અગાઉ 3 હજાર કિલો અને ફરી 115 કિલો ડ્રગ્સ પકડાયું A History of Drug Seizures Worth ₹30,000 Crore, GUJARAT: Mundra in Kutch is India’s Gateway for Drugs, गुजरात – कच्छ का मुंदरा भारत में ड्रग्स का गेटवे
30 હજાર કરોડનું ડ્રગ્સ પકડાયાનો ઇતિહાસ
દિલીપ પટેલ
અમદાવાદ, 28 મે 2026
માદક પદાર્થો ઘુસાડવા માટે ગોલ્ડન ગેટ-વે બની ચૂકેલા કચ્છના દરિયાકાંઠે કચ્છના મુંદરામાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓના રેકેટ 26 મે 2026ના રોજ પકડાયું હતું. બ્રાઝિલથી ભારતમાં લાવવામાં આવેલો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. નશાના સોદાગરોએ રૂ. 1180 કરોડનું 115 કિલો કોકેઈન લાવીને દિલ્હી જવાનું હતું. જહાજ પર બેગમાં છુપાવીને રાખવામાં આવ્યું હતું.
સેટેલાઇટ ફોન પણ મળી આવ્યા હતા. નાઈજીરિયાના રહેવાસી 3 આરોપી પકડાયા અને એક આરોપી દરિયામાં કૂદી ભાગી ગયો હતો. જુમા નાસીર ઓમાર નામના શખ્સને બોટમાંથી અને દિલ્હીથી બે વ્યક્તિઓ—કેલ્વિન ચુકવામા અને બ્યારુહંગા જેમ્સ—ની ધરપકડ કરવામાં આવી હતી. જે ડ્રગ્સની ડિલિવરી લેવા આવવાના હતા. ડ્રગ્સ બ્રાઝિલથી લાવવામાં આવ્યું હતું અને મોટા જહાજમાંથી નાની બોટમાં ટ્રાન્સફર કરવાની યોજના હતી.
અદાણીના મુંદરા બંદરેથી મોટો જથ્થો ઉતરી રહ્યો હોવાની અનેક ઘટનાઓ બહાર આવી હતી.
એક વર્ષમાં 7303 કરોડ
2024માં, ગુજરાતમાં 7303 કરોડ રૂપિયાના નાર્કોટિક અને સાયકોટ્રોપિક ડ્રગ્સ જપ્ત કર્યા હતા. હેરોઈન અથવા કોકેઈનના કોઈપણ શિપમેન્ટ ગુજરાત માટે ન હોવાનું વારંવાર કહેવામાં આવે છે. ગુજરાતમાં હેરોઈન અથવા કોકેઈન જેવા હાઇ-પ્રોફાઇલ ડ્રગ્સના ઉપયોગ વધી રહ્યો છે. ગુજરાતનો વ્યાપક દરિયાકિનારો અને મોટા બંદરો તેને દાણચોરો માટે એક આકર્ષક ટ્રાન્ઝિટ હબ બનાવે છે.
બે વર્ષમાં
ફેબ્રુઆરી 2026 સુધીના 2 વર્ષ દરમિયાન સમગ્ર રાજ્યમાં કુલ 3727 કરોડ રૂપિયાની કિંમતનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું. જેમાં 1647 ગુના હતા. 41000 કિલો નશીલા પદાર્થોનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો.
જામનગર અને કચ્છમાં 135 ગુનાઓ નોંધીને 306 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
એક વર્ષ પહેલાં ગુજરાતના દરિયામાંથી 1800 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું. બોટચાલકો ડ્રગ્સને દરિયામાં ફેંકી ભાગી ગયા હતા.
ડ્રગ્સનું બંદર
ગુજરાતના મુંદરા બંદર ડ્રગ્સ માટે 2021થી દેશવ્યાપી ચર્ચાનો વિષય રહ્યા છે. કેન્દ્ર સરકારના જવાબ મુજબ મુંદરા ખાતે 4 મોટા ઓપરેશનમાં 3,114 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું.
સપ્ટેમ્બર 2021 – 2988 કિગ્રા રૂ. 21,000 કરોડનું હેરોઇન પકડાયું હતું. ભારતના સૌથી મોટા ડ્રગ્સ કેસોમાંનો એક હતો. જે ત્રાસવાદીઓના ફંડ તરીકે આવતું હતું. અફઘાનિસ્તાનથી ઇરાન મારફતે તાલ્ક સ્ટોન કન્સાઇનમેન્ટમાં છુપાવી લાવવામાં આવ્યું.
ફેબ્રુઆરી 2026 – રૂ. 182 કરોડનું Captagon – જિહાદી ડ્રગ 200 કિગ્રા પકડાયું હતું.
