[:gj]5મી સપ્ટેમ્બર 2019થી જિયો ફાઇબરના પ્લાન 100 MBPS થી 1 GBPS સુધી જશે, રૂ. 700થી રૂ. 10,000 મહિને[:]

[:gj]રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મૂકેશ અંબાણીએ કંપનીની 42મી વાર્ષિક સાધારણ સભામાં કંપનીના શેરધારકોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, રિલાયન્સના 75 બિલિયન ડોલરની એન્ટરપ્રાઇઝ વેલ્યુ ધરાવતા ઓઇલ-ટુ-કેમિકલ વ્યવસાયમાં સાઉદી અરામ્કો 20 ટકા હિસ્સો ખરીદશે, જે ભારતમાં સૌથી મોટા વિદેશી રોકાણમાંનું એક બનશે. સાઉદી અરામ્કો અને આરઆઇએલ 25 વર્ષથી વધારે સમયગાળાથી લાંબા ગાળાના ક્રૂડ ઓઇલ સપ્લાય સંબંધ ધરાવે છે.

સાઉદી અરામ્કો વિશ્વની સૌથી મોટી અને બેરલદીઠ સૌથી ઓછો ખર્ચ ધરાવતી ક્રૂડ ઓઇલ ઉત્પાદક કંપની છે, જે ભૌગોલિક દ્રષ્ટિએ ભારતની નજીક છે અને ક્રૂડ સપ્લાય કરવાના વિવિધ વિકલ્પો ઓફર કરે છે. અત્યાર સુધી તેણે જામનગરમાં આરઆઇએલની રિફાઇનરીમાં પ્રોસેસિંગ માટે અંદાજે 2 અબજ બેરલ ક્રૂડ ઓઇલ સપ્લાય કર્યું છે.પ્રસ્તાવિત રોકાણને પરિણામે સાઉદી અરામ્કો લાંબા ગાળાનાં આધારે જામનગર રિફાઇનરીને (500 કેબીપીડી) દૈનિક પાંચ લાખ બેરલ અરેબિયન ક્રૂડ ઓઇલ સપ્લાય કરશે.

વધુમાં, ભારતમાં ડિજીટલ પરિવર્તનને ઝડપી બનાવવા માટે રિલાયન્સ જિયો અને માઇક્રોસોફ્ટે હાથ મિલાવ્યા છે. રિલાયન્સ જિયો અને માઇક્રોસોફ્ટ વચ્ચેની 10 વર્ષની પ્રતિબધ્ધતામાં ભારતીય વ્યવસાયો માટે જરૂરી કનેક્ટિવિટી, કમ્પ્યુટીંગ, સ્ટોરેજ સોલ્યુશન્સ અને અન્ય ટેકનોલોજી સેવાઓ અને એપ્લિકેશનો અંગેની બંને કંપનીની વિશ્વસ્તરીય ક્ષમતાઓનો સમાવેશ થાય છે અને વર્તમાન અને નવા વ્યવસાયો સહિતની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ઇકોસિસ્ટમને વિસ્તૃત બનાવશે.

સંયુક્ત પ્રયાસોમાં, જિયો અને માઇક્રોસોફ્ટ નાના અને મધ્યમ એકમોને સ્પર્ધા કરવા અને વૃધ્ધિ પામવા માટે તૈયાર કરવાની સાથે ભારતમાં ટેકનોલોજી- આધારીત જી.ડી.પી વૃધ્ધિ અને મોટાપાયા પર નવી પેઢીના ટેકનોલોજી સોલ્યુશન્સને સ્વીકારવા માટે નાના અને મધ્યમ એકમોમાં ડેટા એનાલિટીક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ, કોગ્નીટીવ સર્વિસીસ, બ્લોકચેઇન, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ અને એજ કંપ્યુટીંગના સ્વીકારને વધારવાનો ઉદ્દેશ્ય ધરાવે છે.

મૂકેશ અંબાણીએ ‘તમસો મા જ્યોતિર્ગમયઃ’ શ્ર્લોક ટાંકીને જણાવ્યુ હતું કે, જિયો પહેલાં ભારત ‘ડેટા ડાર્ક’ હતું, જે હવે ડેટા શાઇનિંગ બ્રાઇટ બન્યું છે.

જિયોએ 340 મિલિયન ગ્રાહકોનું સીમાચિહ્ન પાર કર્યું છે અને અમે દર મહિને 10 મિલિયન નવા ગ્રાહકો જોડી રહ્યા છીએ. જિયો માત્ર ભારતમાં જ સૌથી મોટી ઓપરેટર કંપની નથી પરંતુ એક જ દેશમાં પરિચાલન કરતી વિશ્વની બીજા નંબરની સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર કંપની બની છે, એમ અંબાણીએ જણાવ્યું હતું.

