ગૃહ રાજ્ય પ્રધાન પ્રદિપ જાડેજા હવે ગુજરાતના સર્વોચ્ચ ન્યાયમૂર્તિના ઘરની સુરક્ષા કરી શકતાં નથી. તેઓ બિમાર હોવાથી ગૃહ વિભાગ અત્યંત નબળો પુરવાર થઈ રહ્યો છે. અમદાવાદના સૌથી સુરક્ષિત એવા બોડકદેવ વિસ્તારમાં આવેલાં વડી અદાવતના મુખ્ય ન્યાયમૂર્તિ અને ન્યાય મૂર્તિઓને સુરક્ષા માટે પોલીસ મુકવામાં આવી છે. જડબેસલાડ ચોકાદારી હોવા છતાં અહેં ચોરો નળ ચોરી ગયા છે.
અમદાવાદમાં ચોર અને તસ્કરો સામાન્ય લોકોની લૂંટ ચલાવી રહ્યાં છે. ચારેબાજુ બેકારી હોવાતી ચોરી વધી છે. જેનો સીધો ભોગ પ્રજા તો બને છે પણ હને વડી અદાલતના ન્યાય મૂર્તિ પણ તેમાં આવી ગયા છે. ન્યાયમૂર્તિઓના બંગલાઓ પણ સલામત નથી. અમદાવાની જજીસ કોલોનીના એક બંગલામાં રીનોવેશનના કામ દરમિયાન એક ચોર 6 કલાકના સમયમાં મોંઘા 40 નળની ચોરી કરીને ફરાર થયો હતો. જજના બંગલામાં ચોરી થવાની ઘટનામાં ક્યાંકને ક્યાંક જજીસ કોલોનીના ચોકાદીરો પર સવાલો ઉભા થાય છે.
તમામ બંગલાને રીનોવેશન કરવાનો કોન્ટ્રાક્ટ વૈભવ સુથારને આપવામાં આવ્યો છે. બંગલા નંબર 29માં કિંમતી નળ ચોરાઈ ગયા હતા. એક નળ રૂ.1000નો હતો. આવા 40 નળ ચોર ચોરી કરી ગયો છે. ચોકીદારો કંઈ કરી શક્યા ન હતા.