ટ્રેન વગરના સ્ટેશન પર 300 કરોડના ખર્ચે ફાઈવ સ્ટાર હોટેલ, મોદીની તઘલખી યોજના

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતે આકાર પામી રહેલા હોટેલ પ્રોજેક્ટની  બાંધકામ કામગીરીના નિરીક્ષણ માટે જાત મુલાકાત કરી હતી. ગાંધીનગર રેલ્વે એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ ગરુડ  પ્રોજેક્ટ 721 કરોડના ખર્ચ સાથે આકાર પામી રહ્યો છે. રેલ્વે સ્ટેશનમાં પ્લેટફોર્મ અને પરિસરની ઉપર 70 મીટર ઊંચાઈ સાથે 300 રૂમ ધરાવતો આ પ્રોજેક્ટ ભારતમાં પ્રથમ છે. વિશ્વ કક્ષાના પ્રોજેક્ટની કામગીરીનું નિરીક્ષણ મુખ્યમંત્રીશ્રીએ સતત એક કલાક સુધી કરીને બારીકાઈથી વિગતો મેળવી હતી તેમજ અધિકારીઓને જરૂરી સૂચનો પણ કર્યા હતા. ગરુડ પ્રોજેકટના  ખાન, રેલ્વેના ડીઆરએમ તેમજ ઉદ્યોગ કમિશનર મમતા વર્મા આ મુલાકાતમાં સાથે જોડાયા હતા અને પૂરક વિગતો આપી હતી. સપ્ટેમ્બર 2019 સુધીમાં તૈયાર થઈ જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ તઘલખી યોજના છે જ્યાં કોઈ 3 ટ્રેન આવતી નથી ત્યાં રૂ.300 કરોડની 5 સ્ટાર હોટેલ બનાવી છે. 

કોઇ મહત્વની અને મોટી ટ્રેનો માટે સ્ટોપેજ નહીં ધરાવતા ગાંધીનગરના રેલવે સ્ટેશન પર પીપીપી ધોરણે 300 રૂમની 5 સ્ટાર હોટલ રેલવે ટ્રેક તેમજ ફ્લોટિંગ કોલમ પર બનનારી દેશની પ્રથમ છે. હોટલ ગુજરાતની સૌથી મોટી હોટલ હશે. 77 મીટર ઉંચી હોટલ દેશની પ્રથમ હોટલ હશે. જે રેલવે ટ્રેક પર અને ફ્લોટિંગ કોલમ પર બનશે.  નિર્ધારિત કરાયો છે. 300 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.  600 લોકો એક સાથે બેસી શકે એવી વ્યવસ્થા હશે. દુકાનો હશે.

સ્ટેશન બનાવવામાં વિલંબ

રેલવે બોર્ડના ચેરમેન અશ્વની લોહાણીએ આજે ગાંધીનગર રેલવે સ્ટેશન પરિયોજનાનું નિરિક્ષણ કર્યું ત્રેયારે લવે સ્ટેશનનું પુનઃનિર્માણ ફેબ્રુઆરી ૨૦૧૯ સુધીમાં પૂર્ણ કરી દેવાનો આદેશ આપ્યો હતો. હજું તે કામ પૂરું થયું નથી.  પ્રોજેક્ટના સમયના પાંચ  મહિના વધું થયાં છતાં પૂરો થયો નથી. તેથી મુખ્ય પ્રધાનનો વિષય ન હોવા છતાં તેમને મોકલવામા આવ્યા હતા. હજું 6 મહિના જેવો સમય લાગે તેમ છે.

ટ્રેન વગરનું 300 કરોડનું રેલવે સ્ટેશન

ગુજરાતના પાટનગર ગાંધીનગરને રેલવે સ્ટેશન મળ્યું છે, પરંતુ જ્યારે તેને કોઇ ટ્રેનના સ્ટોપેજ મળ્યા નથી. ઘણાં સમય પહેલાં અમદાવાદ-ગાંધીનગર વચ્ચે એક મેમુ ટ્રેન શરૂ કરાઇ હતી, તેમાં પણ કોઇ કર્મચારીઓ પ્રવાસ કરતા નથી. છુટાછવાટા પેસેન્જરોના લીધે આ ટ્રેન દોડાવવી પણ રેલવેને પરવડે તેમ નથી. સૌથી નવાઇની વાત એ છે કે ગાંધીનગરને બ્રોડગેજ લાઇન મળી ચૂકી છે, પરંતુ તેને ઉત્તર ભારત કે મધ્ય ભારત જતી આવતી ટ્રેનોના રૂટમાં જોડવામાં આવ્યું નથી આને લીધે પાટનગરની નજીકના જ નગર કલોલ ખાતેથી ૩૮ ટ્રેનો અવરજવર કરે છે. પરંતુ માંડ વીસ કિમી જ દૂર આવેલા ગાંધીનગરને તેનો લાભ મળતો નથી. હાલ માત્ર અમદાવાદ-ગાંધીનગર, ઇન્દોર ગાંધીનગર, ગાંધીનગર દાહોદ ટ્રેનો દોડે છે. લાંબા અંતરની ટ્રેનમાં એક સરાઇ રોહીલાથી આવતો ગરીબ રથ થોભે છે. અહીંથા અત્યારે 100 રિઝર્વેશન અને આશરે 250 જનરલ ટિકિટનું વેચાણ થાય છે. સ્ટેશનમાં અમદાવાદ અને ગાંધીનગર, ઇન્દોરથી ગાંધીનગર, અમદાવાદથી હરિદ્વાર ગાંધીનગર સ્ટોપેજ સાથે આ ઉપરાંત ગાંધીનગર અને દાહોદ વચ્ચેની લોકલ ટ્રેન. જે સપ્તાહમાં ત્રણ દિવસ માટે હોય છે.

વધુમાં તેમણે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1, 2 અને 3 પર વોશેબલ એપ્રોન બનાવાશે. 1000 કાર, 200 ટૂ વ્હીલર્સ,  100 ઓટો રિક્ષા એક સાથે પાર્ક કરી શકાશે. આ સમગ્ર પ્રોજેક્ટ માટે ઇન્ડિયન રેલવે સ્ટેશન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (આઇઆરએસડીસી)ને કેન્દ્રે મંજૂરી આપી હતી. હાલની ડિઝાઇન પ્રમાણે તેનો આકાર બિલિપત્ર જેવો રહેશે.

રેલવે સ્ટેશન અને હોટલ આશરે 6500 ચોરસ મિટરમાં જગ્યા આવરી લેશેઓપન બાલ્કની અને સ્વિમિંગ પૂલ અને ગાર્ડન ધરાવતી હશે. અન્ય હોટેલ થ્રી સ્ટાર હશે જે ૪૦૦ રૂમ્સની બનશે. ૬,૮ અને ૧૦ માળના ત્રણ અલગ અલગ ટાવર બનશે. એન્ટ્રી પણ આધુનિક એરપોર્ટ લોંજ જેવી હશે. મહાત્મા મંદિર સાથે લીંક કરી દેવાશે. રેલવે પ્રવાસીઓ માટે અલગથી એન્ટ્રી રહેશે.