મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 8 જુન 2017માં અંબાજી થી ઉંમરગામ સુધી આદિજાતિ વિસ્તારોમાં પાયાની અને માળખાગત સુવિધાઓ સાથે પીવાના શુધ્ધ પાણી અને સિંચાઇનું પાણી પહોંચાડવા માટે વચનો આપ્યા હતા. તેમ છતાં આજે પાણી મળતું નથી.
આદિજાતિ વિસ્તારોમાં વીજળી, રસ્તા, આરોગ્ય અને શિક્ષણ જેવી પાયાની સુવિધાઓ રાજય સરકાર પુરી પાડશે એવું કહ્યું પણ રસ્તાના ઠેકાણા નથી એવી અનુભૂતિ હરેક વનબંધુ-આદિજાતિ પરિવારને થઇ છે.
ઝાલોદ તાલુકાના અંતરિયાળ રૂપાખેડા ગામે દાહોદ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે રૂા.2014 કરોડના વિકાસ કામો જાહેર કર્યા હતા. જેમાં રૂ.1054 કરોડના ખર્ચે નિર્માણ થનાર કડાણા જળાશય આધારિત દાહોદ જિલ્લાની ઉદ્દવહન સિંચાઇ યોજના તથા રૂ.890 કરોડના ખર્ચે સાકાર થનાર નર્મદા રીવર બેઝીન (હાફેશ્વર) આધારિત દાહોદ જિલ્લાના દક્ષિણ વિસ્તારના 285 ગામો તથા છોટાઉદેપુર જિલ્લાના ગામો માટેની જુથ પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત કર્યું હતું. પણ તમામને પાણી મળતું નથી.
રૂપાખેડામાં રૂા.55.32 કરોડના ખર્ચે નિર્માણ થનાર 220 કે.વી.વીજ સબ સ્ટેશન, રૂા.23 કરોડના ખર્ચે આકાર પામનાર જિલ્લા જેલ, રૂા.4.80 કરોડના ખર્ચે સાકાર થનાર ઝાલોદ-સંજેલી તાલુકા પંચાયત ભવન. રૂા.6.30 કરોડના શિક્ષણ, આરોગ્ય, ગૃહ વિભાગના ચાર વિકાસકામોનું લોકાર્પણ કર્યું હતું.
દાહોદના 1000 દિવસના ‘‘વિકાસ કી ઓર બઢતે કદમ’’ પુસ્તિકાનું વિમોચન કર્યું હતું. દેવગઢ બારીયા તાલુકાને ખુલ્લામાં શૌચક્રિયામુકત તાલુકો જાહેર કરવામાં આવ્યો હતો. દેવગઢ બારિયા તાલુકામાં 32,500 શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પણ ઘણા ગામોમાં સૌચાલય બન્યા નથી.
દાહોદ જિલ્લામાં નર્મદા રીવર બેઝીન(હાફેશ્ર્વર) જુથ પાણી પુરવઠા યોજના દ્વારા ઘરે-ઘરે પાણી પહોંચાડી આગામી સમયમાં દાહોદ જિલ્લાને હેન્ડપંપ મુકત કરવાની જાહેરાત કરી હતી.
ગુજરાતે પેસા એકટનો અસરકારક અમલ કરી આદિવાસીઓને તેમના અધિકારો સોંપી ગ્રામ પંચાયતોને રાજય સરકાર જેટલી સત્તા આપી છે. આદિવાસીઓને હવે વન પેદાશો તેમજ ગૌણ ખનિજની ઉપજના નાણાં સીધેસીધા કોઇપણ જાતના વચેટિયાઓ વગર તેમના ખાતામાં જમા થઈ રહ્યા છે.
દારૂબંધીનો કડક અમલ તેમજ ખાનગી શાળાઓમાં ફી નિયંત્રણ અધિનિયમની જોગવાઇઓની વિસ્તૃત જાણકારી આપી હતી.
દાહોદના આદિવાસી વિધાર્થીઓ ડોકટર બની શકે તે માટે મેડિકલ કોલેજ મંજુર કરી છે.
140 કિ.મી લાંબી પાઇપ લાઇન દ્રારા 1300 ફૂટ ઉંચાઇ પર લીફટ કરી દાહોદ જિલ્લા માટે કડાણા આધારિત સિંચાઇ યોજના બનાવી છે. ઉદ્દવહન સિંચાઇ યોજના મહિસાગર જિલ્લાના સંતરામપુર અને દાહોદ જિલ્લાના કુલ સાત તાલુકાના 209 ગામોની 10,000 હેકટર વિસ્તારને સિંચાઇનું પાણી મળશે.
125 કિ.મીની હાફેશ્વર પાણી પુરવઠા યોજના ફાંગીયા સુધી પાઇપ લાઇન કામ આવી ગયું છે. કામ પૂર્ણ થતાં દાહોદ અને છોટાઉદેપુર જિલ્લાને પીવાના પાણીની સુવિધા મળશે.