[:gj]નિવૃત્ત આર્મીમેન ગુજરાતમાં ફરજ પર મૂકાયા[:]

Retired Armymen were on duty in Gujarat

[:gj]લોકડાઉનની કડક અમલવારી માટે પોલીસ અને એક્સ આર્મીની મોડાસામાં ફેલગ માર્ચ યોજાઈ

સમગ્ર ગુજરાતમાં 65 હજાર જેટલાં એક્સ આર્મીમેન છે. જેઓ લશ્કરમાંથી નિૃત્ત થઈને અન્ય વ્યવસાયમાં રોકાયા છે. તેમને કોરોના સામેના યુદ્ધમાં લગાવવામાં આવી રહ્યાં છે.

મોડાસામાં જુદી જુદી જગ્યાએ પોલીસ અને એક્સ આર્મી દ્વારા ફ્લેગમાર્ચ યોજવામાં આવી હતી અને લોકોને ઘરમાં જ રહેવા માટે સમજાવવામાં આવ્યા હતા. મોડાસામાં ચાર રસ્તાથી લઈને કોલેજ રોડ, માલપુર રોડ, ડિપ વિસ્તાર સહિતના વિસ્તારોમાં અરવલ્લી જિલ્લા પોલીસવડા મયુર પાટીલની રાહબળી હેઠળ ફ્લેગમાર્ચ યોજવામાં આવી હતી.  પોલીસ સ્ટાફ ઓછો હોવાથી સરકારે એક્સ આર્મીમેનનો સંપર્ક કરી સેવામાં લેવા માટે દરેક જિલ્લાકક્ષાએ જણાવવામાં આવ્યું હતું. જિલ્લામાં ૩૨૫ એક્સ આર્મીમેનનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેમાંથી હાલ ૭૯ એક્સ આર્મીમેન હાજર થયા છે. જેઓની સેવાઓ હાલ લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેમ અન્ય એક્સ આર્મીમેન સંપર્ક કરશે તેમ તેઓને સેવામાં જોડવામાં આવશે.[:]