જામનગરના જનરલ બોર્ડમાં શાસક અને વિપક્ષ વચ્ચે આરોપો અને પ્રત્યારોપનો દૌર

જામનગર,તા.21

જેનો અગાઉથી જ અંદાજ લગાવવામાં આવતો હતો તેમ જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા તોફાની બની હતી. શહેરમાં બેકાબૂ બનેલો રોગચાળો અને બિસ્માર રસ્તાઓને લઇને વિપક્ષે હંગામો મચાવ્યો હતો. વિપક્ષ દ્વારા શરીરે સુત્રો લખેલા બેનરો સાથે સભાગૃહમાં હાજર રહ્યાં હતાં. શાસક પક્ષની કામગીરી સામે સખત વિરોધ નોંધાવ્યો હતો. જામનગર શહેરમાં કોન્ગો સહિતની બીમારીએ માઝા મુક્તા વિપક્ષે આરોપોનો મારો ચલાવ્યો હતો.  આ ઉપરાંત મેયર અને ચેરમેનના રાજીનામાની માંગણી કરી હતી. સામે પક્ષે મેયર, ડેપ્યુટી મેયરે વિપક્ષના પ્રશ્નોના જવાબ આપ્યા હતા. આજની મીટીંગમાં બંને પક્ષે ઉગ્ર ચર્ચાઓ થઇ હતી. અને વિપક્ષી વિરોધના વંટોળ વચ્ચે મેયરે બોર્ડને વિખેરી નાખ્યું હતું.જોકે બોર્ડમાં આરોપ પ્રત્યારોપનો મારો ચાલ્યો હતો.