો પહેલાં થર્મલ પાવર સ્ટેશનના કારણે શહેરના વિવિધ સેક્ટરોમાં કોલસીના પ્રદૂષણની સમસ્યા હતી પરંતુ તે ધીમે ધીમે ઓછી થઇ છે પરંતુ વાહનો અને બાંધકામ સાઇટ્સનું પ્રદૂષણ વધી રહ્યું છે.
હવામાં તરતાં રજકણોની માત્રા સામાન્ય રીતે એક ક્યુબીક મીટરમાં 100 કે તેથી ઓછી હોવી જોઇએ પરંતુ ગુડા વિસ્તારમાં 200 સુધી પહોંચી છે. શહેરના વિવિધ સેક્ટરોમાં 125થી ઉપરનો આંકડો વટાવી રહી છે. શિયાળાની શરૂઆતમાં હવામાં તરતા રજકણોની માત્રામાં વધારો થયો છે.
કેન્દ્ર સરકારના આદેશ પ્રમાણે ગાંધીનગર પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પ્રતિદિન ડેટાનું મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. દિવાળી પહેલાના અને પછીના 15 દિવસના ડેટાનું મોનિટરીંગ કરતાં ગાંધીનગરની હવામાં પ્રદૂષણની માત્રા વધુ જોવા મળી છે. શહેરમાં સેક્ટર-30માં કેન્દ્રીય વિદ્યાલય અને સેક્ટર-8માં સુવિધા કચેરીએ હવાની ગુણવત્તા માપવા માટેના મશીન મૂકવામાં આવેલા છે.
હવામાં તરતા રજકણોની માત્રા એક ક્યુબીક મીટર વિસ્તારમાં 100 માઇક્રોગ્રામ હોવી જોઇએ જેની સામે શહેરમાં આ માત્રા વધી રહી છે. જ્યારે માઇક્રોગ્રામની માત્રા વધે છે ત્યારે હવા નાક દ્વારા શ્વાસનળી અને ફેફસામાં જાય છે અને દમ જેવા રોગની શરૂઆત થાય છે. એલર્જી થવાનું કારણ પણ પ્રદૂષિત હવા છે.
ગાંધીનગરની હવામાં રજકણો સહિત વિવિધ પાર્ટિકલ્સ અને સલ્ફર ડાયોકસાઇડ તેમજ ઓક્સાઇડ ઓફ નાઇટ્રોજનની માત્રાની ચકાસણી કરવામાં આવે છે. શહેરમાં છેલ્લા ત્રણ વર્ષથી હવામાં રજકણો અને વિવિધ પાર્કિકલ્સ વધુ જોવા મળ્યાં છે. ખાસ કરીને દિવાળીના સમયે હવા વધારે પ્રદૂષિત થઇ છે. ગાંધીનગરમાં ત્રણ વર્ષ પહેલાં એક ક્યુબીક મીટરના વિસ્તારમાં હવામાં તરતા રજકણોની માત્રા 80 થી 85 માઇક્રોગ્રામ જેટલી હતી જે હવે