જગતનો તાત દુઃખી અને વિજય રૂપાણી તાના-રીરી સંગીતનો જલશો માણશે 

કવિ નરસિંહ મહેતાની દૌહિત્રી શર્મિષ્ઠાની સુપુત્રીઓ તાના-રીરીની યાદમાં દર વર્ષે વડનગર ખાતે તાના-રીરી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે ૬ નવેમ્બરે સાંજે ૭.૩૦ કલાકે લઘુમતી સમાજના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ગુજરાતનો ભવ્ય નૃત્ય મહોત્સવ શરૂ કરાવશે. નાયબ મુખ્ય  પ્રધાન નીતિન પટેલ નૃત્યાંગનાઓના નૃત્યની મજા માણશે. અનુરાધા પોંડવાલ અહીં પોતાના સુરીલા ગીતો ગાશે અને મુખ્ય પ્રધાન લીલા દુષ્કળને ભૂલીને અહીં ગીત-સંગીતની સંગતની લીલા માણશે. ખરેખર તો રાજ્યની પ્રજા દુષ્કાળ અને મોંઘવારીથી દુઃખી છે ત્યારે આ કાર્યક્રમ રદ કરી દેવો જોઈતો હતો એવું સમાજની ચિંતા કરનારા લોકો માની રહ્યાં છે.

મેઘથી પ્રજા પરેશાન છે ત્યારે રૂપાણી અને તેમનું પ્રધાન મંડળ મેઘમલ્હાર રાજનું સર્જન કરનારાઓનો ભવ્ય જલશો માણશે.

ગુજરાતી કલાકારોને એવોર્ડ આપવાના બદલે વિજય રૂપાણી તાના-રીરી એવોર્ડ અશ્વિની ભીડે દેશપાંડે અને પિયુ સરખેલને આપવામાં આવશે. આ બન્ને  કલાકારો શાસ્ત્રીય ગાયન રજુ કરનાર છે.જેમને લાખોના ઈનામ અપાશે પણ ખેડૂતોને તેનો પાક વીમો મળતો નથી.

અનુરાધા પૌડવાલ દ્વારા ગાયન અને ડૉ.ધ્વીન વચ્છરાજાની, ગાર્ગી વોરા અને ભક્તિ જોષી દ્વારા શાસ્ત્રીય ગાયન રજુ થનાર છે.

જગતનો તાત દુઃખી છે ત્યારે ભવ્ય કાર્યક્મના પ્રથમ દિવસે જગત – વિશ્વ રેકોર્ડ સરકાર દ્વારા અહીં થવાના છે.

વડનગરની સંગીત બેલડી બહેનોની યાદમાં તાના-રીરી મહોત્સવનું 2010થી નૃત્ય જોવાન શોખીન પૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયો હતો.

તાનસેનને દીપક રાગનું ગાન કર્યું જેનાથી તેના શરીરમાં અગનજવાળાઓ ઉઠી અને મેઘ મલ્હાર રાગ ગાઇ તાના-રીરી બહેનોએ શાંત કરી હતી.આ બાબતની જાણ થતાં અકબર બાદશાહે બે બહેનોને દીલ્હી દરબારમાં બોલાવ્યા પરંતુ બે બહેનો ત્યાં ન જતા વડનગરમાં  સત્તાધીશોની જોહુમી સામે અગ્નિસ્નાન કર્યું હતું.

મોંઘવારીમાં સત્તાધીશોની અણઆવડતના કારણે પ્રજાનો એક વર્ગ આત્મહત્યા કરી રહ્યો છે.

બે બહેનોની યાદમાં રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે તાના-રીરી મહોત્સવ ઉજવાઇ રહ્યો છે. જેમાં મોટા ભાગે ગુજરાત બહારના કલાકારોને એવોર્ડ આજ સુધી આપવમાં આવ્યા છે.
અધુરામાં પૂરું થતું હોય તેમ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે પ્રજાજનોને   રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગના અગ્ર સચિવ સી.વી સોમ, ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના અધ્યક્ષ પંકજ ભટ્ટ અને જિલ્લા કલેકટર એચ.કે.પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે.