[:gj]માર્ગ અકસ્માતમાં કયા શહેરમાં ક્યાં વિસ્તારમાં સૌથી વધું અકસ્માત થાય છે ? [:]

Which city has the highest number of accidents in a road accident?

[:gj]ગુજરાતમાં છેલ્લા ૧૨ વર્ષમાં માર્ગ અકસ્માતના હેન્ડલ કરાયેલા કેસોમાં કુલ ૧૨,૩૭,૨૪૮ લોકોને સારવાર પહોંચાડાઇ હતી. જેમાં ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં ઓક્ટોબર માસ સુધીમાં ૬૨,૫૨૮ લોકોને સારવાર લેવાની જરૃર પડી હતી.

માર્ગ અકસ્માતમાં ૭૯ ટકા પુરૃષો અને ૨૧ ટકા મહિલાઓએ સારવાર લેવી પડી હતી. ૨૧થી ૩૦ વર્ષના વયજુથના સૌથી વધુ ૩૨ ટકા વિક્ટીમ નોંધાયા છે.

રાજ્યમાં સૌથી વધુ માર્ગ અકસ્માતના કિસ્સાઓ અમદાવાદમાં બને છે. અમદાવાદમાં વર્ષ ૨૦૦૭ થી ઓક્ટોબર ૨૦૧૮ સુધીમાં માર્ગ અકસ્માતમાં ૨,૦૪,૭૭૩ લોકોએ ૧૦૮ની સારવાર લેવી પડી હતી. જે રાજ્યમાં સૌથી વધુ છે. બિજા ક્રમે સુરતમાં ૧,૧૪,૯૭૨ લોકોને અને ત્રીજા ક્રમે વડોદરામાં ૮૭,૯૧૩ લોકોને માર્ગ અકસ્માતમાં તાત્કાલિક સારવાર લેવી પડી હતી.

શહેર

વિસ્તાર

અમદાવાદ

બોડકદેવ, નવરંગપુરા, ગોતા, ચાંદખેડા, પ્રહલાદનગર ગાર્ડન, પાલડી, સીટીએમ ચાર રસ્તા, નરોડા, આરટીઓ સર્કલ. હાથીજણ સર્કલ

રાજકોટ

કાલાવાડ રોડ, ગ્રીનલેન્ડ સર્કલ, ત્રિકોણબાગ, ગોંડલ સર્કલ, હોસ્પિટલ ચોક, બેડીપરા, કુવાડવા, રેસક્રોસ, સરદાર પટેલ કોઠારિયા, ઢેબર રોડ

સુરત

વરાછા, કામરેજ, કડોદરા, પુનાગામ, ભાટર, અડજણ, કીમ, લિંમ્બાયત, અઠવા લાઇન, નવજીવન સર્કલ

વડોદરા

નર્મદા ભુવન, ગોત્રી ક્રોસ રોડ, કપુરાઇ એક્સ-રોડ, મંજલપુર, તરલાસી, પાણીગેટ, અલકાપુરી, સમા, પાદરા, છાણી

[:]