નર્મદાની પરિક્રમા – દિલીપ પટેલ – ખાસ અહેવાલ
GWSSBએ છોટા ઉદેપુર અને વડોદરામાં નર્મદા કેનાલમાંથી અપાતું પાણીના પૂરવઠામાં સલ્ફાઈડનું પ્રમાણ વધારે છે. બેક્ટેરિયોલોજિકલ ટેસ્ટમાં સેમ્પલ નિષ્ફળ રહ્યા છે. પાણી સીધું વાપરી શકાય તેમ નથી. પાણીને શુદ્ધ કરવું જરૂરી છે, કોઈ કંપનીએ કચરાનો નિકાલ કર્યો હોવાથી પાણીમાં સલ્ફાઈડનું પ્રમાણ વધી ગયું છે. ગયા અઠવાડિયે નર્મદા ડેમમાં મોટા પ્રમાણમાં મૃત માછલીઓ મળી આવી હતી. કેનાલમાં પાણીનો રંગ કાળો દેખાય છે. પરંતુ બીકરમાં એવું થતું નથી. પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટવાથી માછલીઓના મોત થયા છે. તેમ છતાં ગુજરાત સરકારને એક અઠવાડિયા સુધી ખબર ન પડી કે નર્મદા બંધમાં ઝેરી પાણી થઈ ગયું છે.
નર્મદાનું પાણી આખા ગુજરાતમાં પીવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તંત્ર દ્વારા નર્મદા ડેમનું પાણી પીવા માટે ઉપયોગ ન કરવા માટેની સૂચના આપવામાં આવી છે.
કાળાં પાણીને શુદ્ધ કરવા માટે ક્લોરિનનો ઉપયોગ કરવામાં આવે છે અને નર્મદા કેનાલમાં ક્લોરિનનો ઉપયોગ કરવું તે શક્ય નથી. જેનાં કારણે હવે તંત્ર દ્વારા લોકોને નર્મદાનાં પાણીમાં ક્લોરિન નાખીને ઉપયોગ કરવા માટેની સૂચના અપાઈ છે.
નર્મદા રાજ્યની જીવાદોરી છે ત્યારે પરતું હાલ જીવાદોરી પાણી ઝેર બની રહ્યું છે. કેમે કે સરદાર સરોવર નર્મદા ડેમનું પાણી હવે કાળું પડવા લાગ્યું છે. નર્મદા ડેમનું પાણી કાળું પડતા તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે. તંત્ર દ્વારા નર્મદા ડેમનું પાણી પીવા માટે ઉપયોગ ન કરવા માટેની સૂચના આપવામાં આવી છે.
નર્મદા ડેમમાં માછીમારો માછલીઓ પકડવા માટે કેમિકલનાં કારણે પાણીમાં ઓક્સિજનની માત્રામાં પણ ઘટાડો થયો છે. ત્યારે સમગ્ર મામલે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પાણીમાં કેમિકલ હોવાનું ટાળતા કહ્યું હતું કે, નર્મદા નદીમાં ઓક્સિજનની માત્રામાં પણ ઘટાડો વાતમાં કોઈ તથ્ય નથી.
નહેરમાં 40 હજાર ક્યુસેક પાણી વહન થઈ શકે છે પણ તેમાં માત્ર 17 હજાર ક્યુસેક પાણી આપવામાં આવે છે. જેમાં ગામોમાં તળાવ ભરવા, નદીમાં નાંખવા અને ખેતરોમાં આપવા 14થી 15 હજાર ક્યુસેક પાણી આપી શકાય છે. જે ખરેખર 40 હજાર ક્યુસેક આપી શકાય તેમ છે.
હાલ તો રાજ્યભરના નર્મદાના કમાન એરિયામાં સરદાર સરોવરમાંથી સિંચાઈનું પાણી આપવામાં આવી રહ્યું છે. જેમાં 15 હાજર ક્યૂસેક પાણી ખેડુતો માટે ફ્ળવામ આવ્યું છે. તેમાંથી 17થી 18 હજાર ક્યૂસેક પાણી દરરોજ છોડવામાં આવી રહ્યુ છે. તેમાંથી ૧૫ હજાર કયુસેક પાણી સિચાઈ માટે ફાળવવામાં આવે છે. જે ખેડૂતોને 28 ફેબ્રયારી સુધી સિંચાઈ માટે ખેડુતો આપવામા આવી છે.
સરકાર દાવો કરે છે કે ગુજરાતના 9 હજાર ગામ અને 135 શહેરના 5 કરોડ લોકો નર્મદાનું પાણી પીવે છે.
ભારતીય જનતા પાર્ટીએ પણ મહી-પરીએજ નામની વચગાળાની પાણીની પાઈપ લાઈન યોજના બનાવી હતી. જેનો ઘણો ભાગ આજે બીનઉપયોગી બની પડી રહ્યો છે. પરાંત લીંક કેનાલ, કડાણા હાઈ લેવલ કેનાલ, રીવર લીંક, સુજલામ-સુફલામ, કલ્પસર, સૌની યોજના, ખેત તળાવ, જળસ્રાવ, બોરી બંધ, જેવી અનેક પુરક યોજના નર્મદા આધારિત બનાવી છે. આ બધી વચગાળાની યોજનાનો ખર્ચ નર્મદા યોજનાના રૂ.70 હજાર કરોડ કરતાં વધી જાય છે.
નર્મદા બંધ બની ગયા બાદ ગુજરાતમાંથી દુકાળ અને અછતને કાયમી દેશવટો આપવાની જાહેર સરકારે કરી હતી. જે છેલ્લાં બે વર્ષથી ગુજરાતમાં પડી રહેલાં દુષ્કાળના કારણે સરકારના દાવા ખોટા સાબિત થયા છે. લોકોને ગેરમાર્ગે દોર્યા હતા.
નર્મદા યોજના માત્ર પીવાના પાણી માટે જ ઉપયોગમાં લેવામાં આવી રહી છે. 18 લાખ હેક્ટકરમાં સિંચાઈ થવાની હતી તેમાં ખરેખર તો 2 લાખ હેક્ટરથી વધું પાણી આપવામાં આવતું નથી. અગાઉની સરકારો છેતરામણી જાહેરાત સિવાય કશું કર્યું નથી.
નર્મદા માટે સરકારો માત્ર પ્રજાઉન્માદ વકરાવતી રહી છે. તાર્કિકતા કરતા લાગણીવેડા વધારે વપરાય છે. યોજનાનો ઊંડો અભ્યાસ કરી તેની યોગ્ય છણાવટ કરનારાઓની ખોટ વર્તાય છે.
1977માં રાજ્યમાં 4 હજાર ગામોને પાણીની પીવાની તંગી હતી. 1985-86માં ત્રણ વર્ષ દુષ્કાળ રહ્યો તો અછત ગામની સંખ્યા વધીને 12 હજાર ગામડાઓ કરી દેવામાં આવ્યા હતા. આ વાતને 2019માં 32 વર્ષ થયા છતાં ‘નો સોર્સ’ ગામડાઓની સંખ્યામાં કોઈ નોધપાત્ર ઘટાડો થયો નથી.
લોકોની યાતના અને ખર્ચ ઘટાડો થયો નથી. ટેન્કરોની સંખ્યા ઘટતી નથી, ભૂગર્ભ જળ ઊંચા આવતા નથી, માલધારીઓનું સ્થળાંતર રોકાયું નથી, માથે બેડા મૂકી પાણી ભરતી બહેનનો કતારો ઘટતી નથી. લોકોને નિયમિત, પૂરતા અને ચોખ્ખા પાણી મળતા નથી. છેવાડાના વિસ્તારના લોકો તો હજી દર ઉનાળે તરસ્યા જ રહે છે. માલ-ઢોરના પીવાના પાણીની તો વાત જ કરવા જેવી નથી. પાણી આવવા છતાં લોકોના આરોગ્યમાં સુધારો થવાને આરોગ્ય બગડી રહ્યું છે. ફ્લોરાઈડ યુક્ત પાણી, સ્વાઈન ફ્લ્યુ અને પાણી જન્ય રોગ ઘટ્યા નથી.
1983માં ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડે જાહેરાત કરી કે નર્મદાનું 0.86 મિલિયન એકર ફીટ પાણી 131 શહેરો, 4719 ગામોની 3.20 કરોડ જનતાને પાણી અપાશે. જેમાં પાણી પુરવઠા બોર્ડે 20 મોટા અને 180 માધ્યમ સિંચાઈ માટે બાંધેલા બંધના પાણી પીવા માટે વાપરવાની શરૂઆત કરી હતી. મોટા શહેર અને નગરપાલિકા નજીકના ડેમમાંથી પાણી ખેંચવા લાગ્યા હતા. જે પાણી ખરેખર તો ખેડૂતો માટે હતું. આજે તે પાણી ખેડૂતોને આપવામાં આવતું નથી. પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ પોતાની કામગીરીમાં સદંતર નિષ્ફળ રહ્યું છે.
ગુજરાત સરકારે 8215 ગામો અને 135 શહેરોને પીવાનું પાણી નર્મદા યોજનાથી પાઈપ લાઈન દ્વારા આપવાની જાહેરાત કરી તે માટે પાઈપ લાઈનો નાંખી જેનું ખર્ચ નર્મદા યોજના જેટલું જ થઈ ચૂક્યું છે. 1995માં ભાજપની સરકારો આવી અને ગુજરાત સરકારે પીવાના પાણીને આધાર બનાવીને નર્મદા બંધ બનાવવા માટે ઈમોશનલ બ્લેકમેઈલીંગ કરવાનું શરૂ કર્યું હતું. વિશ્વ બેંક, કેન્દ્ર સરકાર, સર્વોચ્ચ અદાલત, મહારષ્ટ્ર અને મધ્યપ્રદેશ, અસરગ્રસ્તો તેમજ આંદોલનકારીઓ- બધાને દુકાળ અને અછતગ્રસ્ત વિસ્તારના લોકવિરોધી ચિતરવામાં આવ્યા હતા. છેલ્લે કોંગ્રેસ સરકારને પણ ભાજપે નર્મદા વિરોધી ચિતરવામાં કંઈ બાકી ન રાખ્યું. 1997માં રૂ.4700 કરોડના ખર્ચે 135 શહેરો, 8225 ગામની 3.5 કરોડ પ્રજાને પીવાના પાણી આપવાની પાઈપલાઈન યોજના બનાવી હતી. જેમાં રોજનું 2921 મીલીયન લીટર પાણી આપવાની વાત કરવામાં આવી હતી. જેમાં સૌરાષ્ટ્રના 90 શહેર, 4877 ગામ હતા. કચ્છના 10 શહેર અને 948 ગામ હતા. અમદાવાદ જીલ્લાના 12 શહેર અને 377 ગામો હતા. મહેસાણાના 13 શહેર અને 542 ગામ, બનાસકાંઠાના 3 શહેર 490 ગામ, સાબરકાંઠાના 4 શહેર, 568 ગામ, પંચમહાલના 3 શહેર, 413 ગામનો સામાવેશ કરાયો હતો.
પાણી માટે કેવી યોજના બની
સૌરાષ્ટ્ર અને કચ્છને – લખતર, માળિયા અને વલ્લભીપુર શાખામાંથી પાઈપ લાઈનથી પાણી.
રૂ.1600 કરોડ ઉત્તર અને મધ્ય ગુજરાત – ટ્રંક, મેઈન, પમ્પીંગ સ્ટેશન
રૂ.3100 કરોડ કચ્છ –સૌરાષ્ટ્ર – ટ્રંક, મેઈન, સબ મેઈન, પમ્પીંગ સ્ટેશન
રૂ.100 કરોડ ટ્રંક, સબ ટ્રંક, મેઈનમાં થી વિતરણ નેટવર્ક = કુલ રૂ.4700 કરોડ
2001થી નર્મદાનું પાણી આવ્યું
8 માર્ચ 2001થી નર્મદા બંધનું પાણી નહેર મારફતે 900 કયુસેક પાણી ગુજરાતને આપવાની શરૂઆત થઈ હતી. 13 માર્ચ 2001માં વડોદરા પહોંચ્યું હતું. 18 માર્ચે ભાવનગર પહોંચ્યું હતું.
પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડે જાહેર કર્યું કે ભાવનગરને 10 કરોડ અને અમરેલીને 7 કરોડ લીટર પાણી આપવામાં આવી રહ્યું છે.
એપ્રિલ 2005થી સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જીલ્લાના ઢાંકી ગામે પમ્પીંગ સ્ટેશન બનાવવાનું શરૂ થયું હતું. પમ્પીંગ સ્ટેશનને દુનિયાનું સૌથી મોટું પમ્પીંગ સ્ટેશન ગણાવાય છે. પંપની ડીઝાઇન કિર્લોસ્કર કંપનીએ બનાવી છે. જ્યાંથી 2007થી સૌરાષ્ટ્રના 4,877 ગામો, 2.4 કરોડ લોકો, 7 જિલ્લા, 90 શહેરોને પાણી આપવામાં આવી રહ્યું છે.
2007માં સિંચાઈ અને પીવાના પાણી માટે સૌરાષ્ટ્ર શાખા નહેરની માળિયા, વલ્લભીપુર, ધ્રાંગધ્રા, લીમડી, બોટાદ અને મોરબી એમ 6 નહેર શાખોમાં પાણી વહેતું કરાયું છે.
માર્ચ 1915માં 7,910 ગામ અને 153 શહેરોના 2.50 કરોડ લોકોને નર્મદાના પીવાના પાણી આપવામાં આવી રહ્યાં છે.
48,000 કી.મી. લાંબી નહેરોમાંથી 50 ટકા કામો પૂરા થયા છે.
સેટેલાઈટ ઈમેજમાં દેખાય છે કે 6 લાખ હેક્ટરમાં નર્મદાના પાણી અપાય છે.
રૂ.14 હજાર કરોડના ખર્ચે 64 તાલુકાની 5 લાખ હેક્ટર જમીનોને 12,500 કી.મી. લાંબી ભૂગર્ભ પાઈપ લાઈનોથી પાણી આપવામાં આવશે એવી જાહેર કરી પણ તમામ કામ થયું નથી.
અત્યાર સુધી 1100 એમ એલ ડી પાણી છોડાતું હતું. અછતમાં બીજું 900 એમ એલ ડી પાણી છોડાય છે.
2670 કી.મી.લાંબી બાલ્ક વોટર પાઈપ લાઈન નાખવામાં આવી છે.
રાજ્યની 75% જે 4.4 કરોડ લોકોને પીવાનું પાણી આપે છે.
1,20,796 કી.મી. પાણી પાઈપ લાઈન નેટવર્ક દ્વારા 11,951 ગામ,196 નગરને પાણી આપવામાં આવે છે. તેમ ભરતસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું.
2016 કરતા 2017માં વધુ પાણી છતાં તંગી
સરકારે વધું એક વખત જુંઠ્ઠું બોલ્યું હતું કે 2016 કરતાં 2017માં ઓછુ પાણી નર્મદા ડેમમાં આવ્યું છે. પણ પછી તે ખરેખર એવું બહાર આવ્યું કે 2016માં 52,181 મિલિયન ક્યુબિક મીટર પાણી આવ્યું હતું અને 2017માં 63,172 મિલિયન ક્યુબિક મીટર પાણીનો જથ્થો સંગ્રહ થયો હતો.
નર્મદા ડેમમાં ગેટ બંધ કરવાના કારણે 121.92 મીટર ઉંચાઇથી વધુ 9 મીટર પાણીનો જથ્થો એકઠો થયો હતો. તે પાણી ક્યાં ગયું તેનો જવાબ નથી. સરકારે ચૂંટણી પહેલા સૌની યોજના અને રિવર ફ્રન્ટ વિગેરેમાં આડેધડ પાણી આપી દીધું હતું. નિગમે હજુ તે હિસાબ જાહેર કર્યો નથી.
નર્મદા ડેમમાં 2016 કરતા 2017માં પાણીનો વધુ જથ્થો સંગ્રહ થયો હતો તો આખરે પાણી ક્યાં ગયું?
છેલ્લા 17 વર્ષમાં નદીના સ્ત્રાવ વિસ્તારમાં વરસાદ ઘણો ઓછો થતા પાણીની સૌથી ઓછી આવક રહી છે. જેને પરિણામે ગુજરાતને મળતા વાર્ષિક 9 મિલિયન એકર ફૂટ પાણીનાં બદલે 45 ટકા ઓછું એટલે કે 4.71 મિલિયન એકર ફૂટ પાણી ફાળવાયું છે. જંગલોમાંથી ઝરણાઓ દ્વારા તથા ભૂગર્ભ પ્રવાહથી 10 ટકા પાણી મળવાનું અંદાજાયું હતું. પણ તેમાં પણ ઘટાડો થયો છે.
નર્મદાની પરિક્રમા
દુનિયામાં માત્ર એક જ નદી એવી પવિત્ર છે જેની પરિક્રમા થાય છે. પુરાણોમાં દર્શાવેલી વાતો પ્રમાણે નર્મદાએ ભગવાન શિવની પુત્રી છે. 21 દિવસની પંચકોશી પરિક્રમાનો પ્રારંભ ચૈત્રી નવરાત્રીથી થાય છે. ગરુડેશ્વર ગામેથી પ્રારંભ થયો છે. આજે નર્મદા સુખી ભટ્ટ બનતા પરિક્રમા વાસીઓની લાગણી દુભાઈ રહી છે. રોજ 12 કિલોમીટર ચાલી 300 કિલોમીટર ફરી ગરુડેશ્વર મા જ પૂર્ણ કરવામાં આવે છે. ગંગામાં સ્નાન કરવાથી, યમુનાનું આચમન કરવાથી જેટલું પુણ્ય મળે એટલું પુણ્ય નર્મદા નદીના દર્શનથી મળે છે. સ્કંદપુરાણમાં જણાવ્યા અનુસાર, નર્મદા નદીની પરિક્રમા સૌ પ્રથમ માર્કેન્ડીય નામ ઋષિમુનીએ કરી હતી અને નર્મદા નદીની પરિક્રમા કરવાથી 21 જન્મોનો મોક્ષ મળે છે. તેમજ જીવનની કોઈ પણ તકલીફ હોય તે દુર થઇ જાય છે. 3750 કી.મીની આખી નર્મદા પરિક્રમા પૂર્ણ કર્યાનું પુણ્ય મળે છે.