ત્રણ મહિલાએ શરીરમાં 144 દારૂની બોટલ છુપાવી

સુરત
દારૂની હેરફેરમાં બુટલેગરો દ્વારા મહિલાઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોય તેવો બનાવ સામે આવ્યો છે. વરાછામાં ઘનશ્યામનગર શેરી નંબર ૧ પાસે રિક્ષામાંથી પોલીસે ૩ મહિલાઓને ૫૧૭ બોટલ દારૂ સાથે ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.
પરવત પાટીયા વિસ્તારમાં રહેતી ૩ મહિલાઓ રિક્ષા(જીજે ૫ એવાય ૮૪૦૦)માં દારૂ લઈને જતી હતી. આ દરમિયાન પોલીસે ઘનશ્યામનગર પાસે રિક્ષાને અટકાવીને તપાસ હાથ ધરી હતી. મહિલાઓ પાસે ચાર પ્લાસ્ટીકના થેલા મળી આવ્યાં હતાં. જેમાં ૫૧૬ નંગ દારૂની બોટલ હતી જેની અંદાજીત કિંમત ૨૫ હજાર ૮૦૦ આંકવામાં આવી છે. સાથે જ મહિલા પોલીસ દ્વારા પકડાયેલી મહિલાઓની જડતી (અંગતપાસ) કરવામાં આવતાં મહિલાઓના શરીરી બાંધેલી ૧૪૪ નંગ બાટલીઓ મળી આવી હતી. જેની કિંમત ૭હજાર ૨૦૦ રૂપિયા આંકવામાં આવી છે. પોલીસે કુલ ૩૩ હજારના દારૂ સાથે મહિલાઓની ધરપકડ કરી છે જ્યારે ફરાર રિક્ષા ચાલકને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે.