દર્દીના સાગા ને મહિલા તબિબે ગાળો આપતા VS હોસ્પિટલ માં હોબાળો

અમદાવાદઅમદાવાદ,13

દર્દીના સાગા ને મહિલા તબિબે ગાળો આપતા VS હોસ્પિટલ માં  વિવાદ સર્જાયો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો દર્દીના સગાંએ જ ફેસબુક લાઈવ કર્યો હતો. મહિલા તબીબે અંગ્રેજીમાં ગાળો બોલતાં સમગ્ર બાબતે ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરવામાં આવી છે.

માતાની સારવાર વીએસમાં આવેલો યુવક મહિલા તબીબ પાસે સારવાર અંગે વાત કરવા ગયો હતો. ત્યારે ત્યાં હાજર વીએસ ની મહિલા તબીબે તેની સાથે વાત કરવાનો ઇન્કાર કર્યો હતો. જેથી યુવકે તેની પત્ની સાથે વાત કરવા માટે મહિલા તબીબને કહ્યું હતું. વીએસ ની મહિલા તબીબે યુવકની પત્નીને અંગ્રેજીમાં બીભત્સ શબ્દ કહેતા મામલો બિચક્યો હતો.

મહિલા તબીબે ગાળ બોલતાં જ યુવક ઉશ્કેરાયો હતો. તેણે મહિલા તબીબને સ્પષ્ટ સંભળાવી દીધું હતું કે, હું પણ અંગ્રેજી જાણું છું તમે દર્દીને કે તેના સગાંંને આ રીતે ગાળ ન બોલી શકો. તમારે માફી માગવી જોઇએ. તેમજ સમગ્ર બાબતે મહિલા તબીબે ત્યાંથી ચાલતી પકડતાં યુવક તેની પાછળ પાછળ અન્ય વોર્ડ સુધી ગયો હતો. જ્યાં સિક્યુરિટી ગાર્ડે તેને અટકાવ્યો હતો. તેમજ વીડિયો બંધ કરવા માટે જણાવ્યું હતું.વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં આ પ્રકરણે હોબાળો મચ્યો છે. તેમજ તંત્ર સમક્ષ આ વીડિયો પહોંચતાં તેની અંગત રીતે તપાસ ચાલી રહી હોવાનું જાણવા મળે છે. વીડિયોમાં સિક્યુરિટી ગાર્ડ ખુલાસો કરતો નજરે પડે છે. મહિલા તબીબે ગાળ નહીં પણ ટોકિંગ એવું બોલ્યાં હતાં. જો કે યુવકે તેને સ્પષ્ટ સંભળાવી દીધું કે, હું પણ અંગ્રેજી ભણેલો છું બે શબ્દો વચ્ચેના ઉચ્ચારો મને પણ ખબર પડે છે.