ટોરેન્ટ વીજ કંપનીના છુપા ચાર્જ સામે આંદોલન

અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ શશીકાંત પટેલની આગેવાની હેઠળ ટોરેન્ટ પાવર કંપની દ્વારા ગ્રાહકોની લૂંટ ચલાવવામાં આવી રહી છે તે અંગે ધરણાં યોજવામાં આવ્યા હતા. ટોરેન્ટ કંપની દ્વારા છુપા ચાર્જીસ અને વીજ વધારો પરત ખંચવેની માંગણી કરવામાં આવી હતી. જે રેલી કાઢી દેખાવો કરાયા હતા. જેમાં કોંગ્રેસ શહેર પ્રમુખ ઘવાયા હતા. અગાઉ આમ આદમી પક્ષ દ્વારા આંદોલન કરાયું હતું. પણ પછી રહસ્યમય રીતે આગળ વધારવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું. આવું શહેર કોંગ્રેસ નહીં કરે એવી આશા દેખાવકારો દ્વારા વ્યક્ત કરીને નેતાઓને તાકીદ કરવામાં આવી હતી કે આંદોલન શરૂ કર્યું છે તો ટોરેન્ટના દબાણ આવતાં પાણીમાં ન બેસી જતાં, લોકોને ફાયદો મળે ત્યાં સુધી ચાલુ રાખવા પણ કાર્યકરો દ્વારા લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.

10 માંગણી સાથે કોંગ્રેસ દ્વારા ટોરેન્ટ પાવર સામે હલ્લાબોલ, સાઇન બોર્ડ તુટ્યા

કોંગ્રેસના ઉશ્કેરાયેલા કાર્યકરોને રોકવા જતાં શહેર કોંગ્રેસ પ્રમુખ શશિકાંત પટેલ ઘવાયા હતા અને તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી.

ગૌરવ પટેલ/ અમદાવાદ: અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિજળી સપ્લાય કરતી ટોરેન્ટ પાવર સામે હલ્લા બોલ કરી કંપનીની ઝોનલ ઓફીસને તાળા બંધી કરવામાં આવી. કોંગ્રેસનો આક્ષેપ છે કે કંપની દ્વારા શહેરીજનો પાસે ઉઘાડી લૂંટ કરવામાં આવે છે જે લાભ અમદાવાદ ઇલેક્ટ્રીસીટી કંપની (એઇસી)માં ગ્રાહકોને મળતા હતા તે લાભા આજે ટોરેન્ટ પાવરમાં મળતા નથી.

અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અમરાઇવાડી ખાતે ધરણા યોજવામાં આવ્યા હતા. ધરણા બાદ શહેર કોંગ્રેસ પ્રમુખ શશિકાંત પટેલની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકરો રેલી સ્વરૂપે ટોરેન્ટ પાવરની ઓફીસ ખાતે પહોચ્યા હતા. જ્યાં કાર્યકરોએ હલ્લાબોલ કરી સાઇન બોર્ડ તોડ્યા હતા. કોંગ્રેસના ઉશ્કેરાયેલા કાર્યકરોને રોકવા જતાં શહેર કોંગ્રેસ પ્રમુખ શશિકાંત પટેલ ઘવાયા હતા અને તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી. કોંગ્રેસના આગેવાનોએ વિજ સપ્લાય કરતી કંપનીના અધિકારીઓને આવેદન પત્ર આપી તેમની સાથે ચર્ચા કરી હતી. અમદવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ટોરોન્ટ પાવર સામે  10 થી વધુ માંગણીઓ કરવામાં આવી છે.

અમદવાદ શહેર કોંગ્રેસ દ્વારા ચાલુ બીલ સાઇકલથી આ માંગણીઓ અમલમાં મુકવાની અપીલ કરવામાં આવી છે સાથે જ ચેતવણી ઉચ્ચારવામાં આવી છે કે જો અમલવારી નહી થાય તો આંદોલનને વધુ જલદ બનાવવામાં આવશે.

શું છે લૂંટ

– ફીક્સ ચાર્જ રૂ.130 લેવામાં આવે છે. જે મુંબઈ અને પુના જેવા શહેરો કરતાં રૂ.50થી 80 વધું છે. અમદાવાદમાં પણ રૂ.50 ફીક્સ ચાર્જ લેવામાં આવે.
– સામાન્ય માણસને સમજાય તેવી ભાષામાં બિલ બનાવવું જોઈએ.
– જુના મીટરના સ્થાને નવા મીટર લગાવવામાં આવે છે તેનાથી ગ્રાહકને શું ફાયદો થવાનો છે. તે જાહેર કરવું.
– પ્રતિ યુનીટ ચાર્જમાં ઘટાડો કરો.
– બિલ બે માસના બદલે એક જ માસનું આપવું.
– અમદાવાદમાં 0થી 50ના ગુણાંકમાં યુનિયની ગણતરી થાય છે તેના બદલે અન્ય રાજ્યોની જેમ 0થી 100ના ગુણાંકમાં યુનિટ દાખલ કરવા.
– ટોરેન્ટનો વાર્ષિક અહેવાલ અખબારોમાં જાહેર કરવો. નફમાંથી જાહેર કામ માટે વાપરવો.
– બીપીએલ માટે વધારાની ગ્રાહક યોજના જાહેર કરવી.
– એક વખત જોડાણ કપાય તો બીજી વખત લેવાનું થાય ત્યારે નવી ડિપોઝીટ લેવી નહીં. ગ્રાહકની સર્વિસ બંધ કરવાની પ્રથા બંધ કરવી.
– મુદતની અંદર બિલ ભરે તો તેને અગાઉની જેમ 5 ટકા રીબેટ ફરીથી શરૂ કરો.
– ડીપોજીટ પર વ્યાજ જાહેર કરવું.