એપ્રિલ 2026 – મેથામ્ફેટામીન રૂ. 6.3 કરોડનું 6.32 કિગ્રા ઝડપાયું હતું.
મે 2026 – રૂ. 1150 કરોડનું 115 કિગ્રા કોકેઈન દરિયાઈ ઓપરેશનમાં પકડાયું હતું.
2025–26 – માનસિક રોગની ગોળીઓ (Alprazolam, Tramadol વગેરે) 18.47 લાખ ટેબ્લેટ અને 528 કિગ્રા રૂ. 9 કરોડનું UK મોકલાતા કન્ટેનરથી જપ્તી કરાયું હતું.
2025માં ગુજરાતમાં ડ્રગ્સના મોટા ગુના
સીનેથેટિક ડ્રગ્સ રૂ. 2240 કરોડનું 20,823 કિલો પકડાયું હતું. NDPS કેસો 1,090 નોંધાયા હતા.
1,537 લોકોની ધરપકડ થઈ હતી.
દરિયામાંથી 300+ કિલો નેપ્થેટમાઈન પ્રકારના નાર્કોટિક રૂ. 1,800 કરોડ કિંમતનું ડ્રગ્સ પકડ્યું.
અમદાવાદના ધોળકામાં રૂ. 50 કરોડનું 500 કિલો ટ્રામાડોલ જપ્ત થયું હતું.
ભરૂચના દહેજથી પ્રવાહી ટ્રામાડોલ APIનું રૂ. 31 કરોડનો જથ્થો પકડાયો હતો.
આણંદના ખંભાતમાં Alprazolam illegal factory કેસમાં રૂ. 107 કરોડનું psychotropic નેટવર્ક બહાર આવ્યું હતું.
ગુજરાતમાં નશો કરવા વપરાતા મુખ્ય ડ્રગ્સ પકડાયા તેમાં ટ્રામાડોલ, મેથામ્ફેટામાઇન, મેફેડ્રોન (MD), કોડીન સીરપ, આલ્પ્રાઝોલમ, હેરોઈન, હાશીશ તથા ગાંજો હતા.
જાન્યુઆરી 2025 સુધીના કેન્દ્ર સરકારના જવાબ મુજબ કોડીન 1,613 કિલો, પોપ્પી – ખસખસનો ભૂકો 2,145 કિલો, ટેબલેટ 108 કિલો, CBCS બોટલ 1,400 નંગ પકડાઈ હતી.
મુંદરા
આ અગાઉ પણ કચ્છના મુન્દ્રા વિસ્તારમાંથી 200 કરોડ રૂપિયાની કિંમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો.
વાપી
26 મે 2026ના રોજ વલસાડના વાપી નજીક કુંતા ગામમાં AK સ્ટીલ સપ્લાયર્સ ભંગારના ગોડાઉનમાંથી 2.377 કિલોગ્રામ રૂ. 71 લાખથી વધુ કિંમતનું મેફેડ્રોન (MD ડ્રગ્સ) જપ્ત કરવામાં આવ્યું હતું.
ડ્રગ્સ બનાવવાની અને પ્રોસેસ કરવાની સામગ્રી મળી આવી હતી. પ્રવાહી સ્વરૂપમાં રહેલા મેફેડ્રોનને સુકવવાની પ્રક્રિયા ચાલી રહી હતી. ડ્રગ્સ બનાવવામાં ઉપયોગી કેમિકલ, અન્ય સાધનો, પાંચ મોબાઈલ ફોન, ત્રણ વજન કાંટા કબજે લેવામાં આવ્યા હતા.
બે આરોપી મેહુલ મકવાણા અને અબ્દુલ કલામ ખાનને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાંથી એક દમણનો જ્યારે બીજો વાપીનો હતો.
2024
2024માં, ગુજરાતે 7303 કરોડ રૂપિયાના નાર્કોટિક અને સાયકોટ્રોપિક ડ્રગ્સ જપ્ત કર્યા. ડ્રગના ઉપયોગનો પડછાયો ગુજરાતની સરહદોથી થઈ રહ્યો છે.
ગુજરાતમાં મેફેડ્રોનનું સ્થાનિક વેચાણ વધ્યું છે. ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ એમ ત્રણ રાજ્યોમાં ત્રણ મોટા ગુનાઓમાં 1882 કિલો મેફેડ્રોન જપ્ત કરવામાં આવ્યું હતું.
ગુજરાત પોલીસના ડેટા અનુસાર, કુલ 24,000 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા હતા. 848 લોકો સામે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ 582 કેસ નોંધાયા હતા.

ગુજરાતી
English




