ગુજરાતમાં 21 ફેબ્રુઆરી 2019થી જમીન ટોચમર્યાદા ધારામાં ફેરફાર કરીને હવે તે જમીન વેચી શકાશે એવો અમલ શરૂ થયો છે. જે બિલ્ડરો, જમીનદારો, મોટી કંપનીઓ અને રાજકીય નેતાઓના ફાયદામાં આ કાયદો લાવવામાં આવ્યો છે. તેનાથી ખેડૂતો ખતમ થશે અને ફરી એક વખત સામંત શાહી આવશે. સૌરાષ્ટ્ર રાજ્ય બન્યું ત્યારે 4 લાખ ગરાસદારો એવા હતા કે જે ખેડૂતો તેના ખેતરમાં પકવે તેનું 60 ટકા અનાજ લાવીને જીવતા હતા. તેમની પાસે આ સિવાય કોઈ કામ ન હતું કે કોઈ આવક ન હતી. 90 લાખ એકર જમીન જમીનદારોની હતી. ખેડૂતોની ન હતી. જે આઝાદી પછી ખેડૂતોને આપવામાં આવી હતી. આવું સમગ્ર ગુજરાતમાં હતું. હવે ફરી એવું જ થઈ રહ્યું છે. ગુજરાતમાં મોટી કંપીનીઓ હજારો એકર જમીન રાખી શકે પણ ખેડૂત 60 એકર જમીન રાખી શકતાં નથી. જમીનદારો પાસેથી જમીન લઈને ખેડૂતોને અને ગરીબ મજૂરોને જમીન આપવામાં આવી હતી. જે આપવામાં ન આવી તે સરકાર પાસે છે. આવી હજારો એકર જમીન માટે રૂપાણી સરકારે જમીન ટોચ મર્યાદા ધારાની જમીન બિન ખેતી થઈ શકતી ન હતી કે વેચી શકાતી ન હતી હવે તે વેચવાની છૂટ આપી છે જેના કારણે શહેરો અને ધોલેરામાં અબજો રૂપિયાનો ફાયદો બિલ્ડરો અને કંપનીઓને થવાનો છે.
ફરી ભાજપની સરકાર સામંત શાહી અને જમીનદારી લાવી રહી છે.
1976માં શહેરી જમીન ટોચ મર્યાદાનો કાયદો ગુજરાતમાં લાગુ થયો જેમાં પ્રત્યેક પુખ્ત વ્યક્તિની 1,000 ચો.વાર સિવાયની વધારાની જમીનો ફાજલ ગણવામાં આવી. આ કાયદો વર્ષ 1999માં ભાજપ સરકારે રદ કર્યો હતો. ગુજરાતમાં 2 લાખ એકર જેટલી જમીન એવી છે કે જે જમીન ટોચમર્યાદા હેઠળ સરકારે પોતાની પાસે રાખી છે. આવી જમીન હવે ગરીબોને આપવાના બદલે વેંચી મારશે. સાંથણીમાં પણ નહીં આપવામાં આવે.
ધોલેરા એક મોટું કૌભાંડ
ધોલેરા શહેર આસપાસનાં 22 ગામોની 92,000 હેક્ટર (920 ચોરસ કિલોમિટર) જમીન ખેડૂતો પાસેથી આંચકી લેવાનું નક્કી થયું છે. જેમાં 3200 ખેડૂતો એવા છે જેમને જમીન સરકારે આપી હતી પણ ખાતે કરી નથી. બાવળીયા નામના એક જ ગામની 9,000 એકર જમીન સતત ત્રણ વર્ષથી પડતર હોવાનું કહીને સરકારે લઈ લીધી હતી. જે જમીન સરકારે પોતાની કંપીનને એક મીટરના રૂ.20ની ભાવે વેચી દીધી છે. જેનો દસ્તાવેજ રૂ.641 કરોડનો કર્યો છે. સરકારે તેના પર કરોડોની સ્ટેમ્પ ડ્યુટી માફ કરી દીધી છે. માત્ર રૂ.100ના પેપર પર તેના કરાર કરી દીધા છે. ખેડૂતો પર અત્યાચાર કરીને આ જમીન સરકારે લઈ લીધી ત્યારે ખેડૂતોને કહેવામાં આવ્યું હતું કે જ્યારે જમીન વેચશે ત્યારે તેનું વળતર આપવામાં આવશે પણ તે આજ સુધી કોઈ વળતર આપવામાં આવ્યું નથી.
