જીવન આવશ્યક નવી દવાના સંશોધન ઓછા કરી, જુની દવા સુધારી બજારમાં મૂકવાનો ટ્રેન્ડ

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) સંલગ્ન કોલેજોના પ્રોફેસરોને દુનિયાભરના લેટેસ્ટ ટ્રેન્ડ અને જાણકારીથી અપડેટ અને અપગ્રેડ કરવા મોટાપાયે ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
ડૉ. સતીશ ગાભેએ કહ્યું હતું કેસખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. કોઈપણ વ્યક્તિ પ્રામાણિકતા અને સખત મહેનત સાથે કોઈપણ કાર્ય કરે તો તેને સફળતા અવશ્ય મળે જ છે. કોઈ પણ ક્ષેત્રમાં સફળ થયેલી વ્યક્તિની સફળતા પાછળનું રહસ્ય તેની પ્રમાણિકતા અને સખત પરિશ્રમ જ હોય છે. તેનો કોઈ શોર્ટકટ નથી. કોઈને ઓછી મહેનતથી અને ઇમાનદારી વગર સફળતા મળી ગઈ હોય તો તે લાંબું ટકતી નથી. તેમણે 25 કોલેજોના પ્રોફેસરોને વધુમાં એવી સલાહ આપી હતી કે તમારા જ્ઞાન ને અપડેટ અને અપગ્રેડ કરીને વિદ્યાર્થીઓને ભણાવશો તો તેઓના સ્તરમાં અનેકગણો ફાયદો થશે. તેમણે ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ સ્પેક્ટ્રોસ્કોપી (એન.એમ.આર) અને માસ સ્પેક્ટ્રોસ્કોપી વિશે વિગતવાર છણાવટ કરી હતી. તેમણે ડ્રગ ડીસ્કવરી બાબતના રિસર્ચ વિશે ના નવા પ્રવાહો અંગે અનેક રસપ્રદ ટેકનિકલ જાણકારી આપી હતી.
ડૉ. નાગેશ નંદાએ ભારતમાં ડ્રગ ડિસ્કવરીની પરિસ્થિતિ વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે એક નવી દવા શોધવાની હોય તો તેના પાછળકરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. તેમાં લગભગ 15 વર્ષ જેટલો લાંબો સમય લાગે છે. આટલો ખર્ચ કર્યા પછી અને વિતાવ્યા પછી બીમારીની સારવારની સંભાવના જ રહે છે. આ ક્ષેત્રમાં કામ કરતા ભારતીય વૈજ્ઞાનિકોને અતિશય બુદ્ધિશાળી ગણવામાં આવે છે. પરંતુ તેઓની સૌથી મોટી સમસ્યા સંશોધનોની પાછળ થતા મૂડીરોકાણની છે. આ સમસ્યા હલ કરવી હોય તો તેમાં નવો વિકલ્પ એ છે કે આપણી પાસે વિવિધ બીમારીઓની સારવાર માટે ઉપલબ્ધ દવાઓમાં જ સુધારા-વધારા કરવામાં આવે. અમેરિકાએ બાયોસિમીલર દવાઓ શોધી કાઢવા માટે એક્શન પ્લાન જાહેર કર્યો છે.
 તેના ભાગરૂપે ગત સપ્તાહે ફાર્મસીના પ્રાધ્યાપકો માટે ડ્રગ ડિસ્કવરીના ક્ષેત્રમાં સ્પેક્ટ્રોસ્કોપી એનાલિસિસ વિશે નિષ્ણાતોનું માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું.
જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો.(ડૉ) નવીન શેઠે આ માહિતી આપતા કહ્યું હતું કે ઑલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન એઆઈસીટીઈના ફાર્મસી શિક્ષણ વિભાગના રાષ્ટ્રીય બોર્ડના સભ્ય ડૉ. સતીશ ગાભે અને ડૉ. નાગેશ નંદાએ પ્રોફેસરોને તાલીમ આપી હતી. પ્રોફેસરોને લેટેસ્ટ ઉપકરણોની માહિતી મળી રહે તેવા કાર્યક્રમોનું આયોજન પણ કરવાના છીએ. કાર્યક્રમના પ્રારંભે યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજીસ્ટ્રાર ડૉ. એસ.ડી. પંચાલ સર્વેનું સ્વાગત કર્યું હતું. જીટીયુ  ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ ફાર્મસીના વડા ડૉ. રાજેશ પરીખે આભારવિધિ કરી હતી.