દાહોદ લોકસભા બેઠક ઉપર આદિવાસી મતદાતાઓએ 1999માં પહેલીવાર ભાજપ જીતી હતી જ્યારે સાંસદ તરીકે બાબુ કટારા વિજેતા બન્યા હતા. ફરી 2004ની ટૂંટણીમાં ચૂંટાઇ આવ્યા હતા. 2009માં કોંગ્રેસના પ્રભા તાવિયાડની જીત થઈ અને 2014માં ભાજપ ફરી મેદાન મારી ગયો હતો, જસવંતસિંહ ભાભોર ચૂંટાયા હતા. 2017માં દાહોદ લોકસભાની બેઠક પરની વિધાનસભાની 7 બેઠક પૈકી 3 કોંગ્રેસ અને 4 પર ભાજપના ધારાસભ્ય ચૂંટાયા હતા.
1962થી 2014 સુધીમાં 13 લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ 10 વખત અને ભાજપ 3 વખત ચૂંટણી જીત્યા છે. દાહોદ જિલ્લા પંચાયત ભાજપ પાસે છે. 7 તાલુકા પંચાયત પૈકી 4 કોંગ્રેસ પાસે અને 3 ભાજપ પાસે છે. 13.51 લાખ મતદારો માંથી 8.74 લાખ મતદારો આદિવાસી છે. 2.19 લાખ ઓબીસી છે. 1.92 લાખ દલિત છે. 42 હજાર મુસ્લિમ છે. 53 ટકા યુવાનો છે. તે સત્તા પરિવર્તન કરવા મક્કમ છે. 2014માં ભાજપને 5.11 લાખ, કોંગ્રેસને 2.80 લાખ મત મળ્યા હતા. આ વખતે છોટુ વસાવા કોંગ્રેસને મદદ કરશે.
દાહોદ બેઠક પર વિજેતા સાંસદોની યાદી
1962 હીરા કે. બારિયા કોંગ્રેસ
1967 ભલજી આર. પરમાર કોંગ્રેસ
1971 ભલજીભાઈ આર. પરમાર કોંગ્રેસ
1977થી 1998 સોમજીભાઈ પી. ડામોર કોંગ્રેસ – 7 ટર્મ સુધી
1999 બાબુભાઈ કે. કટારા ભા.જ.પ.
2004 બાબુભાઈ કે. કટારા ભા.જ.પ.
2009 ડો. પ્રભાબહેન કે. તાવિયાડ કોંગ્રેસ
2014 જસવંતસિંહ ભાભોર ભા.જ.પ.