ઝેરી ઘાસ ખરીદીને પશુઓના મોત કરે એવું રૂપાણી સરકારનું ઘાસચારા કૌભાંડ

ભાજપની વિજય રૂપાણી સરકાર મગફળી કૌભાંડ, તુવેર કૌભાંડ થયું છે. હવે ઘાસચારા કૌભાંડ બહાર આવ્યું છે.  રૂ.100 કરોડનું ઘાસ અને ડાંગર પરાળ ખરીદવાનો નિર્ણય કર્યો હતો. પશુ જે ઘાય ખાય તો સીલીકા ટોકસસીટીની માત્રા વધારે હોય મોતને ભેટે છે, તેવા પ્રકારનું ઘાસ ખરીદવાની શરૂઆત કરી દિધી હતી. જેમાં રૂ.50 કરોડ જેટલું કૌભાંડ તો છે પણ પશુને મારી નાંખતું કૌભાંડ પણ છે.

અગાઉ કોંગ્રેસ સમયમાં ઘાસ ખરીદી કૌભાંડ થયા હતા. પણ રાજકારણીઓ આટલી હદે નીચે ગયા ન હતા કે જે ઘાસ ખાવાથી પશુઓના મોત થાય છે તે ખરીદવામાં આવે. આટલી અધમતા અહીંસામાં માનતા જૈન લઘુમતી ધર્મના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની સરકારમાં થયું છે. જૈન ધર્મ હિંસામાં માનતો નથી. અહીં તો ગાયોની હત્યા કરવામાં આવી રહી છે.

ગત વર્ષો કચ્છમાં પંજાબ-હરિયાણા અને ચંદીગઢથી ખરીદવામાં આવેલા આ જ સીલીકા ટોક્સસીટીવાળા ઘાસને કારણે મોટી સંખ્યામાં દુઘાળા જાનવર મરી ગયા હતા. ગત વર્ષે રાજય સરકાર દ્વારા ખરીદવામાં આવેલા ઘાસનું વિતરણ કર્યા બાદ કચ્છમાં મોટી સંખ્યામાં જાનવરોના આ ઘાસ ખાવાને કારણે મૃત્યુ થયા હતા.

ઘાસચારા કૌભાંડમાં ભાજપ સરકારના પ્રધાન વાસણ આહિરના અધ્યક્ષ પદે સમિતિ બની હતી. સિમિતિ દ્વારા પંજાબ અને હરિયાણાની મુલાકાત લઈ એક અહેવાલ તૈયાર કર્યો હતો. નિયામક પશુપાલનના અહેવાલ પ્રમાણે પંજાબ, હરિયાણામાં ઉપલ્બધ બાસમતી સિવાયના ડાંગર પરાળમાં રહેલા સીલીકા ટોકસસીટી લીધે તેનો ઉપયોગ પશુને ખવડાવવામાં હિતાવહ નથી. ખુદ સમિતિએ આ રીપોર્ટ બાદ આ પરાળ નહીં ખરીદવાનો નિર્ણય કર્યો હતો.

તેમ છતાં ફેબ્રુઆરી 2019માં બહાર પાડવામાં આવેલા ઘાસ, પરાળના ટેન્ડરમાં અગાઉ લેવામાં આવેલા નિર્ણયને બાજુ  મુકી સીલીકાટોકસીટીની માત્રા વધુ હોય તેવુ પરાળ ખરીદવામાં આવ્યુ છે. રાજકીય નેતાઓ અને અધિકારીઓની મીલીભગતથી ગુજરાતનું પશુધન ફરી જીવ ગુમાવે તેવી સ્થિતિ નિર્માણ થઈ છે.

એક અંદાજ પ્રમાણે ખુદ સરકારી સમિતિએ પ્રતિબંધિત કરેલુ પરાળ ખરીદીમાં રૂ.50 કરોડની ખાયકી થઈ હોવાનો અંદાજ છે.