જિયો તેના વ્યાવસાયિક પરિચાલનના પ્રથમ ત્રિમાસિક ગાળાથી નફો કરતી બની છે અને હવે અમે જિયો માટે કનેક્ટિવિટી આવક મેળવનારા ચાર મુખ્ય એન્જિન – ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (આઇ.ઓ.ટી.), હોમ બ્રોડબેન્ડ, એન્ટરપ્રાઇઝ બ્રોડબેન્ડ અને બ્રોડબેન્ડ ફોર સ્મોલ એન્ડ મિડિયમ બિઝનેસ શરૂ કરવા જઇ રહ્યા છીએ.

જિયો તેના આઇ.ઓ.ટી. પ્લેટફોર્મ પર 1 બિલિયન ડિવાઇસને જોડશે, જે જિયો માટે વાર્ષિક રૂ.20,000 કરોડની આવકની તક ઊભી કરશે. જિયોનું આઇ.ઓ.ટી. પ્લેટફોર્મ 1 જાન્યુઆરી 2020થી વ્યાવસાયિક રીતે ઉપલબ્ધ બનશે, એમ તેમણે જણાવ્યું હતું.

અંબાણીએ જણાવ્યું હતું કે, જિયો ફાઇબરની વ્યાવસાયિક સેવાનો પ્રારંભ 5મી સપ્ટેમ્બર 2019થી થશે. જિયો ફાઇબરમાં એક ગીગા બાઇટ પ્રતિ સેકન્ડ (જી.બી.પી.એસ.) સુધીની સ્પીડ મળશે અને આ કનેક્શન સાથે લેન્ડલાઇન ફોન જોડાણ નિઃશુલ્ક ઉપલબ્ધ થશે અને સેટ-અપ બોક્સ પણ ઉપલબ્ધ બનશે. જિયો ફાઇબર હોમ સાથે દરેક લોકલ કેબલ ઓપરેટરોની તેમના બ્રોડકાસ્ટ ટીવી બિઝનેસ માટે સ્થાયી આવક શરુ થશે.

જિયો ફાઇબરના પ્લાન 100 એમ.બી.પી.એસ.થી શરૂ થશે અને 1 જી.બી.પી.એસ. એટલે કે 1000 એમ.બી.પી.એસ. સુધી જશે, જેની કિંમત રૂ. 700થી રૂ. 10,000 સુધીની હશે. જિયો ફાઇબર પ્લાનમાં અગ્રણી ઓ.ટી.ટી. એપ્લિકેશનનું સબસ્ક્રિપ્શન સામેલ છે. ગ્રાહકોએ પોતાના ઘરેથી ભારતના કોઇપણ મોબાઇલ કે ફિક્સ લાઇન ટેલિકોમ ઓપરેટરના નેટવર્ક પર વોઇસ કોલ કરવા માટે ક્યારેય કોઇ ચાર્જ ચૂકવવો નહીં પડે.

પ્રિમિયમ જિયો ફાઇબર ગ્રાહકો જે દિવસે થીએટરમાં ફિલ્મ રીલિઝ થશે તે જ દિવસે પોતાના ઘરે ટીવી પર ફિલ્મ જોઇ શકશે. આ જિયો ‘ફર્સ્ટ-ડે-ફર્સ્ટ-શો સેવા’ 2020ના મધ્ય સુધીમાં શરૂ કરવામાં આવશે. જિયો ફાઇબરના ‘જિયો-ફોરએવર’ પ્લાનમાં ગ્રાહકોને એચ.ડી. અથવા 4કે એલ.ઇ.ડી. ટીવી અને 4કે સેટ-અપ બોક્સ નિઃશુલ્ક આપવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું.

આગામી 12 મહિનામાં જિયો સમગ્ર ભારતમાં વિશ્વનું સૌથી મોટું બ્લોકચેઇન નેટવર્ક સ્થાપિત કરશે જેમાં એક દિવસમાં હજારો નોડ ઉપલબ્ધ હશે. સ્ટાર્ટઅપ્સનો લગભગ 80 ટકા ખર્ચ ક્લાઉડ અને કનેક્ટિવિટીમાં થતો હોય છે, જિયો સ્ટાર્ટઅપ્સને નિઃશુલ્ક રીતે કનેક્ટિવિટી અને ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડીને આ ખર્ચ દૂર કરશે.

સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો દર મહિને રૂ. 15,000 થી રૂ. 20,000 કનેક્ટિવિટી, પ્રોડક્ટિવિટી અને ઓટોમેશન ટૂલ્સ પાછળ ખર્ચે છે, જિયો નાના ઉદ્યોગોને આ એપ્લિકેશન્સ સાથે કનેક્ટિવિટી દર મહિને માત્ર રૂ.1500માં પૂરી પાડશે, એમ તેમણે જણાવ્યું હતું.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની રીટેલ ક્ષેત્રની સહયોગી કંપની રિલાયન્સ રીટેલ અંગે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, રિલાયન્સ રીટેલ રૂ.1,30,000 કરોડના ટર્નઓવર સાથે ભારતની સૌથી મોટી રીટેલર બની છે, જે તેના નિકટતમ હરીફ કરતાં ચારગણી મોટી છે અને બાકીના તમામ હરીફોના કુલ ટર્નઓવર કરતાં પણ મોટી છે.

