છોકરીઓ દારૂના રવાડે ! ગાંધીનગર પાસે માધવ ફાર્મમાંથી 14 યુવક-યુવતીઓની પોલીસે ધરપકડ કરી

ગાંધીનગર, તા:20

ચિલોડા પાસે દશેલા ગામ નજીક માધવ ફાર્મ હાઉસમાં ગાંધીનગર ગ્રામ્ય LCBએ રેડ કરી હતી અને દારૂની મહેફિલ માણી રહેલા 14 યુવક- યુવતીઓની ધરપકડ કરી લેવામાં આવી છે, એક મિત્રની બર્થડે પાર્ટી હતી અને પોલીસને બાતમી મળી હતી કે અહી મોટી સંખ્યામાં યુવાનો દારૂની પાર્ટી કરી રહ્યાં છે, જેથી પોલીસે રેડ કરી હતી, જેમાં 9 યુવકો અને 5 યુવતીઓની ધરપકડ કરી લેવામાં આવી છે, તેમની પાસેથી 3 વિદેશી દારૂની બોટલો મળી આવી છે પોલીસે મર્સિડિઝ સહિતની 6 લક્ઝુરિયસ કાર જપ્ત કરી છે, આ યુવક-યુવતીઓ એન્જિનિયરીંગ અને સ્નાતક કક્ષાનો અભ્યાસ કરી રહ્યાં છે, તમામ આરોપીઓને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યાં હતા અને તેમના બ્લડ ટેસ્ટ કરાવવામાં આવ્યાં હતા.

મિત પટેલની બર્થ ડે પાર્ટીમાં પકડાયેલા આરોપીઓનાં નામ

રાહુલ મોહન રાજગોર- થલતેજ

કુશલ જયેશ પટેલ- વાસણા

સ્મિત શૈલેષ ઉંધિયા- નારણપુરા

ધાર્મિક સુરેશ પટેલ- ઘાટલોડિયા

હર્ષ જયંતિ કોઠારી- જોધપુર ગામ

હેત પરાગ શાહ- પાલડી

શેખર આશિષ કઠવા- મેમનગર

લવ અશોક પટેલ- વસ્ત્રાપુર

પ્રેમ કપૂરચંદ ચંદેલ- વાસણા