દાનવીર ભામાસા અમરેલેથી ચૂંટણી લડે તેવી શક્યતા

અમરેલી જિલ્‍લા ભાજપના નેતા દિલીપ સંઘાણી, સાંસદ નારણભાઈ કાછડીયા, અશ્‍વિન સાવલીયા વિગેરેએ ચમારડી ખાતે આવેલા ભામાસા તરીકે ઓળખાતા ભાજપ અગ્રણી ગોપાલભાઈ વસ્‍તરપરા સાથે બેઠક કરી હતી. લોકસભાની ચૂંટણીને લઈને ગોપાલભાઈ વસ્‍તરપરા સાથે બેઠક કરી હતી. ભાજપના હાલના સાંસદ નારણ કાછડીયા જીતે તેમ ન હોવાથી ભાજપ તેમને ટિકિટ આપે તેમ નથી. તેમના સ્થાને ગોપાલભાઈ વસ્‍તરપરાને ટિકિટ આપવામાં આવી શકે છે.

તેમણે અગાઉ લાઠી ખાતે બહાઉદીન પીરદાદાનાં ઉર્ષ પ્રસંગે ચમારડીનાં વતની અને સુરત સ્‍થિત ભામાશા ગોપાલભાઈ વસ્‍તરપરાએ પીરદાદાને આસ્‍થાભેર ચાદર ચડાવી હતી. આ તકે ડી.કે. ધોળકીયા-મુંબઈ, વલ્‍લભભાઈ ધોળકીયા-સુરત, ઘનશ્‍યામભાઈ ધોળકીયા, ભરતભાઈ પાડા, ઈતેશ મહેતા, રાજુભાઈ ભુવા, એમ.પી. રામાણી, વિનુભાઈ વિસનગરા, અતુલભાઈ ભેંસાણીયા, શબ્‍બીરભાઈ સેતા, દિલાભાઈ કોરેજા, નાથાભાઈ જયંતિભાઈ, રાજુભાઈ રીઝીયા વિગેરે આગેવાનો ઉપસ્‍થિત રહૃાા હતા.

ભામાસા તરીકે તેમણે અગાઉ ગુજરાતના અખબારોમાં મોટા પ્રમાણમાં પોતે દાનવીર હોવાનો પ્રચાર કર્યો હતો તે હવે લેખે લાગે છે. તેઓ મહિલાઓના ઉત્થાન માટે કામ કરે છે. સમાજ સેવક તરીકે તેમણે દાન અંગે કરોડો રૂપિયા ખર્ચીને છાપામાં તેમના ફોટો સાથે જાહેરાતો છપાવી હતી. ત્યારે સમગ્ર ગુજરાતમાં તેઓ ચર્ચાસ્પદ બન્યા હતા.

તેથી ગઈ વિધાનસભાની ચૂંટણીમાં તેમને ટિકિટ આપવામાં આવે તેવા પ્રયાસો થયા હતા. હવે લોકસભામાં તેમને ટિકિટ આપવામાં આવે તેવી શક્યતાઓ છે.

બેઠક મળી હતી તેની છબી