તાર નશામાં સાપનું ઝેર વેચતાં પકડાયા

હિંમતનગર શહેરના મોતીપુરામાંથી વનવિભાગ ધ્વારા ઝેરી સાપની તસ્કરીના ગોરખધંધાનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો કારમાંથી બે ઇસમોને 3 ઝેરી સર્પ સાથે ઝડપી પાડ્યા હતા. તાર નશામાં સાપનું ઝેર વપરાતું હોવાના કારોબાર સાથે જોડાયેલા હોવાનું જાણવા મળી રહ્યુ છે.

સાબરકાંઠા જિલ્લા વનવિભાગ રાયગઢ રેન્જને વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટમાં સમાવીષ્ટ સરીસૃપ જાતિના ઝેરી સાપની તસ્કરી કરવામાં આવી રહી છે. કારની ડીકીમાંથી  ત્રણ થેલીમાંથી ત્રણ સાપ મળી આવ્યા હતા. જેમાથી એક રસેલ વાઇપર ખડચીતરો મૃત અવસ્થામાં હતો જ્યારે બે કોબ્રા જીવતા હતા. જેથી કારમાં સવાર પરેશકુમાર મોહનભાઇ પુરોહિત (હાલ રહે. અમદાવાદ મૂળ રહે. હિંમતનગર) અને કીશનભાઇ બાબુભાઇ (રહે. હિંમતનગર) ની અટકાયત કરી પ્રાથમિક પૂછપરછ બાદ હિંમતનગરમાંથી તેમના અન્ય બે સાગરીત સંદીપભાઇ બાબુભાઇ મીસ્ત્રી અને દિવ્યપ્રકાશ ગીરીશભાઇ સોનારાને ઝડપી પાડી જે.એમ.એફસી કોર્ટમાં રજૂ કરી એક દિવસના રીમાન્ડ મેળવ્યા હતા.