ડાયાબીટીસ, હાયપરટેન્શન, કેન્સર, કાર્ડીયોવાસ્ક્યુલર અને સાયટીકા પર ગાંધીનગરમાં સેમિનાર

ગાંધીનગર ખાતેના સેક્ટર-28ના પીસપાર્કના હોલમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિઘાલય દ્વારા 19 મે 2019 રવિવારે સવારે 9થી11 સુધી વરિષ્ઠ નાગરિકોના સુખાકારી માટે ભ્રાતા ચિરાગ શરદકુમાર જાની દ્વારા સોસીયલ કોસ્ટ બેનીફીટ એનાલીસીસ ઓફ ડાયાબીટીસ, હાયપરટેન્શન, કેન્સર એન્ડ કાર્ડીયોવાસ્ક્યુલર પર અત્યંત સફળતાપૂર્વક સંશોધન કરી મહાનિબંધ લખેલ છે. હાલ ડોક્ટર ઓફ ફીલોસોફીમાં હેમચંન્દ્રાચાર્ય યુનિવર્સીટીમાંથી વરિષ્ઠ નાગરિકો ઉપર અભ્યાસ કરી રહ્યા છે. 21 સદીમાં વરિષ્ઠ નાગરિકોને જીવન જીવવાની 21 જડીબુટ્ટી પર મહેસાણા મુકામે બેસ્ટ પ્રેઝન્ટેશન માટેનો સુવર્ણચન્દ્રક ભાભા રિસર્ચ ઓર્ગેનાઇઝેશનમાંથી પ્રાપ્ત કરેલો છે.

ગુજરાતના જુદા જુદા અખબારોમાં વૃધ્ધ અવસ્થાની દાસ્તાન, વૃધ્ધ અવસ્થાની સમૃધ્ધીની દિશા, સ્મિતનું ઝરણું, હાસ્ય જીવનનું ઔષધ, સ્મિતના તરંગો, સ્મિત સાથે દિનચર્યના ઔષડ, સ્મિત બુધ્ધા જેવા લોકપ્રિય આર્ટીકલ્સ પણ લખેલ છે તેઓ વરિષ્ઠ નાગરિકોના જીવન જીવવાની જડીબુટ્ટી પણ પ્રવચન આપશે.

આંતરરાષ્ટ્રિય માનવ અધિકાર એવમ અપરાધ વિરોધ સંગઠનના સ્ટેટ પ્રેસિડેન્ટ ભગિની જયશ્રી બાબરીયા સૂર્ય કેન્દ્રનો અભ્યાસ, સાયટીકા માટે એક્યુપ્રેશર અને એક્યુપ્રેશરના સાધનોઅનો પરિચય અને ઉપયોગ વિષય પર પ્રવચન આપશે.