૨૪, ફેબ્રુઆરી,૨૦૨૦
યુ.એસ. પ્રેસિડેન્ટનું આગમન : પ્રધાનમંત્રીએ કર્યું ઉષ્માભર્યું સ્વાગત

અમેરિકાના રાષ્ટ્રપતિ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ તથા શ્રીમતી મેલાનિયા ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવી પહોંચતા હવાઇ મથકે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પને ભારતીય પરંપરા પ્રમાણે ભેટીને ઉષ્માભર્યુ સ્વાગત કર્યું હતું.

અમેરિકાના રાષ્ટ્રપતિશ્રીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ તથા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આવકાર્યા હતા.
હવાઇ મથકે રાષ્ટ્રપતિ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ તથા શ્રીમતી મેલાનિયા ટ્રમ્પનું ગુજરાતની ભાતીગળ અને વિવિધ પ્રાદેશિક નૃત્યોથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

English





You must be logged in to post a comment.