ધોલેરા મૂળ ગામ ભૂપેન્દ્રસિંહનું છે. ધોલેરામાં 6,000 એકરનો સરવે નંબર છે.
ભાજપના સાંસદ સભ્યો અહીં આંટાફેરા કરે છે.
વળી ધોલેરામાં ગુજરાતના ભાજપના નેતાઓની જમીન છે. ઓછામાં ઓછી 10 હજાર એકર જમીન આ નેતાઓ પાસે છે. આ એવી જમીન છે કે જે જમીદારો પાસેથી લઈને ખેડૂતોને આપી તો છે, પણ તે ખેડૂતોના નામે સરકારે કરી નથી. આવી 10 હજાર એકર જમીન ભાજપના નેતાઓને અબજોપતિ બનાવી દેશે. આવી જમીન ખરેદનારા ભાજપના 7 નેતાઓ પૈકી બે નેતા ગુજરાત બહાર છે, એક વરિષ્ઠ નેતા સરકારમાં બેઠા છે. બીજા ભાજપના નેતા છે.
શહેરોમાં ગોલમાલ
ગુજરાતના શહેરોમાં જ્યાં ખેતર જોવા મળે તે સમજી લેવાનું કે જમીન ટોચ મર્યાદાની જમીન છે અને તે ખેતી સિવાય વાપરી શકાતી નથી. કારણ કે જમીન ટોચ મર્યાદા ધારા હેઠળ તે જમીન લીધેલી છે અને તે બિન ખેતી થઈ શકતી નથી. આ જમીન પર ખરવો રૂપિયાનો ભ્રષ્ટાચાર હવે થશે. શહેરની કરોડોની જમીન બીજે હજારોમાં આપીને ખેડૂતોની લૂંટ ચાલશે. અબજોનો વેપાર થશે. આ વેપાર માટે જ આ જોગવાઈ કરી છે. ભાજપના નેતાઓએ આવી જમીનો ખરીદી લીધી છે. જમીનદારો પાસેથી લીધેલી જમીન ઉદ્યોગો અને બિલ્ડરોને આપી દેવામાં આવશે. લેંડ બેંક કંપનીઓ રાખી શકે પણ ખેડૂત રાખી શકતા નથી.
સમાજવાદ ગયો ફરી મૂડીવાદ આવ્યો
ખેત જમીન ટોચ મર્યાદા ધારો સમાજવાદનું ઉત્કૃષ્ટ ઉદાહરણ બન્યું છે. ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા હેઠળ પ્રાપ્ત થયેલી જમીન અધિનિયમની કલમ 29 હેઠળ માત્રને માત્ર ખેતીના હેતુ માટે જ ફાળવી શકાય છે. હવે આવી જમીન ઉદ્યોગ પતિઓ કે મોટા બિલ્ડીંગ પ્રોજેક્ટોમાં આપવા માટે ગુજરાતની ભાજપની વિજય રૂપાણીની સરકારે સમાજ વાદ ખતમ કરીને હવે મુડીવાદ પર આખરી ખીલો મારી લીધો છે. અગાઉ નરેન્દ્ર મોદીએ ગૌચરની જમીનો તથા ખરાબાની જમીનો ઉદ્યોગોને આપી દેવા માટે કાયદાઓમાં સુધારા કર્યા હતા.
રાજ્યભરમાં ખેડૂતો તેમની જમીન આપવાનો ઈન્કાર કરી રહ્યાં છે ત્યારે હવે ખેત જમીન ટોચ મર્યાદા ધારા હેઠળ રાજાઓ અને જમીનદારો પાસેથી મેળવેલી લાખો હેક્ટર જમીન હવે ઉદ્યોગોને આપવાનો ઠરાવ ગુજરાત સરકારે 21 ફેબ્રુઆરી 2019માં કરીને ખેડૂતોના હક્ક ઉપર તરાપ મારીને સર્જીકલ સ્ટ્રાઈક કરી દીધી છે.
શું છે નવી જોગવાઈ
ગંભીર બાબત તો એ છે કે, સહકારી કૃષિ મંડળીઓ, ખેત મજૂરો, ભૂમિહિન વ્યક્તિઓ અને નાના જમીન ધરાવનારાઓને આપી હોય તો તે જમીન પણ કોઈ પણ હવે ખરીદી શકશે. તમામ સત્તા કલેક્ટરને આપી દેવામાં આવી છે. ગુજરાત મહેસૂલ વિભાગના નાયબ સચિવ પી. એન. મકવાણાએ કાયદામાં સુધારો કરતું જાહેરનામું બહાર પાડી દીધું છે. તેમણે પ્રજા પાસેથી વાંધા સુચનો મંગાવ્યા છે.
રાષ્ટ્રપતિએ મંજૂરી આપી
ગુજરાત જમીન ટોચમર્યાદા બીલને ભારતના રાષ્ટ્રપતિની આખરી મંજૂરી મળી ગઈ હોવાથી હવે તેનો કાયદો બનાવાયો છે. બીલના સુધારા છેલ્લે ફેબ્રુઆરી 2018મા મંજૂર કરવામાં આવ્યા હતા. મૂળ બીલ 2015મા રજૂ કરવામાં આવ્યું હતું. ધારાસભ્યોએ તેનો વિરોધ કર્યો હતો. રાષ્ટ્રપતિ દ્વારા બીલને બે વખત ફગાવી સુધારા કરવા કહી દેવામાં આવ્યું હતું. મહેસૂલ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આ જમીન ટોચમર્યાદા કાયદમાં આ ફેરફાર કરીને ખેડૂતો પર દાતરડા જેવો સીધો પ્રહાર કર્યો છે.
શહેરની જોગવાઈ, જમીનના બદલામાં જમીન
શહેરમાં ફાળવવામાં આવી હોય તે કિસ્સામાં તેની આસપાસના વિસ્તારમાં તેટલા જ પ્રમાણમાં ખેતીની જમીન ઉપલબ્ધ કરાવવા માટે આ અધિનિયમમાં જોગવાઈ કરવામાં આવેલી છે. ભારત સરકારે બે વખત આ બીલને નકારી કાઢ્યું હતું ત્યારબાદ વધુ સૂચનો મેળવીને બીલમાં સુધારા કરવામાં આવ્યા હતા અને 2018મા ફરીથી મંજૂર કરવામાં આવ્યું હતું જેને અનુમતિ મળી હતી. રાજ્યપાલ દ્વારા આ બિલ પર કોઈપણ પ્રકારની ટિપ્પણી વગર રાષ્ટ્રપતિને પરામર્શ અર્થે મોકલી આપવામાં આવ્યું હતું.
ખેડૂત વિરોધ કાયદો
આ ખેડૂત વિરોધી બીલ છે જેને ખેડૂતો ક્યારેય સ્વીકારવાના નથી. 1960મા કૃષિ જમીન ટોચ મર્યાદા કાયદો અમલમાં આવ્યો હતો. ત્યારે તેનો ઉદ્દેશ ખેડૂતોની જમીનનું રક્ષણ કરવાનો હતો. પરંતુ ભાજપની સરકારે ખેડૂતોની જમીન ઉદ્યોગને વેચી દેવાનો કારસો ઘડ્યો છે. આ કાયદો જમીનદારો પાસેથી વધારાની જમીન લઈને વંચિતો, જમીન વિહોણા ખેડૂતોને આપાવની જોગવાઈ છે. પરંતુ સરકાર દ્વારા સુધારો કરીને વધારાની જમીન ગરીબોને ખેડવા આપવાના બદલે હવે ઉદ્યોગોને આપવાની છૂટ આપી દીધી છે.
