છૂટાછેડા અને વ્યભિચારના કેસ ગુજરાતમાં વધી રહ્યાં છે

જેમાં છૂટાછેડા અને વ્યભિચારના કેસ મોટા પ્રમાણમાં છે. વ્યભિચારના કારણે છૂટાછેડા વધી રહ્યાં છે. હવે વ્યભિચાર એ ગુનો બનતો ન હોવાથી ગુજરાતમાં વ્યભિચાર વધી જશે. આમેય સોશિયલ મિડિયાનો સૌથી વધું ઉપયોગ ગુજરાતની મહિલાઓ કરી રહી છે. જેના કારણે છુટાઠછેડા અને વ્યભિચારના કેસ એકાએક વધી ગયા છે. સમગ્ર દેશમાં ગુજરાતમાં વસતી પ્રમાણે સૌથી વધું કેસ પટતર છે. ગુજરાતમાં હાલ એક લાખ જેટલાં છૂટાછેડાના કે વ્યભિચારના કેસ પડતર હોવાનું અનુમાન કાયદા વિભાગના એક અધિકારીએ વ્યક્ત કર્યું છે. 49 હજાર કેસ છુટાછેડાના હોવાનું અનુમાન છે. સમગ્ર દેશમાં કોર્ટમાં પડતર હોય એવા સૌથી વધું કેસ ગુજરાતમાં છે. જે લગભગ 4.40 ટકા જેવા દેશની સરખામણીએ થાય છે.

પશ્ચિમી દેશોની માફક ભારતના પશ્ચિમ રાજ્ય ગુજરાતમાં પણ છુટાછેડાના વધતા જતાં કિસ્સાઓ સમાજમાં માઠી અસર ઉભી કરવા માંડી છે. તેમાં પણ ભારતભરમાં પ્રતિ વર્ષ આઇપીસી 498(એ) તથા છુટાછેડાના એક લાખ જેટલા કેસ દર વર્ષે ફાઇલ થઇ રહ્યા છે. તેમાં પણ 5 લાખ જેટલા કિસ્સા પોલીસ મથકની બહાર નિકળતા નથી. ગુજરાતની અદાલતોમાં દર વર્ષે 20 હજાર કેસ ફાઈલ થાય છે અને પોલીસ મથકમાં અટવાઈ રહેતાં હોય એવા બેશુમાર કેસ થઈ રહ્યાં છે.

ધ સોશ્યલ ફેબ્રિક કેર ગ્રુપના મત પ્રમાણે 2003થી 2011 સુધીમાં કલકત્તામાં છુટાછેડાના કેસમાં 350 ટકાનો વધારો થયો છે. મુંબઈમાં 2010થી 2014માં 100 ટકાનો વધારો થયો છે. ગુજરાતમાં 2015 સુધીના પાંચ વર્ષમાં છૂટાછેડા લેવાનું પ્રમાણ 400 ટકા જેવું વધી ગયું છે. 2019માં તે 403 વધી ગયું છે. આ આંકડા જોતા દિવસે ને દિવસે ભારતમાં પણ વિદેશની માફક છુટાછેડાનું પ્રમાણ વધી રહ્યું છે. અમેરિકામાં 50 ટકા યુગલો છૂટાછેડા લઈ રહ્યાં છે. બીજ દેશોમાં તો આ આંકડો 70 ટકા સુધી છે. ગુજરાત વિદેશની જેમ હજુ સ્થિતી ખરાબ નથી પણ તેમાં થઈ રહેલો વધારો ચિંતાજનક છે. આમ થતાં એકલા મા-બાપ સાથે રહેતાં બાળકોનું પ્રમાણ વધે છે અને તે ગુનાખોરી તરફ વધે છે. ગુજરાતમાં લગ્ન ન થયા હોય એવા એકલા લોકોની સંખ્યા પણ વધી રહી છે.

મોબાઈલ, વિડાયો, સોશિયલ સાઈટ અને બીજી એવી ટેકનોલોજી છે કે જે હવે છૂટાછેડા માટેનું મુખ્ય કારણ બન્યું છે, જે ડિજિટલ પુરાવા તરીકે રજૂ કરવામાં આવે છે. છૂટાછેડા માટે આ પુરાવા સારા એવા કામ લાગી રહ્યા છે. પતિ કે પત્ની હવે આવા મેસેજ કે પૂરાવા લઈને સીધા કોર્ટમાં પહોંચી રહ્યાં છે. જો આવા પુરાવા રજૂ ન થાય તો વકીલો માટે પણ કેસ હલ કરવો મુશ્‍કેલ બની શકે. 40થી 50 ટકા કેસ એવા હોય છે કે જે અન્ય વ્યક્તિ સાથેના અફેર અને શારીરિક સંબંધોના કારણે ઊભા થાય છે. પતિ કે પત્‍ની તેના ગર્લફ્રેન્‍ડ કે બોયફ્રેન્‍ડનો નંબર ડાયલ કર્યા પછી તે નંબર મોબાઈલમાંથી ડિલિટ કરી નાખે તો તેના પાર્ટનર મોબાઈલ કંપની પાસે કોલ હિસ્‍ટ્રી મંગાવે છે અને લફરું પકડી પાડે છે. જે મોટાભાગે તેની ઓફિસમાં કામ કરતાં સાથી કર્મચારીઓ વધું હોય છે.

ફેમિલી કોર્ટમાં પડતર કેસ (વર્ષ 2016)
રાજ્ય ફેમિલી કોર્ટમાં પડતર કેસ ભારતના કૂલ કેટલા ટકા
ગુજરાત 29445  (4.38%)
દિલ્હી 29122  (4.33%)
કર્ણાટકા 24612  (3.66%)
રાજસ્થાન 21974  (3.27%)
ઓરીસા 21856  (3.25%)