આ ડાંગના રાજા છે: એક ખેતી કરે છે તો બીજા જીપના ફેરા મારે છે!
Divyabhaskar.com | Updated – Nov 19, 2016, 11:10 PM
અંગ્રેજો સામે અડીખમ રહેલા રાજવીઓ દેશના નેતાઓ સામે ‘હારી’ રહ્યા છે
Two King of Dang district Gujarat, Royal man doing farming
+3બીજી સ્લાઈડ્સ જુઓ
વાસુર્ણા સ્ટેટના રાજવી ધનરાજસિંહ સૂર્યવંશી ખેતી કરે
સાપુતારા: દંડકારણ્યવન તરીકે ઓળખાતા ડાંગ જિલ્લામાં અંગ્રેજ શાસન પહેલાંથી સ્વતંત્ર અસ્તિત્વ અને કીમતી જંગલો ધરાવતાં 5 રાજવીઓ અને નાયકો આજે રાજ્ય સરકારની આડોડાઈને પગલે મોભાદાર દરજ્જો હોવા છતાં ગરીબીમાં સબડી રહ્યા છે. પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે હાલમાં બે રાજા પૈકી એક ખેતી કરી રહ્યા છે તો બીજા પેસેન્જરોને બેસાડીને જીપના આંટાફેરા મારી રહ્યા છે. દેશની આઝાદી બાદ નાના મોટા તમામ રજવાડાઓનું વિલિનીકરણ થતાં રાજા અને કુટુંબીજનોને રાજકીય સાલિયાણા બાંધી આપવામાં આવ્યા હતા. જે 70ના દાયકામાં પાછા ખેંચી લેવાયા હતા ત્યારે ડાંગની પરિસ્થિતિ જ અલગ હતી. ડાંગના 5 ભાગોમાં સ્વતંત્ર રાજાઓનું અસ્તિત્વ હતું. અંગ્રેજોએ પણ આ પાંચેય રાજાઓ સાથે કીમતી વન સંપત્તિ માટે 1942માં કરાર કર્યા હતા અને લાકડાં લઈ જવાના બદલામાં 5 રાજાઓ, 9 નાયકો તેમજ ભાઇબંધોને ડાંગ દરબાર યોજીને વાર્ષિક વળતર ચૂકવવાનું શરૂ કર્યું હતું. જે આજે પણ ચાલુ જ છે. જો કે, રાજ્ય સરકારની ઘોર બેદરકારીને કારણે આજે આ પાંચેય રાજાઓ માત્ર કાગળ પર રહી ગયા છે.
વાસુર્ણા સ્ટેટના રાજવી ધનરાજસિંહ સૂર્યવંશી ખેતી કરે
એક સમયે ભારે જાહોજલાલી ધરાવતો વસુર્ણા સ્ટેટના સૂર્યવંશી રાજા હાલ જાતે ખેતી કરીને પોતાના પરિવારનું ભરણપોષણ કરી રહ્યા છે.
જંગલોની કમાણીના 20 ટકા આપવા સીએમને રજૂઆત કરી
વાસુર્ણાના રાજવી ધનરાજસિંહ સૂર્યવંશીએ તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે, ડાંગના રાજાઓ પાસે ડાંગનું જંગલ (સંપત્તિ) સરકારે રાજાઓની સહમતિ વગર જ લઈ લીધી હતી. જેના બદલામાં રાજાઓને આપવામાં આવતું પેન્શન મજાક સમાન છે. ડાંગનું જંગલ વેચી સરકાર કરોડો રૂપિયા કમાય છે જેથી તેમણે પોતાના પેન્શનમાં વધારો કરવા અથવા ડાંગની વનસંપત્તિની કુલ ઉપજમાંથી 20 ટકા જેટલી રકમ રાજાઓને ફાળવવા માગ કરી છે.
રાજાઓ ખેતીના સાધન પણ ખરીદી શકતા નથી
આજે નાયકોની મામુલી રૂ. 400થી 500 મહિના અને ગાઢવી, દહેર, પીંપરી, લીંગા અને વાસુર્ણા રાજાઓને મહિને રૂ. 4થી 6 હજાર જેટલું મામુલી પેન્શન ચૂકવવામાં આવે છે. જેનાથી તેઓ ખેતીના આધુનિક સાધનો પણ ખરીદ શકતા નથી અથવા આધુનિક ખેતી માટે કોઈ સુધારાઓ પણ કરી શકતા નથી.જેને કારણે તેમની સ્થિતી કપરી બની છે.
લીંગા સ્ટેટના રાજવી હસુસિંહ સૂર્યવંશી જીપ ચલાવે છે
ભૂતકાળામાં જેના વૈભવની બોલબાલા હતી. તેવા ડાંગ જિલ્લાના લીંગા સ્ટેટના રાજવી હરુસિંહ પોતાનું ગુજરાન ચલાવવા માટે જીપ ચલાવી રહ્યા છે.
રાજવીઓને નજીવી રકમ ચૂકવી હળાહળ અન્યાય કરાય છે
અમારા પૂર્વજોએ અંગ્રેજો સામે પણ અડીખમ રહી વન સંપત્તિનું જતન કર્યું છે. અંગ્રેજોએ પણ જંગલના અમુક હિસ્સામાંથી લાકડાં કાપી અમને લીઝ આપતા હતા. જે તે રકમ અમારા કુટુંબકબીલાઓ માટે પૂરતી હતી. ભારત સરકાર માત્ર ડાંગ જિલ્લાના પાંચ રાજવીઓને સાલિયાણુ ચૂકવે છે, જે નજીવું છે. સરકાર જંગલમાંથી ઈમારતી સાગી લાકડા કાપી કરોડો રૂપિયાની આવક મેળવે છે. તેની સામે અમને નજીવી રકમ ચૂકવી હળાહળ અન્યાય કરે છે. > – ધનરાજસિંહ સૂર્યવંશી, રાજવી, વાસુર્ણા સ્ટેટ
રાજાઓને અપાતું પોલિટિકલ પેન્શન મજાક સમાન, પરિવારનું ભરણપોષણ પણ મુશ્કેલ
રજવાડાઓનું ભારત ગણરાજ્યમાં વિલિનીકરણ થયા બાદ પણ ડાંગને અલગ દરજ્જો મળ્યો છે. અહીંના જંગલો સાગનાં કીમતી ઈમારતી લાકડાંથી ભરેલા છે, જે પાંચેય ડાંગી રાજાઓની સંપત્તિ હતી. અંગ્રેજોની જેમ જ આજે પણ સરકાર ડાંગનું જંગલ કાપીને વેચે છે. જેના બદલામાં રાજાઓને પોલિટિકલ પેન્શન આપવામાં આવે છે. અહીં સરકારે પાંચેય રાજાઓને દર વર્ષે દરબાર યોજી પોલિટિકલ પેન્શન આપી જે સન્માન કરે છે તે મજાક જેવું લાગે છે. રાજાઓને મહિને રૂ. 4થી 6 હજાર અને નાયકોને રૂ. 400થી 500 પેન્શન ચૂકવવામાં આવે છે. જેમાંથી તેમને પોતાના પરિવારનું ભરણપોષણ કરવું મુશ્કેલ બને છે. બીજી તરફ તેઓ રાજા છે માટે પોતાના પરિવારનું પોષણ કરવા તેઓ મજૂરી પણ કરી શકતા નથી. આમ તેઓ ભારે મૂંઝવણમાં છે. તેઓ પોતાના ખેતરમાં માત્ર ચોમાસા આધારિત જાતે હળ ચલાવી વાવણી કે રોપણીના કામો કરે છે. જે આખું વરસ પરિવારનું ગુજરાન ચલાવવા માટે પૂરતું નથી. એક તરફ રાજ્યપાલ રૂબરૂ આવી આવી રાજાઓનું સન્માન કરે છે ત્યારે આ જ રાજાઓ પરિવારનુ ભરણપોષણ કરવા મજૂરી કરતા હોય તે કેવી વિષમતા ગણાય? ડાંગના પાંચેય રાજવીઓના વંશજો પારકી અંગ્રેજ હકુમત સામે અજેય રહ્યા અને તેમના અનૂજો દેશના પોતાના નેતાઓ સામે હારી રહ્યા છે. આ પાંચેય રાજાઓ પૈકી લીંગા સ્ટેટના રાજવી પોતાની જીપમાં મુસાફરોને લીંગાથી આહવાની સફર કરાવી રહ્યા છે. જ્યારે ગઢવીના રાજવીનું સાસરું લીંગાના રાજવી હોવાથી તેઓ પણ સાસરી લીંગામાં રહે છે. જ્યારે દહેરના રાજવી પોતાની લોકપ્રિયતાને લીધે સરપંચની ચૂંટણી જીતી લોકસેવા સાથે કુટુંબની જવાબદારી નિભાવી રહ્યા છે તો પીંપરીના રાજવી ખેતીકામમાં વ્યસ્ત છે.
News of Sunday, 11th February 2018 Pdf Email Print બ્રિટીશ શાસનકાળથી ડાંગના રાજવીઓને અપાતા પેન્શનમાં વધારો કરવા માંગણી ડાંગઃ ડાંગના રાજાઓને રાજાશાહીના કનિદૈ લાકિઅ સમયથી આપવામાં આવતા વાર્ષિક રાજકીય સાલીયાણાને વધારવા માટે માંગ કરવામાં આવી છે. પ્રાપ્ત માહીતી મુજબ ડાંગ જીલ્લાની ઐતિહાસિક લોક સંસ્કૃતિને કનિદૈ લાકિઅ ઉજાગર કરતા ડાંગ અકિલા દરબારની લોકો આતુરતાથી રાહ જોઈને બેઠા હોય છે. ખાસ કરીને સ્થાનિક રાજાઓ જેમને વર્ષમાં એકવાર જાહેરમાં રાજયપાલ પોતાના કનિદૈ લાકિઅ વરદ હસ્તે સન્માનિત કરી મોંદ્યી ભેટ સોગાદો આપે છે. વાર્ષીક રાજકીય સાલિયાણું એટલે અકીલા કે પોલીટીકલ પેન્શન આપતા હોય છે. ત્યારે આ વર્ષે આગામી કનિદૈ લાકિઅ ૨૫ થી ૨૮ ફેબ્રુઆરી દરમિયાન દરબારની જાહેરાત થઈ ગઈ છે. જોકે સરકાર દ્વારા ડાંગના રાજવીઓને જે પોલીટીકલ પેન્શનની રકમ આપવામાં આવે છે. તેમાં વધારો કનિદૈ લાકિઅ કરવાની રાજાની માંગ હજુ સ્વીકારવામાં આવી નથી. ત્યારે આ પોલીટીકલ પેન્શન વધારવા માટે જિલ્લા કલેકટર દ્વારા સરકારને રજુઆત પણ કરવામાં આવી કનિદૈ લાકિઅ છે. ડાંગના રાજાએ સરકારને પોતાના કરોડોની સંપતી એવા અનમોલ જંગલો આપી દીધા અને આ જંગલોની રક્ષા પણ કરી. આ તમામ રાજાઓની હાલત આજે તેમની ગરીબ પ્રજા કનિદૈ લાકિઅ કરતા પણ કફોડી બની ગઈ છે. જેના કારણે વર્ષોથી મળતા સન્માનને લઇને આજે આ રાજાઓ ચિંતામાં મુકાયા છે. એક તરફ રાજાનો ઠાઠ, સાંસ્ક્રૃતીક વારસો કનિદૈ લાકિઅ છે. જયારે બીજી તરફ પારીવારીક જવાબદારી, આ બંન્નેમાંથી હવે રાજાઓએ કોઈ એક વિકલ્પ પસંદ કરવાની પરીસ્થિતી ઉભી થઈ છે. વખતો વખત રાજાના પોલિટીકલ પેંશનમા વધારો થાય છે પરંતુ એ સંતોષજનક નથી. શરુઆતમા ચાંદીના સીક્કાની કિંમત જેટલું પેંશન આપવામાં આવતું હતું આજે પણ જો ચાંદીના સીક્કાની કિંમત અનુસાર પેંશન આપવામા આવે તો ૫૦ હજાર જેટલી રકમ દરેક રાજાને આપવાની થાય પણ આજે વર્ષો બાદ પણ રાજાને પાંચ હજાર રુપીયા માસીક પેંશન આપવામાં આવે છે. જે પેન્શન ખુબ જ ઓછું હોય જે પેન્શન વધારવા અંગે ડાંગના રાજાઓએ અનેક વાર રજુઆતો કરી છે. આમ, છતાં હજુ તેમના આ પેન્શનમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી બ્રિટીશ શાસનકાળમા ડાંગના રાજવીઓને સાલિયાણુ ચાંદીના સિક્કા સ્વરૂપે મળતુ હતું. ત્યારબાદ આઝાદી પછી ૧૯૫૪ થી ૧૯૮૩ સુધી રાજાઓને ૮૮૩ રૂપિયાનુ સાલિયાણુ સરકાર તરફથી વાર્ષીક રાજકિય પેંશન રૂપે અપાતું હતું. જેમાં ઉત્ત્।રોત્ત્।ર વધારો થતાં આજે આ વાર્ષીક રાજકિય પેંશનની રકમ માસિક ૫ હજાર પર પહોંચી છે. જે રકમ ઉપરાંત રાજયપાલ પોતે આ રાજાઓને ભેટ સોગાદો આપી સન્માનિત કરે છે. વર્ષમાં એક દિવસ મળતા સન્માનને લઇને આ રાજાઓ હવે દુવિધામાં મુકાયા છે.
ડાંગના રાજવીઓને અપાતા વાર્ષીક રાજકીય સાલિયાણાને વધારવાની રાજાઓની સરકારને અપીલ
February 10, 2018
FacebookWhatsAppTwitterEmailFacebook Messenger
ડાંગના રાજવીઓ જેઓએ બ્રીટીશરોના તાબે ન થઈ જંગલની રક્ષા કરી. ડાંગના રાજ્વીઓનું વર્ષો જુની પરંપરા મુજબ આજે પણ વર્ષમાં એક્વાર ડાંગ દરબાર યોજી સન્માન કરાય છે. વાર્ષીક સાલીયાણુ આપવામાં આવે છે. જો કે આ સાલીયાણાની રકમમાં વધારો કરવાની માંગ ન સંતોષાતા હવે રાજાઓને અપમાન જેવું લાગે છે.
ડાંગ જીલ્લાની ઐતિહાસિક લોક સંસ્કૃતિને ઉજાગર કરતા ડાંગ દરબારની લોકો આતુરતાથી રાહ જોઈને બેઠા હોય છે.
ખાસ કરીને સ્થાનિક રાજાઓ જેમને વર્ષમાં એકવાર જાહેરમાં રાજ્યપાલ પોતાના વરદ હસ્તે સન્માનિત કરી મોંઘી ભેટ સોગાદો આપે છે. વાર્ષીક રાજકીય સાલિયાણું એટલે કે પોલીટીકલ પેન્શન આપતા હોય છે. ત્યારે આ વર્ષે આગામી ૨૫ થી ૨૮ ફેબ્રુઆરી દરમિયાન દરબારની જાહેરાત થઈ ગઈ છે. જોકે સરકાર દ્વારા ડાંગના રાજવીઓને જે પોલીટીકલ પેન્શનની રકમ આપવામાં આવે છે. તેમાં વધારો કરવાની રાજાની માંગ હજુ સ્વીકારવામાં આવી નથી. ત્યારે આ પોલીટીકલ પેન્શન વધારવા માટે જિલ્લા કલેકટર દ્વારા સરકારને રજુઆત પણ કરવામાં આવી છે.
ડાંગના રાજાએ સરકારને પોતાના કરોડોની સંપતી એવા અનમોલ જંગલો આપી દીધા અને આ જંગલોની રક્ષા પણ કરી. આ તમામ રાજાઓની હાલત આજે તેમની ગરીબ પ્રજા કરતા પણ કફોડી બની ગઈ છે. જેના કારણે વર્ષોથી મળતા સન્માનને લઇને આજે આ રાજાઓ ચિંતામાં મુકાયા છે.
એક તરફ રાજાનો ઠાઠ, સાંસ્ક્રૃતીક વારસો છે. જ્યારે બીજી તરફ પારીવારીક જવાબદારી, આ બંન્નેમાંથી હવે રાજાઓએ કોઈ એક વિકલ્પ પસંદ કરવાની પરીસ્થિતી ઉભી થઈ છે.
વખતો વખત રાજાના પોલિટીકલ પેંશનમા વધારો થાય છે પરંતુ એ સંતોષજનક નથી. શરુઆતમા ચાંદીના સીક્કાની કિંમત જેટલું પેંશન આપવામાં આવતું હતું
આજે પણ જો ચાંદીના સીક્કાની કિંમત અનુસાર પેંશન આપવામા આવે તો 50 હજાર જેટલી રકમ દરેક રાજાને આપવાની થાય પણ આજે વર્ષો બાદ પણ રાજાને પાંચ હજાર રુપીયા માસીક પેંશન આપવામાં આવે છે. જે પેન્શન ખુબ જ ઓછું હોય જે પેન્શન વધારવા અંગે ડાંગના રાજાઓએ અનેક વાર રજુઆતો કરી છે. આમ, છતાં હજુ તેમના આ પેન્શનમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી
બ્રિટીશ શાસનકાળમા ડાંગના રાજવીઓને સાલિયાણુ ચાંદીના સિક્કા સ્વરૂપે મળતુ હતું. ત્યારબાદ આઝાદી પછી 1954 થી 1983 સુધી રાજાઓને 883 રૂપિયાનુ સાલિયાણુ સરકાર તરફથી વાર્ષીક રાજકિય પેંશન રૂપે અપાતું હતું. જેમાં ઉત્તરોત્તર વધારો થતાં આજે આ વાર્ષીક રાજકિય પેંશનની રકમ માસિક 5 હજાર પર પહોંચી છે. જે રકમ ઉપરાંત રાજ્યપાલ પોતે આ રાજાઓને ભેટ સોગાદો આપી સન્માનિત કરે છે. વર્ષમાં એક દિવસ મળતા સન્માનને લઇને આ રાજાઓ હવે દુવિધામાં મુકાયા છે.
જાણો હનુમાનજીના જન્મ સ્થળ વિશે … જય બજરંગબલી કેમેંન્ટ કરો.
AdminBy Admin3 months ago3 months ago
0views
-3
હનુમાનજીનું જન્મ સ્થળ ગુજરાતમાં.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~
ll ગુજરાતની પૂર્વપટ્ટીનાં છેવાડે મહારાષ્ટ્ર રાજ્યની સરહદ પાસે આવેલ ડાંગ જિલ્લો એટલે રામાયણકાળમાં જે પ્રદેશ દંડકારણ્ય તરીકે ઓળખાતો હતો એ જ પ્રદેશ. ડાંગ જિલ્લાના આદિવાસીઓની પરાપૂર્વથી એવી દ્રઢ આસ્થા છે કે ભગાવન રામ વનવાસ દરમિયાન પંચવટી તરફ ગયા ત્યારે તેઓ ડાંગના પ્રદેશમાંથી પસાર થયા હતા. ડાંગ જિલ્લાના સુબિર પાસે ભગવાન રામ અને લક્ષ્મણને શબરી માતાએ બોર ખવડાવ્યા હતા. આજે એ સ્થળ શબરી ધામ તરીકે વિકાસ પામ્યું છે. શબરી ધામની સામે સાતેક કિ.મી.નાં અંતરે પૂણૉ નદી ઉપર પંપા સરોવર આવેલું છે જ્યાં માતંગ ઋષિનો આશ્રમ હતો.
ડાંગ જિલ્લાની આદિવાસી પ્રજાની સૌથી વધુ આશ્ચર્ય પમાડનારી આસ્થાએ છે કે હનુમાનજીનો જન્મ પણ ડાંગના અંજની પર્વતમાં આવેલી અંજની ગુફામાં થયો હતો. પ્રાચીનકાળથી ડાંગની પ્રજા આહવાથી ત્રીસ કિ.મી.નાં અંતરે આવેલ અંજની પર્વત, અંજની ગુફા અને અંજની કૂંડને હનુમાન જન્મભૂમિ તરીકે માનતી આવી છે. તેઓ દ્રઢપણે માને છે કે અંજની માતાએ અંજની પર્વત ઉપર તપ કર્યું હતું.
અંજની માતાના તપની ફળશ્રૃતિ રૂપે તેમણે અંજની પર્વતની વચ્ચોવચ આવેલી અંજની ગુફામાં હનુમાનજીને જન્મ આપ્યો હતો. અંજની ગુફાની લગોલગ આવેલા અંજની કૂંડમાં બાળ હનુમાને સ્નાન કરી કૂદકો મારી અંજની પર્વત ઉપર ચઢીને સૂર્યને ગ્રહણ લગાડ્યું હતું. આ ભૂમિ ઉપર જ હનુમાનજીએ શનિદેવને વશમાં કર્યા હતા. ડાંગ જિલ્લાના ગામેગામ હનુમાનજીનું મંદિર અથવા દેરી જોવા મળશે. ડાંગ જિલ્લાનાં મહત્તમ આદિવાસીઓ હનુમાન ભક્તો છે.
અંજની પર્વતની તળેટીમાં અંજનકુંડ ગામ વસ્યું છે. અંજનકુંડ જતાં બારેક કિ.મી.નાં અંતરે લીંગા ગામ આવેલું છે. ડાંગના પાંચ રાજવીઓ પૈકી લીંગાના રાજા ભંવરસિંહ હસુસિંહ સૂર્યવંશી જણાવે છે કે અમારા વડવાઓથી અમે સાંભળીયે છીએ કે અંજની પર્વત એ હનુમાનજીની જન્મભૂમિ છે. અમે આ ભૂમિની પૂરેપૂરી શ્રદ્ધાથી પૂજા કરીએ છીએ.
અંજની પર્વત ઉપર એક સ્થળેથી હનુમાનજીની પૂજા કરવા અમે સિંદુર હવામાં છોડીએ છીએ. આ સિંદુર પર્વત ઉપર હનુમાનજીનાં સ્થાનક પાસે જ જઇને ચોંટી જાય છે. જે કોઇ જાતકને શનિની પનોતી હોય તો તેણે શનિદેવનાં મંદિરે જવાની જરૂર નથી. તેઓ માત્ર આ ભૂમિનાં દર્શન જ કરે તો તેમની પનોતી દૂર થઇ જાય એવો આ પવિત્ર ભૂમિનો પ્રભાવ છે.
અંજની પર્વત ઉપર આજે પણ અનેક પ્રકારની દુર્લભ વનસ્પતિનો ભંડાર જોવા મળે છે. સોનગઢથી સુબીર તરફના રસ્તે, ૧૦ કી.મી. જેટલું ગયા પછી, ધોણ ગામ આવે છે, ત્યાંથી ડાબી તરફ એક ફાંટો પડે છે. આ ફાંટામાં ૪ કી.મી. જેટલું જાવ એટલે ગૌમુખ પહોંચાય છે. છેક સુધી પાકો રસ્તો છે, વાહન જઇ શકે છે. અહીં એક ગાયનું મુખ બનાવેલું છે અને એ મુખમાંથી પાણી નીકળે છે. તેથી આ જગ્યા ‘ગૌમુખ’ તરીકે ઓળખાય છે.
ગૌમુખની આજુબાજુ અને ખીણની સામે ગાઢ જંગલો છે. ગૌમુખથી શબરીધામ ૪૩ કિ.મી. થાય. રસ્તો ઉતાર ચઢાવ વાળો છે અને સાંકડો પણ એટલે થોડું સાચવવું પડે. રસ્તામાં મેધા, હિંદલા, ચીમાર, ગિરિમાલા જેવા આદિવાસી ગામ હતા.
અહીં એક ઊંચી ટેકરી પર મંદિર આવેલું છે. ગાડી છેક ઉપર મંદિર સુધી જઈ શકે એવો રસ્તો છે. કહેવાય છે કે આ જગ્યાએ ભગવાન શ્રીરામે શીલા પર બેસીને શબરીનાં એઠાં બોર આરોગ્યાં હતાં. અહીંથી પમ્પા સરોવર ૮ કી.મી. દુર આવેલું છે. રસ્તો ખરાબ છે પરંતુ જઈ શકાય તેમ છે. પંપા સરોવરની જગ્યા ખૂબ જ સરસ છે. એમ કહેવાય છે કે શ્રી રામચંદ્રજીએ લંકા તરફ આગળ જતાં વચ્ચે આ પંપા સરોવરમાં સ્નાન કર્યું હતું.
અહીંથી અંજનકુંડ ૩૦ કી.મી. જેટલું થાય. પણ એ પેહલા ઝારખંડેશ્વર મહાદેવ મંદિરે જવાય. જે આહવાથી ૨ કી.મી.ના અંતરે આહવા ઘાટ ઉતરતા જ આવે છે. મંદિરમાં પેહલા શાંતિસાગર હનુમાનજી મંદિર છે અને તેની બાજુમાં થોડે ઉપર ઝારખંડેશ્વર મહાદેવ મંદિર છે. ત્યાંથી જમણીબાજુ સાપુતારા રસ્તે ૧૦ કી.મી. પાયારધોડીથી ડાબીબાજુ લિંગા તરફ જવું પડે. ત્યાંથી ૧૩ કી.મી. દુર અંજનકુંડ આવેલું છે.
ભગવાન હનુમાનજીનો જન્મ અંજની પર્વતની એક ગુફામાં થયો હતો તેને અંજન ગુફા તરીકે ઓળખાય છે. જે અહીંથી દોઢેક કિલોમીટર દુર છે. ત્યાં ચાલીને જઈ શકાય. એવું પણ કેહવાય છે કે લક્ષ્મણને મૃત્યુથી બચાવવા માટે ભગવાન હનુમાન સંજીવની જડીબુટ્ટી સાથેનો હિમાલય પર્વત લઈને લંકા તરફ જતા હતા ત્યારે તે પર્વતનો થોડો ભાગ અહી પડી ગયો હતો તે પર્વતને અંજની પર્વત તરીકે ઓળખાય છે. ભગવાન હનુમાન જયારે નાના હતા ત્યારે જે કુંડમાં ન્હાતા હતા તેને અંજનકુંડ તરીકે
ડાંગ જિલ્લાનાં જંગલોને બચાવવા રાજવીની અપીલ
Dainik BhaskarMar 05, 2012, 02:37 AM IST
Saputara News – દર વર્ષે જેની ખૂબ જ આતુરતાથી રાહ જોવાય છે એ આદિવાસી પ્રજાનો મહાપર્વ ડાંગ દરબારનો શનિવારે રાજ્યપાલના હસ્તે…
ડાંગ જિલ્લાનાં જંગલોને બચાવવા રાજવીની અપીલ દર વર્ષે જેની ખૂબ જ આતુરતાથી રાહ જોવાય છે એ આદિવાસી પ્રજાનો મહાપર્વ ડાંગ દરબારનો શનિવારે રાજ્યપાલના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. ડાંગના પાંચેય રાજાઓ અને તેમના નવ નાયકોને બગીઓમાં બેસાડી દરબારના મેળામાં શોભાયાત્રા કઢાયા બાદ તેઓને કાર્યક્રમ સ્થળ રંગઉપવન ખાતે લઈ જવામાં આવ્યા હતા. જયાં આ પર્વનો પ્રારંભ
કરાયો હતો.
હોળી પર્વની સાથે સાથે ડાંગ દરબાર પણ ડાંગની સંસ્કૃતિનો એક ભાગ બની ગયો છે. જિલ્લા સેવાસદનથી ગુજરાત અને રાજસ્થાનના પારંપારિક નૃત્યોની રમઝટ વચ્ચે ડાંગના રાજવીઓને બગીઓમાં બેસાડી દરબારના મેળા સુધી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શોભાયાત્રામાં જિલ્લા તથા ગાંધીનગરના સચિવો પણ જોડાયા હતા. એક દિવસ માટેના રાજાઓ અને તેમના નાયકોને તંત્ર દ્વારા આ રીતે સન્માનપૂર્વક લઈ જવામાં
આવ્યા હતા.
કાર્યક્રમ સ્થળ રંગઉપવન ખાતે રાજ્યપાલ ડો. કમલાજીના હસ્તે ડાંગ દરબારને પ્રજા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો ત્યાં ડાંગ તથા રાજસ્થાનના પ્રસિદ્ધ નૃત્યો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ સ્થળે રાજ્યપાલના આગમન પહેલા જ રાજવી ધનરાજસિંહ સૂર્યવંશીને પાંચ મિનિટ માટે બોલવાની તક આપી સ્થાનિક તંત્રએ ઔપચારિકતા પૂરી કરી હતી.
રાજાએ વકતવ્યમાં જણાવ્યું હતું કે વન એજ અમારું ધન છે, મુખ્યમંત્રી ડાંગના વિકાસ માટે ઘણાં કામો કરે છે પરંતુ નાશ થઈ રહેલા ડાંગના જંગલને બચાવવા તેઓ ખાસ કોઈ કામ કરે એવી અમારી માંગ છે.
જિલ્લા પંચાયતના પ્રમુખ બેબીબેન ચૌધરીએ ડાંગની પ્રજા ખેતીમાં આગળ વધી રહ્યાની વિગતો આપી હતી. જ્યારે સાંસદ કશિન પટેલે જણાવ્યું હતું કે ડાંગની કળા અને સંસ્કૃતિની ઝલક ડાંગ દરબારમાં જ જોવા મળે છે. દરબાર થકી સંસ્કૃતિ સચવાઈ રહી છે.
વનમંત્રી મંગુભાઈ પટેલે જણાવ્યું કે આદિવાસી પોતે જાગશે નહીં ત્યાં સુધી સરકારી યોજનાઓનો વાસ્તવિક ફાયદો લોકોને મળશે નહીં. ડાંગના રાજાઓને દર વર્ષે માલિકીના ૧૦ વૃક્ષો કાપવાનો નવો નિયમ સરકારે બનાવ્યો છે જેથી તેઓ પ્રગતિ કરી શકે. પ્રભારી મંત્રી રણજીતભાઈ ગિલિટવાળાએ જણાવ્યું હતું કે જંગલ બચાવવું હોય તો છોડમાં જ રણછોડ માની તેની જાળવણી કરવામાં આવે તો ગ્લોબલ વોિમઁગની અસરોને ટાળી શકાય.
આ પ્રસંગે રાજ્યપાલે પ્રજા અને રાજાઓને સંબોધતા જણાવ્યું હતું કે સમયની સાથે સમાજમાં પણ ઘણાં ફેરફારો થયા કરે છે. આદિવાસીઓ પણ તેનાથી બાકાત નથી. આમ તો આદિકાળથી જ આદિવાસીઓનો નાતો વનો સાથે રહ્યો હોઈ તેના અસ્તિત્વ સાથે જ તેઓનો આજે ડેરી ઉદ્યોગ, ખેતી વગેરે થકી વિકાસ થઈ રહ્યો છે.
રાજાને પાંચ મિનિટમાં જ વાત આટોપવાની ફરજ પડાઈ
ડાંગ દરબારમાં પ્રથમ વખત રાજાઓને બોલવાની તક આપવામાં આવી હતી પરંતુ તેમાં પણ સ્થાનિક તંત્રની મેલી મથરાવટીના દર્શન થયા. રાજ્યપાલ આવ્યા ન હતા અને કાર્યક્રમ શરૂ થયા પૂર્વે જ રાજાને પાંચ મિનિટમાં પોતાની વાત આટોપવાની ફરજ પાડી તંત્રએ પોતાનો મનસુબો પાર પાડÛો હતો.
ડાંગ હેવન ઓફ ગુજરાત
By Bhati N. – January 4, 2018
FacebookTwitterGoogle+Share
આધુનિકીકરણ તરફ વેગવંતું ગુજરાત રાજ્ય નૈસર્ગિક વન સંપદાનો અખૂટ ભંડાર છે. સાપુતારા એક હિલ સ્ટેશન છે, જે ગુજરાતની અંદર ડાંગ જિલ્લાની સહ્યાદ્રિ પર્વતમાળાઓ વચ્ચે આવેલું છે. તેનો વિસ્તાર ૧,૭૨૫ ચોરસ કિલોમીટર સુધી ફેલાયેલો છે. ત્યાંનું હવામાન એકદમ ખુશનુમા છે, વળી આખા વર્ષ દરમિયાન ત્યાંનું હવામાન ખૂબ જ સુંદર રહે છે અને ગરમીમાં પણ ૨૮ ડિગ્રીથી વધુ તાપમાન ત્યાં નથી હોતું. તેથી તો ઉનાળામાં તે રજાઓ ગાળવા માટેનું સુંદર સ્થળ છે. ત્યાં જવા માટેનો ઉત્તમ સમય માર્ચ અને નવેમ્બર વચ્ચેનો છે છતાં પણ તમે વર્ષ દરમિયાન ગમે ત્યારે ત્યાં જઈ શકો છો.
સાપુતારાનો નકશો ખૂબ જ સુંદર છે. સાપુતારાના રસ્તાઓ સર્પાકાર છે તેથી તેનું નામ સાપુતારા પડ્યું છે. સાપુતારામાં હોટલો, મ્યુઝિયમ, તળાવો, બગીચાઓની ગોઠવણ જાણે કે ખૂબ જ સુંદર રીતે બનાવ્યાં હોય તેવું લાગે છે. આ ઉપરાંત ત્યાં બધા જ પ્રકારની સવલતો પણ મળી રહે છે.
ડાંગ જિલ્લો ખાસ કરીને વાંસનાં જંગલો માટે વધુ પ્રખ્યાત છે. તેથી ત્યાં વાંસની વસ્તુઓ ખૂબ જ સુંદર મળે છે.
સાપુતારામાં સાપ ખૂબ જ જોવા મળે છે. ત્યાંનાં ગામડાંના રહેવાસીઓ આ સર્પની પ્રસંગોપાત્ત પૂજા કરે છે અને ખાસ કરીને હોળીના સમયે. ત્યાંના લોકોનું નૃત્ય પણ ખૂબ જ સુંદર અને જોવાલાયક હોય છે. ડાંગ જિલ્લામાં ખાસ કરીને આદિવાસીઓની વસતિ વધુ જોવા મળે છે. તેઓ ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે.
સાપુતારામાં સૂર્યોદય અને સૂર્યાસ્ત એટલા સુંદર દેખાય છે જાણે કે સૂરજ આપણી એકદમ નજુક હોય તેવું લાગે છે. તે સમયે જાણે કે આપણે કોઈ અલૌકિક નજરાણું જોતા હોઈએ તેવો અદ્ભુત અનુભવ થાય છે. અહીં તળાવો પણ ખૂબ જ સુંદર છે. તળાવોની આજુબાજુ ઊંચા પર્વતો અને હરિયાળી એટલી બધી છે કે ત્યાંની બોટિંગની મજા કંઈક અનોખી જ લાગે છે. ત્યાં શ્વેત રંગનું કલાત્મક અને અતિ ભવ્ય શ્રી ગજાભિષેક શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન તીર્થ છે. સાપુતારાના હિલ સ્ટેશન પરથી સમગ્ર નજારો નીરખતાં તેની આસપાસનાં ગામડાંઓ એકદમ નાનાં લાગે છે!
ડાંગ એટલે લાકડી – વાંસનો શબ્દાર્થ થાય! હકીકતમાં ડાંગ ડુંગરાળ અને જંગલનો પ્રદેશ છે. અહીં સાગ-સાદડ અને વાંસનાં ગાઢ જંગલો વિસ્તૃત પ્રમાણમાં છે. રાજ્યના દક્ષિણ હિસ્સાના આ જિલ્લામાં ગિરા, અંબિકા, પૂર્ણા, ખાપરી અને સર્પગંગા જેવી પાંચ નદીઓ વહે છે.
પહેલાં ડાંગ જિલ્લાનો એકમાત્ર આહવા તાલુકો જ હતો, પરંતુ વિભાજન પ્રક્રિયા થયા પછી અન્ય બે તાલુકાઓ વઘઈ તથા સુબિરનો ઉમેરો થયો છે. ડાંગ જિલ્લાની ૭૨ ટકા વસતિ આદિવાસી પ્રજા રહે છે.
ડાંગના આહવામાં પ્રતિ વર્ષ હોળી અવસરે ‘ડાંગ દરબાર’ ઉત્સવ ઊજવાય છે. આ આદિવાસી લોકોમાં હોળી-ધુળેટીનો મહિમા અપાર છે. ‘ડાંગ દરબાર’માં આવતા આદિવાસી યુવાનો રંગબેરંગી વસ્ત્રપરિધાન કરીને આવે છે. પગે અને કેડે ઘૂઘરા બાંધી માથે મોરપીંછનો મુગટ પહેરે છે, જ્યારે યુવાન છોકરીઓ લાલચટક સાડી અને ચાંદીનાં ઓર્નામેન્ટ પહેરીને મેળે આવે છે. ‘ડાંગ દરબાર’નો મેળો રંગીન છે. તેમાં થતાં નૃત્ય મનમોહક હોય છે. આ મેળામાં નૃત્ય કરતા લોકો પિરામિડ બનાવે છે. યુવાનો ઉપર યુવતીઓ અને વચ્ચાળે મોરપીંછવાળા મુગટમાં યુવાન હોય અને એ ચક્રને આંગળીથી ગોળ ગોળ ફેરવે તે વેળા શ્રીકૃષ્ણનું સુદર્શન ચક્ર ફેરવતો હોય તેવો ભાસ થાય છે.
ગુજરાતના છેવાડાના ભાગ ડાંગનો વિકાસ નહિવત્ થયો છે. તેના લોકોમાં અક્ષરજ્ઞાનનો અભાવ ઊડીને આંખે વળગે છે. અહીંની પ્રજાની આર્થિક પરિસ્થિતિ નબળી છે. યુવાનો બુશર્ટ અને ચડ્ડી કે પેન્ટ પહેરે છે મોટા પુરુષો સફેદ ટોપી પહેરે, બહેનો દેશી સુતરાઉ કપડાં જેવાં કે સાડી, પોલકું અને ચણિયો પહેરે. ડાંગમાં વરસાદ વધારે માત્રામાં પડતો હોવાથી ત્યાંનાં ઘરો મુખ્યત્વે લાકડામાંથી વેરેલા પાટિયામાંથી બનાવેલાં હોય છે. ગારનું લીંપણ કરે, આગળના ભાગે છાપરું રાખે, જેથી માલઢોરને બાંધી શકાય. તમામ મકાનો પર ફરજિયાત દેશી નળિયાં હોય છે, મકાનને લાકડાની લાકડાની વાડ હોય છે. અહીં લાકડું પુષ્કળ માત્રામાં ઉપલબ્ધ હોવાથી શક્ય હોય ત્યાં સુધી લોકો લાકડાંનો જ ઉપયોગ કરે છે. નાનાં નાનાં ગામડાંઓમાં ખેતીવાડી કરવા માટે નાનાં નાનાં ખેતરો છે, જેથી તેઓ માલઢોર પણ રાખે છે.
ડાંગના આદિવાસીઓ હજુ ૧૮મી સદીમાં જ રહેતા હોય તેવું તેમનું જુવન છે. તેઓ ખેતીમાંથી પાકને લાવી ખળામાં નાખે અને ત્રણ બળદોને એકસાથે રાખી ગોળાકાર ફેરવે. અહીંની મહિલાઓ સાવરણી લઈ રજકણને દૂર કરે ને અનાજને ઊપણીને ધોકા મારી એમાં ફોતરાં રહી ગયાં હોય તો એ કાઢે. ગારવાળા મકાનની ઓસરીઓમાં મહિલાઓ લાકડાના મોટા દસ્તાથી ખાંડણીમાં લાલ મરચાંને ખાંડે છે. હજુ અહીં અનાજ દળવાની ચક્કી ઓછી હોય તેમ લાગે છે. ઘણી જગ્યાએ ઘંટીથી અનાજ દળી ખાવાનો આગ્રહ રાખે છે. હું ડાંગના પ્રવાસે ગયો તે વેળા મેં પાળિયા જોયા તો ઘણી જગ્યાએ વાઘ, મોર, નાગદાદા, સૂરજદાદા અને બીજની કૃતિઓનાં રંગબેરંગી કલરથી દોરેલાં ચિત્રો નિહાળેલાં. ગામડાંઓમાં આવેલા સિંગલ પટ્ટી રોડની આજુબાજુ આવેલાં લીલાંછમ વૃક્ષોની શૃંખલા માનવ ચેતનાને અભિભૂત કરે છે. હેરિટેજની સંગા
હનુમાનજીનો જન્મ ગુજરાતમાં જ થયો હતો, આ રહ્યો પુરાવો!
Source: Yusuf A. Shaikh, Navsari | Last Updated 11:34 PM [IST](04/04/2012)
Article
Share
345
|Email PrintComment
– જે કોઇ જાતકને શનિની પનોતી હોય તો તેણે શનિદેવનાં મંદિરે જવાની જરૂર નથી
ગુજરાતની પૂર્વપટ્ટીનાં છેવાડે મહારાષ્ટ્ર રાજ્યની સરહદ પાસે આવેલ ડાંગ જિલ્લો એટલે રામાયણકાળમાં જે પ્રદેશ દંડકારણ્ય તરીકે ઓળખાતો હતો એ જ પ્રદેશ. ડાંગ જિલ્લાના આદિવાસીઓની પરાપૂર્વથી એવી દ્રઢ આસ્થા છે કે ભગાવન રામ વનવાસ દરમિયાન પંચવટી તરફ ગયા ત્યારે તેઓ ડાંગના પ્રદેશમાંથી પસાર થયા હતા. ડાંગ જિલ્લાના સુબિર પાસે ભગવાન રામ અને લક્ષ્મણને શબરી માતાએ બોર ખવડાવ્યા હતા. આજે એ સ્થળ શબરી ધામ તરીકે વિકાસ પામ્યું છે.
શબરી ધામની સામે સાતેક કિ.મી.નાં અંતરે પૂણૉ નદી ઉપર પંપા સરોવર આવેલું છે જ્યાં માતંગ ઋષિનો આશ્રમ હતો. ડાંગ જિલ્લાની આદિવાસી પ્રજાની સૌથી વધુ આશ્ચર્ય પમાડનારી આસ્થાએ છે કે હનુમાનજીનો જન્મ પણ ડાંગના અંજની પર્વતમાં આવેલી અંજની ગુફામાં થયો હતો. પ્રાચીનકાળથી ડાંગની પ્રજા આહવાથી ત્રીસ કિ.મી.નાં અંતરે આવેલ અંજની પર્વત, અંજની ગુફા અને અંજની કૂંડને હનુમાન જન્મભૂમિ તરીકે માનતી આવી છે. તેઓ દ્રઢપણે માને છે કે અંજની માતાએ અંજની પર્વત ઉપર તપ કર્યું હતું. અંજની માતાના તપની ફળશ્રૃતિ રૂપે તેમણે અંજની પર્વતની વચ્ચોવચ આવેલી અંજની ગુફામાં હનુમાનજીને જન્મ આપ્યો હતો. અંજની ગુફાની લગોલગ આવેલા અંજની કૂંડમાં બાળ હનુમાને સ્નાન કરી કૂદકો મારી અંજની પર્વત ઉપર ચઢીને સૂર્યને ગ્રહણ લગાડ્યું હતું. આ ભૂમિ ઉપર જ હનુમાનજીએ શનિદેવને વશમાં કર્યા હતા. ડાંગ જિલ્લાના ગામેગામ હનુમાનજીનું મંદિર અથવા દેરી જોવા મળશે. ડાંગ જિલ્લાનાં મહત્તમ આદિવાસીઓ હનુમાન ભક્તો છે.
અંજની પર્વતની તળેટીમાં અંજનકુંડ ગામ વસ્યું છે. અંજનકુંડ જતાં બારેક કિ.મી.નાં અંતરે લીંગા ગામ આવેલું છે. ડાંગના પાંચ રાજવીઓ પૈકી લીંગાના રાજા ભંવરસિંહ હસુસિંહ સૂર્યવંશી જણાવે છે કે અમારા વડવાઓથી અમે સાંભળીયે છીએ કે અંજની પર્વત એ હનુમાનજીની જન્મભૂમિ છે. અમે આ ભૂમિની પૂરેપૂરી શ્રદ્ધાથી પૂજા કરીએ છીએ. અંજની પર્વત ઉપર એક સ્થળેથી હનુમાનજીની પૂજા કરવા અમે સિંદુર હવામાં છોડીએ છીએ. આ સિંદુર પર્વત ઉપર હનુમાનજીનાં સ્થાનક પાસે જ જઇને ચોંટી જાય છે. જે કોઇ જાતકને શનિની પનોતી હોય તો તેણે શનિદેવનાં મંદિરે જવાની જરૂર નથી. તેઓ માત્ર આ ભૂમિનાં દર્શન જ કરે તો તેમની પનોતી દૂર થઇ જાય એવો આ પવિત્ર ભૂમિનો પ્રભાવ છે. અંજની પર્વત ઉપર આજે પણ અનેક પ્રકારની દુર્લભ વનસ્પતિનો ભંડાર જોવા મળે છે.
છેલ્લા ૬૨ વર્ષથી ડાંગના આદિવાસીઓની સેવા કરવા ધૂણી ધખાવીને બેઠેલા સ્વાતંત્રય સેનાની ઘેલુભાઇ નાયક જણાવે છે કે ડાંગની પ્રજા પોતાને રામાયણકાળ સાથે સાંકળતી આવી છે. તેઓ પોતાને શબરી માતાનાં વંશજો માને છે. આ પ્રજાના મોટાભાગના લોકોનાં નામ રામાયણનાં પાત્રોના નામ ઉપરથી પાડવામાં આવે છે. રામ, રામો, સીતા, જાનકી, ઝૂનખી, લક્ષુ, લક્ષ્મણ, ભરત, રઘુનાથ, રઘુ નામધારી લોકો પ્રત્યેક ગામમાં જોવા મળશે. આ પ્રજા હનુમાનજીની જેમ પોતાને રામના સેવક માને છે. હનુમાન પરથી અહીંના કેટલાક ગામોના નામ હનવતચૌંડ, નકટયા હનવત (ચપટાનાકવાળા હનુમાન) છે. રામાયણ અને રામાયણના પાત્રો અહીંના લોકજીવનમાં વણાઇ ગયેલા છે. પૌરાણિક કાળમાં અહીં યજ્ઞ કરવા માટે કુદરતી કુંડ બન્યા હતા. જે પૈકી અંજનીકુંડ પાસે અંજની પર્વતની ગુફામાં હનુમાનજીનો જન્મ થયો હતો એવી આ પ્રજાની નિર્લેપ આસ્થા છે.
ડાંગ જિલ્લાના બીઆરસી કો-ઓર્ડિનેટર કૃષ્ણકાંત દેવજીભાઇ પટેલ જણાવે છે કે ડાંગ એટલે રામાયણકાળનું દંડકારણ્ય. ભગવાન રામ પંચવટી જતા અગાઉ અહીં ઋષિ-મુનિઓનો ઉદ્ધાર કરવા તથા દાનવોનો નાશ કરવા આવ્યા હતા. અંજની પર્વત એ હનુમાનજીની જન્મભૂમિ છે જ્યાં રામનવમી તથા હનુમાન જયંતીએ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પૂજા અર્ચના કરે છે. અંજની માતાએ તપ કરીને અહીં અંજની ગુફામાં હનુમાનજીને જન્મ આપ્યો હતો. અહીં જ અંજની માતાએ હનુમાનજીનો ઉછેર કર્યો હતો. ડાંગ જિલ્લાના ગામેગામ હનુમાનજીના મંદિરો જોવા મળશે. કોઇકે પથ્થરમાંથી તો કોઇએ સાગમાંથી હનુમાનજીની મૂર્તિ બનાવી પ્રાણ પ્રતિષ્ઠા કરી છે.
અંજની પર્વત સાથે સાત ડુંગરોની હારમાળા વચ્ચે અટાળા ડુંગર પર જય શ્રીરામ અટાળાધામ ઓમકાર ભૂમિ અંજની પર્વત સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ શિવરામભાઇ અવસુ જણાવે છે કે અટાળા ધામ તથા સાત ડુંગરો ઓમકાર આકારની ભૂમિ છે. આ સાત ડુંગરોની હારમાળામાં પ્રથમ અંજની પર્વત છે. એની લગોલગ ભીંતબારી, લુહાર ગઢ, ધાંધડા ડુંગર, માચ ડુંગર, અડબારી ડુંગર તથા હાંડી ડુંગર આવેલા છે. આ પ્રત્યેક ડુંગરની એક આગવી વિશેષતા હોવાની લોકવાયકા પ્રચલિત છે. અટાળા ધામ ખાતે ત્રેત્રીસ કરોડ દેવી દેવતાઓ તથા ૪૮ હજાર ઋષિઓનો વાસ છે. જેના પ્રતિકરૂપે આગવી કુદરતી કોતરણીવાળા પથ્થરો જોવા મળે છે.
રાવણ સાથેના યુદ્ધમાં મુર્છિત થયેલા લક્ષ્મણ માટે હનુમાનજી સંજીવની બુટ્ટી માટે દ્રોણગિરિ પર્વત ઉંચકી લાવેલા તે અહીં જ છે. યુદ્ધમાં ઘવાયેલાઓને અહીંથી સંજીવની બુટ્ટી અપાતી હતી. એ બટ્ટી તૈયાર કરવા વપરાયેલા પથ્થરો આજે પણ અહીં જ પડ્યા છે. દ્રોણાગિરિ પર્વત અહીં સ્વયંભૂ નાના સ્વરૂપમાં પ્રગટ થયો છે.
વરસોથી અંજની પર્વત અને અટાળા ધામના વિકાસ માટે કાર્યરત અર્જુનબાપુ જણાવે છે કે ઓમકારની આ ભૂમિ પર મોક્ષની ગતિ પ્રાપ્ત થાય છે. અહીં આવતા શ્રદ્ધાળુઓને હનુમાનજીના દર્શન જયોતિ સ્વરૂપે થાય છે. અંજની માતાની હજારો વર્ષની સાધનાથી ભગવાન શિવ પ્રસન્ન થયા અને શ્રેષ્ઠતમ પુત્રનું વરદાન આપ્યું. હનુમાનજીને જન્મ આપવા અંજની માતા અંજની ગુફામાં આવ્યા. હનુમાનજીના જન્મ પછી અટાળા ડુંગરના ભૂર્ગભમાં એક અખંડ જયોત પ્રજજવલિત થઇ છે જે આજે પણ ભૂગર્ભમાં છે. અંજની પર્વતની પાસે આવેલું ભીંતબારી ડુંગર દેવોએ વનસ્પતિથી ચણ્યું હતું. ઋષિ-મુનિઓને હેરાન કરતા દાનવોને દૂર રાખવા ત્રેતાયુગમાં ભીંતબારી ડુંગર બનાવ્યું હતું.
અંજનકુંડ ગામનો રહીશ સાંઠ વર્ષીય શૈલુ માવજુ બરડે જણાવે છે કે અમારા પૂર્વજો જણાવતા કે અહીંની અંજની ગુફામાં અંજનીમાતાએ હનુમાનજીને જન્મ આપ્યો હતો. અંજની માતાની દાયણ ગુફાના ઉપરના ડુંગરમાં રહેતી હતી. દાયણ રોજ નીચે આવીને સાફસફાઇ કરતી. એ જે જગ્યાએ કચરો નાંખતી એ જગ્યાએ અંજની પર્વતની બાજુમાં બે નાના ડુંગરો બન્યા હતાં જે ઉકરડો ડુંગર તરીકે ઓળખાય છે.
અંજનકુંડ ગામનો જ શ્રમજીવી ઇંદર ગનીયાભાઇ પવાર જણાવે છે કે અંજનીમાતા ભારત ભ્રમણ કરતા કરતા અહીં આવી ચઢ્યા હતા. તેમને આ જગ્યા પસંદ પડી જતા અંજની પર્વત ઉપર મુકામ કર્યો હતો. અમારા વડીલો જણાવે છે કે હનુમાનજી માતાની કૂખમાંથી સીધા કુંડમાં પડ્યા હતા. અંજની માતાની દાયણનાં પગલાંના નિશાન અંજનીગુફાની ઉપરના ડુંગર પર આજે પણ જોવા મળે છે. ભગવાન રામ-લક્ષ્મણે પોતાના બાણ જે પથ્થરો પર ઘસ્યા હતા એ પથ્થરો પણ અહીં જોવા મળે છે. દર અમાસે અંજની પર્વત પરથી એક જયોતપિુંજ નીકળી સપ્તશ્રૃંગી ગઢ જઇને પરત આવે છે. વરસો અગાઉ અહીં દાવાનળ ફાટી નીકળ્યો હતો પરંતુ આ આગ અંજની પર્વત સુધી પહોંચી શકી ન હતી.
‘શ્રદ્ધા હોય તો પુરાવાની શી જરૂર’ એ દ્રષ્ટિએ અહીંના આદિવાસીઓની આ ભૂમિ હનુમાન જન્મભૂમિ હોવાની શ્રદ્ધા માટે કોઇના અભિપ્રાય કે અનુમોદનની જરૂર નથી. આ પાવનભૂમિની મુલાકાત લેતા માણસ રામાયણકાળ કે ત્રેતાયુગમાં પહોંચી ગયો હોય એવી અનુભૂતિ અવશ્ય થાય છે.