હવે નવો કાયદો ખેડૂત અને ખેતની જમીન માટે કુહાડાનું કામ કરશે.
આ કાયદાના કારણે ખેતીની જમીન ઉદ્યોગોને ફાળવવામાં આવે તો રાજ્યના ખેત ઉત્પાદનને અવળી અસર થાય કે કેમ તેવા પ્રકારની પૂછપરછ રાષ્ટ્રપતિ ભવન દ્વારા કરવામાં આવ્યું હતું. ખેતી-ખેડૂતોને ખત્મ કરવાનો ભાજપનો કારસો છે.
કેન્દ્ર સરકારે આવું જ કર્યું છે
જે તે ઔદ્યોગિક સંસ્થા અથવા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા કે સરકારી વિભાગને જમીનોની સાથે સાથે તેટલા જ ક્ષેત્રફળના અન્ય ખેતીલાયક જમીન સરકાર અને મૂળ જમીન જ્યા આવી છે તેની તદ્દન નજીકની જમીન બદલામાં આપવામાં આવે તો રાજ્ય સરકાર ખેતીની જમીન ટોચમર્યાદા કાયદા અન્વયે ફાજલ થયેલ જમીન જે તે સરકારી/સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને બાગ બગીચા, દવાખાનાઓ, શહેરી ગરીબોના આવાસ વિગેરે જાહેર ઉપયોગીતાના કામો માટે તથા ઔદ્યોગિક સંસ્થાને અદલો-બદલો કરી શકાશે.
જમીન નહીં ઘટે
આ સુધારાના પરિણામે જમીન અદલાબદલી થતી હોવાથી સરકારને સંપ્રાપ્ત થયેલ ફાજલ જમીનનું ક્ષેત્રફળ પણ જળવાઇ રહેશે એટલે કે, રાજ્યમાં ટોચ મર્યાદા હેઠળની કુલ જમીનમાં કોઇપણ પ્રકારે ઘટાડો થશે નહીં, સાથે સાથે ઔદ્યોગિકરણને પણ વેગ મળશે અને નવી રોજગારીનું પણ સર્જન થશે. આ ઉપરાંત, જમીન મેળવનારને જમીન યોગ્ય ટાઇટલ સાથે મળી શકશે. ગુજરાત વિધાનસભામાં આ સુધારા વિધેયક વિના વિરોધે પસાર કરાયું હતું.
જમીનદારીનો ઇતિહાસ
શક્તિશાળી લોકો રાજા થયા અને જમીનો જીતી તેના માલિક થયા હતા. જે ખેડૂતોને ખેડવા રાજા આપતાં અને તેના પર જે અનાજ પાકતું તેમાં 50 ટકા અનાજ રાજાઓ લઈ જતાં હતા. ત્યારથી આ પ્રથા 1960 સુધી ચાલી હતી. પણ ગુજરાત અલગ થતાં જમીનદારો પાસેથી જમીનો કાયદાથી આંચકીને ખેડૂતોને ખેતીની જમીનના માલિક બનાવ્યા હતા.
સૌરાષ્ટ્ર રાજયે 1948માં રાજાઓ પાસેથી જમીન લઈને ખેડૂતોને આપી હતી.
1960માં ગુજરાત ખેતીની જમીન ટોચ મર્યાદા કાયદો અમલમાં આવ્યો. જેમા ટોચ ક્ષેત્રનક્કી કરવામાં આવ્યું. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અંસખ્ય ઈનામ અને વિવિધ સત્તા પ્રકારે ધરાવેલ જમીનોના કાયદા અમલમાં આવ્યા અને તમામ પ્રકારના ઇનામો નાબૂદ કરવામાં આવ્યા,વટવા વજીફદારી,ઠાસરાનામલેકી સત્તાપ્રકાર, આંકડાદારી સત્તા પ્રકાર,મેવાસી સત્તાપ્રકાર,ચાકરીયાત જમીન સત્તા પ્રકાર વિવિધકાયદાથી રદ થયા હતા.
(દિલીપ પટેલ)