તૂવેર કૌભાંડમાં ભાજપના નેતાઓને બચાવવા ગ્રેડર ફેઝલને મુખ્ય સુત્રધાર બનાવી દેવાયો

રાજ્યમાં એક પછી એક કૌભાંડો સામે આવી રહ્યાં છે. પહેલા મગફળીકાંડ અને પછી કેશોદનું તુવેર કૌભાંડ કાંડ થયું છે.  કેશોદ માર્કેટીંગ યાર્ડ ખાતેથી થયેલી ટેકાના ભાવે તુવેરની ખરીદીમાં કૌભાંડ પ્રકાશમાં આવેલું હતું. હવે સૌથી મોટો ખુલાસો થયો છે. તુવેરકાંડના આરોપી ફેઝલ મોગલના પિતાએ કહ્યું છે કે ફેઝલને ખોટી રીતે ફસાવી દેવામાં આવ્યો છે. આ કાંડમાં મોટા માથાઓ અને રાજકારણીઓ સંડોવાયેલા છે. જેથી ફેઝલને મોહરું ાવીને સમગ્ર કૌભાંડના આરોપ તેના પર નાખી દેવામાં આવ્યાં છે. ફેઝલ મોગલને બલિનો બકરો બનાવવામાં આવ્યો છે. તુવેરકાંડમાં મોટા રાજકારણીઓને બચાવવા માટે  આ ઘટનામાં જહાંગીર બ્લોચે માર મારીને જબરદસ્તીથી ગુનો કબૂલ કરાવ્યો હતો. મારા દીકરાને ફસાવી તેવો છટકી જવાની પેરવી કરી રહ્યા છે.

તેના પિતાએ કહ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસથી ફેઝલ માનસિક તનાવમાં રહેતો હતો. તેને માર મારીને ગુનો કબૂલવા પર મજબૂર કરી દેવાયો હતો. ફેઝલને મુખ્ય આરોપી બનાવી દેવામાં આવ્યો છે. તપાસનીશ અધિકારી જહાંગીર બલોચ ઉપર ગંભીર આક્ષેપ કર્યા છે.  માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને ડીરેક્ટર તેમને અમુક રાજકારણીઓ સમગ્ર કૌભાંડને સંકેલી લેવાની હિલચાલ છે. ફેઝલ પર અગાઉ પણ લાખો રૂપિયા લેવાની ઓફર કરવામાં આવી હતી. તેણે ઈન્કાર કર્યો હતો.

થોડા દિવસો પહેલા કેશોદની એક વાડીમાંથી મોટી માત્રામાં તુવેરનો જથ્થો પકડાયો હતો. તે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રથી લાવવામાં આવ્યો હતો.  નબળી ગુણવત્તાની તુવેર ઓછા ભાવમાં લાવીને ઉંચા ભાવે ગુજરાત સરકારને પધરાવી દેવાનું આ સમગ્ર કૌભાંડ ખેડૂતોની જનતા રેડમાં સામે આવ્યું હતુ.

કોંગ્રેસ સહિતના નેતાઓએ તપાસની માંગ કરીને સાચા આરોપીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. કૌભાંડમાં ભાજપના જ નેતાઓના હાથ હોવાના આરોપ લાગ્યા હતા.

કેશોદના ચકચારી તુવેર કાંડમાં પોલીસે મશીન પર ચારણો ચારતાં ગ્રેડર ફેઝલ મુગલની વંથલી ખાતેથી નાયબ પોલીસ અધિક્ષક જે. બી. ગઢવી અને તેમના સ્ટાફે ધરપકડ કરી હતી. જૂનાગઢમાં બિલખા રોડ પર આવેલી પોલીસ લાઇન પાસે રહેતો ગ્રેડર ફેઝલ શબીર મુગલ વંથલી ખાતેથી ધરપકડ કરી હતી. એસ.પી. સૌરભ સિંઘની સુચનાથી કેશોદના ડીવાયએસપી જે. બી. ગઢવી તપાસ ચલાવી રહ્યા છે.

પુરવઠા મામલતદાર એમ. કે. મોરીએ 24 એપ્રિલ 2019ના રોજ આસીસ્ટંટ ખરીદી ઇન્ચાર્જ જે.બી. દેસા, ઇ ગ્રેડર ફેઝલ શબીર મુગલ, મજુર મુકાદમ જયેશ લક્ષ્મણ ભારતી, દાત્રાણાનો મજૂર હિતેશ હરજી મકવાણા, કામદાર ભરત પરસોત્તમ વઘાસીયા અને કર્મચારી કાનાભાઇ વિરડા સામે પોલીસ ફરીયાદ નોંધાવી હતી.