જીએસટી બોગસ બિલીંગ કૌભાંડના કેસમાં ધરપકડ કરી

સેન્ટ્રલ જીએસટી અને સેન્ટ્રલ એકસાઈઝ, ગાંધીનગરની પ્રિવેન્ટીવ વીંગના અધિકારીઓએ ગેરકાયદેસર તથા છેતરપિંડીના હેતુથી બોગસ/નકલી બિલ ઈસ્યુ કરવાનું કૌભાંડ પકડી પાડયું હતુ.

આ કૌભાંડનો માસ્ટર માઈન્ડ શ્રી અહેસાસઅલી તસવરઅલી સૈયદ નામના 29 વર્ષનો વ્યક્તિ છે, જે વડોદરાના સયાજી ગંજ વિસ્તારમાં રહે છે. તે અલગ-અલગ ડમી માલિકોના નામે 66 કંપનીઓનું સંચાલન કરતો હતો. આ માટે તેણે વિવિધ ડમી/માલિકોના નામે કંપનીઓ ઉભી કરી હતી. તેણે રજીસ્ટ્રેશન ડોક્યુમેન્ટ, જીએસટી આઈડી, લોગઈન/પાસવર્ડ, સીમકાર્ડ, બેંક એકાઉન્ટ, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન લોગઈન ટ્રાન્ઝેક્શન/ પાસવર્ડ સહિતની વિગતો આ વ્યક્તિઓના નામે મેળવી હતી. આના બદલામાં જેમના નામે તેણે કંપનીઓ શરૂ કરી હતી, તે લોકોને દર મહિને તેમના નામના દસ્તાવેજોનો ઉપયોગ કરવા બદલ રૂ. 5,000-10,000ની ઉચ્ચક રકમ ચૂકવતો હતો અને તેમના નામે પેઢીઓનો ઉપયોગ કરતો હતો. આ પેઢીઓનો ઉપયોગ કરીને તે માલની કોઈપણ જાતની ભૌતિક હેરફેર કર્યા વગર નકલી બીલ ઈસ્યુ કરતો હતો અને તેના બદલામાં બીલની રકમના 1 ટકા જેટલા નાણાં મેળવતો હતો. પ્રથમદર્શી પૂરાવાના આધારે એવું પૂરવાર થયું છે કે આ 66 કંપનીઓ મારફતે એહસાસઅલી તસવરઅલીએ રૂ. 1210 કરોડ (અંદાજે)ના ટેક્સેબલ વેલ્યુના ટેક્સ ઈનવોઈસ રૂ. 177.64 કરોડ (અંદાજે)ની ઈનપુટ ટેક્સ ક્રેડિટ (આઈટીસી) મેળવવા માટે ઈસ્યુ કર્યા હતા.

ગાંધીનગરની કચેરીના એમ આસિસ્ટન્ટ કમિશ્નર, સીજીએસટી એન્ડ સેન્ટ્રલ એક્સાઈઝ કમિશ્નરે જણાવ્યું હતું.