ચોકીદારના મુદ્દે મહિલાઓના કપડા ખેંચી મારામારી, ચોકીદાર પોલીસ જોતી રહી

કોંગ્રેસની મહિલાના કપડાં ભાજપના કાર્યકરોએ ફાડી નાંખ્યા તે તેમણે કેમેરા સામે લાઈવ બતાવ્યું હતું.

ચોકીદાર ચોર છે અને હું ચોકાદીર સૂત્રો પોકારી રહેલાં ભાજપના અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે સુરતમાં હાથોહાથની મારા મારી થઈ હતી. મહિલાઓના કપડાં ખેંચવામાં આવ્યા હતા. જોઈ લેવાના ઈશારા થઈ જતાં વાત અંતે મારમારી સુધી પહોંચી ગઈ હતી. મારામારી વચ્ચે કોંગ્રેસમાંથી અશોક આધેવાડ અને ભાજપના દર્શના જરદોષ પોતાના ઉમેદવારી પત્રો ભવા માટે આવ્યા હતા. બંને ઉમેદવારોએ કલેક્ટર ડો. ધવલ પટેલ સમક્ષ ઉમેદવારી નોંધાવી રહ્યાં હતા ત્યારે બહાર ફિલ્મી ઢબે મારા મારી થઈ રહી હતી. પોલીસ ચોકીદાર પેટે પહેલાં તો તમાસો જોયો પછી તેમને લાગ્યું કે કલેક્ટર કચેરી છે અને મામલો ગંભીર બની રહ્યો છે ત્યારે કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો જે હાથમા આવ્યા તેમને લાઠીઓ ફટકારી હતી. ભાજપના કાર્યકરો વધારે ધમાલ કરતાં સી. આર. પાટીલ પણ અહીં આવી ગયા હતા. પોલીસને લોકોએ ધક્કે ચઢાવી લીધા હતા. ભાજપની મહિલા કાર્યકર્તાઓ વધારે ઉગ્ર જોવા મળતી હતી. મહિલાઓ પર હાથ ઉપાડ્યો હતો. પોલીસે અત્યાચાર કર્યો હતો. મહિલાઓ પર હાથ કેમ ઉપાડ્યો પોલીસ માફિ માંગે. ભાજપ અને કોંગ્રેસના યુવાકાર્યકરોએ એક બીજા વચ્ચે મારામારી કરી હતી.

ભાજપના ભડવાઓ રોડ રોકીને બેસી ગયા હતા એવું રમિલાબેને સંદેશ ટિવિમાં લાઈવ બતાવ્યું હતું. મહિલાઓનું અમાના ભાજપના કાર્યર્તાઓએ મહિલાઓનું અપમાન કરીને મારા કપડા ફાડી નાંખ્યા હતા. ઝપાઝપી થવાનું કારણ ભાજપની કાર અંદર આવવા દીધી પણ કોંગ્રેસની કાર અંદર આવવા ન દીધી. તેઓ રોડ રોકીને વ્ચચે બેસી ગયા હતા અને ભાજપના કાર્યકરોએ દાદાગીરી કરીને માથા પર ફટકા માર્યા હતા. મહિલાઓની સશક્તિકરણની વાત કરે છે. પોલીસે અમાનવીય વર્તન કર્યું હતું. મહિલાઓ પર હુમલો થયો હતો. સાડી ખેંચવાનો પ્રયાસ થયો છે.

ભાજપની મહિલાઓએ જાહેરમાં ધમકી આપી હતી કે અમને કંઈ કરશો તો મારીમારીને ધોઈ નાંખીશું. ગુંડાગીરી કરી હતી. ચેન તોડી છે. પાકીટ લઈ લેવામાં આવ્યા છે. લોકેટ તોડી લેવામાં આવ્યું છે. આવનારા દિવસોમાં તોફાનો થશે એવું પણ કાર્યકરો માને છે. કોંગ્રેસ અને ભાજપના મહિલા કાર્યકરોની સાડી ખેંચી, કપડા ખેંચીને ફાડી નાંખવામાં આવ્યા હતા. હિંસક રીતે કોંગ્રેસના કાર્યકરો પર હુમલા કર્યા તેના બચાવમાં ટોળાએ ભાજપના કાર્યકરોને માર્યા હતા.

વાતાવરણ ખરાબ થતાં સી આર પાટીલને આવું લાગ્યું કે ભાજપના કાર્યકરોએ હિંસા કરી છે ત્યારે ભાજપનું વાતાવરણ ખરાબ થશે તેથી તેઓ કલેક્ટરની કચેરી ઉપરથી નીચે આવવું પડ્યું હતું.

સુરત લોકસભા બેઠક માટે 4 એપ્રિલ 2019માં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો એક જ સમયે કલેક્ટર કચેરીએ ઉમેદવારી નોંધાવવા માટે ભેગા થયા હતા. કાર્યકરો અને લોકો સામસામે આવી ગયા હતા. ભારે તણાવની સ્થિતિ સર્જાઇ હતા. આ ઘટનામાં ખરા ચોકીદાર તરીકે પોલીસે વચ્ચે પડીને બન્ને પક્ષના કાર્યકરો અને લોકોને મારામારી કરતાં છોડાવ્યા હતા.

ભાજપ દ્વારા મોદી ચોકીદાર મોદીના નારા લાગ્યા હતા. જ્યારે કોંગ્રેસના કાર્યકરો દ્વારા ચોકીદાર ચોર હેના નારા લગાવ્યા હતા. તેથી બન્ને પાર્ટીઓના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું.