જૂની વાતો નવી બનાવી અંદાજપત્રમાં રજૂ કરવામાં આવી

ગુજરાતના અંદાજપત્રમાં જે જોગવાઈઓ કરી છે તે રાજ્ય સરકારે અગાઉ કાર્યક્રમોમાં જાહેર કરી છે. આમ જૂની વાતો નવી બનાવીને પીરસવામાં આવી છે. લોકસભાની ચૂંટણીને લઈને ગૃહમાં લેખાનુદાન બજેટ રજૂ કરાયું હતું. 2019-20ના રૂ.12241.40 કરોડનું પુરાંત બજેટ રજુ કર્યું હતું. મહેસૂલી આવક 154884.70 કરોડ, મહેસૂલી ખર્ચ 145022.40 કરોડ મહેસૂલી હિસાબ પર પુરાંત 9862.30 કરોડ છે.

મહિલીઓની યોજના
વિધવા બહેનોને વર્ષે દોઢ લાખ રૂપિયા પેન્શન ચૂકવવામાં આવે છે, પણ શરત પ્રમાણે એ વિધવા બહેનનો દીકરો 18 વર્ષનો થાય તો પેન્શન બંધ થઈ જાય છે. સરકારે આ પેન્શન આજીવન ચાલુ રાખવાનો અને પેન્શનમાં રૂ.250નો વધારીને રૂ.1250 મહિને આપવામાં આવશે. 2.25 લાખ વિધવાઓને લાભ મળશે. રાજય સરકારને વાર્ષિક 349 કરોડનો બોજો પડશે. આંગણવાડીની બહેનોના પગારમાં 900નો વધારો, હવે 6300ની જગ્યાએ 7200 આપવામાં આવશે. તેડાગર બહેનોના પગાર વધારશે, 3200 પગારમાં હવે 450 વધારો કરી 3650 આપવામાં આવશે. રાજયની ૫૩,૦૦૦થી વધુ આંગણવાડીઓમાં સેવા આપતી આંગણવાડી કાર્યકર બહેનોને માસિક વેતન રૂ. ૭૨૦૦ આપવામાં આવશે. તેમજ તેડાગર બહેનોને અત્યારે માસિક વેતન રૂ. ૩૨૦૦ આપવામાં આવે છે, તેમાં રૂ. ૪૫૦નો વધારો કરી માસિક રૂ. ૩૬૫૦ આપવામાં આવશે.

અમે સર્વગ્રાહી વિકાસ માટે કટિબદ્ધ છીએ.

-દરિયાકાંઠાના વિસ્તારોને પાણી માટે આઠ ડિસેલિનેશન પ્લાન્ટ શરૂ કરવામાં આવશે.
-ગટરના પાણીને રિસાઇકલ કરી પાણીનો ઉપયોગ ખેતી, સફાઈ જેવાં કામ માટે કરવામાં આવશે.
-ધોલેરામાં 5000 મેગાવૉટનો વિશ્વનો સૌથી મોટો સોલર પ્લાન્ટ સ્થાપવામાં આવશે, સિક્સ લેન હાઇવે માટે કામ શરૂ કરવામાં આવેલ છે.
– 10 હજાર વધુ માછીમારોને 12 રૂપિયાની ડીઝલ સબસિડી આપવામાં આવતી હતી પણ હવે સરકારે માછીમારોને બોટના ડીઝલ માટે 15 રૂપિયાની સબસિડી આપવામાં આવશે.
-પાકિસ્તાનની જેલમાં હોય તે માછીમારોના પરિવારોને સહાય રૂ.150ની બદલે રૂ.300ની સહાય આપાશે.

નર્મદા યોજના

નર્મદા બંધની ઊંચાઈ પૂરી થઈ ગઈ છે. યોજનાનું  84 ટકા કામ પૂરું થયું છે. 2001-2018 સુધીમાં નર્મદા યોજના માટે રૂપિયા રૂ.51,786 કરોડનો ખર્ચ કર્યા છે. 9083 ગામડાં અને 166 શહેરોમાં પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.

-ગુજરાતમાં અત્યારસુધીમાં વાત્સલ્ય યોજના હેઠળ ત્રણ લાખની આવક મર્યાદા હતી, પણ હવે તે વધારીને ચાર લાખ કરવામાં આવશે. 15 લાખ વધુ પરિવારોને તેનો લાભ મળશે.
– એશિયાની સૌથી મોટી અમદાવાદની સિવિલ હૉસ્પિટલ – મેડિસિટી કેમ્પસ, 1200 બેડની નવી હૉસ્પિટલ, કૅન્સર, આંખ અને ડેન્ટલ હૉસ્પિટલનું કામ પુરૂં થયું છે, તેનું લોકાર્પણ 4 માર્ચે વડા પ્રધાન કરશે.

-આઈટીઆઈમાં વિદ્યાર્થીઓને મફત ટેબલેટ આપાશે.

શાળા અને રમતગમત

ગયા વર્ષે 35 લાખ વિદ્યાર્થીઓ ખેલ મહાકુંભમાં ભાગ લીધો હતો. શાલા છોડી જવાનું પ્રમાણ 1.42 ટકા થયું છે.

ગુજરાતનો વાર્ષિક વૃદ્ધિ દર 9.9 ટકા રહ્યો છે.  ગુજરાત 16.8 ટકાનો હિસ્સા ધરાવી મોખરે છે. વર્ષ 2017-18માં ઘરગથ્થું ઉત્પાદન 13 લાખ 15 હજાર કરોડ રહ્યું હતું.

નાણામંત્રીનું ભાષણ

-ધોલેરા અમદાવાદને જોડવા 6 લેન બનાવવામાં આવશે
-દેશના જીડીપીમાં ગુજરાતનો હિસ્સો 7.8 ટકા છે.

-દેશની માથાદીઠ આવકમાં ગુજરાતની આવક 54 ટકા વધી, ચોખ્ખી માથાદીઠ આવક ચાલુ ભાવે રૂ. ૧,૭૪,૬૫૨ જે ૧૨.૬ ટકા વધુ
-નિકાસમાં ગુજરાત દેશભરમાં પ્રથમ કુલ ઔદ્યોગિક ઉત્પાદનમા ૧૬.૮ ટકા હિસ્સો

-મા વાત્સલ્ય માટે આવક મર્યાદા 3 લાખથી વધારીને 4 લાખ કરાઈ
-સુરક્ષા કવચ 3 લાખથી વધારીને 5 લાખ કરાયું. વધુ 15 લાખ પરિવારોને આના લીધે મળશે લાભ
-7. 19 પશુ ધન વસ્તી ગણતરીમાં ગુજરાત 15.36 %નો વધારા સાથે પ્રથમ ક્રમે
-સ્કીમડ મિલ્ક પાવડરની નિકાસના 300 કરોડની સહાય

મોટા શહેરોમાં 74 પુલ
મહાનગરપાલિકાઓમાં 54 અને નગરપાલિકામાં 21 મળી 74 ફલાયઓવર બનશે. અમદાવાદમાં 20, સુરતમાં 10, વડોદરામાં 8, રાજકોટમાં 8, જામનગરમાં 3, ભાવનગરમાં 3, જૂનાગઢમાં ફ્લાયઓવર બનશે. દાહોદ, ગોધરા, ભુજ, મહેસાણા, પાટણ, ડીસા, આણંદ, પાલનપુર, બોટાદ, સુરેન્દ્રનગર, પોરબંદર, નડિયાદ, નવસારી, વલસાડ, ભરૂચ, અંકલેશ્વર, વાપી, હિંમતનગર, અમરેલી, મોરબી અને વેરાવળમાં પણ ફ્લાય ઓવર બનશે. ગુજરાતમાં દરેક શહેરી વિસ્તારમાં વર્ષે એક લાખથી વધુ બોગીઓ પાસ થતા હોય તેવા ૩૭ રેલવે ફાટકો છે. આ તમામ ફાટકો ઉપર ઓવરબ્રિજ બાંધવામાં આવશે. તેમાંથી જે જગ્યાએ અન્ડરબ્રિજ કે સબ વે બનાવવા પાત્ર હશે ત્યાં અન્ડરબ્રિજ બનાવવામાં આવશે. ૨૦૧૯-૨૦ના વર્ષમાં આ તમામ ફ્લાય ઓવરના કામકાજ ચાલુ થઈ જશે.

આ ફ્લાય ઓવર બનાવવા માટે વર્ષે રૂા. ૨૫૦ કરોડનો ખર્ચ કરવામાં આવશે. ત્રણ વર્ષમાં આ તમામ ફ્લાય ઓવર બાંધવાની કામગીરી પૂરી કરવામાં આવશે. તેને માટે કુલ રૂા. ૭૫૦ કરોડનો ખર્ચ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

-વ્યાજબી ભાવની દુકાનના વેપારીઓ ને કવીંટલ દીઠ અપાતું કમિશન 102 રૃપિયાથી વધારી 125 કરાયું, 1 માર્ચથી અમલ , વાર્ષિક કમિશન 242 કરોડમાં 55 કરોડનો વધારો થશે
-2022 શહેરી વિસ્તારોમાં 7.64 લાખ પરિવારોને આવસ પુરા પડાશે
-​અમદાવાદ મેટ્રોનો સંપૂર્ણ ફેજ 1 ડિસેમ્બર 2020 સુધીમાં પૂર્ણ કરાશે
-અમદાવાદથી શંખેશ્વર સુધી 20 કરોડના ખર્ચે 103 કિલોમીટર લાંબી પગદંડી બનાવાશે. મહારાજ સાહેબ અને મહાસતીજીના વિહાર માટે બનાવશે.
-સૌની યોજનામાં 11,216 કરોડનો ખર્ચ કરાયો
-જામનગર, ભાવનગર, રાજકોટમાં 35 જળાશયો અને 100થી વધુ ચેકડેમનું આયોજન કરાયું
-700 ઇલેક્ટ્રિક બસો મહાનગરો અને નગરપાલિકાને અપાશે
-ટીપી સ્કીમ વિસ્તારોમાં માળખાકીય સુવિધા માટે 500 કરોડની ફાળવણી
-દેશની કુલ નિકાસ વર્ષ 2015-16માં 19 ટકા હતો જે 2017-18માં વધીને 22 ટકા થયો છે તથા ગુજરાત દેશની જીડીપીમાં 7.8 ટકાનો હિસ્સો ધરાવે છે
-ગુજરાતમાં “મા” અને “મા વાત્સલ્ય” યોજના દ્વારા ૬૮ લાખથી વધુ કુટુંબોને ૩ લાખ રૂપિયા સુધીનું આરોગ્ય રક્ષણ પૂરું પાડીએ છીએ.
-2001-02 ની M.B.B.S.ની 1275 બેઠકોની સામે 2875 બેઠકોનો વધારો કરી કુલ 4150 બેઠકો, તેમજ તબીબી અનુસ્નાતક અભ્યાસક્રમની વર્ષ 2004-05 ની 830 બેઠકોમાં 1105 બેઠકોનો વધારો કરી કુલ 1935 બેઠકો અમારી સરકારે કરી છે.
-સર્વશિક્ષા અભિયાન દ્વારા છેલ્લા દાયકા દરમિયાન 79,000 થી વધુ વર્ગખંડ અને 32,800 જેટલી શાળાઓમાં પાણી અને સેનિટેશનની સેવા ઉપલબ્ધ કરવામાં આવી છે.
-નમો-ટેબલેટ યોજના અંતર્ગત ૬ લાખ વિદ્યાર્થીઓને છેલ્લા બે વર્ષમાં ૩૮૬ કરોડના ખર્ચે ટેબલેટ આપવામાં આવેલ છે તથા ૮૨,૦૦૦ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે રહેવા, જમવા અને ભણવાની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.
-સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તક આઠ નિગમો માટે રૂ. ૧૫૦ કરોડની ફાળવણી કરવામાં આવે છે.

ખેડૂતો માટે શું

-27 લાખથી વધુ ખેડૂતોને 353 લાખ હેક્ટર ખેતી જમીનને પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે.
-વલસાડ જિલ્લામાં નવું મત્સ્ય વિતરણ કેન્દ્ર બનશે.
-ગત વર્ષની જેમ ચાલુ વર્ષે પણ સુજસામ સુફલામ જળ સંચય અભિયાન હાથ ધરવામાં આવશે
​-ઉત્તર ગુજરાતમાં ડીપ ઇરિગેશન માટે રૂ.835 કરોડનો ખર્ચ થયો છે.
-પંચમહાલ જિલ્લામાં ઑર્ગેનિક યૂનિવર્સિટી સ્થપાવામાં આવશે.
-ઝીંગા ઉછેર વધારવા 5000 હેક્ટર ખારાશ વાળી જમીન અપાશે.

-ગુજરાતમાં 9231 પેટા આરોગ્ય કેન્દ્રો, 1499 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, 363 સામૂહિક આરોગ્ય કેન્દ્રોના વિશાળ માળખા દ્વારા રૂ.3.82 કરોડ દર્દીઓને ઓપીડી સારવાર તેમજ 43.3 લાખ દર્દીઓને અંદરના દર્દીઓ તરીકે સેવા પુરી પાડવામાં આવી છે.