(તમામ તસ્વીર: પાંડુ ચૌધરી)તંત્રય સેનાની ઘેલુભાઇ
અટાળા ધામ મુકામે ન્યાયાધીશ હનુમાન
શિવરામભાઇ અવશુ
તેત્રીસ કરોડ દેવી દેવતાઓ જ્યાં વાસ કરે છે તે સ્થળ
તેત્રીસ કરોડ દેવી દેવતાઓ જ્યાં વાસ કરે છે તે સ્થળ
સંજીવની બુટ્ટી જે પથ્થરો પર ઘસવામાં આવેલી તે પથ્થરો
અંજની પર્વત
અંજની પર્વત
અંજની પર્વત પાસે આવેલા બે ઉકરડો ડુંગર
અર્જુન બાપુ
સાત ડુંગરોની હારમાળાના બે ડુંગરો
અંજની પર્વતની બાજુમાં આવેલું ભીંતબારી ડુંગર
અંજની ગુફા જ્યાં હનુમાનજીનો જન્મ થયો હતો
અંજની ગુફા જ્યાં હનુમાનજીનો જન્મ થયો હતો
અંજની ગુફા જ્યાં હનુમાનજીનો જન્મ થયો હતો
શૈલુ માવજુ બરડે
ઇંદર ગનીયાભાઇ પવાર
અંજની ગુફાની બાજુમાં અંજની કુંડ
અંજની ગુફાની બાજુમાં અંજની કુંડ
ડાંગના રાજાઓને 33 ટકા સાલીયાણુ વધારી અપાયું, જાણો કેટલું?
26 Mar, 2018
05:30 AM
Facebook
Twitter
Bookmark
Print article
PC: facebook.com
દંડકારણ્ય – ડાંગના રાજા અંગ્રેજો સમયથી જ સ્વતંત્ર હતા. જ્યાં ગાઢ જંગલ ધરાવતાં પાંચ વિસ્તારના પાંચ રાજાઓને અને નાયકોને ગુજરાત સરકાર પોલીટીકલ-રાજકીય સાલીયાણું આપે છે. 1843માં અંગ્રેજ સરકારે જંગલોનું લાકડું લઈ જવાના બદલામાં 14 રાજાઓને ચાંદીના સિકકાનું સાલીયાણું આપવાનું શરૂ કર્યું હતું. 5 રાજા, 9 નાયકો અને 68 ભાઉસંધોને ડાંગ કરબાર ભરીને તેમને વળતર આપવામાં આવતું હતું. જે આજે પણ તો છે પણ તેઓ ગરીબીનો સામનો કરી રહ્યાં છે. વસુર્ણા રાજ્યના રાજા ધનરાજસિંહ સૂર્યવંશી રાજા ખેતી કરે છે.
લીંગા રાજ્યના રાજવી હરુસિંહ પેસેન્જર જીત ચલાવીને પોતાના કુટુંબનું ગુજરાન માંડમાંડ કરી શકે છે. આ રકમ ભારત સરકાર વતી ગુજરાતના રાજ્યપાલ ચૂકવે છે. તેઓ માને છે કે રાજકારણીઓ વર્ષે કરોડો રૂપિયાનું સાગી લાકડું કાપીને લઈ જાય છે તેની સામે અમને પુરતું સાલીયાણું ચૂકવાતું નથી. લાકડાના વેચાણના 20 ટકા રકમ તેઓ ગુજરાત સરકાર પાસેથી માંગી રહ્યાં હતા. તેથી તેમણે ડાંગદરબાનો બહિષ્કાર કરવાની ધમકી પણ સરકારને આપી હતી. તેમાં નાયકોને મહિને રૂ.400-500 આપવામાં આવે છે.
પાંચ રાજા ગઢવી, દહેર, પીંપરી, લીંગા, વાસુર્ણાના રાજાઓને મહિને રૂ.5થી6 હજાર સાલીયાણું આપવામાં આવે છે. જે 33 ટકા વધારા સાથે રૂ.6700 થશે. સમગ્ર દેશમાં ગુજરાતના આ પાંચ રાજાઓ જ સાલીયાણું મેળવે છે. સરકાર પટેલે સાલીયાણું બાંધી આપ્યું હતું અને ઈન્દિરા ગાંધીએ તે બંધ કર્યું હતું. પણ આ પાંચ રાજાઓ આજે નજીવી રકમ મેળવીને પોતાને રાજા તરીકેનું અસ્તિત્વ ટકારી રાખ્યું છે. ગુજરાત સરકારે હવે તેમાં 33 ટકાનો વધારો કર્યો છે. તે ઓછો છે. તેના કરતાં તો સરકારમાં હંગામી ધોરણે વન વિભાગમાં કામ કરતાં કામદારોને વધારે નાણાં મળે છે. પણ ગુજરાત સરકારે તેમને ઠેંગો પકડાવી દીધો છે અને માત્ર
ડાંગ જિલ્લાનો ઈતિહાસ :-
ડાંગ જિલ્લામાં હાલમાં (૧)વાસુર્ણા (૨) દહે૨ (૩) લીંગા (૪) ગાઢવી (પ) પીંપરી મળી કુલ-પ રાજાઓ છે. ડાંગ-પ્રદેશ પ૨ યાદવોથી પેશવાઈ કાળ દ૨મિયાન અનેક રાજ્યસત્તાઓ આવી ગઈ .તેમ છતાં, બ્રિટિશ રાજ્ય આવ્યું ત્યાં સુધી સાચું સ્વાંતત્ર્ય તો ડાંગના રાજાઓ અને નાયકો જ ભોગવતા હતા. તે વખતે ગાઢવી, આમલા દર્ભાવતી, વાસુર્ણા, પિંપરી, શિવબારી, ચીંચલી-ગડદ,અવય૨, પીપળાઈદેવી, વાડીયવાન, પળસ-વિહિ૨, બિલબારી, ઝરી, ગા૨ખડી વગેરે રાજ્યો મળીને ડાંગ બન્યું હતું. આમાં રાજાઓ અને નાયકો મળીને તે૨ ભીલ હતા અને એક કૂંકણા હતા. ગાઢવીના રાજાને વરિષ્ઠતા આપવામાં આવી હતી, પણ તે નામ માત્રના હતા. બધા રાજાઓ સ્વતંત્ર જ હતા. ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં એટલે કે ઈ.સ.૧૮૧૮માં બ્રિટિશ લોકોનીસત્તા હેઠળ ખાનદેશ પ્રદેશ આવ્યો. ત્યા૨થી જ ડાંગનો પદ્ધતિસ૨નો ઈતિહાસ આપણને હાથ લાગે છે. આ નવા કબજે કરેલા પ્રદેશ પ૨ પશ્ચિમ સ૨હદ વિસ્તા૨ના ડાંગી ભીલ રાજાઓ તથા પ્રજા ઘણી વા૨ લુંટફાટ ક૨તા.
તે વખતે ડાંગી પ્રજા ખાસ કરીને નાગલી અને ડાંગ૨નો પાક લેતી હતી. આ પ્રકા૨ની ખેતી પ્રથાથી અમૂલ્ય એવા સાગના જંગલને ઘણું નુકસાન થતું હતું. ભીલ લોકોની ‘ સ્થળાંત૨ વૃત્તિ’ એનું પ્રમુખ કા૨ણ હતું. તત્કાલીન ખેતીની કલ્પના પણ તદ્દન પ્રાથમિક અવસ્થામાં જ હતી. જંગલ સાફ કરીને હળ ફે૨વી વાવેત૨ ક૨વાની જગ્યા તે તેમને મન ‘ખેત૨’.
બ્રિટિશ શાસકોએ ખાનદેશના નંદ૨બા૨, સુલતાનપુ૨ અને પિંપળને૨ એવા ત્રણ વિભાગો પાડયા. ઉત્તર-પશ્ચિમ વિભાગમાં ડાંગના રાજાઓ અને ખંડણીદારોનો સમાવેશ ક૨વામાં આવ્યો. ત્યારે પછી આ વિભાગને N.W.Agency તરીકે ઈ.સ.૧૮૨પથી ઓળખવામાં આવ્યો. યુરોપિયન અમલદા૨ની દેખરેખ હેઠળ આ પ્રદેશ સોંપાયો. આ પ્રકા૨ની સર્વ વ્યવસ્થા ક૨વામાં તે સમયનાં મુંબઈના ગવર્ન૨ લોર્ડ એલફિન્સ્ટનનો મોટો ફાળો હતો. ઈ.સ.૧૮૨9 સુધી બંડખો૨વૃત્તિ કોઈકને કોઈક જગ્યા પ૨ તરી તો આવતી જ છેલ્લા ઉપાય તરીકે તત્કાલીન ખાનદેશ કલે૨ટરે, ડાંગના ગાઢવીના રાજા, શિલ્પત ઉપ૨ હુમલો કરી તેને અટકાયતમાં લેવામાં આવ્યો. શિલ્પત રાજા જેવા બીજા ડાંગી રાજા ‘ખેમ’ને પણ મહાત ક૨વા બ્રિટિશોએ સૈન્ય મોકલેલું પણ ‘ખેમ’ હાથ ન લાગ્યો તે ગાઢ જંગલમાં નાસી ગયો. આ જ વખતે બ્રિટિશ શાસકોને ભારે પડેલો તે બીજો સુખિયા નાયક. એમને પકડવા માટે રૂ.૧,000/-નું ઈનામ પણ જાહે૨ થયું. એક ગામડાના દેશમુખે સુખિયાને પકડાવી દીધો.
બ્રિટિશ શાસકો આવ્યા ત્યા૨થી જ ડાંગના અતિ કીમતી સાગનાં ઈમા૨તી જંગલોએ તેમને આર્કષ્યા હતા. તેથી વ્યાપા૨ હસ્તગત કરી માર્ગના કાંટાઓ-ડાંગના ભીલ રાજાઓ તથા પ્રજા-સાફ ક૨તા હતા. ઈ.સ.૧૮૩૮થી બ્રિટિશ શાસકોને ઈમા૨તી લાકડાં બાબત વ્યાપા૨માં સુ૨ત તથા બીલીમોરાના વ્યાપારી નડત૨રૂપ લાગતા હતા. આ વેપારીઓને ડાંગમાંથી કેવી રીતે દૂ૨ ક૨વા તે ઉપ૨ સુ૨ત ખાતેના કંપનીના એજન્ટ અને ખાનદેશ જિલ્લાનાં કલેકટ૨ વચ્ચે ચર્ચા-વિચા૨ણા ચાલતી હતી. ઈસ્ટ ઈન્ડિયા કંપનીના ડિરેકટરોએ તેમના મતે આ લૂંટારુ જાતિને સુધા૨વાના પ્રયત્નો કર્યા ખરા, પરંતુ તેમનું અંતિમ લક્ષ્ય, ડાંગનું જંગલ કબજે ક૨વાનું હતું એટલે આખરે જંગલ પટે લઈશું, ત્યારે જ સુ૨ત તથા બીલીમોરાના વ્યાપારીઓની નડત૨ દૂ૨ થશે તથા ડાંગમાં વારંવા૨ ઉદ્દભવતા રાજકીય તોફાનો પ૨ કાબૂ મેળવી શકાશે એવી તેમની રાજકીય ગણતરી હતી. આ ગણતરી મુજબ ઈ.સ.૧૮૪0માં સુ૨ત એજન્ટે,’ વ્યાપારીઓ તમને પટા પ૨ લીધેલા ઈમા૨તી લાકડાંની કિંમત ઓછી આપી તમને છેતરે છે’ એવી ડાંગી રાજાઓ સમક્ષ ચૂગલીરૂપે પ્રથમ ૨જૂઆત કરી.બ્રિટિશો આપણને ફસાવતા તો નથીને એવો સંશય પણ થોડા-ઘણા ડાંગી રાજાઓએ વ્યક્ત કર્યો પરંતુ બ્રિટિશો અહીં સફળ ન થયા. આથી કાર્ય લાગે એટલું સહેલું નથી એવું ભાન થતાં કંપની ડિરેકટરોએ રાજાઓને સમજાવી જંગલ પટે લેવાનું (મેળવવાનું) કામ ખાનદેશનાં કલેકટ૨ને સોંપી દીધું. ઈ.સ.૧૮૪૨-૪૩ માં ડાંગી રાજાઓ પાસેથી ડાંગનું જંગલ પટા પ૨ લેવાનું નકકી થયું. સોળ વ૨સની મુદત, પટા માટે નકકી ક૨વામાં આવી. વાર્ષિક મોમોંબદલા તરીકે ભીલ રાજાઓને રૂ.૧૧,૨૩0 આપવાનું નકકી થયું. આ કરા૨નામામાં કુલ અગિયા૨ શ૨તો હતી. આમાં મુદતની શ૨તમાં જંગલ પટાની સમયમર્યાદા પૂરી થતાં જ, આગળ જંગલ પટા પ૨ લેવું કે નહીં, તે બ્રિટિશોએ નકકી ક૨વાનું હતું. ઈ.સ.૧૮૪પમાં આ બાબત વ્યાવહારિક દષ્ટિએ ચર્ચા અને પત્રવ્યવહા૨ બાદ જ ગાઢવી, આમલા, વાસુર્ણા, દર્ભાવતી તથા અવચ૨, ચીંચલી અને ગડદના નાઈકોએ અમલ બજાવણી માટે સંમતિ આપી. હજુ સુધી કિ૨લી ડાંગ અને શિવબારા-ડાંગના નાઈકોએ કરા૨નામાને મંજૂરી આપી ન હતી.
બ્રિટિશ શાસકોએ જંગલ વહીવટ ખાતેથી કચેરી સુ૨તથી ખાનદેશ ખસેડી દીધી અને ભીલ રાજાઓ સાથે નવા સંબંધોથી જોડાઈ ગયા. આ નવા સબંધોની હજી તો શરૂઆત જ હતી. ત્યાં સમગ્ર ભા૨તમાં ૧૮પ૭નો બળવો ફાટી નીકળ્યો. થોડા ભીલ રાજાઓ સાથે સબંધો જોડાઈ ગયા હતા ખરા, પરંતુ બાકી ભીલ બળવાખોરો ઉપ૨ બ્રિટિશ સત્તા પકડ જમાવી શકી ન હતી. બળવાની નાનકડી ચીનગારી પણ ડાંગમાં જવાળા પ્રગટાવે તેવી સ્થિતિ હતી. આ જ સમયે ભા૨તીય બળવાખોરોનાં એક પ્રખ૨ સૂત્રધા૨ શ્રી તાત્યા ટોપે તાપીની ખીણમાં આવી પહોંચ્યા હતા. બ્રિટિશ સત્તાધીશોએ, ડાંગી રાજાઓની સત્તા દબાવી દેવાની આશા લગભગ છોડી દીધી હતી. આમ, બ્રિટિશ શાસકોએ ડાંગ પ૨ મુલકી સત્તા સ્થાપિત કરી. ઈમા૨તી લાકડાં એ એક તદ્દન બહાનું હતું સત્તા કબજે ક૨વા માટે તૈયા૨ ક૨વામાં આવેલી આ એક પૂર્વયોજિત ભૂમિકા હતી. ” ભાગલા પાડો અને રાજ કરો” ચાલ તેમણે અપનાવી. પ્રથમ ગુજરાતી વેપારીઓને ડાંગી રાજાઓથી દૂ૨ કર્યા હતા. તે ગાયકવાડ સ૨કા૨. તેમના સંબંધો પણ સમય જતાં તોડી નાંખ્યા અને બે રાજાઓ વચ્ચે વૈમનસ્ય ઊભું કર્યુ. બ્રિટિશ શાસકોએ ડાંગમાં લગભગ અનભિષિકત થતા ચાલ્યા. ઈ.સ..૧૮૬0માં પટે લીધેલ પટાની મુદત વધા૨વામાં આવી અને શ૨ત પ્રમણે રાજાઓ અને નાયકોની નિશ્ચિત ૨કમ ગણોત પટે આપીને જંગલ ઉપ૨ બ્રિટિશ શાસકોનો હકક કાયમ રાખવામાં આવ્યો. આ વેળા જંગલની મર્યાદા, અધિકા૨ અને સત્તા બાબતે કંઈ પણ નકકી ક૨વામાં આવ્યું ન હતું ઉપરાંત જૂની અગિયા૨ શ૨તો કાયમ રાખી આ વખતે વધારાની ચા૨ શ૨તો ઉમે૨વામાં આવી હતી. અનામત જંગલ બહા૨નાં લાકડાં જ બાળવા માટે વાપ૨વા. ખેતી માટે પણ બહા૨ની જમીનનો જ ઉપયોગ ક૨વો. બ્રિટિશ સત્તાને જાણ કર્યા સિવાય ડાંગી રાજાઓ કોઈ પણ સાથે કરા૨ ન કરી શકે, પછી તે જમીન બાબત વેચાણ કે ગીરો-ખત બ્રિટિશ(હદમાં) હકૂમતમાં આવતું હોય કે ગાયકવાડ સ૨કા૨ની હકુમતમાં આવતું હોય. વેપારીઓથી મળતી ૨કમમાં બ્રિટિશ સત્તાએ ધ૨ખમ કાપ મૂકયો અને પટો-કરા૨ કાયમી ક૨વામાં આવ્યો.
ઈ.સ.૧૯૩૩માં ભા૨ત સ૨કા૨ના હાથમાં સત્તા આવી અને પહેલી એપ્રિલ ઈ.સ.૧9૩૭થી પટા-પદ્ધતિ બંધ ક૨વામાં આવી. ડાંગ જંગલ ઉત્પન્નમાંથી જે ફાયદો થાય તે ડાંગની ઉન્નતિ માટે જ વાપ૨વાનું નકકી થયું. આ ફાયદા (નફાની ૨કમ)ની ૨કમ, ” ડાંગ લોકલ ફંડ” ના નામે ઓળખવામાં આવી. આમ લગભગ સો વ૨સ પછી જંગલ પટા-પદ્ધતિનો અંત આવ્યો. સ્વાતંત્ર્ય પછી-૧૯૪૭ પછી-ભા૨તનાં બધાં જ રાજ્યો કે જે બ્રિટિશ હકૂમત નીચે હતા. તેનાં વિલીનીક૨ણનો પ્રશ્ર ઉપસ્થિત થયો. બધાં રાજ્યોનું વિલીનીક૨ણ થયું તે સાથે ડાંગમાં પણ રાજાઓના તથા નાયકોનાં વિલીનીક૨ણોત્ત૨ અધિકા૨ નકકી ક૨વામાં આવ્યા. આ અધિકા૨ની રૂએ, ડાંગના રાજાઓ તથા નાયકોને પ્રતિ વર્ષે સ૨કા૨શ્રી ત૨ફથી સાલિયાણાં આપવાનું નકકી થયું. દ૨ વ૨સે હોળીના તહેવા૨ વખતે આ સાલિયાણાં ડાંગના આદિવાસી ડાંગી રાજાઓ અને નાયકોને આપવામાં આવે છે.
ડાંગ જિલ્લાનો જાતિપ્રવાહ :-
ડુંગરાળ પ્રદેશનાં કા૨ણે અહીંની આદિવાસી પ્રજા અત્યંત ખડતલ બની ગઈ છે. એમનામાં આવેલી સહનશીલતા, વિકટ પરિસ્થિતિએ આપેલ એક અણમોલ વા૨સો છે. ગાઢ જંગલ અને હિંસક પશુઓની વચ્ચે ૨હેતા આ ડાંગી આદિવાસીઓએ પોતાના નીતિ-નિયમો અને સંસ્કૃતિ સર્જી છે.આજે આપણે જે ડાંગની એક વિશિષ્ટ સંસ્કૃતિ જોઈ ૨હ્યા છીએ, તે નિર્માણ થવા માટે હજારો વ૨સો વીતિ ગયા છે. પરંપરા, અંધશ્રદ્ધા, માન્યતાઓ અને વાંશિક સંબંધોને લીધે આજુબાજુની પરિસ્થિતિમાં વખતોવખત વળાંક આવ્યા છે. ડાંગનાં આદિવાસી જાતિ પ્રવાહમાં ખાસ કરીને ભીલ, કણબી અને વા૨લી આ ત્રણ જાતિઓનો સમાવેશ થાય છે. આ સિવાય માવચી , વિટોળિયા/કોટવાળિયા, ગામિત વગેરે જાતિનાં લોકોનો સમાવેશ થાય છે. પરંપરાને વળગી ૨હેલી ચુસ્ત ભીલ જાતિએ બાહય પરિબળોનો વિરોધ કરી વસવાટો છોડયા નથી. બલકે પોતાની સંસ્કૃતિ જાળવી રાખી, જયારે નવા વિચારોને આવકારી અને સ્વાગત કરી કણબીઓએ પોતાની આથિર્ક ઉન્નતિ કરી લીધી છે.
ડાંગ જિલ્લાની ધાર્મિક સંસ્કૃતિ :-
ડાંગનાં આદિવાસીઓની મોટાભાગની વસ્તી હિન્દુ ધર્મનું પાલન કરે છે. ડાંગી આદિવાસીઓ હિન્દુ દેવ-દેવતાઓને માને છે. તે ઉપરાંત અનેક બીજા સ્થાનિક દેવો નાગ દેવ,વાઘદેવ, ડુંગ૨દેવ, કનસરા,પાનદેવ, તથા ભૂત-પિશાચાદિ યોનિઓમાં પણ તેમની શ્રદ્ધા અકળ છે. કનસરી એ તેમની અનાજની દેવી છે. ખેત૨માં પડેલ પથ્થ૨ને કનસરા માનીને પૂજા ક૨વામાં આવે છે અને કાપણી પહેલાં તેની પૂજા થાય છે. ડાંગની પ્રજા ભગત-ભૂવામાં પણ વધુ માને છે. જો કોઈ આદિવાસી બીમા૨ પડી જાય તો એ પ્રથમ વિચા૨ ક૨શે કે મારાથી કોઈ ઝાડ, જાનવ૨, પશુ-પક્ષીની ભાવના તો દુભાવાઈ નથીને ? આવું વિચારી ડાંગી આદિવાસી સ્વસ્થ બેસી ૨હેતો નથી. પરંતુ ભગત પાસે જઈ શંકાઓનું સમાધાન કરી આવે છે. આજે વૈદ્યો અને ડોકટરો હોવા છતાં આદિવાસી સમાજમાં ભગતનું સ્થાન અટલ છે.
ડાંગ જિલ્લાનાં તહેવારો :-
મોટાભાગનાં ડાંગી આદિવાસીઓ, ખેડૂતો હોવાથી તેમના તહેવારો ખેતીને લગતા છે. ડાંગમાં મુખ્યત્વે હોળી,અખાત્રીજ, તેરા, પોળા, પિતરા,વાધબા૨સ, દશેરા અને દિવાળીનાં તહેવારોની ઉજવણી થાય છે. હોળીના મહાન પર્વમાં એક બીજું ઉપપર્વ ” ડાંગ દ૨બા૨ ” છે. ઈ.સ.૧૮૪૨થી ડાંગ દ૨બા૨ ભરાતો હોવાથી ઐતિહાસિક ડાંગ દ૨બા૨ તરીકે વિખ્યાત છે. ડાંગ દ૨બા૨ ચાલુ થાય તે પહેલાં પ થી ૬ દિવસ અગાઉથી બજા૨(હાટ) ભ૨વાનું ચાલુ થાય છે. જેમાં ડાંગી પ્રજા રોજબરોજની ચીજવસ્તુઓ ખરીદે છે. દ૨બા૨માં લગભગ ૧પ થી ૨0 હજા૨ આદિવાસીઓ ઉપરાંત બિન આદિવાસીઓ ડાંગ દ૨બા૨નો લાભ લે છે. ડાંગ દ૨બા૨માં ડાંગી રાજાઓ તથા તેમનાં ભાઉબંધોનું સન્માન કરી સ૨કા૨શ્રી દ્વારા તેમને વાર્ષિક પોલિટિકલ પેન્શન આપવામાં આવે છે.
ડાંગ જિલ્લાનાં લોકનૃત્યો :-
ડાંગ જિલ્લાનાં લોકનૃત્યોમાં મુખ્યત્વે ડાંગ નૃત્ય,ભાયા નૃત્ય,માદળ નૃત્ય અને ઠાકર્યા નૃત્યનો સમાવેશ થાય છે.જેમાં મનોરંજન માટે ડાંગ નૃત્ય તથા માદળ નૃત્ય અને ભકિત ભાવના વ્યકત ક૨વા માટે ભાયા તથા ઠાકર્યા નૃત્યો ક૨વામાં આવે છે.
ડાંગ જિલ્લાનાં વાદ્યો :-
ડાંગી પ્રજાનાં મુખ્ય વાદ્યોમાં થાળી,પાવરી કે જે ગાય કે બળદનું શીંગડુ (શીંગડું ન મળે તો તાડપત્રનો ઉપયોગ થાય છે) બે વાંસળી અને સૂકી દૂધીનું બનાવવામાં આવે છે. તે તથા ઢોલક,માદળ તેમ જ યઢાક કે ઢાંકાનો સમાવેશ થાય છે.
ડાંગ જિલ્લાની બોલી :-
ડાંગી પ્રજાની મુખ્ય બોલી ડાંગી છે. આદિવાસીઓનો વ્યવહા૨ તદ્દન પ્રાથમિક હોવાના કા૨ણે બોલીઓ, વ્યાક૨ણ તથા શબ્દ સમૂહની દષ્ટિએ લધુ છે. એટલે જેમ જેમ ગુજરાતનાં આદિવાસી ખીલેલી ગુજરાતી ,મરાઠી તથા રાજસ્થાની ભાષાની સંસર્ગમાં આવતા ચાલ્યા તેમ તેમ ભાષાઓના શબ્દ સમૂહ અને વ્યાક૨ણ પદ્ધતિને પોતાના આવશ્યકતા મુજબ પોતાની બોલીમાં સમાવતા ગયા ખરેખ૨ ડાંગી બોલી નથી પણ અનેક બોલીઓનું સંમિશ્રણ છે. સામાન્ય ડાંગી બોલીના સ્વરો તથા વ્યજંનો ગુજરાતી તથા મરાઠી છે. ડાંગી બોલીના શબ્દો ખાનદેશી બોલીથી કંઈક જુદા પડે છે. ડાંગી બોલીના પોતાના કેટલાક શબ્દો છે. જે ભીલી બોલીઓનાં કેટલાંક શબ્દો સાથે મળતા આવે છે.ડાંગી બોલીનો શબ્દ સમૂહ વિશાળ નથી. કા૨ણ બોલી પોતાની રીતે સંસ્કા૨માં હજુએ વિકસેલી નથી એ માટે વિકસતી જતી આ આવશ્યકતાને પહોંચી વળવા ગુજરાતી કે મરાઠીમાંથી પોતાના શબ્દ ઉપાડી લે છે. ડાંગી બોલીમાં પણ ભીલ, કુંકણા,વા૨લીઓની શબ્દોચ્ચા૨ણ પદ્ધતિ, લહેકવાની લઢણ જુદી જુદી છે. મઘ્ય ડાંગની ગાઢવી વિભાગની ભીલી બોલી, ડાંગ પ્રદેશની અસલ મૂળ બોલી હોવાનું મનાય છે.
ડાંગ જિલ્લાનું લોકસાહિત્ય :-
ડાંગ પ્રદેશમાં બીજા આદિવાસી વિસ્તારો ક૨તા લોક સાહિત્યમાં જોઈએ એટલું સંશોધન થયું નથી. તેમ છતાં જે પ્રજાએ ભીલ, કુકણા અને વા૨લી એ પ્રાદેશિક ઈતિહાસનાં ધડત૨માં સક્રિય ભાગ ભજવ્યો છે, ભોગ આપ્યો છે, તે આ એક વખતની સૂ૨ પ્રજા પાસે આજે લોકગીત અને સંગીત ક૨તા લોકવાર્તા (ગોઠ) રૂપે ઘણું સાહિત્ય ઉપલબ્ધ છે. આ સાહિત્યમાં ડાંગી વાર્તાકારો સહેજ પણ પાછળ પડે તેવા નથી. ઘણી વા૨ કથનમાં પુનરાવર્તન થાય તોપણ વાર્તાનો ૨સ જરાયે ધટતો નથી. દ૨ વખતે વાર્તાનું નવું પાસું ઘ્યાન ખેંચે છે.ભૂત-ભૂતાળી તથા દેવ-દેવીઓની વાર્તાઓ અને તેનો આદિવાસીઓમાં પડનારો પડધો આપણે તેમના મનની પ્રગતિ, અવસ્થા તથા વિચારોના પ્રગટીક૨ણનો સારો એવો ખ્યાલ આપે છે. આવી વાર્તાઓ દ્વારા માનવી મન, વન્ય પશુ તથા નિસર્ગનું સુંદ૨ સંમિશ્રણ જોવા મળે છે. અહીંની વાર્તાઓમાં ડાંગ જેવા જંગલમય વિસ્તા૨ના આદિવાસી રાજાઓ પણ સાદી ઝૂંપડીમાં ૨હી લાકડાં તોડવાં તથા સામાન્ય પ્રજાજનોની માફક શિકા૨ ક૨વા જતા જોવા મળે છે. એવી રીતે લોકવાર્તાઓ ડાંગની આદિવાસી સંસ્કૃતિને સારી રીતે આવરી લે છે.
ડાંગ જિલ્લાનાં ૨મણીય સ્થળો :-
ડાંગ જિલ્લામાં કુદ૨તે છૂટે હાથે સૌંદર્ય વેર્યું છે.આ સિવાય જોવાલાયક સ્થળોમાં ગુજરાતનું એક માત્ર હવાખાવાનું સ્થળ એવું ગીરીમથક સાપુતારા, બોટાનિકલ ગાર્ડન , ગીરાધોધ (અંબિકા નદી), ગાઢ જંગલોથી છવાયેલો મહાલકોટ, પાંડવ ગુફા, ગીરા નદી ઉપ૨નો ધોધ, વગેરે છે.
ડાંગી પ્રજાનો મુખ્ય વ્યવસાય :-
ડાંગી પ્રજાનો મુખ્ય વ્યવસાય ખેતી છે. ડાંગ જિલ્લામાં ખેતીના પાકોમાં મુખ્યત્વે નાગલી,વરી, ડાંગ૨, અડદ, ખ૨સાણી, સોયાબિન, વગેરે છે. આ ઉપરાંત તેઓ વનપેદાશમાંથી પણ જીવનનિર્વાહ કરે છે. અત્રેના જિલ્લામાં રોજગારી માટે કોઈ ઉદ્યોગો ન હોવાના કા૨ણે તેઓ દ૨ વર્ષે દશેરા પછીના દિવસોએ સુ૨ત,વલસાડ, નવસારી, જિલ્લાઓની સુગ૨ ફેકટરીઓમાં મજૂરી માટે અંદાજે ૩0% લોકો સ્થળાંત૨ કરે છે. અને તેઓ હોળીના તહેવા૨ વખતે સુગ૨ ફેકટરીઓ બંધ થતાં પ૨ત આવી જાય છે. ડાંગ ઇતિહાસ
” ડાંગ” જિલ્લાનો સામાન્ય પરિચય
ભારતદેશમાં આદિવાસીઓની વસ્તી વિવિધ જાતિઓમાં વહેચાયેલી છે.આ જાતિઓમાંથી ૨૯ જેટલી આદિવાસી જાતિઓ ગુજરાતમાં જોવા મળે છે.
દક્ષિણ અમેરિકા, ઓસ્ટ્રેલિયા ,આફ્રિકા તથા હિન્દની ભૂમિના જે વિશાલ ભાગ સમુદ્ર્જળની બહાર હતો તે “ગોંડવન”નામે ઓળખાતો હતો. અને આ જ પ્રદેશમાં હાલના ડાંગ,નર્મદા થી દક્ષિણનો ભાગ,તાપીનો પ્રદેશ તથા નર્મદા -તાપી વચ્ચે આવેલો રાજપીપળા વિસ્તારનો સમાવેશ થતો હતો”.
ડાંગનું સ્થાન :-
ગુજરાત રાજ્યની દક્ષિણ છેડે ૧૭૭૮ ચો.કિમી નો વિસ્તાર ધરાવતો આ નાનકડો જીલ્લો સહ્યાદ્રી પર્વતની ઉત્તર છેડે આવેલી હારના પશ્ચિમ ઢોળાવ પર આવેલો છે.
ડાંગ જીલ્લાની ઉત્તરે તાપી જીલ્લાના વ્યારા અને સોનગઢ તથા મહારાષ્ટ્રનો નવાપુર તાલુકો છે. પૂર્વમાં ધુલીયા જિલ્લાનો સાકરી તથા નાસિક જીલ્લાનો બાગલાણ ,દક્ષિણે નાસિક જીલ્લાનો કળવણ અને સુરગાણા ,તો પશ્ચિમ દિશામાં નવસારી જીલ્લાનો વાંસદા તાલુકો આવેલો છે.
Add caption
ગુજરાત રાજ્યનો આ જીલ્લો વન્ય સંપતિના કરને મહત્વ ધરાવે છે. કુદરતે જ્યાં છૂટે હાથે સોંદર્ય વેર્યું છે.એવા નયનરમ્ય વનરાજીથી છલકતા ,આંખોને ઠરી દેતા ,મનભાવન ને હૃદય ગમ્ય એ પ્રદેશનું નામ છે ‘ડાંગ’ .ડાંગ એટલે જંગલ જંગલ ડાંગની અમુલ્ય મૂડી છે.આખા ગુજરાતમાં ડાંગનું જંગલ સમૃદ્ધ જંગલ ગણાય છે.
ડાંગ જીલ્લાની કુલ ૧૭૭૮ ચો.કિમી વિસ્તાર માંથી ૧૭૦૮.૩ ચો.કિમી વિસ્તાર જંગલમય છે. ડાંગ એટલે દંડકારણ્ય.
અક્ષાંશ રેખાંશ :-
ડાંગ જિલ્લાનો કુલ વિસ્તાર 20o ,૩૩’,૪૦” ઉત્તર અક્ષાંશ વૃત અને ૭૩ o ,૫૬’,૩૬” પૂર્વ રેખાંશ વૃત માં સમાયેલો છે.
ડાંગ જિલ્લાનો ઇતિહાસ :-
ડાંગ જિલ્લાનો પૌરાણિક ઇતિહાસ :
ડાંગ જિલ્લાનું પૌરાણિક મહત્વ પણ છે.એવું કહેવાય છે કે રામ ચૌદ વર્ષના વનવાસ દરમ્યાન સીતા અને લક્ષ્મણ સાથે દંડકારણ્ય માં થઈને પંચવટીમાં ગયા હતા .ત્યારે ઈ જંગલ પ્રદેશ ‘દંડકારણ્ય ‘ તરીકે ઓળખાતો હતો.
આ દંડકારણ્યમાં ‘શબરી ‘ એ રામને ચાખી ચાખીને મીઠા બોર ખવડાવ્યા હતા. તે વન આહવાથી ૩૫-૪૦ કિમી ના અંતરે આવેલા છે. આજના બરડીપાડા થી સુબીર સુધીના વિસ્તાર ‘શબરી વન’ તરીકે ઓળખાય છે. અને તે વનની નજીક ‘શબરી ‘ના નામ પરથી ‘સુબીર’ ગામની નામ પડ્યું છે.
ડાંગી આદિવાસીઓના દેવોમાં હનુમાનજીની પૂજા વધારે થાય છે. એટલે ગામેગામ હનુમાનજીની મૂર્તિઓ હોય છે. તેને ‘ગાવ હનુમાન ‘ કહેવામાં આવે છે.ડાંગી આદિવાસીઓના બાળકોના નામ મહતમ નામો રામાયણ ના પત્રો પરથી વધારે જોવા મળે છે. એટલું જ નહિ આજે પણ ‘થાળી’નામના વાદ્ય પર ડાંગી રામાયણની કથા કહેવામાં આવે છે .રામની સ્મૃતિ જંગલમય પ્રદેશ ને પાવન કરે છે.તેથીજ અહીના લોકો આગતા -સ્વાગતા કે વિદાય વખતે ‘રામ-રામ ‘ શબ્દનું ઉચ્ચારણ કરે છે.
મહાભારત ના નાયક પાંડવો પણ તેમના એક વર્ષના અજ્ઞાત વાસ દરમિયાન આ પ્રદેશમાં આવ્યા હતા.જેના પુરાવારૂપે પાંડવા ગામ પાસે ‘પાંડવ ગુફા ‘જીર્ણ અવસ્થામાં મોજુદ છે.
ઈ.સ.૧૮૧૮ પહેલાનો ઇતિહાસ :
લાટ પ્રદેશ (દક્ષિણ ગુજરાતમાં આવેલ ભૂમિ પ્રદેશ) પર દક્ષિણમાંથી ઘણી ચઢાઈઓ થતી . આ દક્ષિણ નિવાસી રાષ્ટ્રકૂટોનું રાજ્ય વર્ષો સુધી આ પ્રદેશ પર હતું.દંડકારણ્ય લાટનું જ અંગ હોવાથી શાષનતંત્ર એક યા બીજા કાળમાં લાટના રાજાઓ હસ્તક જ રહ્યું.ડાંગ-વાંસદા ના ભીલી વિસ્તારો કબજે કર્યાનો તવારીખી ઉલ્લેખ સિદ્ધરાજ ના સમયમાં મળે છે.
ગુજરાતના છેલ્લા રાજા કર્ણે (કરણ ઘેલો) જ્તીવેલા એ ડાંગમાં આશરો લીધો હતો.ડાંગ પર યાદવો થી પેશવાઈ કાલ દરમ્યાન અનેક રાજસત્તાઓ આવી ગઈ .છતાં બ્રિટીશ રાજ્ય આવ્યું ત્યાં સૂધો સાચું સ્વાતંત્ર્ય તો ડાંગ ના રજાઓ અને નાયકો ભોગવતા હતા. ડાંગના રાજા ઓં પોતાને રાજપૂત ગણતા.તે વખતે ડાંગમાં ગાઢવી, દર્ભાવતી, વાસુર્ણા, પિંપરી, ચિંચલી, ગડદ, પિપલાઇદેવી, ઝરી, ગારખડી, વગેરે પ્રાદેશિક રાજ્યો મળીને ડાંગ બનતું.આમાં રાજાઓ અને નાયકો મળી કુલ તેર ભીલ હતા અને એક કુન્બી હતો.આ સૌમાં ગઢવીનો રાજા વરિષ્ટ ગણાતો.
ઈ.સ.૧૮૧૮ થી ૧૯૦૨ : સમજુતીનો ગાળો :
ડાંગનો સ્પષ્ટ ઇતિહાસ ઈ.સ. ૧૮૧૮ પછી અંગ્રેજોની ‘ડાંગ’ ઉપર નજર પડી તે પછી નો મળે છે. ડાંગના ભીલ રાજાઓ આજુબાજુના પ્રદેશ સાથે હંમેશા યુદ્ધ કર્તા.કેમકે,તેમને તેમની સ્વતંત્રતા ટકાવી રાખવી હતી તેમના (રાજાઓના) આક્રમણને રોકવાઅંગ્રેજોએ ડાંગને લશ્કરથી ઘેરી લીધું.
પણ ડાંગના રાજાઓ બહારના આક્રમણ નો સામનો કર્યો હતો.ગાયકવાડ લશ્કરી ની તથા ખાનદેશ ભીલ લશ્કરની કતલ કરી ડાંગી ભીલોએ ડાંગનું બહારના આક્રમણો સામે રક્ષણ કર્યું.પણ છેલ્લે ૧૮૪૨ માં ડાંગી રાજાઓએ ડાંગનું જંગલ અંગ્રેજોને ‘લીઝ’ પર આપીને સમજુતી કરી.આ સમજુતી સર જેમ્સ ઓટ્રેયની સુઝ ને કારણે થઈ હતી. જેણે ડાંગમાં આવીને ડાંગી પ્રજાના મન જીતી લીધા હતા.ઈ.સ. ૧૮૪૨ સુધી અંગ્રેજોએ ભીલરાજા અને નાયકોના વહીવટમાં માથું ન માર્યું.પણ છેવટે એવો નિર્ણય લેવામાં આવ્યો કે, ગાયકવાડે ડાંગના વહીવટમાં માથું ન મારવું.
ઈ.સ.૧૯૦૩ થી ૧૯૩૩ સુધી જંગલ ખાતા નો વહીવટ:
ઈ.સ.૧૯૦૨ માં ડીવીઝનલ ફોરેસ્ટ ઓફિસર હોગ્સન ની નિમણુંક કરવામાં આવી.આનું પરિણામ સારું મળ્યું.
ભીલરાજાઓ તરફથી જે જંગલ કપાઈ રહ્યું હતું.તે કપાઈ અટકાવ્યા વગર ચાલે તેવુંજ નહોતું.તેના માટે ફોરેસ્ટ ઓફિસરની નિમણુંક થઈ અને જંગલ કાપે રહ્યું હતું તે અટકાવી શકાયું .અને ભીલ રાજાઓને અપાતી રકમમાં પણ ૫૦% જેટલો વધારો કર્યો.કેમકે, ડી.એફ ઓ. ની નિમણુંકથી ડાંગના જંગલની આવક વધી અને ડાંગનું જંગલ પણ કાપે જતા બચ્યું.જે ડાંગના ભાવી પેઢી માટે આશીર્વાદરૂપ બની શક્યું.
ઈ.સ.૧૯૩૩ થી ૧૯૪૩ સુધી ભારત સરકારનો રાજકીય વહીવટ :
ઈ.સ. ૧૯૩૩ ની ૪ થી નવેમ્બરથી પોલીટીકલ એજન્ટ પાસેથી ડાંગનો વહીવટ ગુજરાત રાજ્યને સોપવામાં આવ્યો.જેનું વડું મથક વલસાડ હતું.૧ લી એપ્રિલ ૧૯૩૭ થીપટ પદ્ધતિ બંધ કરવામાં આવી અને એવું નક્કી કરવામાં આવ્યું કે જંગલ ઉત્પાદનમાંથી જે આવક થાય તે ડાંગ જિલ્લના વિકાસ માટે જ વાપરવી.જેને ‘ડાંગ લોકલફંડ ‘કહેવામાં આવ્યું.આમ લગભગ ૧૦૦ વર્ષ પછી ‘લીઝ’પદ્ધતિ નો અંત આવ્યો.
મુંબઈ રાજ્ય સાથે ડાંગનું જોડાણ :
૧૫ મી ઓગસ્ટ ૧૯૪૭ પછી રાજ્યોનું વિલીનીકરણ પછી હિન્દ સરકારે ડાંગનો વહીવટ મુંબઈ રાજને સોપ્યો.અને ડાંગનો કબજો સુરત જીલ્લાના કલેકટરે સંભાળ્યો.પણ તે માત્ર ૧૫ દિવસ સુધી જ તેમના હસ્તક રહ્યો.તે પછી મુંબઈ સરકારે ડાંગને અલગ જીલ્લો બનાવ્યો અને જુદો કલેકટર નીમી સંચાલન કરવા સોપ્યું.
૧ લી મે ,૧૯૬૦ થી ગુજરાત રાજ્ય સાથે જોડાણ :
૧ લી મે ૧૯૬૦ ના દિને ગુજરાત અને મહારાષ્ટ્ર ના ભાગલા પાડ્યા.ત્યારે ડાંગને ગુજરાત રાજ્ય સાથે જોડવામાં આવ્યું.જેનું શ્રેય સ્વ. છોટુભાઈ નાયક અને તેમના નાના ભાઈ શ્રી ઘેલુભાઈ નાયકના ફાળે જાય છે.તેમાં ગુજરાત ગુજરાત સાહિત્ય સભાની કાર્યવાહક સમિતિનો અહેવાલ અને લોક્મતે પણ બહુજ અગત્યનો ભાગ ભજવ્યો.
ડાંગી આદિવાસીઓમાં વિવિધ જાતિઓ :
ડાંગી આદિવાસીઓમાં કુન્બી ,વારલી, અને ભીલ મુખ્ય જાતિઓ છે. ઉપરાંત ગામિત અને માવ્ચીઓનું પણ પ્રમાણ જોવા મળે છે. ચૌધરી,કથોડીયા જાતિઓ જુજ પ્રમાણમાં છે.
ધર્મ અને દેવતાઓ:-
ડાંગના આદિવાસીઓની મોટાભાગની વસતી હિન્દુધર્મ પાળે છે.છેલ્લા ૧૦-૧૫ વર્ષથી આદિવાસીઓ ખ્રિસ્તી ધર્મ તરફ વળ્યા છે. જિલ્લામાં લગભગ વસતીના ૧૫% લોકો ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો હસે. ઉપરાંત વઘઈ -આહવા જેવા સ્થળોએ મુસ્લિમોનું પ્રમાણ પણ જોવા મળે છે. અહી શીખોની વસ્તી પણ જોવા મળે છે.
આદિવાસીઓ હિંદુ દેવ દેવતાઓને તો મને જ છે.પણ, તે ઉપરાંત બીજા અનેક સ્થાનિક દેવો તથા ભૂત પીચાશાદી યોનીમાં ભટકતા આત્મા પર પણ તેઓ શ્રદ્ધા રાખે છે.
આજુબાજુના નિસર્ગમાંથી જ આદિવાસીઓના સ્થાનિક દેવો ઉદભવે છે.પરાણીઓ,વૃક્ષો,કે વિશિષ્ટ જગ્યાઓ કે જે એમના જીવનમાં અતિ ઉપયોગી કે ભયજનક હોય.તેમજ નૈસર્ગિક પરિબળો જેવા કે વરસાદ,ડુંગરો વગેરેને પણ તેઓ દેવ ગણી પુજે છે. ભીલો વાઘદેવ તથા વરલીઓ નાગદેવને ,અને કુનબીઓં હનુમાનજીને ઇષ્ટદેવ માની પુજે છે.કનસરા દેવીએ તેઓને અન્નપૂર્ણા દેવી છે. ખેતરમાં નાગલીના કણસને તેઓ કનસરા માવલી માની પૂજા કરે છે. તે ઉપરાંત તેઓ કોઠાર દેવ,પાન દેવ ,ભૂતિયા દેવ વગેરે દેવોની પૂજા કરે છે.
તેઓ સુર્યદેવ, ચંદ્રદેવ ,હનુમાનજી વગેરે ને ચોખ્ખા દેવ તેરીકે પુજે છે. તો કાળસવર ,સાનીયા ,ભુંગાસવર ,ડોંગર માવલી વગેરે મલીન દેવોની પણ પૂજા કરે છે,અને તેની બાધ રાખે છે.
ભગત :
ડાંગી આદિવાસીઓના જીવન પર જન્મત: સુવારણ (દાયણ) અને પછીની જીન્દગી પર બીજી કોઈ વ્યક્તિ ઘણી ઊંડી અસર કરતી હોય તો તે છે ભગત.
ભગત એટલે ભક્તિ કરનાર .ભગત ઈશ્વરનો પ્રતિનિધિ હોય છે. દૈવી શક્તિ અને પવિત્ર માર્ગનું એણે અનુસરણ કરવું પડે છે.ભગત બનવું સામાન્ય બાબત નથી .ઈશ્વર પ્રણિત માર્ગ પર રહી અંત્યંત કડક નિયમોનું પાલન એણે કરવું પડે છે. ભગતના માટે તંદુરસ્તી અને વ્યવહાર કુશળતા એ બે પ્રમુખ ગુણો છે. દૈવી શક્તિને આવ્હાન કરવા માટે મંત્ર ગાવાની શક્તિ કળા પણ એમણે હસ્તગત કરવી પડે છે.
ભગત જેમ ઈશ્વરનો પુજારી છે તેમભગતના ઘરને મંદિર સમાન મને છે. ડાંગી સમાજમાં ભાગતો જુદા જુદા પ્રકારના હોય છે. કાગદી ભગત .મંત્રીને દાણા (ચોખા) જોવા વાળા ભગત ,સુપચોળે ભગત,માવલીના ભગત, કળશી ભગત (ડાકણના ભગત) વગેરે .
ડુંગરદેવની પૂજા :-
ડાંગી આદિવાસીઓમાં ડુંગર દેવની પૂજા અંત્યંત મહત્વનો દેવપૂજા છે. માગશરી પુનમ પહેલા પંદર વીસ દિવસના ગાળામાં આ પૂજા કરવામાં આવે છે. પૂનમના દિવસે પરી સમાપ્તિ થાય છે. આ પૂજા કેવળ ભગત દ્વારા જ થાય છે .આ પર્વ ના બીજા દિવસે ડુંગરદેવ ની પૂજા કરવા ડુંગર પર જાય છે. ત્યાં માવલીની ખળી (સ્થાનક) પર આખી રાત નાચે છે,ને સવારે મરઘા -બકરાનો ભોગ આપવામાં આવે છે. પછી ત્યાં જ સમુહમાં ભોજન કરી સૌ ઘરે આવે છે. દુન્ગ્ર્દેવ કરવાથી ઘરમાં બરકત આવે છે એમ મનાય છે.
હોળીના દિવસોમાં ગુજરાત આખાના વનવાસીઓ કરતાં ડાંગના વનવાસીઓની એક પરંપરા નોખી પડે છે અને તે છે ડાંગ દરબાર. ગુજરાતના સૌથી નાના જિલ્લા અને વનવાસી રજવાડા સાથે સંકળાયેલા ડાંગ દરબારનો રોમાંચક ઇતિહાસ છે. હાલના ડાંગ દરબારને સમજવા માટે ડાંગના રાજકીય ઇતિહાસ અને ડાંગ દરબારના પ્રારંભમાં ડોકિયું કરવું જરી છે. આશરે ૧૪મા સૈકાથી ડાંગી ભીલ રાજાઓ ડાંગમાં સત્તા ધરાવતા હોવાનાં પ્રમાણો સાંપડે છે, પરંતુ અંગ્રેજોના ગુજરાતમાં આગમન સુધી (૧૮૧૮) તેમના રાજકીય અસ્તિત્વની નોંધ લેવાઈ ન હતી, પરંતુ સાંસ્થાનિક બ્રિટનના આગમન પછી સત્તાની સાઠમારી અને જંગલ હક્કોની લડાઈમાં ડાંગ ઇતિહાસના કેન્દ્રમાં આવ્યું. ૧૯મા સૈકાના સત્તા સર્વોપરિતાના સંઘર્ષમાં પણ ડાંગી રાજાઓ મહાકાય બ્રિટિશ સત્તાને સહેલાઈને શરણે થયા ન હતા. વડોદરાના ગાયકવાડી રાજ્યને ન ગાંઠનારા, દાદ ન દેનારા ભીલ રાજાઓ પોતાની ભૂમિ પર પરદેશી સત્તાને શેના ગાંઠે ?
‘અન્વીક્ષા’ (પોતાના ભૂતકાળ તરફ પાછા વળીને જોવું, તેનું મૂલ્યાંકન કરવું)ના મુદ્દે બ્રિટિશ પ્રજાનો જગતભરમાં જોટો જડે તેમ નથી. ભારતમાં સામ્રાજ્ય સ્થાપનાના પ્રારંભે અને આઝાદી સુધીનો ઇતિહાસ તેના પુરાવારૂપ છે. આ પ્રક્રિયા તેમણે મહાકાય રાજ્યોથી લઈ વનવાસી સમૂહો સુધી કુશળતાપૂર્વક અજમાવી હતી. ડાંગી રાજાઓ પણ તેમાંથી બાકાત રહી શક્યા ન હતા. અહીંના રાજાઓના શૌર્ય, પરાક્રમ અને વીરત્વથી સુપેરે વાકેફ બ્રિટિશરોએ તેમને શરણે લાવવા જે વિધવિધ ઉપાયો યોજ્યા તેમાંનો એક ઉપાય ડાંગ દરબાર હતો, કારણ કે ડાંગી રાજાઓને તેમનાં જંગલોમાં આરપારની લડાઈમાં જીતવા એ સ્વપ્ન સમાન હતું. એટલા માટે જ ૧૯મા સૈકામાં બ્રિટિશ લશ્કરી અધિકારીઓ ડાંગના દરવાજે પહોંચતાં જ પૂછતા કે “is Devi Singh Silpat is still alive ?’ (શું દેવીસિંહ શિલ્પત જીવે છે ?) આવી સંઘર્ષશીલ, સહેલાઈથી શરણે ન થનારી પ્રજાને બ્રિટિશ આણમાં લાવવા માટે ભીલ એજન્ટ ડગ્લાસ ગ્રેહામે ડાંગ દરબારનો વિચાર રજૂ કર્યો હતો. તેનું કારણ પણ ૧૯૩૮-૩૯નો ગાઢવીના રાજા ઉદયસિંહનો વિદ્રોહ હતો.
ડાંગ દરબાર વિશેના ડગ્લાસ ગ્રેહામના વિચારને વ્યવહારમાં અમલમાં મૂકવાનું કાર્ય ભીલ એજન્ટ મોરીસે કર્યંુ હતું. તેની પાછળનો ઉદ્દેશ ડાંગના ભીલ સરદારો વર્ષમાં એકવાર નિશ્ર્ચિત સ્થાને ભેગા થાય, જ્યાં તેમનું પરંપરાને છાજે તેમ સન્માન થાય અને એ દ્વારા તેમના અહંને પંપાળવાનો પણ હતો. આમ ૧૮૪૩ના વર્ષે પહેલો ડાંગ દરબાર શરૂ થયો. શરૂમાં આ ઉપક્રમને ‘મુલાકાત યા પરિષદ’નું નામ અપાયું હતું, પરંતુ ૧૮૭૦થી તેના માટે ‘વાર્ષિક દરબાર’ શબ્દ વપરાવો શરૂ થયો. જે સમય જતાં ‘ડાંગ દરબાર’ થયું. ડાંગ દરબારમાં ‘ડાંગ’ પ્રદેશને ‘દરબાર’ રાજકીય પરિવેશનું સૂચન કરે છે. અર્થાત્ ‘ડાંગી રાજાઓનો દરબાર’.
અંગ્રેજ સમયમાં ડાંગ દરબાર મે મહિનામાં યોજાતો હતો, જ્યાં ડાંગના નાના-મોટા ૧૪ રાજાઓનું રાજકીય સન્માન થતું. આ રાજાઓમાં ૧૩ ભીલ અને ૧ કોંકણી જાતના હતા. ડાંગ દરબાર વખતે તેમને સંપૂર્ણ માન-સન્માન આપી સરકારી ખર્ચે મોજ કરાવવામાં આવતી. બદલામાં અંગ્રેજ અધિકારીઓએ ડાંગના કિંમતી જંગલોના હક્કો સિફતપૂર્વક સેરવી લીધા, છતાં ડાંગી રાજાઓ ‘આમના રાજા’ (અમો રાજ), ‘આમી કુમાર’ (અમે રાજકુમાર) ‘આમના રાજ’ (અમારું રાજ) જેવા શબ્દોથી પોતે પોતાનો ખભો થાબડતા હતા, કારણ કે તેમને બ્રિટિશ સત્તાની લાંબા ગાળાની વ્યૂહરચના સમજાઈ ન હતી. ટૂંકમાં બળને બદલે કળથી ડાંગી રાજાઓ અને ગુજરાતના આ અંધારિયા પ્રદેશને અંગ્રેજોએ પોતાનો કરી લીધો.
ડાંગ દરબારનો પ્રધાન હેતુ ભીલ રાજાઓ, નાયકો, બાહુબંધો અને આમ વનવાસીઓ ડાંગ દરબાર નિમિત્તે સાંસ્થાનિક સત્તા પ્રત્યે આદર અને સમર્પિત વ્યવહાર અદા કરે તેવી સ્થિતિ સર્જવાનો હતો, જે હવે સાર્થક થઈ ચૂક્યું હતું. આવા વાર્ષિક મેળાવડામાં ઉપસ્થિત રાજાઓને તેમના ‘હક’ની રકમ, પાઘડી, ખેસ, વાસણો અને શિરપાવ આપી તેમનું બહુમાન કરવામાં આવતું. બ્રિટિશ શાસન પ્રત્યે વફાદાર રાજાઓનું વિશેષ સન્માન થતું. ઉદાહરણ તરીકે ૧૯૧૦માં પીંપરીના નાયકને જંગલ ખાતાની ઉમદા સેવા કરવા બદલ બંદૂક ભેટ આપવામાં આવી હતી. ઊલટું, શાસન સામે વિદ્રોહ કરનાર રાજાને દંડ કરવાની જોગવાઈ પણ હતી. આવા કિસ્સાઓ ૧૯૧૪ના ડાંગના છેલ્લા બળવા વખતે બન્યા હતા. સમય જતાં ભીલ રાજાઓ માટે ડાંગ દરબારમાં ઉપસ્થિત રહેવું અનિવાર્ય બન્યું હતું. ડાંગ દરબારમાં તેમની ગેરહાજરીને બ્રિટિશરાજ પ્રતિ બિનવફાદારી લેખવામાં આવતી.
આવું ઘણું બધું ડાંગી રાજાઓ, ડાંગ દરબાર અને ડાંગના ઇતિહાસ સાથે સંકળાયેલું છે. આ વર્ષે ડાંગના પાટનગર આહવાના રંગ ઉપવનમાં ૧૭૩મો ડાંગ દરબાર યોજાયો. ઇતિહાસ, સંસ્કૃતિ અને પ્રવાસન ક્ષેત્રે અજોડ સાંસ્કૃતિક વિરાસતને નિહાળવા દરેક ગુજરાતીએ વર્ષમાં એકાદવાર તો જવું જોઈએ. ડાંગ દરબાર હેરિટેજ પ્રવાસનની સાથે પ્રાસંગિક પ્રવાસનનું અજોડ ઉદાહરણ છે.
ભારતમાં માત્ર ડાંગના રાજાઓને સાલિયાણું આપવામાં આવે છે
Divyabhaskar.com | Updated – Mar 01, 2015, 04:35 AM
Ahava News – ભારતદેશ 1947માં આઝાદ થયા બાદ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલે દેશમાં આવેલ બધાજ રાજા રજવાડાના રાજયો નું…
ભારતમાં માત્ર ડાંગના રાજાઓને સાલિયાણું આપવામાં આવે છે
ભારતદેશ 1947માં આઝાદ થયા બાદ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલે દેશમાં આવેલ બધાજ રાજા રજવાડાના રાજયો નું વીલીનીકરણ કર્યુ અને ત્યાર બાદ રાજા રજવાડાઓને અપાતું સાલીયાણું આપવાનું પણ બંધ કરવામાં આવ્યું પરંતુ બંધારણની વિશિષ્ટ જોગવાઇના કારણે સમગ્ર ભારત દેશમાં એકમાત્ર ગુજરાત રાજયમાં આવેલ ડાંગ જિલ્લાના રાજવીઓને સાલીયાણું આપવામાં આવે છે. ડાંગ જિલ્લાના રાજાઓને અપાતા સાલીયાણાનો અનેરો અને આગવો ઇતિહાસ છે. ડાંગી આદિવાસીઓના મોટાભાગના તહેવારો નિસર્ગ સાથે સંકળાયેલા છે. માનવ જીવનમાં આનંદ પ્રમોદ માટે તહેવારો અને તહેવાર પ્રસંગે ભરાતા મેળાનો અનેરુ મહત્વ છે. તેમા હોળીના તહેવાર એમના રંગોનો તહેવાર છે. તહેવારો પૈકી હોળીના તહેવાર તેમજ હોળી દરમ્યાન ભરાતો ડાંગ દરબારનો લોક મેળો અતી ઉત્સાહ થી ડાંગના આદિવાસીઓ ઉજવણી કરે છે. અને હોળીના આગળના અઠવાડિયામાં યોજાનાર ડાંગ દરબાર મેળાની ડાંગી લોકો આતુરતા પૂર્વક રાહ જૂએ છે.
હોળીના તહેવાર અગાઉ યોજાતા ડાંગદરબારનું સમાહર્તા જય પ્રકાશ શિવહરે ના માર્ગદર્શન હેઠળ ચાલુ વર્ષે યોજાતા ડાંગ દરબાર મેળાનુ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અગામી તારીખ 2 માર્ચ થી 4 માર્ચ દરમિયાન યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. 2 માર્ચ 2015ના રોજ જિલ્લા સેવા સદન થી રાજવીઓની શોભાયાત્રા નીકળશે. ત્યારબાદ રંગ ઉપવન આહવા ખાતે ડાંગ દરબારનો દબદબાભેર પ્રારંભ રાજયપાલના હસ્તે કરવામાં આવશે અને ડાંગી રાજાઓ અને ભાઉબંધુઓને સાલીયાણું આપવામાં આવશે.
ડાંગ દરબાર મેળાના સફળતમ આયોજન વ્યવસ્થા માટે જિલ્લા વહિવટી તંત્ર દ્રારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. આહવા નગર સ્વચ્છ સુંદર આરોગ્ય પ્રદ વાતાવરણ ઉભુ કરવા નગરની સાફ સફાઇ ઝુબેશ ઉપાડવા, રોગચાળો ઉદભવે નહીં તે માટે હોટલો-ખાધા ખોરાક અને પીણાઓ વિતરણ કરતી લારીઓ,આઈસક્રીમ અને શેરડીના રસ વિગેરેનું ખોરાક અને ઔષધિય નિયમન તંત્ર દ્વારા નમૂના મેળવી ચકાસણી ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. અખાદ્ય ખોરાક વિતરણ કરનાર સામે કડક પગલા લેવામાં આવનાર છે. મેળા દરમિયાન સેનીટેશન વ્યવસ્થા , પીવાના પાણીની વ્યવસ્થા ,મેળામા દુકાનો માટે હંગામી પ્લોટની ફાળવણી એસ.ટી. વસ્તી સઘળા રાજવીઓ,નાયકો અને ભાઉબંધુઓનું સન્માન તથા પોલીટીકલ પેન્શન ચુકવણી તેમજ વન વિભાગ તરફથી ઈનામ વિતરણ અને સમૂહ ભોજન નું આયોજન કરાયું છે.
રંગારગ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન
ડાંગદરબારદરમિાયન તા.2 માર્ચ 2015 ના રોજ રાત્રે 19.30 કલાકે વેસ્ટઝોન કલ્ચરલ- ઉદયપુર (રાજસ્થાન) દ્વારા રંગારંગ ભવ્ય સાંસ્કતિક કાર્યક્મ નું પણ આયોજન કરવામાં આવ્યું છે. તેમજ સરકારના વિવિધ વિભાગની કામગીરી યોજનાઓ તથા પ્રગતિની જાણકારી આપતા પ્રદર્શન સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે.
ડાંગ દરબારમાં વાસુર્ણાના રાજાનો બળાપો
Divyabhaskar.com | Updated – Mar 13, 2014, 11:38 PM
ડાંગ દરબાર આ વર્ષનો નબળો જણાઈ રહ્યો છે
Culture, heritage and tradition
+1બીજી સ્લાઈડ્સ જુઓ
ડાંગ દરબારમાં વાસુર્ણાના રાજાનો બળાપો
ગુજરાતના સૌથી છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં સંસ્કૃતિ અને પરંપરાની ધરોહર સમા ડાંગ દરબાર મેળાનું આજરોજ રાજ્યપાલ ડો.કમલા બેનીવાલના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું. ડાંગ દરબારમાં ઉપસ્થિત ડાંગી રાજાએ બળાપો ઠાલવ્યો હતો.
આહવાના રંગઉપવન ખાતે ડાંગના પાંચ રાજવીઓ ને બગીમાં બેસાડી નગરભ્રમણ કરાવી રંગઉપવન ખાતે સૌ નગરજનો, અધિકારી, પદાધિકારીની વિશેષ ઉપસ્થિતિમાં રાજ્યપાલના હસ્તે પોલિટિકલ પેન્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડાંગના પાંચ રાજવી પૈકી વાસુર્ણાના રાજા ધનરાજસિંહે જણાવ્યું હતું કે, ડાંગના જંગલને ખાસ બચાવવાની જરૂર છે. ડાંગનું જંગલ દિવસોદિવસ ઓછું થતું જાય છે.
જંગલમાં વ્યવસ્થિત અને સારા પ્લાન્ટેશનની જરૂર છે. તેની માવજત થવી જોઈએ. વધુમાં તેમણે ઉમેર્યું કે, ડાંગ દરબાર આ વર્ષનો નબળો જણાઈ રહ્યો છે. એનું કારણ એ છે કે લોકોને સારી રોજી મળતી નથી અને નરેગાના પૈસા ટાઈમસર મળતા નથી. બહારની એનજીઓને કામ આપવામાં આવે છે. જ્યારે સ્થાનિક લોકોને કામ મળતું નથી. ડાંગ જિલ્લામાં ભણેલા લોકોની કમી નથી. ડાંગ જાગૃત જિલ્લો છે.
ડાંગના રાજાઓ અંગ્રેજ સામે લડયા. અમારા પેન્શનમાં કોઈ વધારો થયો નથી. અમે કરોડો રૂપિયાનું ઐતિહાસિક જંગલ બચાવ્યું છે. બ્રિટીશો સાથે અમે લડયા છે. ડાંગના જંગલની કરોડોની આવક સરકારને ફાળે જાય છે. સરકાર અમારા તરફ વિચારે એ જરૂરી છે. પટાવાળાને ૧૮ હજાર પગાર મળે છે જ્યારે રાજાને ફક્ત ૪ હજાર જ પેન્શન અપાય છે તે શરમજનક છે. વધુમાં ધનરાજસિંહે જણાવ્યું કે, જો આવતા વર્ષ સુધીમાં અમારા પેન્શનમાં વધારો ન થાય તો અમે મજૂરીએ જઈશું. અમને પોલિટિકલ પેન્શન નથી જોઈતું,
અમને અમારું જંગલ પાછું આપી દેવા જણાવ્યું હતું. ધનરાજસિંહે રાજ્યપાલને વિનંતી કરતા તેમની વાત ઉપર સુધી પહોંચે તેવી વિનંતી કરી હતી. ઉલ્લેખનીય વાત એ છે કે રાજ્યપાલની ઉપસ્થિતિમાં ડાંગી રાજાએ કરેલી વાત ઉપર શ્રોતાઓએ તાળી પાડી હતી. ડાંગ દરબારમાં પાંચ રાજા ઉપરાંત નવ નાયકો, ૪૭૬ ભાઉબંધો મળી કુલ ૪૯૦ ડાંગી રાજપરિવારજનોને ૨૧.૪પ લાખ જેટલી વાર્ષિક સાલિયાણાની રકમ અપાઈ હતી.
ડાંગ દરબાર ૨૦૧૪ પ્રસંગે રાજ્યપાલ ડો.કમલા બેનીવાલે ઉપસ્થિત સૌ નગરજનોને હોળી અને મેળાની ખાસ શુભકામનાઓ આપી હતી અને જણાવ્યું હતું કે ડાંગની સંસ્કૃતિ એ ખૂબ જ ઉત્કૃષ્ટ સંસ્કૃતિ છે. પર્યટન ક્ષેત્રે ખૂબ અગ્રેસર આ જિલ્લો છે. અંગ્રેજોની સામે હાર ન માનીને આ જંગલ બચાવ્યું તેની સાક્ષીરૂપે આપણે ડાંગ દરબારમાં આજે ઉપસ્થિત રહ્યા છે. ૧પ૪ વર્ષથી ડાંગ દરબારનું આયોજન કરવામાં આવે છે. અવિસ્મરણીય બાબત છે. બદલાતા પરિવેશમાં ડાંગે તેની સંસ્કૃતિ જાળવી રાખી છે. ડાંગ જિલ્લો પશુપાલન, ખેતી તેમજ શિક્ષણ ક્ષેત્રે આગળ વધી રહ્યો છે તે ખૂબ સારી બાબત હોવાનું તેમણે જણાવ્યું હતું.
ડાંગ દરબાર પ્રસંગે ખાસ વાંસદા અને સુરગાણાના રાજાની ઉપસ્થિતિ રહી હતી. પ્રશાસન વતી ડાંગના ભગતોને જ્ઞાનસાગર અને જ્ઞાન સરીતાથી સન્માનવામાં આવ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય મંગળ ગાંવિત, ડાંગ કલેકટર જી.આર.ચૌધરી, ડીડીઓ તેમજ જિલ્લા પોલીસવડા વિનય ચૌધરી તથા અધિકારી તેમજ પદાધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા. ડાંગ દરબાર પ્રસંગે અધિક મુખ્ય સચીવ ડો.એસ.કે.નંદા લિખીત ડાંગનાંનું વિમોચન કરાયું હતું.
જિલ્લાનો પરિચય
પરિચય :-
કુદ૨તે જયાં છૂટે હાથે સૌંદર્ય વેર્યું છે એવા નયન૨મ્ય વનરાજીથી છલકાતા, આંખોને ઠારી દેતા, મનભાવન હૃદયગમ્ય એ પ્રદેશનું નામ છે. ‘ડાંગ’. ડાંગ એટલે જંગલ. ડાંગ એક સળંગ જંગલ છે. જંગલ ડાંગની એક અમૂલ્ય મૂડી છે. આખાય ગુજરાતમાં ડાંગનું જંગલ સમૃદ્ધ જંગલ ગણાય છે.
ડાંગ જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ :-
ડાંગ-જિલ્લો ગુજરાત રાજ્યના દક્ષિણ છેડે ૧,૭૭૮ ચો.કિ.મી.નો વિસ્તા૨ ધરાવતો નાનકડો જિલ્લો છે. જે સહ્યાદ્રી પર્વતને ઉત્ત૨ છેડે આવેલી હા૨ના પશ્ચિમી ઢોળાવ પ૨ આવેલો છે. જિલ્લાનો કુલ વિસ્તા૨ ૨૦અંશ, ૩૩અંશ ઉત્તર અક્ષાંશ અને ૭૩અંશ,પ૬અંશ,૩૬અંશ પૂર્વ રેખાંશવૃત્તોમાં સમાયેલો છે. જિલ્લાનાં કુલ ૧,૭૭૮ ચો.કિ.મી. વિસ્તા૨માંથી ૧,૭0૮.૩ ચો.કિ.મી. વિસ્તા૨ તો જંગલમય છે.ડાંગના પશ્ચિમ વિસ્તા૨નો થોડો ભાગ તથા મઘ્ય ડાંગ એક અતિ ગાઢ જંગલ છે. જિલ્લાની પૂર્વ પટ્ટી પ૨ માળની જમીન જોવા મળે છે.
ડાંગ-જિલ્લાની ઉત્તરે સુ૨ત જિલ્લાનાં વ્યારા અને સોનગઢ તથા મહારાષ્ટ્ર રાજ્યનો નવાપુ૨ તાલુકાની સ૨હદ આવેલી છે. પૂર્વમાં ધુલિયા જિલ્લાનો સાકરી તાલુકો અને નાસિક જિલ્લાનો કળવણ તાલુકો તેમ જ દક્ષિણ છેડે નાસિક જિલ્લાનો કળવણ તાલુકો અને સુ૨ગાણા તાલુકો તથા પશ્ચિમે નવસારી જિલ્લાનાં વાંસદા તાલુકાની સ૨હદ આવેલી છે. સમગ્ર ડાંગ-જિલ્લો ડુંગરાળ પ્રદેશ છે. જિલ્લાનો સરાસરી વ૨સાદ ૧,૮00 થી ૨,000 મી.મી. હોય છે. લગભગ 9પ ટકા વ૨સાદ વાયવ્ય-મોન્સુન દ્વારા મળે છે. વ૨સમાં ઈઠ્ઠોતે૨ દિવસ વ૨સાદ સારો પડે છે. વ૨સાદના દિવસો સિવાય આ જિલ્લાની હવા સૂકી હોય છે. મે મહિનામાં સખત ગ૨મી હોય છે.
ડાંગ જિલ્લાની વસ્તી :-
ડાંગ જિલ્લાનાં કુલ- ૩૧૧ ગામો છે. જિલ્લાની કુલ વસ્તી ર,ર૬,૭૬૯ ની છે. જેમાં ભીલ , કુણબી, વા૨લી, માવચી ,ગામિત , કોટવાળિયા, અને મુસ્લિમ જાતિઓની છે.
ડાંગ જિલ્લાની પ્રાકૃતિક સંપદા :-
ડાંગ પ્રદેશની પૂર્ણા, અંબિકા, ખાપરી અને ગીરા મુખ્ય નદીઓ છે. તેનાથી આ સંપૂર્ણ વિસ્તા૨ ચા૨ વિભાગોમાં વહેંચાયેલો છે. નદીઓ પશ્ચિમવાહિની છે. ભારે વ૨સાદનાં પાણીના જો૨દા૨ પ્રવાહથી નદીઓમાં ઘણી જગ્યાએ ઊંડા કોતરોનું નિમાર્ણ થયેલ છે. જે કુદ૨તે બક્ષેલી અદભુત ભેટ સમાં છે. ખાપરી નદી ડાંગના બે સ૨ખા ભાગ કરી ડુંગ૨ડા નજીક અંબિકાને મળે છે. અંબિકા નદી સાપુતારાની પર્વત હારોની તળેટીમાં તથા પૂર્ણા, ચીંચલી નજીકની ખીણમાં ઊગમ પામે છે. અને અનુક્રમે બીલીમોરા તથા નવસારી નજીક અ૨બી સમુદ્રને મળે છે. આ લોકમાતાઓ જુલાઈની મઘ્યમાં પૂ૨થી છલકાતી હોય છે. ત્યારે માર્ચથી જૂન દ૨મિયાન પીવા પૂ૨તું પાણી પણ આપી શકતી નથી. આ સિવાય અમૂલ્ય સાગ સાદડ, સીસમ,હળદ૨,બહેડા, કલમ,તણછ, પીપળ, ખાખ૨, મોદળ, ખે૨, ગ૨માળો,કાટી, આમળાં, મહુડા, વગેરે વૃક્ષો તથા અનેક જડીબુટ્ટીઓથી સમૃદ્ધ એવું ગાઢ જંગલ આવેલ છે.
NAVASARI ઇતિહાસ
ઉત્તરમાં સુરત જીલ્લો, પૂર્વમાં ડાંગ જિલ્લો, અને પશ્ચિમમાં અરબિયન સમુદ્રની નજીક નવસારી શહેર આવ્યુ છે, જેનો ઇતિહાસ ખૂબજ સમૃદ્ધ છે. નવસારી તાલુકાના ગ્રામ્ય વિસ્તારથી “પૂર્ણા” નદી પ્રવેશે છે. અહિ, પુર્ણા નદીની લંબાઇ 36 કિમી છે. નવસારી ગુજરાતનું પ્રાચીન અને ઐતિહાસિક શહેર છે. તે સમુદ્ર સપાટીથી ઉપર હોવાના કારણે ઉનાળામાં પણ હવામાન સારું રહે છે. નવસારી, મુંબઇ અને અમદાવાદ વચ્ચે બ્રોડ ગેજ રેલવે લાઇનનું મહત્વનું સ્ટેશન છે. અમદાવાદ-મુંબઇ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં .8 દ્વારા, પરિવહન બસ સેવા મારફત નવસારી ગુજરાતનાં મોટા શહેરો સાથે જોડાયેલ છે. સ્વતંત્રતા પહેલાં નવસારી જૂના વડોદરા રાજ્યનું મુખ્ય શહેર હતું. 1 લી મે, 1949 થી નવસારીને સુરત જીલ્લામાં સમાવવામાં આવ્યો હતો. ત્યારબાદ 1964 ના જુન મહિનામાં સુરત જીલ્લામાં સુધારા કરવામાં આવ્યો અને વલસાડ જિલ્લામાં નવસારી જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 2 ઓક્ટોબર 1997 ના રોજ નવસારી જિલ્લો અસ્તિત્વમાં આવ્યો. જૂના હસ્તલેખ મુજબ તે જોઇ શકાય છે કે નવસારી 7મી સદીમાં પ્રખ્યાત હતુ. 671 એડીમાં “સામના નવ સારિકા” તરીકે ઓળખાતા આ પ્રદેશ પર ચાલુક્યા રાજવંશ (વવશાજ-લાત શાખા) નુ શાસન હતું. આ વંશમાં “અવનીજશાહ પુલકેશી રાજા” શાસન કરતો હતો જેણે “નવ સારિકા” ના પલ્લકેશી રાજા (રાજા) પર જીત હાંસલ કરી, જેણે અરેબિયન આર્મીને હરાવ્યો હતો. આ ચાલુક્ય શાસન ઇ.સ.740 સુધી ચાલુ રહ્યુ હોવાનું જાણવા મળે છે.
તે સમયે શીલા દ્રિતિય ગુરુ નાવધાર હાલના નાગ તલાવડી વિસ્તારમાં રોકાયા હતા. આ વિસ્તારને કારણે, તે “નાગ મંડળ” તરીકે પ્રસિદ્ધ બન્યું અને ધીમે ધીમે સમય પસાર થતાં જ આ જિલ્લાનું નામ “નવસારી” આવ્યું. ઇ.સ.૮૨૫ માં શ્રમિત્રી માર્ગ પર, મહાન સ્થાપનાકાર સૈયદ નિરુદિન ઉફેરુ, સૈયદ સદાત નવસારીના લુન્સીકુઇ વિસ્તારમાં રોકાયા. તેમના ચમત્કારો આજુબાજુના ગામડાઓમાં જાણીતા છે, તેઓ “આલિત્યા” કે જેને મહાન વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. આ કારણે, નવસારીની ખ્યાતિમાં વધારો થયો છે, એવો લેખ ઉપલબ્ધ છે.આજે “અલીયાસ” ખ્યાતિની નિશાની તરીકે આજે પણ લિનકીકુઈ વિસ્તારમાં રોજો, મસ્જિદ અને હઝ મેરી હોમ્સ આવેલા છે. અગાવ ઉલ્લેખ કર્યો પ્રમાણે “નવસારી” પહેલા “નાગ મંડળ” તરીકે જાણીતુ હતુ. “નવસારી” નામ પહેલા શહેર વિવિધ નામે જેમકે નાગવર્ધન, નાગશાહી, નાગશરાલા, નવસારેહ, નાગમંડળ અને પારસીપુરી જેવા નામે જાણીતુ હતુ એવા હસ્તલેખ ઉપલબ્ધ છે. તે સમયનુ નવસારીનુ હવામાન ખુબ સારુ હોવાને કારણે પારસી લોકો સૌથી પહેલા નવસારીમા આવ્યા હત્તા અને તેના લીધે જ નવસારી ને “પારસીપુરી” તરીકે પણ ઓડખવામાં આવે છે.
આ બધામાં ખાસ જાણવા મળે છે કે ૧૮ મી સદીના બીજા દસકામાં સોનગઢ થી નવસારી જુનાથણા મરાઠાઓનું શાસન સ્થાપવામાં આવ્યું હતું. ઇ.સ.૧૮૯૮ માં નવસારી જેલ, પોલીસ સ્ટેશન, સયાજીબાગ, ટાઉનહોલ, લાઇબ્રેરી, હોસ્પિટલ્સ, શાકભાજી અને માછલી બજાર, વહીવટી ઓફિસો અને ઐતિહાસિક ઇમારતો અસ્તિત્વમાં આવી.
સિટી ટાવરની પૂર્વમાં મુધુ-મિત્મા પાશ્વનાથનું દેરાસર આવેલું છે, જે દર્શાવે છે કે નવમી સદીમાં નવસારી જૈન ધર્મનું મુખ્ય (મોટું) કેન્દ્ર હોઈ શકે છે. એક મંદિરમાં સનાત અને જૈનની વસ્તી સાથે પટવા શેરીમાં “બ્રહ્માજી” ની એક સુંદર મૂર્તિ છે. નવસારીના પ્રારંભિક સમયમાં લોકો વિવિધ ટેકરીઓ પર વસાહતો કરતા હોવાનુ જાણવા મળે છે. અને એવુ માનવામાં આવે છે કે વસ્તી ગીચતા ને કારણે તે નીચાણવાળા વિસ્તારોમાં જયને વસ્યા હસે. વિવિધ ટેકરીઓની હરોળ બનાવડ, કામુષ મહૌલો, મુસલમાન મહૌલો, પાટવાશેરી, ડુંગડવાડ, મોટા મહૌલો, દમદા મહૌલો, વહોરવાડ ત્યાં છે, જ્યારે ધૃતવાડ, દેસાઈવાડ, સૈાગાવાડ, કાન્ગાંવાડ, બાજારવાડ, ગોલવાડ વગેરે નીચાણવાળા વિસ્તાર છે. નવસારીના તરોટા બજારમાં પારસી લોકો વસે છે. પારસી વસ્તીની વચ્ચે આતશ બેહરામની સ્થાપના કરવામાં આવી હતી અને પારસી લોકોની વધેલી વસતીના પરિણામે હાલના વિરાવળ વિસ્તારમાં પારસી લોકો જોવા મળે છે.
પ્રાચીન સમયમાં નવસારી તેના વેપાર અને ઉદ્યોગો માટે જાણીતુ હતુ. એડી પહેલાં, ગ્રીકના મતે, નવસારીને ભારતના પશ્ચિમી તટનુ એક પ્રસિદ્ધ બંદર તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. નવસારીના વણાટના કાર્યની પ્રશંસા કરવામાં આવી હતી અને “બાસ્તા” એટલે “જગ” વિખ્યાત વણાટના કામ ને જાણવા માટે વિદેશી વેપારીઓ નવસારીની મુલાકાત લેતા હતા. નવસારી “જરદોત્થી” કાર્ય (જરી ભરતકામ) માટે પણ પ્રસિદ્ધ બન્યુ છે. નવસારીમાં શેઠ જમશેદજી જીજાબઈનું નામ મહત્વનું સ્થાન ધરાવે છે.
નવસારીની ઉત્તરે અમરશાંતિ નદિને કિનારે એક ટાવર આવેલું છે. જે નુસેરવાનજી રતનજી ટાટાએ તેમની માતા કેવલાબાઈ ની યાદ બાંધવામાં આવ્યું હતું જે 1877-78 સુધીનુ સૌથી ઊંચું ટાવર હતુ. ઔદ્યોગિક ક્રાંતિના પ્રણેતા અને ઉદ્યોગપતિઓના નેતા, શેઠ જમશેતજી નુસરવાનજી ટાટા આ શહેરમાં જન્મ્યા હતા. દસ્તૂરવાડી વિસ્તારમા આવેલુ એ ઘરકે જ્યા તેનો જન્મ થયો હતો તે આજે પણ તેની વાસ્તવિક સ્થિતિમાં જાળવવામાં આવ્યુ છે. દાદાભાઈ નવરોજી, જેમણે પ્રથમ વાર પુર્ણ સ્વરાજની માંગણી કરી હતી તે અહિ જન્મ્યા હતા. તેમના જન્મનું ઘર આજે પણ દસ્તુરવાડમાં છે.
જમશેદજી જીજાબઈ અને મહારાષ્ટ્રના પ્રખ્યાત ડ્રામા નિષ્ણાત બાલ ગણેશ ગડકરીનો જન્મ નવસારીમાં થયો હતો. શહેરના દક્ષિણી વિસ્તારમાં “દુધિયા” તળાવ, તેના પશ્ચિમમાં “રામ તટારી” છે, ત્યાં બગીચાઓ વચ્ચે આશાપુરી માતાનું મંદિર આવેલુ છે. તથા “જ્યુબિલી” બગીચો અને “મફતલાલ” પાર્ક પન આવેલુ છે. દાંડી સત્યાગ્રહ દરમિયાન (ઇ.સ.1930) માનનીય, મહાત્મા ગાંધીજીએ અહિ રાત્રી રોકાણ કર્યૂ હતુ. તથા જે માર્ગથી તે પસાર થયા હતા તેને “મહાત્મા ગાંધી રોડ” તરીકે ઓળખવામાં આવે છે
uly-August 2014
ગુજરાત ની આદિજાતિ- ભીલ
ભીલ શબ્દ મૂળ દ્રવિડ ભાષાના બિલ્લુ શબ્દ પર થી ઉતારી આવ્યો છે.ભીલ નો અર્થ બાણ અથવા તલવાર થાય છે. ભીલો પ્રાચીનકાળ થી જ પોતાની પાસે બાણ રાખતા હતા. આ કારણે તેઓ ભીલ નામ થી ઓળખાય છે. આર્યો ના આગમન બાદ તેઓ ની સાથે ના યુદ્ધ ના કારણે તેઓ નો પરાજય થયો હતો.તેથી ભીલ લોકો પહાડી અને જંગલ વિસ્તાર માં ચાલ્યા ગયા હતા.રાજગાદી ના મૂળ અધિકારી તરીકે આજે પણ કેટલાક રાજપૂત રાજ્યો માં રાજ્યાભિષેક કરતી વખતે ભીલ ના અંગુઠા ના લોહી થી રાજા ને પ્રથમ તિલક કરવાનો રીવાજ છે. ગુજરાત ના આદિવાસીઓમાં સૌથી મોટી વસ્તી ભીલો ની છે.તેઓ ડાંગ,ભરુચ ,સુરત પંચમહાલ ,સાબરકાંઠા અને બનાસકાંઠા માં વસે છે. તેઓ માં ખાસ કરી ને ભીલ્ ગરાસીયા,ભીલાલા ધોળી ભીલ,રાવળભીલ,વસાવા,પાવરા,તડવી વગેરે ને ગણાવી શકાય. આમ ભીલો માં ઘણી પેટા જ્ઞાતિઓ જોવા મળે છે. તેઓ ની ભાષા ભીલ્લી છે પરતું તે ભાષા કરતા બોલી તરીકે વધારે ઓળખાવી શકાય. રાજપૂત રાજાઓએ ભીલોને પોતાના લશ્કરમાં ભરતી કરી અને સમય જતા રાજાઓએ ભીલ સ્ત્રીઓ સાથે લગ્નસંબંધ બાંધ્યો આ મિશ્ર સબંધ માંથી ઉભી થયેલી પ્રજા ઉત્તર ગુજરાત માં ભીલ ગરાસીયા અને અથવા તો ભીલાલા તરીકે ઓળખાય છે. મુસ્લિમ શાસન દરમિયાન મુસ્લિમ સૈનિકોએ આદિવાસી ભીલ સ્ત્રીઓં સાથે ના સબંધ માંથી જન્મેલી પ્રજા તડવી ભીલ તરીકે ઓળખાય છે. અન્ય ભીલો ની સરખામણી એ એક જ જગ્યા એ વસનાર વસાવા ભીલ તરીકે ઓળખાયા.
હિંદુ ધર્મ ની અસર હેઠળ અનેક કારણોસર ભીલો પેટા જ્ઞાતિ માં વહેચાય ગયા તેમના માં પુજારી નુ કામ કરનારા રાવલ ભીલ તરીકે ઓળખાયા તો ભાટ નુ કામ કરનારા ઢોલીભીલ તરીકે ઓળખાયા રાઠ પ્રદેશ માંથી આવેલા રાઠવા અને પવાગઢ માંથી રાજાએ હાંકી કાઢેલા પાવરા ના નામ થી ઓળખાયા આવા અનેક કારણોસર પેટા જ્ઞાતિ ઓ એકબીજા સાથે લગ્ન વ્યવહાર રાખતી નથી ખાનપાન પણ કેટલાક નિયમો પાળે છે. ભીલો સામાન્ય રીતે રંગે કાળા અને ઘઉંવર્ણા કે ગોરા હોય છે શરીરે મજબુત બાંધા ના અને કસાયેલા શરીર વાળા હોય છે તેમજ સંતોષી હોય છે. તેઓ હમેશા પોતાની સાથે તીરકામઠું રાખે છે તેઓનો મુખ્ય વ્યવ્શય ખેતી નો છે.તેઓ સ્થિર ખેતી કરતાં ફરતી ખેતી અને જંગલી પેદાશો ઉપર વધારે આધાર રાખે છે .શિકાર કરવા માછલા પકડવા ફળફળાદી એકઠા કરવા ,જંગલ માંથી લાકડા વીણવા જંગલ માં મજુરી કરવા જવું એ તેઓ ના પુરક વ્યવસાય છે . તેઓ બાણવિદ્યા માં પારંગત અને નિપુણ હોય છે .ધાર્યું નિશાન તાકવાની તેઓ ની કળા ખુબજ જાણીતી છે નદી ના સામા કાંઠે પાણી ફસાયેલા પોતાના મિત્રોને બાણ થી રોટલા પોહ્ચાડવાની તેઓની કળા જાણીતી છે.
ખોરાક :
તેઓ નો મુખ્ય ખોરાક અડદ અને મકાઈ છે ખોરાક માં ઘી –દૂધ હોતા નથી પણ છાસ નો ઉપયોગ વધારે હોય છે. ઘર આંગણે વાવેલા શાકભાજી વધારે વાપરે છે દારૂ નુ સેવન ઓછું થયું છે. પણ માંસાહાર કરે છે વર્ષના અંતે ખોરાક ની અછત હોય છે ત્યારે ફાળો નો ઉપયોગ વધારે કરે છે.
રહેઠાણ ::
તેઓની વસવાટ પદ્ધતી માં પોતાના ખેતરો માં અલગ જુપડા બાંધી ને રેહવાની છે તેઓ ના ઝુંપડા વાંસ ,વળી અને કમઠા ના બનેલા હોય છે તેઓ ભગત ,રાવળ અને ઢોલી નુ વિશેષ મન જાળવે છે. ભગત તેમને કુદરતી આફત માંથી બચાવે છે અને રાવળ તેમના પુજારી તરીકે અને ભાટ તેમના ચારણ નુ કામ કરે છે.
લગ્ન ::
લગ્ન ની પસંદગી બે રીતે થાય છે એકમાં માં-બાપ ની પસંદગી થી લગ્ન થાય છે .બાળલગ્ન નો રીવાજ નથી.ઘરજમાઈ ,પુનઃલગ્ન વિધવા વિવાહ ,નાતરું પ્રેમલગ્ન વગેરે રીવાજો પ્રચલિત છે. નાસી ને લગ્ન કરવાની પ્રથા ને ઉદાળી જવું કે ગીહી જવું કહે છે. મરણ પછી અગ્નિસંસ્કાર કરવામાં આવે છે નાના બાળક ને દાટવામાં આવે છે અને સામાન્ય રીતે મરણ બાદ તરત જ શ્રાદ્ધ વિધિ કરાતી નથી. પરતું અમુક સમય પછી કુલ માં જેટલા મરણ થયા હોય તેમનું સામુહિક શ્રાદ્ધ કરવામાં આવે છે જેને કાયટુ અથવા પરજણ કહે છે.
ધર્મ અને રીત્તીરીવાજો ::
ભીલ આદિવાસીઓ ભૂતપ્રેત અને મેલીવિદ્યા માં મને છે. કાળકા,ઝાંપડી,સુદાઈ ઘોડાજો,ઓખા ,વાઘદેવ, કચુમ્ભર વગેરે દેવી દેવતાઓ ને માને છે.તેમના દેવતાઓ ના કોઈ મંદિર બાંધવામાં આવતા નથી .ગામ ની ભ્ગોલે કે કોઈ મોટા વ્રુક્ષ્ ની નીચે દેવતાઓની સ્થાપના કરવામાં આવેછે.માનતા માં દેવતાઓને માટીના ઘોડાઓ ચડાવવાનો રિવાઝ છે.પોતાના વીર પૂર્વજો ની યાદ માં પાળિયા મુકવાનો રિવાજ છે.તેઓના જીવન માં તહેવારો નુ ઘણું મહત્વ છે. હોળી દિવાળી ,દશેરા અખાત્રીજ પીઠોરો નુ ઘણું મહત્વ છે. હોળી સૌથી મોટો અને મુખ્ય તહેવાર છે. નૃત્ય તેમના જીવન નુ હાર્દ છે. ખુલ્લી તલવાર સાથે થતા તેમના નૃત્યો તેમની કળા નો ઉત્કૃષ્ઠ નમુનો છે.
આમ,ભીલ આદિજાતિ ગુજરાત ની એક આગવી આદિજાતિ છે જે તેમની વિશિષ્ટતાઓના કારણે આજે પણ લોકપ્રિય છે.અને પોતાની સંસ્કૃતિ નુ જતન કરી ને ભારતની અજોડ સંસ્કૃતિ અને વિવિધતા માં એકતા ની ભાવના માં વધારો કરે છે.
સંદર્ભ ::
ભીલો નો ઇતિહાસ: ડો. અંબાલાલ પટેલ
ભારતીય જનજાતીયા – સંરચના એવમ વિકાસ : ડો.હરિશ્વન્દ્ર ઉપ્રેતી.
ભારત કે આદિવાસી: પ્રોફ. મધુસુદન ત્રિપાઠી.
PROF.S.H.SANCHALA(sociology)
GOVT.ARTS AND COMMMERCE COLLEGE KADOLI
TA-HIMMATNAGAR DI-SABARKANTHA
CM રૂપાણી કરશે સાપુતારાનો વિકાસ, રાજાના સાલિયાણાની રકમ વધશે
By Divyabhaskar 27 May 2017
CM રૂપાણી કરશે સાપુતારાનો વિકાસ, રાજાના સાલિયાણાની રકમ વધશે
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વનવાસી ક્ષેત્ર ડાંગમાં દક્ષિણ ગુજરાત પ્રદેશના કૃષિ મહોત્સવનો પ્રારંભ કરાવતાં ડાંગના માજી રાજવીઓ, નાયકો ભાઉબંધોને સરકાર દ્વારા આપવામાં આવતા રાજકીય પેનશન (સાલીયાણા)ની રકમમાં વધારો કરવાની નેમ વ્યકત કરી છે. મુખ્યમંત્રી કૃષિ મહોત્સવ આરંભ સાથે ડાંગમાં વિકાસ પર્વ રૂપે રૂ. 188 કરોડથી વધુ રકમના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-ખાતમૂર્હત સંપન્ન કર્યા હતા. તેમણે કહ્યું કે, કુદરતી સૌન્દર્ય અને વિપૂલ વનસંપદા ધરાવતા આ વન પ્રદેશના વન, વન્યજીવોના સંરક્ષણ તથા સંવર્ધન માટે સતત જાગૃત વનવાસી બંધુઓની સમસ્યાઓ પ્રશ્નોનું ત્વરિત નિવારણ લાવવા સરકાર પ્રતિબદ્ધ છે.
ધણાં ઓછા જિલ્લાઓ હશે કે જેને પોતાની ઐતિહાસિક પૃષ્ઠભુમિ હોય છે. રામયણના સમયમાં ડાંગને “દકા૨ણ્ય અથવા દંડક” નામે ઓળખવામાં આવતો હતો. એટલે આજે ૫ણ ડાંગી આદિવાસીઓનાં લોકગીતોમાં રામ-સીતાની વાતોને ગુંથી લેવામાં આવેલ છે. અને આજે ૫ણ એક બીજાનું સન્માન “રામ-રામ” થી કરે છે. ભલે કોઈ૫ણ અજાણ્યો માણસ હોય, “રામ-રામ” થી અપાતો આવકા૨ એમને ગળગુંથીમાં જ સંસ્કા૨રૂપે જન્મ લે છે.
પાંડવો ૫ણ ડાંગમાં ફરી ગયા અને ૨હી ગયા છે. આજે ૫ણ આહવાની નજીક પાંડવા ગામે ગુફા હયાત છે. અને આજ વિસ્તા૨માં મૌર્ય, સાનપ્રાસ રાજા, સત્યવાહન રાજા, કાહત્રા અને આભી૨ રાજાઓ રાજય કરી ગયા અને એના પાડોશી રાજય તરીકે ચાણકય રાજાઓ ૫ણ રાજય કરી ગયા હતા.
૧૪મી સદીમાં ડાંગી રાજાઓ મોગલ સમયમાં છુટા ૫ડી પોતે રાજય ક૨તા હતા, ઝયારે ઈ.સ. ૧૬૬૪માં શિવાજી મહારાજે સુ૨ત ૫૨ ચઢાઇ કરી ત્યારે અહીં જ તેમનો ૫ડાવ હતો તે આજે લશ્કરી આંબા તરીકે ઓળખાય છે. અને અહીંથી જ સુ૨તને લુંટવા ગયા હતા. બ્રિટીશ શાસનકાળ દ૨મ્યાન ડાંગના ભીલ રાજાઓ મરાઠાઓની સાથે ૨હી બ્રિટીશરોએ જંગલનાં ૨ક્ષણ માટે ભીલ રાજાઓને માન સન્માન આપી સમજાવી દીધા હતા, જેથી ડાંગનું વહીવટી તંત્ર સારી રીતે કામ કરી શકે એ બહાના હેઠળ ડાંગી રાજાઓને બ્રિટીશસરોએ પોતાના ગુલામ બનાવી દીધા હતા.
ડાંગી ભીલ રાજાઓને સમજાવી ૨કમ નકકી કરીને ડાંગનું જંગલ લીઝ ૫ણ લીધું હતું, અને એમ કરીને ગાયકવાડીમાં અને સુ૨ત ત૨ફ જતા લાકડા અટકાવી દીધાં હતા , કા૨ણ કે ડાંગી લાકડું મજબુત અને ટકાઉ હતું, જે લાકડું બ્રિટીશરો મોટા લડાયક વહાણો અને મકાન બાંધકામમાં વા૫૨તા હતા.
ઇડિયન ફોરેન જુરીડીકશન એકટ મુજબ ડાંગને ફોરેન ટેરીટરી અને એડમીનીસ્ટ્રેશન હેઠળ બ્રિટીશરો ગણતા હતા.
પાછળથી ડાંગનું વહીવટી તંત્ર કલેકટ૨ અને પોલીટીકલ એજન્ટ ખાનદેશ પાસેથી લઈને કલેકટ૨શ્રી અને પોલીટીકલ એજન્ટ સુ૨તને ૮મી ડીસેમ્બ૨ ૧૯૦૨માં જી. આ૨.આ૨.ડી. નં. ૬૮૫૭ થી હવાલે મુકવામાં આવ્યું અને મુંબઈ સ૨કા૨ હેઠળ ૧૯૦૨માં આખું જંગલ મુકવામાં આવ્યું અને ડાંગનો વહીવટ ચલાવવા માટે સેકન્ડ કલાસ મેજીસ્ટ્રેટના પાવ૨ સામે ડીવીઝન ફોરેસ્ટ ઓફિસ૨ અને પોલીટીકલ એજન્ટને મુકવામાં આવ્યો અને આખા ડાંગનું વહીવટીતંત્ર ૧૯૩૩ થી ૧૯૪૩ સુધી જંગલ ખાતા હસ્તક ૨હયું. નવેમ્બ૨ ૧૯૪૩ થી ૧૪ ઓકટોબ૨ ૧૯૪૭ સુધી સીવીલ વહીવટી માળખું ભા૨ત સ૨કા૨ હસ્તક ૨હયું.
ઓગષ્ટ ૧૯૪૭ થી એપ્રિલ ૧૯૬૦માં ડાંગ જિલ્લો મુંબઈ સ્ટેટમાં ભેળવી દેવામાં આવ્યો. ૧૯૪૮માં ડાંગને અલગ જિલ્લા તરીકે કલેકટ૨શ્રીનાં અધિકા૨ નીચે મુકવામાં આવ્યો. ૧૯૪૫માં ડાંગના રાજાઓ અને નાયકોના અધિકારોનો સવાલ તેમજ પોલીટીકલ પેન્સન બાંધી આપી ઉકેલવામાં આવ્યો.
મે ૧૯૬૦માં મહારાષ્ટ્ર અને ગુજરાત જુદા થતા ડાંગનો સમાવેશ ગુજરાતમાં ક૨વામાં આવ્યો અને આજ ૫ર્યંત ચાલુ છે. ડાંગ જિલ્લામાં પાંચ રાજાઓ અને નવ નાયકો છે.
ડાંગી ભોજન…
ડાંગમાં કયા પ્રકારનું ભોજન લેવાય છે ? એવો પ્રશ્ન ઘણીવાર કેટલાય મિત્રોએ કરેલો.
અહીંના લોકોમાં મિશ્રાહાર પ્રચલિત છે. એમને વન, પર્વતો અને નદી જે કંઇ આપે છે તે ખાય છે.
નાગલી, મકાઇ, ચોખા, શાક-ભાજી, વેલા-પાંદડા, જેવો શાકાહાર ઉપરાન્ત મરઘાં, બકરાનું, કોળ અને પક્ષીઓ પણ ક્યારેક ખોરાકમાં લે છે. જો કે સામાન્ય રીતે ઇંડા,નદીની માછલી, કરચલા ખાય છે. !
આમ તો, અહીંના રુટિન ભોજનમાં હવે જમાનાના બદલાવની સાથે ઘણો બદલાવ આવી ગયો છે. છતાં નાગલીના રોટલાનું સ્થાન અકબંધ છે. આ ઉપરાન્ત ચોખાના રોટલા પણ હજી એટલા જ ખવાય છે. એ બે રીતે બનાવવામાં આવે છે, એક પાતળા ને કંઇક અંશે ઢોંસાને મળતા આવે એવા અને બીજા જાડી રોટલી જેવા રોટલા. આ ઉપરાન્ત અહીં જુવાર અને ઘઉંનું ચલણ પણ થોડું થોડું છે. એની સાથે લસણ અને ડુંગળી-મરચાંની ચટણી. શાક ઓછા ખવાય છે અને જે ખવાય છે તેમાં તેલનો ઉપયોગ નહિવત્ હોય છે. જંગલી અને સાદા કંદનો સવિશેષ ઉપયોગ કરવામાં આવે છે. જંગલી કંદની એ વિશેષતા છે કે એ એમ જ ખાવામાં કડવા અને ઝેરી હોય છે પણ એને બાફીને રાત આખી વહેતા ઝરણાંની પાણીમાં ઝબોળી રાખવામાં આવે એટલે એની કડવાશ અને ઝેરી અસર જતી રહે ..! ત્યાર પછી એ ખાવા યોગ્ય બને છે.. સાદા કંદનું તો બટાટાની જેમ જ શાક બનાવવામાં આવે છે.
નાગલીની સાથે પ્રચલિત છે ભૂજીયુ.
આ ભૂજીયુ- એ પહેલી નજરે પ્રચલિત ભજીયા હોવાની અપેક્ષા જન્માવે પણ એવું નથી. અડદને બરાબર શેકીને એને દળવામાં આવે છે. એના લોટમાં લસણ-મરચાંની ચટણી ઉમેરીને એને બરાબર ઘૂંટવામાં આવે છે. એને અહીં ભૂજીયાના નામે ઓળખવામાં આવે છે. એના કેટલાક સિદ્ધહસ્ત લોકો હોય છે તેના હાથનું ભૂજીયુ અનેરો સ્વાદ આપે છે.
ડાંગમાં સાગની સાથે જ ફૂટી નીકળેલા વાંસનું બહુ મહત્વ છે. વાંસના ઉપયોગો તો કેટલા બધા છે. પણ વાંસનો સાવ નવો અને આપણે ભાગ્યે જ એવો ઉપયોગ વિચાર્યો હોય તે છે વાંસદીનું શાક. એના અથાણાં પણ હવે તો બજારમાં મળવા લાગ્યાં છે. લીલાં કૂમળા વાંસના કોંટા ફૂટે એ એકદમ સોફ્ટ હોય તેને વનવાસીઓ તોડી લાવે છે. છીણી કે કટકા કરીને કૂકરમાં બરાબરના બાફવામાં આવ્યા પછી એ ખાવા લાયક બને છે. એમાં પણ પેલી અહીંની ચટણી ભેળવે એટલે પંજાબી પનીરનું શાક ખાતા હોય એવો અવર્ણનીય આનંદ મળે. એની સાથે ચોખાના રોટલો, કાકડી-ટમેટા અને દેશી ચોળીના દાણાનું સલાડ…!
આહવાથી પંદરેક કિલોમિટર દૂર ચીકટીયા કરીને ગામ છે, એના પડખામાં આવેલ ગર્ય કરીને નાનકડાં કસબામાં યસુભાઇ અને કુસમબેનનો નાનકડો મજાનો પરિવાર રહે છે. નાની ખેતી, નાનું ઘર, માપસરનું ભણતર ને મોટું જીવનઘડતર પામેલા આ પરિવારમાં ભળી જવાયું છે બે ત્રણ વખતની મુલાકાતમાં જ. એક બાજુ નદી વહે છે, ફરતાં વાડી-ખેતરો લ્હેરાય છે, ઘરમાં દાડમ, કેળા, ફણસ, કાકડી, કારેલા, કાકડી, કંદ, બીજા શાકના વેલાઓ છવાયેલા છે. ગાય અને ભેંસ, દોડાં દોડ કરતાં મરઘાં અને પીલ્લાઓ, એક બીલાડો નામ છે રાજા..! એની જોડી હતી પણ ગયા અઠવાડિયે જ એમની ઓસરી સુધી આવીને રાત્રે એક દિપડો એને ઊઠાવી ગયો. યસુભાઇ લાકડી લઇને થોડું પાછળ પડ્યા પણ એ દીપડો પોતાના શિકારને એમ આસાનીથી થોડો છોડી દે..! એટલે જોડી થઇ ગઇ ખંડિત.
એમને ત્યાં બેસીએ એટલે ઘણાં લોકોનો સંપર્ક થાય કેમકે, સાઇડ બિઝનેશ તરીકે નાનકડી હાટડી પણ ચલાવે છે. આજુબાજુના લોકોની જરુરીયાત મૂજબની ચીજ-વસ્તુઓ ત્યાંથી મળે. પચાસ ગ્રામ તેલ કે પાંચ-દસ ચમચી ચાની ભૂકી લઇ જતાં ગરીબ નિવાસીઓને જોઇને અહીંનો સાચો ચિતાર મળે..! નાનાં નાનાં બાળકો બીડી, તમાકુ ને પડીકીઓ લેવા આવતા હોય., એમનું જીવન કુદરતની નજીક છે ને સાથો સાથ માનવોએ સદીઓથી અર્ચીત કરેલી બદીઓની પણ એટલા જ નજીક છે.
વાંસદીનું શાક ને ચોખાના રોટલાનો સ્વાદ અપૂર્વ હતો. એમણે જે પ્રેમથી જમાડ્યા એ પણ યાદગાર રહેશે.
એમની ભાષાનો લ્હેકો અને ઓછા શબ્દોમાં ય સૂચવાતો આતિથ્ય ભાવ આપણને હ્યદયમાંથી ક્યારેય નીકળી શકે નહીં એવો મજબૂત હોય છે…!
ઘરે જવા પાછા ફર્યા ત્યારે અંધારાઓ ઉતરી રહ્યાં હતા. ડુંગરો શાન્ત થઇ ગયેલા ધ્યાનમાં ગરક થવા જતાં હોય તેમ.
ક્યાંક ક્યાંક આગીયાઓ એમની લાઇટ ઝબકાવી જતાં હતા ને હુમલો કરવા સામા ધસી આવતાં કિટકોનો તો અહીં પાર જ નથી. બચવું મુશ્કેલ છે..! પણ મજાનું છે.
ડાંગની છબિ ચિત્તમાં આકારિત થતી હતી તે અને હવે ત્યાંથી સાવ છૂટી ગયા પછી જે રૂપે ડાંગ ચિત્તમાં આવે છે તેમાં ખાસ્સો ફરક છે. હવે માત્ર સ્મૃતિઓ છે. વચ્ચેથી બહુ ઘન ન કહી શકાય એવું ચોમાસુ પસાર થઇ ગયું. આ વખતે ગુજરાત જ નહીં ડાંગમાં પણ વરસાદ ન પડ્યો તેમ કહી શકાય એટલો ઓછો વરસાદ રહ્યો. સ્વાભાવિક જ ડાંગના જંગલો, જનજીવન પર એની અસર પડવાની છે આ વર્ષે. ત્યાંના કેટલાક મિત્રો સાથે ફોનથી સતત સંપર્કમાં રહી શક્યો છું. રૂબરૂ જવાના પણ બેએક પ્રયાસ કર્યા પણ મને લાગે છે કે એટલું આસાન નહીં રહેત ત્યાં જવું. અહીંની દોડધામ ભરી જિંદગી જાતે જ સ્વીકારી છે એટલે ફરિયાદોનો કોઇ અર્થ નથી. પણ ડાંગ સતત અંદર ધબક્યા કરવાનું છે એ પણ હકીકત છે. તન્વીએ ત્યાં લીધેલી સેંકડો તસવિરો, અઠવાડિએ બે વાર કરેલી પિકનિક્સ, બાઇક પર કરેલી લાંબી સફરો અને મિત્રો, ત્યાંના સ્થાનિક મિત્રો સાથે ગાળેલો દિવસ કદાચ ક્યારેય પાછો નહીં આવે… એ રૂપે તો નહીં જ….
છતાં વર્ષમાં એક વાર તો ડાંગ જવું જ પડશે એ નક્કી છે….
ડાંગ વિશે મેં લખ્યું છે એ અવાર નવાર આ બ્લોગ પર મુકતો રહીશ.
નરેશ શુક્લ
Posted by Naresh Shukla at 11:09 AM 1 comment:
Friday, December 12, 2008
કનસર્યા ગઢ…
(अधिक फोटोग्राफ्स के लिए, फोटो पर क्लिक किजिए ।)
આહવાથી સુબિર આસરે 30 કિ.મી. દૂર આવેલું છે. ત્યાંથી 12 કિ.મી. અંદરની તરફ કનસર્યા ગઢ નામનું સ્થળ છે. દર વર્ષે કાર્તિકી પૂર્ણિમાએ કે પછીના અજવાળિયામાં એટલે કે માગસર સુદ ચૈદશ કે પૂનમની રાત્રીએ આ સ્થળે ઉજવાતો લોકોત્સવ – ડુંગરદેવની પૂજા- અહીંના આદિવાસીઓનો બહુ મહત્વનો તહેવાર છે. ડાંગમાં આવા કુલ ચાર વધારે મહત્વના સ્થળો છે. કનસર્યા ગઢ, સેંધવડ ગઢ, કવાડિયા ગઢ અને નડઘિયા ગઢ. આ ચારેય સ્થળોએ એક જ રાત્રે મોટા પ્રમાણમાં આદિવાસીઓની વિવિધ જાતિઓ ઉમટી આવે છે. એમના આરાધ્ય એવા પાંઢોરદેવી (મૂળમાં રાજમાતા નામે શિવ પત્ની પાર્વતી)ની પૂજા માટે સૌ એકઠા થાય છે. કેટલાક એને ડુંગરદેવ પણ કહે છે. અમે કનસર્યા ગઢની મુલાકાત લઇ આવ્યાં. આ અનુભવ જીવનભર ચિત્તમાં જડાઇ જાય અને એનું વર્ણન ક્યરેય ન કરી શકીએ એવો અનુભવ રહ્યો.
ખુલ્લા આકાશ નીચે, ચંદ્રની શિતળ ચાંદની, ઉમટેલા વિવિધ ગામોના ડેરાઓમાં રંધાતા ચોખા અને દાળની સોડમમાં, એમણે સળગાવેલા તાપણાઓ અને થોડું સમારકામ કરીને બનાવેલી થોડી થોડી જમીનમાં પગથિયાઓની જેમ સ્ટેજ જવું બનાવે. બાજુમાં રસાઇ માટે પથ્થરો ગોઠવીને તપેલાઓ ચડાવાયા હોય છે. મરઘા, બકરાં ને સાથે લાવેલ માલસામાન, ઓઢવા પાથરવાનું, દેશી વાદ્યોમાં પાવરી મુખ્ય, ડફલી, મંજીરા, વાંસનો પાવો- લાવ્યા હોય તે બધું વચમાં મુકવામાં આવ્યું હોય. ચાર પાંચ શેરડીના સાંઠાઓને ઊભા ત્રિકોણાકાર રાખીને કામ ચલાઉ સ્થાનક બનાવવામાં આવે. ચોખા, નાગલી ને બીજા ચાર-પાંચ ધાન્યની ઢગલીઓ દેવોના પ્રતીકરુપે એમાં સફેદ કપડાં ઉપર બિરાજે. લોટને ચીકવીને સરસ મજાના કોડિયા બનાવે ને એમાં પૂજા અર્ચના કર્યા પછી દીવો પ્રગટાવવામાં આવે. સિનિયર ભૂવો (ભગતજી) અને એમની હેઠળ તાલિમ પામતા જૂનિયર ભગતો આ સામગ્રી તૈયાર કરે. મહારાષ્ટ્ર અને ડાંગમાં આવેલા 60 જેટલા ગામો આ ગઢની સરહદમાં આવે છે. એ ગામોમાંથી આવેલ સંઘોની પરંપરાથી ચાલી આવતી જગ્યાઓ હોય છે. એ જગ્યાઓને સાફસુફ કરી એક રાત્રી પૂરતો ઉપયોગ કરવાનો હોય છે. એક બાજુ ભગતો દ્વારા રાત્રે થનારા પૂજનની તૈયારીઓ શરુ થાય અને બીજી બાજુ દેવની રજા લઇને રમવાનું શરુ થાય. ચારેક વિવિધ સ્ટેજ જેવી જગ્યામાં વિવિધ ગામની મંડળીઓ વિવિધ નૃત્યો, અંગ કસરતો અને હેરતજનક કાર્યક્રમો રજુ કરવા લાગે. ઓપન ફોર ઓલ જેવા નૃત્યોમાં કોઇ પણ જોડાઇ શકે તેવા વૃંદ પણ અખંડ નૃત્ય કરતા રહે. ગઇ રાત્રે પાંચેક હજાર જેટલી વસ્તી ત્યાં એકઠી થઇ હતી. નૃત્યો જોતા, નૃત્યો કરતા, ગમે ત્યાં મન થાય ત્યાં નાચવા લાગી જતાં યુવાનો, વૃદ્ધો અને બાળકોથી આખી તળેટી ઉભરાતી હતી. દર્શકો ઝાડ પર, ડુગરની કરાળો પર ચડીને ગોઠવાઇ નાચનારાઓને પોરસાવતા રહે, તંતુવાદ્યો અને અન્ય દેશી વાદ્યોનો એકધારો પ્રગટતો, વિરમતો અને બીજે જ ક્યાંકથી ઉભરી આવતો લય, દેકારા-પડકારા અને આનંદોદ્ગારો સાથે ભાવિક એવા કોઇને અચાનક આવતો વાયરોને શરુ થતું ધૂણવાનું…! આખોય માહોલ કંઇક અનેરી અનુભૂતિ કરાવનારો હતો. ત્યાં નહોતું કોઇ સરકારી રક્ષણ કે નહોતી કોઇ સંકલન કરનારી વ્યવસ્થા, બધાં સ્વયં શિસ્તથી, પોતાની મસ્તીમાં, કશી પણ અપેક્ષા વગર બસ નિર્ભેળ આનંદ લૂંટવામાં જ મસ્ત હતાં. મેં સૌરાષ્ટ્રથી માંડી ઉત્તર ગુજરાતના અનેક મેળાઓ જોયા છે- તેનાથી સાવ જૂદો જ અનુભવ અહીં થયો. અહીંના આદિવાસીઓ શાન્ત છે, કોઇ કોઇનામાં ડખલ કરવામાં ઇચ્છતા જ નથી. કોઇ સગવડ કે લડાઇ-ઝઘડાની નાની સરખી ઘટના પણ આટલા બધા લોકો એકઠા થયા હોવા છતાં બને નહી તે કેટલી મોટી વાત…!
આ તહેવારની સાચી શરુઆત તો સુદ એકમથી જ થઇ જાય છે. ગામમાં કોઇ એક ઘરનાએ માનતા માની હોય તેના ત્યાં ડુંગરદેવનું સ્થાપન થાય છે. એક વખત સ્થાપના થઇ ગઇ એટલે એ ગામનો કોઇ વ્યક્તિ પછી પોતાના ઘરે સૂઇ ન શકે. એ ગામના બધા જ લોકો પેલા સ્થાપનાવાળા ઘરના ફળિયામાં ઘરમાં જ સુવાનું. બધા જ પુરુષો એટલા દિવસ એક ટાઇમ સાંજે અને તે પણ પેલા યજમાનના ઘરે જ જમે. ખેતિવાડી બધું જ એ દિવસોમાં સ્ત્રીઓ સંભાળે. સ્ત્રી અને પુરુષો એ દિવસોમાં સંયમ રાખે, બ્રહ્મચર્યનું ચૂસ્ત પાલન કરે એવા નિયમો છે. દિવસભર ગાયન-ભજન અને રાત્રે નૃત્યો ચાલે. લોક કંઠે જળવાયેલી અહીંની લોકકથાઓ, વાર્તાઓ આ દિવસોમાં જાહેરમાં કહેવાય. આ આખાય તહેવારમાં કેન્દ્રરુપ હોય છે અહીંના ભગતો. ભગત દ્વારા જે સાધના કરવામાં આવે છે એને રિકોલ કરવાનું, પ્રદર્શન કરવાનું અને નવી પેઢીમાં આરોપિત કરવાનું કામ આ તહેવાર દ્વારા કરવામાં આવે છે. સિનિયર ભગત ગામમાંથી 10-12 વર્ષના પોયરાને એની કેટલીક શક્તિઓના આધારે પસંદ કરે. એને પોતાની સાથે રાખીને ટ્રેનિંગ આપે, મંત્ર-તંત્ર અને દેવોના આહવાહન, મદદ વગેરેને લગતી બાબતો પેલા જુનિયરને શિખવે, ખાસ તો આદિવાસી પરંપરાગત કથાઓ, ગીતો, પ્રાર્થનાઓ, મંત્ર-વિધિઓ અને જડિબુટ્ટીના પ્રયોગો એને શીખવવામાં આવે છે. આ રીતે પુષ્ટ થતી પરંપરા નબળી ન પડે અને નવા નવા સંશોધનોની આપલે કરવા માટે ભગતો અહીં એકઠા થતાં હોય એવું લાગ્યું. એવા પંદર દિવસ ગામમાં પસાર કર્યા પછી પૂનમની રાત્રે આ ગઢમાં આવેલા ડુંગરદેવના સ્થાનકે જવા માટે દિવસે નીકળી પડે. કનસર્યામાં અમે 1.30 વાગ્યે બપોરે પહોંચ્યા ત્યારે ચાર પાંચ સંઘ આવી ગયા હતા. અહીં વહેલા પહોંચનારા ભગતને એ દિવસની પહેલી પૂજા કરવાનો હક્ક બનતો હોય છે. તેમ છતાં ત્યાં હુંસ્સાતુંસી કે સ્પર્ધા જેવું જોવા મળ્યું નહીં. અહીં વૃદ્ધ ભગતનું વર્ચસ્વ હોય ને જુનિયરો સેકન્ડરી હોય એવું પણ નથી. મોટા ભાગની પ્રજા લો પ્રોફાઇલ રહેનારી છે. બધું ધીમે ધીમે કશી પણ ઉતાવળ કે અકળામણ વિના ચાલ્યા કરે. જાણે બધું જ સ્વભાવિક અને પ્રકૃતિનાક્રમે જ હોય તેમ.
સફેદ કપડું, રુપિયાની નોટોના હાર, શણગાર, ભભકાદાર અત્તર, ફૂલો અને વૃક્ષોના પાંદડાઓથી સજાવેલો ઊંચો વાંસ એ નિશાન. ધજા અને પછી વિવિધ ભભકીલા ડ્રેસમાં નૃત્ય ગૃપો, સફેદ ધોતી પહેરણ અને લાંબા વાળમાં સજ્જ ભૂવાઓ, એમની સાથે અંગરક્ષક જેમ ફરતો જુનિયર ભગત- એના હાથમાં સાવ વિશિષ્ટ એવી ઘોડા સી કાઠી-(એક ડાંગની ઉપર લોખંડના સોયા જેવી પાંદડીઓ લગાવી હોય છે, તે જમીન પર પછાડીને અવાજ કરવામાં આવે. બધા હળે મળે, લોક બોલીમાં મજા-મસ્તી ચાલે. આવો મેળો હોય એટલે હવે છેલ્લા બે-ચાર વર્ષથી વેપારીઓ હાટ નાંખી દે છે એટલે ત્યાં મીઠાઇ, ફરસાણ, બોર અને વિવિધ ફળો પણ વેચાવા આવી જાય છે. સરકાર દ્વારા એક પાણીના હેન્ડ પંપનું ફિટિંગ કરવામાં આવ્યું છે. પાંચ હજાર જેટલા લોકો એક જ પંપથી પાણી ભરતા હોવા છતાં એક પણ છમકલું ય ન થાય એ તો મારા માટે મોટું આશ્ચર્ય જ હતું. કેમ કે , અમારું સૌરાષ્ટ્ર તો એ બાબતે જરાં પણ વાર ન લગાડે. અહીં કોઇને કંઇ પ્રશ્ન જ ન થાય.
લગભગ સાતેક વાગ્યાથી ડુંગર ઉપર આવેલા સ્થાનકે જવાનું શરું થઇ ગયું. અમે પણ સરસ જગ્ય શોધીને ગોઠવાઇ ગયા. નિરાંતવા ટહેલતા ટહેલતા સૌ સંઘ ઉપર આવવા લાગ્યા. બધા પોત પોતાની રીતે ગૃપ કરીને ગોઠવાતા ગયા. પાવરીના સૂર તો હવામાં અખંડ રેલાતા જ રહે પણ આ સ્થળે એના પરનું શિંગડું કાઢી નાંખવામાં આવે છે. કોઇપણ મૃત પ્રાણીનું ચામડું કે અવશેષ આ સ્થળે લઇ જવાની મનાઇ છે. આટલી મોટી સંખ્યા હોવા છતાં ત્યાં પાવરી સીવાય બીજા કોઇ જ અવજો આવતા નહોતા. ચંદ્રના પ્રકાશમાં આખુંય વાતાવરણ કોઇ દૈવી સભા મળી હોય એવું લાગતું હતું. સૌ ડુંગરદેવના ભવ્ય સાન્નિધ્યમાં અજીબ એવી આનંદસમાધિમાં જાણે લીન થઇ ગયા હોય ને કોઇ ચિતારાએ ચિતરેલું લેન્ડ સ્કેપ હોય એમ ચિત્રવત્ બની સૌ ગોઠવાતા જતાં હતાં. આ એક એવો અનુભવ છે જે ક્યારેય જાતે ગયા વિના સમજી જ ન શકાય. કલાક સુધી એ એકઠા થવાની ક્રિયા ચાલી. ત્યાર પછી કોઇ એક ભગતે બુલંદ અવાજે પૂછ્યું કે ‘સૌ આવી ગયા….?’ જવાબમાં હજી બે ત્રણ સંઘ બાકી હતા. એટલે વળી રાહ જોવાનું ચાલ્યું. કોઇ જ ચીડ નહીં. કોઇ જ ઉતાવળ નહીં. કોઇનેય એ વાતની ઇન્તેજારી પણ નહીં કે હજી કેમ નહીં પહોંચ્યા હોય. બસ મૂંગા મોઢે સૌ રાહ જોતા રહ્યાં. લગભગ આઠ-સવા આઠ વાગ્યે સૌ આવી રહ્યાં. પછી સૌ પહેલા આવનાર ભગતે ડુંગરદેવના સ્થાનક વાળી જગ્યાને વાળી, સાફ કરી સફેદ પાથરણું પાથર્યું. એના પર ચોખાની નાની નાની ઢગલીઓ કરીને લગભગ સો ઉપરની સંખ્યામાં દેવોનું આહ્વાહન કર્યું. દેવની રજા લીધી. અને પછી અહીંનો મુખ્ય વિધિ શરુ થયો. જ્યાં સૌ બેઠા હતા ગૃપ કરીને ત્યાં જ સૌએ એવું આસન બનાવ્યું ને પૂજા ચાલુ કરી. વૃક્ષોના કારણે ફેલાયેલ અંધારા હટી ગયા. ઉપર ચંદ્ર બમણા વેગથી પ્રકાશવા લાગ્યો. જાણે એ નીચે આવીને આ બધાની પૂજા વિધીને ધ્યાનથી જોતો હોય એમ તોળાઇ રહેલો ઉપર…! બધા સંઘની પૂજા પત્યા પછી દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા એટલે આખો ડુંગરો અને બેઠા હતા એ ખીણનું સૌંદર્ય ઓર ખીલી ઉઠ્યું. આંખો આશ્ચર્યથી ફાટી જ રહી જાય. નિરવ શાન્તિમાં ટમટમતા દીવડાઓ, એના પ્રકાશમાં ચિત્રવત્ બેઠેલા આદિવાસીઓ, લાંબાવાળ વાળા ભૂવાઓ, આંખો ફાડી ફાડીને જોતી નવી પેઢીના ટાબરિયાઓ, અમારા જેવા થોડાં આઉટ સાઇડરો, બધું જ લીન હતું. કોઇ મુખિયા નહીં. કોઇ સંચાલક નહીં. કોઇ જ માર્ગ દર્શક નહીં. સ્વયંભૂ પ્રેરણાથી જ કોઇ ઊભો થાય ને પછી ચાલે ગામોની હાજરી. એક બે વાર ગણતરીમાં ભૂલ પડી તો પણ કંઇ નહીં. ફરી ગણવાનું ચાલું. પછી શરુ થાય ભગતો દ્વારા ગવાતા નામોની યાદી. મને એમની ભાષા સમજાતી નહોતી એટલે વચ્ચે વચ્ચે કેટલુંક સંકલન થતું હતું એ સમજાયું નહીં પણ એમના બોલવામાં જે નામો હતા એ પરથી અને પછી અમારી સાથે આવેલા પ્રો. કાશીરામ ભોયે પાસેથી જાણ્યું તેમ દેશની વિવિધ નદીઓ, વિવિધ ગઢ, નગરો, ડુંગરોના વર્ણનો હતાં. સમગ્ર ભારત વર્ષમાં પથરાયેલા હિમાલયથી માંડીને બધા જ પર્વતો, બધી ન નાની મોટી નદીઓ, મોટા મોટા રજવાડાઓ, આદિવાસી ગઢ, મુખ્ય જંગલો, દેવો, દેવીઓ અને એ બધું જેમાં મળે છે એ વિવિધ સમુદ્રોના નામો લઇને તેમને યાદ કરવામાં આવ્યાં. આ બધું એક શ્વાસે, ચોક્કસ લયમાં, ચોક્કસ ક્રમમાં બોલવું, હાથ લંબાવીને બુલંદ અવાજે, ખીણોમાં પડઘાતા લય સાથે. સાથે ઘોડા સી કાઠીના હલકારે, ઠેસ લઇને જુનિયર ભગતના હોંકારા સાથે રજુ થતું. એટલા બધાં ભગતો બોલે તો આખી રાત નીકળી જાય એટલે વચ્ચે અટકાવવામાં આવે. છતાં એમનું અહમ્ ન ઘવાય. બીજો શરુ કરે. ને કલાકેક આ વિધિ ચાલ્યા પછી એક સમય એવો આવ્યો કે બે ભગતો સાથે ને પછી તો બધા જ ભગતો એ એક સાથે લ્હેકામાં એ ગાન શરું કર્યું. એટલો બધો કલશોર, વચ્ચે મુખ વાતે કરાતા અવાજોથી આખું ય આકાશ અને જંગલ ભરાઇ ગયું. આપણાં રુંવાડા ખડા થઇ જાય એવો થ્રિલ ભર્યો એ સમય હતો. એ દરમિયાન અનેક લોકો એક સાથે ધુણતા હતા, અનેક લોકો હાકોટા પડકારા કરતા હતા, એમની વિવિધ મુદ્રાઓ, એમના આગવા, ધ્યાન ખેચવાની સભાનતા સાથે થતાં ચિત્કારો ખરેખર કંઇક વિરલ જ અનુભવ કરાવનારાં હતાં. આવું પંદરેક મિનિટ ચાલ્યા પછી અચાનક એ ગાન પૂરું થયું. ને પછી આવે શ્રીફળ વધેરવાનો પ્રસંગ. અનેક શ્રીફળો વધેરાવાના અવાજો, એમાંથી ઉડતાં પાણીની સિકરોમાં આહ્લાદ લેતા લેતા પાછા વળવાનું શરું કર્યું. તળેટીમાં આવવા આ ઝાંખા અજવાળામાં પથ્થરો, ખાડ-ટેકરા, પાણીના ઝમતા ઝરણાથી સાચવતા સાચવતા નીચે ઉતરતા ગયા.
નીચે આવ્યા ત્યારે દસ વાગવા આવેલા. પેટમાં કકડીને ભૂખ લાગી હતી. અમારા માટે કાશીરામભાઇ એમના ઘરેથી અહીંનું ડાંગી ભોજન લાવવાના હતા. થાળી, વાટકા હતા નહીં ને એની અહીં જરુર પણ નહીં. હાથમાં કે સાથળ પર નાગલીનો રોટલો મુકવાનો, સાથે બાફીને લાવેલા આળુ નામનું કંદ, એની છાલ ઉતારતા જવાની. સફેદ બટાકા જેવું લાગે, એમાં તૈયાર લાલ ખતરનાક તીખી ચટણી જરુર પ્રમાણે મિક્સ કરતા જવાની એને ચોળીને પેલા રોટલાની કોર કાપીને ખાવાનો. આ રીતે પહેલી જ વાર ખાધું. પણ એ સ્વાદ ખરેખર અજાયબ હતો. એકદમ કુદરતનો એ જીભે થતો સ્પર્શ અમને પરિતૃપ્ત કરતો ગયો. આ સીવાય વાલ અને ચણાનું શાક પણ હતું. પણ આજે તો બે પ્રકારના જે કંદ હતા એ- આળુ અને બીજા વરા- ને જ ખાવામાં રસ હતો. ભગવાન જાણે આ ફરી લ્હાવો મળે ન મળે…! અમારી સામે અનેક લોકો અવળા મોઢા રાખીને ગોળ ફરતાં ગોઠવાઇ ગયેલા, સામે સાગના ફાફડા પાન પર દાળ અને ભાતનું ભોજન લેવા. એક રોટલો પૂરો કરતા કરતા જ અમે ધરાઇ ગયા. બાજુમાં જ હાથ ધોઇ નાંખવાના. કશી જ એટિકેટ કે નિયમો અહીં હોતા નથી. બધું જ પ્રકૃતિનું છે. બધું જ પ્રકૃતિમય છે !
આ દરમિયાન પેલા નૃત્યો તો ચાલુ જ હતા. ઠંડીની અસર હવે જણાતી હતી. કેટલાક બાળકો અને વૃદ્ધો જ્યાં અનુકૂળ લાગ્યું ત્યાં થોડું સરખું કરીને ટૂંટિયું વાળી સુવા લાગેલા. યુવાનો તો રાતભર સુવાના હતા નહીં. અમે આહવા આવવા સજ્જ હતા. ગાવા, વગાડવા અને નાચવાનું ચાલું હતું ને અમે નીકળી પડ્યાં. બહુ સારો નહીં પણ બાઇક ચલાવી શકાય એવા રસ્તા પર અમે રાત્રે પરત થવા દોડી પડ્યા ને અડધી રાત્રે ઘરે પહોંચ્યા ત્યારે પણ અમારા કાનમાં પાવરીનો સૂર ગોરંભાતો હતો ને બંધ આંખ સામે ટમટમતા હતાં એ ડુંગરદેવના દીવડાઓ…! કશુય ચિત્તમાંથી હટે નહીં એવું છે.
આ દુનિયામાં આવ્યાનો ફેરો સફળ લાગે એવો અનેરો અનુભવ નસીબદારને જ મળેને…!
Posted by Naresh Shukla at 3:34 PM 3 comments:
Thursday, December 4, 2008
ફિર સુબહ હોગી…!
દોસ્તો,
નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવામાં મોડો પડ્યો છું, પણ અંતરથી આપ સૌને નવા વર્ષની શુભ કામનાઓ.
હમણાં સતત ડાંગ બહાર રહેવાનું થયું એટલે ડાંગ વિશે કંઇજ લખી શક્યો નહીં. હવે સરસ મજાની ઠંડી ઋતુ શરુ થઇ ગઇ છે એટલે આપ સૌ એનો આનંદ ઉઠાવતાં હશો. અહીં ડાંગમાં ઠંડી નથી શરુ થઇ. અહીં હજી પણ એવું જ હુંફાળું વાતાવરણ ચાલી રહ્યું છે. ધીમો પંખો મજા કરાવે. વહેલી સવારે ફરવા નીકળો તો થોડો ઠંડીનો ચમકારો જણાય. વધારે નહીં.
આજથી અહીં એક સરસ ઉત્સવની શરુઆત થઇ રહી છે. આજે એનો પહેલો દિવસ છે. એ છે અહીંનો અત્યંત જિવન્ત એવો લોકોત્સવ – ડુંગરદેવની પૂજા. લોકોની શ્રદ્ધા સાથે જોડાયેલા આ તહેવારમાં આજે જે જે મુખ્ય સ્થળો છે એવા ગામોમાં ડુંગરદેવનું સ્થાપન કરવામાં આવશે. આવતી ચૌદશની રાત્રી સુધી વિવિધ વિધિઓ અને નૃત્યો યોજાશે. અહીંની આદિવાસી પ્રજા એમાં ગુલતાન થઇને મોડી રાત્રી સુધી નાચવા ગાવાનું અને ખાવા પીવાનું કરશે.
