બે વર્ષમાં રૂા. ૩૫૦ કરોડના વાહનો અને રૂા. ૨૫૦ કરોડનો દારૂ પકડાયો હતો. ગુજરાતને મધ્યપ્રદેશને જોડતા દાહોદ અને છોટાઉદેપુર જિલ્લાઓ ૧૯ ચેક પોસ્ટો કાર્યરત છે. તમામ ચેક પોસ્ટોને સી.સી.ટી.વી. રખાયા છે. ચેકપોસ્ટોનું એસ.પી., રેન્જ આઇ.જી. અને સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સતત મોનીટરીંટ કરવામાં આવી રહ્યું છે. આ માટે ઇન્ટીગ્રેટેડની વ્યવસ્થા ટૂંક સમયમાં શરૂ કરીને ચાંપતી નજર રાખાશે. જેના કારણે દારૂબંધીના ચુસ્ત અમલ માટે વધુ સરળતા થશે.
રાજ્યમાં કોઇપણ સ્થળેથી રૂા. ૨૦ લાખનો દારૂ પકડાશે તો તેની સામે પી.એમ.એલ.એ.ના કેસ લાગાડવામાં આવશે. દારૂનું વેચાણ – હેરાફેરી કરતા બુટલેગરો કાળા નાણાને સફેદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે તેને નાથવા માટે પણ અમારી સરકારે ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અને પી.એમ.એલ.એ. હેઠળ મનીલોન્ડરીંગના કેસો પણ રાજ્યમાં નવ જેટલા કરાયા છે અને મિલકતો પણ જપ્ત કરવામાં આવી છે.
છેલ્લા એક વર્ષમાં છોટાઉદેપુર જિલ્લામાં રૂા. ૨ લાખ ૧૬ હજારનો દારૂ પકડાયો છે અને ૧૩ આરોપીની ધરપકડ કરાઇ છે. એજ રીતે દાહોદ જિલ્લામાં રૂા. ૧૪ લાખ ૩૪ હજારનો વિદેશી દારૂ પકડાયો છે અને ૫૪ આરોપીની ધરપકડ પણ કરાઇ છે બન્ને જિલ્લામાં ૨૮ થી વધુ વાહનો પણ જપ્ત કરાયા છે. વિધાનસભામાં આ માહિતી આપવામાં આવી હતી.