અમદાવાદ,તા.૨૨
અમદાવાદ શહેરના ખાડીયા વોર્ડમાં આવેલા રેવડીબજારના મેઈન રોડ પર ટોરેન્ટ પાવર દ્વારા પાવર સપ્લાય જંકશન ઉભુ કરી દેવામા આવ્યુ છે.જાહેર રોડ કે ફૂટપાથ ઉપર ડીપી,સબસ્ટેશન કે રોડ પર પાવરસપ્લાય જંકશન મુકવુ એ નિયમ વિરૂધ્ધનુ હોવા અંગે કોર્ટ દ્વારા જજમેન્ટ આપવામા આવ્યુ હોવાછતાં પણ ટોરેન્ટ પાવર દ્વારા રેવડીબજારના મેઈનરોડ પર પાવરસપ્લાય જંકશન મુકવામા આવ્યુ છે.આ રોડ સવારથી લઈ રાત સુધી સતત અવર-જવર અને ટ્રાફિકથી ધમધમતો હોય છે.ગમે તે સમયે મોટી દુર્ઘટના થવાની પણ દહેશત વ્યકત કરાઈ રહી છે.આમ છતાં અમપા તંત્ર આ પાવરસપ્લાય જંકશન દૂર કરાવી શકતુ નથી. કોના આર્શીવાદથી આ પાવર જંકશન મૂકાયેલું છે અને તેને હટાવવા કેમ તંત્ર લાચાર છે તે લોકમુખે ચર્ચા થઇ રહી છે. આમ તો નાના વેપારીઓ કે લારીવાળાને પણ અમપાની દબાણ શાખા બક્ષતી નથી ત્યારે આટલું મોટું પાવર જંકશન કેમ તંત્રની આખમાં દેખાતું નથી તે સૌથી મોટો સવાલ છે.