107 દેશોમાં રૂ.2,24,391 કરોડની નિકાસ સાથે કંપની દેશની સૌથી મોટી નિકાસકાર છે અને કંપનીની નિકાસ દેશના કુલ મર્ચેન્ડાઇઝ નિકાસના 9.8 ટકા જેટલી છે. કંપની રૂ.26,379 કરોડની ચૂકવણી સાથે દેશની સૌથી મોટી કસ્ટમ્સ અને એક્સાઇઝ ડ્યુટી ચૂકવણી કરે છે. કંપનીએ જાહેર અને ખાનગી તમામ ક્ષેત્રની કંપનીઓમાં સૌથી વધારે રૂ.67,320 કરોડ ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જી.એસ.ટી.) તરીકે ચૂકવ્યા છે. આવકવેરાની ચૂકવણીમાં કંપની રૂ.12,191 કરોડની ચૂકવણી સાથે ખાનગી ક્ષેત્રની સૌથી મોટી કંપની બની છે.

2030 સુધીમાં ભારત 10 ટ્રીલિયન ડોલર અર્થતંત્ર બનશે અને દરેક ભારતીય તેનો લાભાર્થી હશે. હું એટલા માટે કહું છું કે ડિજીટલ-ચલિત જી.ડી.પી. વૃધ્ધિમાં અપારક્ષમતા હોવા ઉપરાંત તે સમાવેશી પણ છે.

અર્થતંત્રના કેટલાક ક્ષેત્રોમાં જોવા મળતી મંદી કામચલાઉ છે. તેમ મુકેશ અંબાણીએ જણાવ્યું હતું. જામનગરમાં કંપની હવે 21.1 કૉમ્પ્લેક્સીટી ઇન્ડક્સ સાથે રિફાઇનરી સંકુલનું પરિચાલન કરીએ છીએ, જે વૈશ્વિક સ્તરે સૌથી ઊંચો આંક છે. અમારા ઓઇલ ટુ કેમિકલ વ્યવસાયે રૂ.5.7 લાખ કરોડની આવક, રૂ.2.2 લાખ કરોડની નિકાસ અને રૂ.52,041 કરોડની વ્યાજ, કરવેરા અને ઘસારા પહેલાંની આવક (એબિડ્ટા) મેળવી. અમે વર્ષ દરમિયાન વિક્રમજનક 100 ટકા કરતાં વધારે પરિચાલન દર જાળવી રાખવા સાથે 68.3 મિલિયન ટન ક્રૂડ પ્રોસેસ કર્યું. વૈશ્વિક સ્તરે પડકારજનક વાતાવરણ છતાં અમે પ્રતિ બેરલ 9.2 ડોલર ગ્રોસ રિફાઇનિંગ માર્જિન (જી.આર.એમ.) મેળવ્યું, જે સિંગાપોર કૉમ્પ્લેક્સ કરતાં પ્રતિ બેરલ 4.2 ડોલર જેટલું ઊંચું છે.

મહત્વપૂર્ણ નવી પહેલમાં બ્રિટીશ પેટ્રોલિયમ (બી.પી.) અમારા પેટ્રો-રીટેલ વ્યવસાયમાં 49 ટકા હિસ્સો ખરીદશે અને રિલાયન્સને તેમાંથી રૂ.7,000 કરોડ મળશે. રિલાયન્સ ફાઉન્ડેશનઃ રિલાયન્સ ફાઉન્ડેશને રૂરલ ટ્રાન્સફોર્મેશન કાર્યક્રમ હેઠળ 19,000 ગામડાંના 80 લાખ લોકોના જીવનધોરણમાં સુધારો કર્યો છે. પુલવામાં હુમલાના શહીદો પ્રત્યે સન્માનના પ્રતીક તરીકે તેમના બાળકોના ભણતરના અને તેમના પરિવારની આજીવિકાના સંપૂર્ણ ખર્ચની જવાબદારી અમે ઉપાડી લીધી છે.

અમે જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખના લોકોની વિકાસની જરૂરિયાતોને પૂરી કરવા પ્રતિબધ્ધ છીએ. “મારા પિતા ધીરૂભાઇ અંબાણીએ રિલાયન્સની સ્થાપના ભારત અને તેના લોકો માટે સંપત્તિ અને મૂલ્ય સર્જન કરવાના ઉદ્દેશ્ય સાથે કરી હતી અને અમે અમારા સ્થાપક ચેરમેનની દૂરંદેશી તેમજ મૂલ્યોને વળગી રહ્યા છીએ જેથી રિલાયન્સ વરસોવરસ વધુને વધુ મજબૂતીથી વૃદ્ધિ પામે છે. એમ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મૂકેશ અંબાણીએ જણાવ્યું હતું.[:]