આવનારાં ગુરુવારે આ તહેવારનું સમાપન એકલા પુરુષો જ ડુગર પર આવેલા સ્થાનકે જઇને પૂજા અને બલિ ચડાવવાની વિધી કરશે. આ વખતે હું અહીં છું એટલે એ ઉજવણીનો દર્શક તરીકે લાભ લઇશ.
ડાંગનું જંગલ હવે સુકાવા લાગ્યું છે. ખાસ કરીને ડુંગરાઓના પથરાઓ પર સુક્કા ઘાસની બિછાત છવાવા લાગી છે. એમાંથી ડોકાતા પથ્થરો બહુ જોવા ગમે નહી, કેમ કે, હજી મહિના પહેલા જ એના અનુપમ સૌંદર્ય સાથે એ દેખાતા હતાં. પણ આ તો કુદરતી ક્રમ છે. આજે સુક્કું છે એટલે જ આવતી કાલ ઉગવાની છે.
દેશમાં પણ આજકાલ જે અરાજકતા ફેલાઇ છે એ કાળનું વલોણું તો નહીં હોય ને.. ? આપણને એમાંથી જ કંઇક નવી દિશા, કદાચ વધારે ઉજ્જવળ ભવિષ્ય મળશે. કદાચ આ ક્રાન્તિ પહેલાની પરિસ્થિતી છે. નકારાત્મકતા પણ એક હાઇટ પર પહોંચ્યા પછી વેરાઇ જતી હોય છે. ભારતમાં ક્યારેય લોહિયાળ ક્રાન્તિ ક્યાં થઇ છે..? હંમેશા ધીમી અને મક્કમ ક્રાન્તિઓ જ થઇ છે. આખો માહોલ બદલાશે.. એવું મને આ જંગલો કહી રહ્યાં છે. એમાં ઘણીવાર કુદરત તો ઘણીવાર પ્રાણી-પશુઓ (આપણે પણ એમાં જ આવી ગયા ભાઇ) દ્વારા અનિષ્ઠ ફેલાતું હોવાનું જણાય પણ પાછું એ તો એના નિજાનંદી રુપમાં મસ્ત બની રહે છે. બધાં જ પ્રકૃતિ તત્ત્વો આ જ તો શીખવે છે.
આતંક વધુ નહીં ટકે,, ફિર સુબહ હોગી…!
Posted by Naresh Shukla at 8:36 PM 1 comment:
Thursday, October 16, 2008
પરંપરા દિવસ- સાપુતારા
મિત્રો,
તા.14 અને 15 ઓક્ટોબર 2008ના રોજ ગુજરાતના ખ્યાતનામ ગિરિમથક સાપુતારામાં આદિવાસી અકાદમી, તેજગઢ અને ગુજરાત સાહિત્ય પરિષદના સંયુક્ત ઉપક્રમે પરંપરા દિવસની ઉજવણી અને ભાષા કેન્દ્રી પરિસંવાદ યોજાયો હતો. આહવાની સ્ટેટ બેંકમાં ફરજ બજાવતાં, રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ડાહ્યાભાઇ વાઢુ અને પ્રા. વિક્રમ ચૌધરીએ આખાય કાર્યક્રમનું આયોજન કર્યું હતું. અધ્યાપકો, વિદ્યાર્થીઓ, સાહિત્યકારો અને વિદ્યાર્થીઓ તથા લોક કલાકારો એમ કરીને કુલ બસોથી ઉપરની સંખ્યામાં ત્યાં એકઠા થયાં હતાં. વિલિન થતી જતી આદિવાસી ભાષા, સાહિત્ય અને મૌખિક પરંપરાઓને કેન્દ્રમાં રાખીને ચર્ચા-વિચારણા કરવામાં આવી. મુખ્ય ધારાના પ્રભાવ હેઠળ સદીઓ જૂની આ મૌખિક સાહિત્યની પરંપરા લૂપ્ત ન થઇ જાય તે માટે મથતાં ડો. ગણેશ દેવી, કાનજી પટેલ, અશોક ચૌધરી, ડાહ્યાભાઇ વાઢુ, વિક્રમ ચૌધરી, બાબુભાઇ ગામીત, જેવા વિદ્વાન, જાગૃત સંશોધકો, સંપાદકો અને સંવર્ધકોએ પોતાની વાત અસરકારક રીતે રજૂ કરી. બીજા રાજ્યમાંથી આવેલા ભાષાશાસ્ત્રી ડો. સુખચન્દાનીના વિચારો વધારે સ્પષ્ટ, અનુભવસિદ્ધ હતા. સાહિત્ય પરિષદે નગર છોડીને છેવાડાના જન સુધી પહોંચવાનો નિર્ધાર કર્યો છે એ આ કાર્યક્રમથી સિદ્ધ થતું હતું. જો કે, મુખ્ય સાહિત્યકારોની ગેરહાજરી પણ વર્તાતી હતી. તેમ છતાં રાજેન્દ્ર પટેલ, પ્રમુખશ્રીની અવેજીમાં પધારેલા વયોવૃદ્ધ અને પ્રસિદ્ધ કવિ-લેખક શ્રી ભગવતીકુમાર શર્મા, રવીન્દ્ર પારેખ, જનક નાયક હાજર રહ્યાં હતાં.
આ કાર્યક્રમની સૌથી મોટી સિદ્ધિ મને લાગી હોય તો તે હતી ત્રણેક બેઠકોમાં રજૂ થયેલી આ પ્રદેશની પરંપરાગત વાર્તાઓ. હાવભાવ સાથે, લોક લ્હેકામાં, થોડા અભિનય સાથે, અવાજના વિવિધ આવર્તનો અને આરોહ-અવરોહ સાથે રજૂ થયેલી કોંકણી, ગામીત અને ચૌધરી બોલીની વાર્તાઓ. એમાંય મનોજભાઇ ચૌધરી (વેડછી)એ તો રંગ રાખ્યો. એક લોક-વાર્તા અને એક લિખિત પરંપરાની વાર્તાઓ રજૂ કરવામાં આવી. એના પર પછી આછી પાતળી ચર્ચાઓ પણ કરવામાં આવી. જો કે, સ્વભાવિક જ સૌને એ પરંપરાને સાચવવાની ઇચ્છા હતી પણ સ્પષ્ટ માર્ગ નહોતો. એને લિપિબદ્ધ કરવામાં પણ અનેક મુશ્કેલીઓ છે જ. એને ઓડિયો-વિઝ્યુઅલમાં જ સાચવી શકાય- એવું મેં સૂચન કર્યું હતું. બાકી બદલાવને અટકાવવો શક્ય નથી. નવી પેઢી બેદરકાર છે કે નહી એ જોવા કરતાં એ કઇ રીતે વર્તમાનમાં ય શ્વસી શકે તે જ વિચારવા જેવું છે. મને લાગે છે કે સૌરાષ્ટ્રમાં જે રીતે ડાયરાઓ, ગરબા અને અન્ય પ્રસંગોએ સાચવવાની મથામણ છે એવી સભાનતા આ પ્રદેશમાં ઓછી છે. એ જગવવા જેવી છે. ડો. દેવીએ પોતાના ઉદેશો સ્પષ્ટ કરતાં કહ્યું કે ભારતમાં આસરે 1500 જેટલી ભાષાઓ એવી છે જેને બોલી ગણીને માર્જિનાલાઇઝ્ડ કરવામાં આવી રહી છે. કરોડ ઉપર બોલનારાંઓની સંખ્યા ધરાવતી આદિવાસી બોલીઓને સંવિધાનમાં સ્વીકાર કરાવવાથી જ આઝાદ દેશમાં આદિવાસીઓને નાગરિકત્વ મળ્યું ગણાશે.
એમને એમની માતૃભાષામાં શિક્ષણ મળે.. આદિવાસી યુનિવર્સિટીઓ હોય, એમને ભલે લિપિ કોઇપણ આપો પણ ભાષા તો સાચવવી જ પડે.વગેરે વગેરે.. બધાં જ આદર્શોને વાસ્તવમાં પલટવા સહેલા નથી હોતા, વળી ઘણીવાર સાચા પણ નથી હોતા. કંઇક નવા વાડા રચાય તેવું પણ બને. ખેર, ડો. સુખચન્દાનીએ પોતાનો અનુભવ કહ્યો કે હું 22 વર્ષનો હતો ત્યારે પત્રકાર હતો અને આ જ રીતે સિંધી ભાષાને દરજ્જો આપાવવાના આંદોલનમાં સક્રિય બનેલો. અમને પણ હતું કે કેન્દ્ર સરકાર સિંધી ભાષાને સત્તાવાર ઘોષિત કરશે એટલે સિંધિઓનો વારસો સચવાશે. પણ આજે આટલા વર્ષે મને લાગે છે કે, એવું નથી થયું. કેટલાક લોકો ચોક્કસ ઉપર ઊઠી આવ્યા આ આંદોલનમાંથી, બાકીનાની હાલતમાં કોઇ ફેર નથી. સૌ પોતાના ચૂલા સળગાવીને બેઠા હોવાનું દેખાયું છે મને. એટલે મને લાગે છે કે, આવી માગણીઓ કરતાં આત્મવિશ્વાસ જાગે, આપણે જ આપણું ગૌરવ કરતાં થઇશુ તો આપો આપ સૌ સ્વીકાર કરશે..
જો કે, જે કિનારો છોડે છે એને જ ક્યારેક ક્ષિતીજ સુધી પહોંચવા મળે છે. એ ય હકીકત છે. દસ-બાર વર્ષથી ડો. દેવી અને એમના સહમિત્રો મથી રહ્યાં છે, ફળ તો ચોક્કસ મળશે. જો કે, એમના ફળ છેવાડાના જન સુધી પહોંચે ત્યારે જ સિદ્ધિ ગણાય.
સામે એ પણ હકીકત છે કે ઘોડાને તળાવ સુધી લઇ જઇ શકાય. પાણી ન પીવડાવી શકાય. જો એને તરસ ન હોય તો. આશા રાખીએ કે સામાન્ય કે છેવાડાના કહીએ છીએ એ જનને પણ તરસ લાગે. હોંશ જન્મે અને દોડવાનું નહીં તો ચાલવાનું ય શરુ કરે.. જો કે, એ માટેનું વાતાવરણ સર્જવાની આપણી સૌની ફરજ છે. આત્મવિશ્વાસ અને શ્રદ્ધા જન્મશે તો અવશ્ય આદર્શો વાસ્તવમાં પલટાશે. વિકાસ પણ કેટલાકનો નહીં, સમુહનો થશે.
અન્યથા,
એક ઔર કારવાં ચલ પડા હૈ…
Posted by Naresh Shukla at 4:21 PM 1 comment:
Friday, October 10, 2008
સ્હાલેર ગઢને મેળે…
દોસ્તો..
કેટલાક દિવસો પછીથી જિંદગીભર યાદ રહી જાય એવા હોય છે. એને ચૂકી ગયા હોત તો હવે જે સંભારણાની મૂડી બની રહેવાનો છે એ તક ચૂકી ગયા હોત. આમ તો ગયા અઠવાડિયામાં લપસી જવાના કારણ પગે થોડી મોચ આવી ગયેલી તે પાટો બાંધીને ફર્યો અઠવાડિયું. પછી થોડું થોડું ચલાતું થયું, દશેરાના દિવસે સ્હાલેર જવું એ તો વિચારેલું પણ આવી હાલતમાં જવાશે કે નહીં એ શંકા હતી. વળી ચાર-પાંચ દિવસથી ડાંગમાં વરસાદે એનો છેલ્લો રાઉન્ડ શરુ કરી દીધો છે. ભયાનક ગાજ-વીજ અને તોફાની વરસાદે આહવામાં લાખો રુપિયાનું નૂકશાન તો કર્યું જ પણ કેટલાય વૃક્ષો પાડી દીધા, છાપરાંઓ ઊડાવ્યા, લોકોને ઘાયલ પણ કર્યા… આવી સ્થિતીમાં અહીંથી પચાસ ઉપરના કિલોમિટરે આવેલ આ દુર્ગમ જગ્યાએ જવાય તેવી શક્યતા ઘટી ગઇ હતી પણ મનથી મક્કમ હતા કે જવું જ…
મહારાષ્ટ્ર-ગુજરાતની સરહદ પર આવેલું આ સ્થળ પહોંચવા માટે ખાસ્સો શ્રમ કરાવે પણ હવે ડામરિયા રોડ નવેસરથી સરસ બની રહ્યાં છે એટલે આવનારાં દિવસોમાં ત્યાં જવું વધુ સરળ બની જવાનું છે. અમે વહેલી સવારે જ આહવાથી નીકળી ગયેલા. બે અઢી કલાકની મુસાફરી કરી ત્યાં પહોંચ્યા ત્યારે જ અદ્ભુત અને અવર્ણનિય ભવ્યતા જોઇ તે કેમેરામાં ઝીલવી પણ શક્ય નથી. આંખો જ જોઇએ ને એ તો આપો આપ ફાટી જ રહી જાય…
આ પર્વતો એવા ને એવા જ ઊભા છે એના આદિમ રુપમાં. એના સાવ વિશિષ્ટ આકારો અને ઊભી કરાળો જોઇને એક બાજુ થથરી જવાય ને બીજી બાજુ એના એનુપમ સૌંદર્યને જોઇને કુદરતની ભવ્યતાનો સંસ્પર્શ પામ્યાની અનુભૂતિ અનવદ્ય કરી દેનારી છે. અમે સવારે નવ વાગ્યે ઉપર ચડવાનું શરુ કરી દીધું ત્યારે કેટલાક સ્થાનિક લોકો હાથમાં મોટી મોટી ખાવાની કાકડી (સાકરટેટી જેવી પણ આકારમાં લાંબી અને દુધી જેવી) ખભે નાંખીને ઉપર પ્રસાદ તરીકે ધરાવવા અને વચ્ચે ભાથા માટે લઇને જતાં હતાં. આ પણ અહીંની પરંપરા છે. એ દિવસે ઠેરઠેરથી કાકડીનો ખડકલો ત્યાં થાય છે. આ સીવાય કોઇ શ્રીફળ અને સાકરિયાનો પ્રસાદ પણ લઇ જતાં હતાં. કેડી ઉપર પાણી રેલાતું હતું એટલે ચીકાશ ખૂબ, ડગલે ડગલું ધ્યાન રાખીને ચાલીએ તો પણ અમારા આખા ગ્રૃપમાંથી લપસવામાં લગભગ કોઇ બાકી રહ્યું ન હતું. જો કે, સદ્નસીબે કોઇને વધારે ઇજા ન થઇ કે વધારે લપસીને ખીણમાં ન પડ્યા એટલે નસીબદાર તો ખરાં જ. જો કે આ સ્થળે જવા મળ્યું એ જ નસીબની વાત હતી અમારા માટે.
વચ્ચે કમાન અને કિલ્લા જેવું બાંધકામ આવે છે ત્યાં સુધીનો પહેલો તબક્કો વધારે આકરો અને મુશ્કેલ છે. પછીથી ખાસ્સો મોટો પટ સપાટ અને સરસ મજાનું મેદાન જેવું છે. ત્રણ બાજુએથી કમાન આકારના આ પર્વતની વિશેષતા એ છે કે એ સ્ટેજ જેવા બે તબક્કામાં વહેંચાઇને ઉપર ચડવા મથતાં આપણાં જેવાને વચ્ચે પોરો ખાવાની તક આપે છે. જો કે સાવ ઢાળ ઉપર પણ ગાયો, ભેંસો અને બકરાઓ નિરાંતે ઘાસ ચરતા હતાં. આટલી ઊંચાઇએ એમને જોઇને પ્રશ્ન થાય કે એમને નીચે ગબડી પડવાની બીક નહીં લાગતી હોય. જો કે સ્થાનિક નિવાસીઓ પણ જે ગતિથી ઉપર ચડ-ઉતર કરતા હતાને હસતા-કૂદતા જતા હતા તે આશ્ચર્યજનક હતું. આ પ્રવાસનું વર્ણને કરી શકતો નથી કેમકે, અધુરું જ લાગે છે. વધારે મજા તમને એના ફોટોગ્રાફ્સ જોઇને જ આવશે.
Posted by Naresh Shukla at 9:56 PM No comments:
Friday, October 3, 2008
ડાંગી ભોજન…
ડાંગમાં કયા પ્રકારનું ભોજન લેવાય છે ? એવો પ્રશ્ન ઘણીવાર કેટલાય મિત્રોએ કરેલો.
અહીંના લોકોમાં મિશ્રાહાર પ્રચલિત છે. એમને વન, પર્વતો અને નદી જે કંઇ આપે છે તે ખાય છે.
નાગલી, મકાઇ, ચોખા, શાક-ભાજી, વેલા-પાંદડા, જેવો શાકાહાર ઉપરાન્ત મરઘાં, બકરાનું, કોળ અને પક્ષીઓ પણ ક્યારેક ખોરાકમાં લે છે. જો કે સામાન્ય રીતે ઇંડા,નદીની માછલી, કરચલા ખાય છે. !
આમ તો, અહીંના રુટિન ભોજનમાં હવે જમાનાના બદલાવની સાથે ઘણો બદલાવ આવી ગયો છે. છતાં નાગલીના રોટલાનું સ્થાન અકબંધ છે. આ ઉપરાન્ત ચોખાના રોટલા પણ હજી એટલા જ ખવાય છે. એ બે રીતે બનાવવામાં આવે છે, એક પાતળા ને કંઇક અંશે ઢોંસાને મળતા આવે એવા અને બીજા જાડી રોટલી જેવા રોટલા. આ ઉપરાન્ત અહીં જુવાર અને ઘઉંનું ચલણ પણ થોડું થોડું છે. એની સાથે લસણ અને ડુંગળી-મરચાંની ચટણી. શાક ઓછા ખવાય છે અને જે ખવાય છે તેમાં તેલનો ઉપયોગ નહિવત્ હોય છે. જંગલી અને સાદા કંદનો સવિશેષ ઉપયોગ કરવામાં આવે છે. જંગલી કંદની એ વિશેષતા છે કે એ એમ જ ખાવામાં કડવા અને ઝેરી હોય છે પણ એને બાફીને રાત આખી વહેતા ઝરણાંની પાણીમાં ઝબોળી રાખવામાં આવે એટલે એની કડવાશ અને ઝેરી અસર જતી રહે ..! ત્યાર પછી એ ખાવા યોગ્ય બને છે.. સાદા કંદનું તો બટાટાની જેમ જ શાક બનાવવામાં આવે છે.
નાગલીની સાથે પ્રચલિત છે ભૂજીયુ.
આ ભૂજીયુ- એ પહેલી નજરે પ્રચલિત ભજીયા હોવાની અપેક્ષા જન્માવે પણ એવું નથી. અડદને બરાબર શેકીને એને દળવામાં આવે છે. એના લોટમાં લસણ-મરચાંની ચટણી ઉમેરીને એને બરાબર ઘૂંટવામાં આવે છે. એને અહીં ભૂજીયાના નામે ઓળખવામાં આવે છે. એના કેટલાક સિદ્ધહસ્ત લોકો હોય છે તેના હાથનું ભૂજીયુ અનેરો સ્વાદ આપે છે.
ડાંગમાં સાગની સાથે જ ફૂટી નીકળેલા વાંસનું બહુ મહત્વ છે. વાંસના ઉપયોગો તો કેટલા બધા છે. પણ વાંસનો સાવ નવો અને આપણે ભાગ્યે જ એવો ઉપયોગ વિચાર્યો હોય તે છે વાંસદીનું શાક. એના અથાણાં પણ હવે તો બજારમાં મળવા લાગ્યાં છે. લીલાં કૂમળા વાંસના કોંટા ફૂટે એ એકદમ સોફ્ટ હોય તેને વનવાસીઓ તોડી લાવે છે. છીણી કે કટકા કરીને કૂકરમાં બરાબરના બાફવામાં આવ્યા પછી એ ખાવા લાયક બને છે. એમાં પણ પેલી અહીંની ચટણી ભેળવે એટલે પંજાબી પનીરનું શાક ખાતા હોય એવો અવર્ણનીય આનંદ મળે. એની સાથે ચોખાના રોટલો, કાકડી-ટમેટા અને દેશી ચોળીના દાણાનું સલાડ…!
આહવાથી પંદરેક કિલોમિટર દૂર ચીકટીયા કરીને ગામ છે, એના પડખામાં આવેલ ગર્ય કરીને નાનકડાં કસબામાં યસુભાઇ અને કુસમબેનનો નાનકડો મજાનો પરિવાર રહે છે. નાની ખેતી, નાનું ઘર, માપસરનું ભણતર ને મોટું જીવનઘડતર પામેલા આ પરિવારમાં ભળી જવાયું છે બે ત્રણ વખતની મુલાકાતમાં જ. એક બાજુ નદી વહે છે, ફરતાં વાડી-ખેતરો લ્હેરાય છે, ઘરમાં દાડમ, કેળા, ફણસ, કાકડી, કારેલા, કાકડી, કંદ, બીજા શાકના વેલાઓ છવાયેલા છે. ગાય અને ભેંસ, દોડાં દોડ કરતાં મરઘાં અને પીલ્લાઓ, એક બીલાડો નામ છે રાજા..! એની જોડી હતી પણ ગયા અઠવાડિયે જ એમની ઓસરી સુધી આવીને રાત્રે એક દિપડો એને ઊઠાવી ગયો. યસુભાઇ લાકડી લઇને થોડું પાછળ પડ્યા પણ એ દીપડો પોતાના શિકારને એમ આસાનીથી થોડો છોડી દે..! એટલે જોડી થઇ ગઇ ખંડિત.
એમને ત્યાં બેસીએ એટલે ઘણાં લોકોનો સંપર્ક થાય કેમકે, સાઇડ બિઝનેશ તરીકે નાનકડી હાટડી પણ ચલાવે છે. આજુબાજુના લોકોની જરુરીયાત મૂજબની ચીજ-વસ્તુઓ ત્યાંથી મળે. પચાસ ગ્રામ તેલ કે પાંચ-દસ ચમચી ચાની ભૂકી લઇ જતાં ગરીબ નિવાસીઓને જોઇને અહીંનો સાચો ચિતાર મળે..! નાનાં નાનાં બાળકો બીડી, તમાકુ ને પડીકીઓ લેવા આવતા હોય., એમનું જીવન કુદરતની નજીક છે ને સાથો સાથ માનવોએ સદીઓથી અર્ચીત કરેલી બદીઓની પણ એટલા જ નજીક છે.
વાંસદીનું શાક ને ચોખાના રોટલાનો સ્વાદ અપૂર્વ હતો. એમણે જે પ્રેમથી જમાડ્યા એ પણ યાદગાર રહેશે.
એમની ભાષાનો લ્હેકો અને ઓછા શબ્દોમાં ય સૂચવાતો આતિથ્ય ભાવ આપણને હ્યદયમાંથી ક્યારેય નીકળી શકે નહીં એવો મજબૂત હોય છે…!
ઘરે જવા પાછા ફર્યા ત્યારે અંધારાઓ ઉતરી રહ્યાં હતા. ડુંગરો શાન્ત થઇ ગયેલા ધ્યાનમાં ગરક થવા જતાં હોય તેમ.
ક્યાંક ક્યાંક આગીયાઓ એમની લાઇટ ઝબકાવી જતાં હતા ને હુમલો કરવા સામા ધસી આવતાં કિટકોનો તો અહીં પાર જ નથી. બચવું મુશ્કેલ છે..! પણ મજાનું છે
નવસારી, ડાંગ અ ને વલસાડ જિલ્લાના સંયુક્ત કૃષિ મહોત્સવની મુખ્યમંત્રી હાજરીમાં ઉજવણી
આ સંદર્ભમાં તેમણે ઉમેર્યુ કે સાપુતારાના વિસ્થાપિતોના પ્રશ્નોનો કાયમી ઉકેલ આવે તે માટે અંદાજે 50 કરોડ રૂપિયા જેટલી રકમ ફાળવીને રોજગાર-વ્યવસાય સહિતના આગવા આયોજન અંગે રાજ્ય સરકાર વિચારાધીન છે.તેમણે જણાવ્યું હતું કે આદિજાતિ વિસ્તારોમાં આધુનિક ખેતી તથા સિંચાઇ, વીજળી, પીવાના પાણીની જરૂરિયાતો પૂર્ણ કરવાના સઘન કામો આ સરકારે ઉપાડયા છે. તેમણે વનવાસી ડાંગ જિલ્લાને 100 ટકા ઓર્ગેનિક જિલ્લા તરીકે પ્રસ્થાપિત કરવાની નેમ સાથે ડાંગ જેવા વનવાસી-ડુંગરાળ વિસ્તારની તમામ જમીન પિયતયુકત બને તે માટે વિશેષ લક્ષ્ય કેન્દ્રીત કરવામાં આવ્યું છે તેની ભુમિકા આપી હતી.
વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં ગૌરક્ષાના કાનૂનને વધુ ધારદાર બનાવવાની સાથે, રાજ્યના તમામ વિસ્તારોમાં દૂધ અને ઘીની નદીઓ વહે તે માટે અસરકારક કામગીરી હાથ ધરાઇ હોવાનું જણાવ્યું હતું. હાલમાં જ ખાનગી શાળાઓ માટેના ફી નિયમનના કાયદાના અસરકારક અમલીકરણ માટે સરકારની પ્રતિબધધતા તેમણે દોહરાવી હતી. ગુજરાતના ખેડૂતોના પરસેવાની કમાણી તેમના પરિવારો સુધી પહોંચી છે તેમ જણાવી મુખ્યમંત્રીએ દંડકારણ્યની આ પાવનભૂમિ ઉપર તેમને આવવાનું અને ડાંગી પ્રજાજનોને મળવાનું થયું તે બદલ આભારની લાગણી વ્યકત કરી સૌના કલ્યાણની કામના સાથે, સૌનો સાથ-સૌનો વિકાસ એ વિભાવનામાં સૌને યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.
રાજયના આદિવાસી પ્રજાજનોના ઉત્કર્ષ માટેની શ્રેણીબધ્ધ યોજનાઓ સાથે આગળ વધી રહેલી રાજ્ય સરકાર સાચા અર્થમાં આદિવાસીઓની હિતચિંતક છે તેમ જણાવી આદિજાતિ, વન તથા પ્રવાસન મંત્રી-વ-ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી ગણપતસિંહ વસાવાએ સરકારના પ્રજાભિમુખ અભિગમને કારણે આજે છેવાડાના માનવીઓ સુધી તેના સૂફળ પહોંચી રહ્યાં છે તેમ જણાવ્યું હતું.