[:gj]ભાજપનો જ્ઞાતિવાદ સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત પહોંચ્યો [:]

[:gj]ભાજપ હવે ખૂલ્લીને જ્ઞાતિવાદ વકરાવી રહી છે. સૌરાષ્ટ્રમાં કોળી, રાજપૂત આહિર કાર્ડ અપનાવીને ઓબીસી મતો મેળવવા માટે ખૂલ્લીને જ્ઞાતિવાદ શરૂં કરીને કોંગ્રેસના નેતાઓને ભાજપમાં પક્ષાંતર નરેન્દ્ર મોદી અને અમિત શાહે કરાવ્યું હતું. હવે દક્ષિણ ગુજરાતમાં પણ કોળી સમાજને ભાજપ તરફી લાવવા માટે કોળી કાર્ડ ખેલવામાં આવી રહ્યું છે.

સુરતના અડાજણ ખાતે સુરત-મુંબઈ કોળી પટેલ સમાજના અધિવેશનમાં હાજરી આપવા આવેલા ગુજરાત સરકારના પાણી પુરવઠા મંત્રી અને અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ કુંવરજી બાવળીયાએ સુરતમાં લોકસભા બેઠક માટે કોળી પટેલ સમાજની કાંઠા વિસ્તાર-દરિયા પટ્ટી પર પ્રભાવક વસ્તી છે અને સમાજના આગેવાનોએ આ વખતે દક્ષિણ ગુજરાતમાં પણ કોળી પટેલ સમાજને લોકસભાનું પ્રતિનિધિત્વ મળે તે અંગે રજૂઆત કરી છે. આ રજૂઆતને ભાજપ પ્રદેશ કમિટી અને હાઈકમાન્ડ સુધી પહોંચાડવામાં આવશે.

સમાજના આગેવાનોએ નાની-મોટી સમસ્યાઓ અંગે પણ વાત કરી છે. ધારાસભ્યો સાથે મળીને તેનું નિરાકરણ કરવાના પ્રયાસો કરવામાં આવશે. આ ઉપરાંત લોકસભા માટે જે રજૂઆત થઈ છે તે જોતાં ચોક્કસપણ સમાજની લાગણીને ઉચ્ચ નેતાગીરી સુધી પહોંચાડવામાં આવશે.

હાલ સુરત લોકસભા બેઠક માટે ડઝનબંધ દાવેદારોએ દાવેદારી કરી છે જ્યારે કાંઠા વિસ્તારનો મોટાભાગનો વિસ્તાર નવસારી લોકસભામાં આવે છે. જેથી કરીને કોળી પટેલ સમાજ આ વખતે નવસારી બેઠક પર પોતાના ઉમેદવારને ભાજપમાંથી મેદાને જંગમાં ઉતારવા માટે કમર કસી રહ્યો હોવાનું લાગી રહ્યું છે.

સુરત લોકસભા બેઠકનું કાઉન્ટ ડાઉન શરૂ કરી દેવામાં આવ્યું છે. ભાજપ કાર્યાલય ખાતે નિરીક્ષકોની હાજરીમાં નેતાઓએ દાવેદારી નોંધાવી હતી. વર્તમાન સાંસદ દર્શના જરદોષે પણ દાવેદારી કરી હતી આ ઉપરાંત સુરત શહેર ભાજપ પ્રમુખ નીતિન ભજીયાવાળાએ પણ દાવેદારી કરી હતી.

પોતની દાવેદારી અંગે સાંસદ દર્શના જરદોષે કહ્યું કે પાછલી બે ટર્મથી સાંસદ છું. લોકો પરિવર્તન નહીં પરિણામ જોઈ રહ્યા છે અને વિકાસનાં અનેક કાર્યો કરવામાં આવ્યા છે. પાર્ટીનું સંગઠન જે નિર્ણય કરશે તેને શિરોમાન્ય ગણીશું અને વધુમાં વધુ લીડથી જીતાડવાના પ્રયાસો કરીશું.

જ્યારે નીતિન ભજીયાવાળાએ કહ્યું કે પાર્ટી દ્વારા સોંપાતી દરેક જવાબદારી સ્વીકારવા મારી તૈયારી છે. હોદ્દાની રેસમાં કદી જોડાયો નથી. પાર્ટી યોગ્ય નિર્ણય કરશે.

દર્શના જરદોષ અને નીતિન ભજીયાવાળા ઉપરાંત સુરતના પૂર્વ ડેપ્યુટી મેયર ધીરુભાઈ સવાણી, ઓલપાડના માજી ધારાસભ્ય કિરીટ પટેલ તથા કરંજના પૂર્વ ધારાસભ્ય જનક બગદણાવાળાએ પણ દાવેદારી નોંધાવી હતી.[:]