ઉત્તર ગુજરાતમાં હિન્દુઓ દ્વારા હિંન્દુઓના પછાત વર્ગ દલિતો પર સવર્ણોના હુમલાઓ એકાએક વધી ગયા છે. મહેસાણા, સાબરકાંઠા અને પછી અરવલ્લી જીલ્લામાં એમ ત્રણ ઘટનાઓ સામે આવી જેમાં દલિત યુવકના લગ્નના વરઘોડા કાઢવા મુદ્દે ગામના લોકો ધ્વારા વિરોધ કરવામાં આવ્યા છે. જાતિ ભેદ એ માનવતા વિરોધી છે. તેથી દલિતોએ જાહેર કર્યું છે કે તેઓ હિન્દુધર્મ છોડીને મુસ્લિમ ધર્મ અપનાવશે. તેમ છતાં લધુમતી કોમના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની ભાજપ સરકાર આ અંગે કંઈ કરવા તૈયાર નથી. હિન્દુ વાદી ગણાવતો ભાજપ ગંભીર નથી. તેમની ભગીની સંસ્થા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ગાય બચાવવા આંદોલન કરશે પણ પોતાના હિન્દુઓને બચાવવા માટે કંઈ નહીં કરે.
બ્રહ્મમણ વાદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પણ ઉત્તર ગુજરાતના હિન્દુ દ્વારા મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાની જાહેરાત અંગે કોઈ નિવેદન આજ સુધી કર્યું નથી. સંઘની વિચારધારા બ્રાહ્મણ વાદી છે. તેઓ બાકીની તમામ જ્ઞાતિઓને નીચી માને છે અને તેથી સંઘમાં ટોચના મોટાભાગના હોદ્દાઓમાં મહારાષ્ટ્રીય બ્રાહ્મણ હોય છે. 126 સંસ્થાઓ સંઘની ગુજરાતમાં છે તેમાના કોઈએ માનવતા વિરોધી ઘટના અને મુસ્લિમ ધર્મ અંગીકાર અંગે કોઈ નિવેદન કર્યું નથી. કે દલિતોના ધરે જઈને તેમની સાથે સહાનુભૂતિ વ્યક્ત કરવા માટે ચા પીધી નથી.
વિશ્વ હિન્દુ પરિષદમાંથી છુટા પડેલા પ્રવિણ તોગડિયાએ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને પછી હિન્દુસ્તાન નિર્માણ દળ બનાવ્યું છે તેમણે પણ ઉત્તર ગુજરાતના દલિતો માટે કોઈ સહાનુભૂતિ વ્યક્ત કરી નથી. કે ઘટનાને વખોડી કાઢી નથી. દલિતો મુસ્લિમ ધર્મ પરિવર્તન કરશે એવી જાહેરાત છતાં પણ તેઓ આંગે કંઈ કહેવા પણ તૈયાર નથી.
ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અને ઉત્તર ગુજરાતના વતની અમિત શાહ, ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતેન્દ્ર વાઘાણી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના વતનના જિલ્લામાં બનેલી ઘટનાઓને વખોડી નથી કે પોતે જેમને મુખ્ય પ્રધાન બનાવ્યા છે તે લઘુમતી કોમના વિજય રૂપાણીએ આ ઘટનાને વખોડી નથી. કે યોગ્ય કાર્યવાહી પણ કરી નથી.
આ ઘટનાને કોંગ્રેસ, અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, સામાજિક સંસ્થાઓએ વખોડી કાઢી છે.
NCPના રાષ્ટ્રીય મહામંત્રી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું છે કે, દેશમાં હિન્દૂ ધર્મમાં જે કાંઈ ઉંચ નીચના ભેદભાવ, છુઆછૂતના ભેદભાવ, બીજા કરતાં હું સામાજિક રીતે ઉચ્ચ જ્ઞાતિનો છું આવી વિકૃતમાનસિકતાના લીધે ભૂતકાળમાં ઘણાં બધાં ધર્મ પરિવર્તન થયાં છે. હિન્દૂ ધર્મના આવા કટ્ટરપંથીઓના વાણી, વર્તન અને વ્યવહારથી કુટુંબના કુટુંબો કાંતો ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો, ક્યાં ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો તો ક્યાંક હિન્દૂ ધર્મનો ફાંટો કહી શકાય એવો બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો ફરી એક વખથ ઉત્તર ગુજરાતમાં દલિતો આવું કરવા મજૂબર થયા છે.
હિન્દુ વાદી ગણાવતાં વિશ્વ હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ,
શંકરસિંહે જણાવ્યું હતું કે, ધર્મ પરિવર્તનનામૂળમાં કટ્ટરપંથી માન્યતાવાળા હિન્દુ ધર્મને બટ્ટો લગાડવાવાળા લોકોના લીધે થયું છે. માણસે ક્યાં જન્મ લેવો એ પોતાના હાથની વાત નથી, કોઈ દલિત જન્મ્યો એ માણસ નથી અને કોઈ ઉચ્ચ કુળમાં જન્મ્યો એ મહા માણસ છે. આવી માન્યતા, 2019માં દૂર થવી જોઈએ.
કોઈપણમાં બાપને, પરિવારને કે સમાજને લગ્ન કે અન્ય કોઈ પ્રસંગ હોય તો રંગે ચંગે ઉત્સવ ઉજવાય એમાંવરરાજાનો વરઘોડો જો નીકળતો હોય તો આનંદ હોય. દલિત સમાજના છોકરાનો વરઘોડો છે માટે થઈને નહીં નિકળવો જોઈએ, દલિત સમાજનો છે માટે અમારા કુવામાંથી પાણી નહીં લેવાનું, મંદિરમાં પ્રવેશ નહીં કરવાનો, દલિત છે માટે એણે મૂછો નહી રાખવાની, નવા કપડાં નહિ પહેરવાના, વાળમાં તેલનહીં નાંખવાનું આવી ભૂતકાળની કટ્ટર માન્યતાઓના લીધે જે સમાજ સમરસ હોય, એક પરિવારીક રીતે જીવતો હોય એમાં કેટલાક તત્વોના લીધેવિસંગતતા પેદા થઈ છે, હું ગુજરાતના તમામ પ્રજાજનોને વિનંતી કરું છું કે જો આપણા દીકરાનો વરઘોડો હોય અને આપણને આનંદ આવતો હોય તો દલિતના દીકરાનાવરઘોડામાં એટલો જ આનંદ આવવો જોઈએ અને જરા પોતાની જાતને દલિતની કલ્પના કરીને મૂલવવાની કોશિશ કરશો તો દલિત પરિવારની પીડા,વેદનાની અનુભૂતિ તમે કરી શકશો જો તમે સાચા માનવતાવાદી હશો તો. દલિત સમાજ, આદિવાસી સમાજ, બક્ષી પંચ સમાજના યુવાન, દેશની સુરક્ષામાટે સરહદો પર ગોળીઓ ખાતા હોય તો અન્ય સમાજની ફરજ છે કે માનવતાવાદી અભિગમ સાથે વ્યવહાર કરવો જોઈએ અને કટ્ટરપંથી તત્વોને જાહેરકરવા જોઈએ, બહિષ્કાર તો આવા તત્વોનો કરવો જોઈએ, ગામના છેવાડે રહેતાં દલિત પરિવારનો વર્ષોથી બહિષ્કાર કરેલો જ છે, સુધાર એમાં કરવાનીજરૂર છે.અગાઉ જે રીતે બેટી બચાઓ માટે સમાજના સાધુ-સંતોએ અભિયાન હાથ ધર્યું હતું, એમને હું આહવાન કરું છું કે સમાજમાંફેલાયેલી છુઆછુત દૂર કરવા ગામડાંઓમાં જઈને લોકોને શપથ લેવડાવવી જોઈએ કે હું ઊંચ નીચનો ભેદભાવ કરીશ નહીં, છુઆછુત કરીશનહીં અને દરેક વ્યક્તિ સાથે સામાજિક સમરસતાનો વ્યવહાર રાખીશ જેથી 21મી સદીમાં હજી ચાલી આવતી માણસાઈ વિરુદ્ધની આવીકટ્ટર પ્રવૃતિઓ દૂર થાય. એવું શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું.