ઘોડાની વસતિમાં 50 ટકાનો ઘટાડો, હવે અશ્વ શો થશે

રાજકોટ ખાતે ૨૬મી જાન્યુઆરી 2020ના રોજ રાષ્ટ્રીય પર્વ એવા ૭૧મા પ્રજાસત્તાક પર્વની રાજય કક્ષાની થનારી  ઉજવણી પોલીસ અધિક્ષક રાજકોટ દ્વારા અશ્ર્વ શોનો કાર્યક્રમ યોજાનાર છે. આ અશ્વ શોમાં અંદાજીત ૭૦ જેટલા અશ્વ સવારો ભાગ લેનાર છે.
આ અશ્વ શોના મુખ્ય આકર્ષણોમાં બેરલ રેસ, મટકી ફોડ, ગરવો લેવો (અન્ય સવારને બેસાડવો), જેવી વિશિષ્ઠ આવડતો અને કરતબો ધરાવતી રમતોનો સમાવેશ કરવામાં આવનાર છે. જેમા ઘોડે સવારીની મુખ્ય ચાલો એવી વોક, ટોર્ટ, કેન્ટર અને ગેલપ જેવી વિવિધ ચાલો નિહાળવાનો મોકો મળશે. ઉપરાંત, મારવાડી તથા સૌરાષ્ટ્રની કાઠિયાવાળી બ્રીડના જાતવાન અશ્વોનો થનગનાટ જીવંત નિહાળવાનો લ્હાવો મળશે.

સૌરાષ્ટ્રમાં ૧૯૮૫માં અશ્વ શો શરૂ કરવાનું નકકી કર્યું અને પહેલો અશ્વ શો વર્ષ ૧૯૯૦માં ગોંડલમાં થયો હતો. ત્યાર પછી 17 મોટા અને 36 નાના અશ્વ શો થઈ ચૂક્યા છે.

કયા પશુની સંખ્યામાં કેટલો થયો છે વધારો ( censusના 20માંરિપોર્ટ પરથી આંકડા)

પશુ 1912 (કરોડમાં) 1919 (કરોડમાં) વધારો અથવા ઘટાડો ટકામાં

ગાય 19.249 – 19.09 – 0.83
ભેંસ 10.87 – 10.985 – 1.06
ઘેટા 6.507 – 7.426 – 1.43
બકરી 13.517 – 14.888 – 10.14
ભૂંડ 1.029 – 0.906 – -12.03
મિથુન 0.03 – 0.038 – 26.66
યાક 0.008 – 0.006 – -25
ઘોડા 0.063 – 0.034 – -45.58
ખચ્ચર 0.02 – 0.008 – -57.09
ગધેડા 0.032 – 0.012 – -61.23
ઉંટ 0.04 – 0.025 – -37.05
કુલ 51.206 53.578 0.0463

4 ફેબ્રુઆરી 2015માં ગાંધીનગરના અંબોડમાં હોર્સ શો  થયો હતો. અશ્વ પાલનમાં 30 ટકાનો વધારો થયો છે. પણ વસતી 7 વર્ષમાં 50 ટકા ઘટી ગઈ છે.

ભારતમાં 2012માં ૬,૨૪,૭૩૨ અશ્વ હતા. ઉત્તરપ્રદેશમાં સૌથી વધું અને સૌથી ઓછા ત્રિપુરામાં છે.

દેશમાં મુખ્ય છ ઓલાદ જોવા મળે છે. જેમાં કાઠિયાવાડી, મારવાડી, સ્વીટી, ઝન્સારી, મણીપુરી અને ભૂતિયા છે જેનાથી ગુજરાતમાં કાઠિયાવાડી અને મારવાડી એમ બે ઓલાદો જોવા મળે છે. ગુજરાત કાઠિયાવાડી ઘોડાની ભૂમિ ગણાય છે. ૨૦૦૭ પછી ૨૦૧૨માં વસ્તી ગણતરી કરવામાં આવી હતી.

વર્ષ ૨૦૦૭માં કચ્છ જિલ્લામાં સૌથી વધુ ઘોડાઓ હતા અને ડાંગમાં સૌથી ઓછા હતા.  રાજ્યમાં ૨૦૦૭માં સૌથી વધુ મારવાડી ઘોડા હતા. બીજા ક્રમે કાઠિયાવાડી ઘોડાઓની વસતી હતી. સંખ્યા જોઈએ તો ૯૩૭૭ કાઠિયાવાડી ઘોડા હતા જ્યારે ૨૭૪૯ મારવાડી અને ૧૨૯૩ અન્ય જાતિના હતા.

વર્ષ ૨૦૧૨માં થયેલી ઘોડાની ગણતરી અનુસાર ઉત્તરપ્રદેશમાં ૧,૫૮,૮૪૮, જમ્મુ કાશ્મિરમાં ૧,૪૪,૪૯૩, બિહારમાં ૪૮,૮૪૫ અને સિક્કમમાં ૩૭,૭૭૬, મહારાષ્ટ્રમાં ૩૭,૨૮૭, પંજાબમાં ૩૨૮૬૦, હરિયાણામાં ૩૬,૬૫૫, મધ્યપ્રદેશમાં ૧૮,૮૦૩ અને ગુજરાતમાં ૧૮,૨૬૪ નોંધાયા હતા.


અગાઉ પણ વિવિધ સ્પર્ધાઓમાં નંબર મેળવનાર ઘોડી તેમજ ઘોડેસવારનું પ્રમાણપત્ર આપી સન્માન પાલનપુર તાલુકાના રણાવાસ ગામે રહેતા ચંદુભાઇ નાનજીભાઇ ઢેપા પોતાની ઘોડી તેજલને સાથે લઇ જસરા ખાતે યોજાયેલા અશ્વ શો મા ભાગ લીધો હતો. જેમાં તેજલે પાટી દોડમાં ત્રીજો નંબર અને નાચવાની હરીફાઇમા ચોથો નબર પ્રાપ્ત કરી ઘોડેસવાર ને પ્રમાણપત્ર અને સન્માન અપાવ્યું હતું.

સુરત હોર્સ સોસાયટી દ્વારા છેલ્લાં ચાર વર્ષથી ઘોડા શો રાખવામાં આવે છે. 13 માર્ચથી 15 માર્ચમાં 300થી વધુ અલગ અલગ બ્રીડના અશ્વો આવ્યા હતા. ત્રણ દિવસ અશ્વો માટે ટેન્ટ પેગ્ગીંગ, હોર્સ પરેડ, બરેલ રેસિંગ, હોર્સ જમ્પિંગ, કેરટ બેરલ રેસ, મેડલે રેલી હોર્સ અને મેગા હોર્સ બ્રીડ શો હતા.

ધ સ્ટડબુક એન્ડ હોર્સ બ્રીડર્સ ફેડરેશન ગુજરાત સરકારના સહયોગથી 2019માં અમદાવાદમાં થનારા અશ્વ શોમાં અશ્વ આધાર કાર્ડ આપવામાં આવ્યું હતું. રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના ઘોડાઓએ રેસીંગ તેમજ અલગ અલગ એક્ટિવિટીમાં ભાગ લેશે.

28 ડિસેમ્બર 2019 પાલનપુરમાં ગુજરાતના સૌથી મોટા નેશનલ લેવલના સ્ટડ ગ્લોરી મારવાડી અને કાઠીયાવાડી અશ્વ શોનું આયોજન કરવામાં આવ્યું હતુંં. જેમાં સમગ્ર ભારતમાંથી 180 ઉપરાંત અશ્વ માલિકોએ પોતાના ઘોડાઓને લઈને અશ્વ શોમાં ભાગ લીધો હતો.