દિકરીને ભણવું હતું, પિતાએ ઝેર આપી મારી નાંખી

સોમનાથ-વેરાવળનાં ઈણાજ ગામમાં પિતાએ જ ધોરણ ૧૧માં ભણતી 16 વર્ષની દીકરી હિરલને બેફામ માર મારીને ઝેરી દવા પીવડાવીને હત્યા કરી હતી. દીકરીને વધુ અભ્યાસ કરવો હતો તેથી સગા પિતા માલદે બાલુ સોલંકીએ હિચકારૂ પગલુ ભર્યું હતું.

પિતાએ પરિવારની સામે ૨૯મી સપ્ટેમ્બર, ૨૦૧૯નાં રોજ દીકરીને પહેલા ઢોર માર માર્યો હતો. જે બાદ પરિવારને ધમકી આપતા જણાવ્યું હતું કે, આ વાત કોઈને કહેશો તો બધાને પતાવી દઇશ. તે જ દિવસે સાંજે હિરલનાં ફરી પાછા હાથપગ બાંધી ઈલેક્ટ્રીકના સર્વિસ વાયર વડે માર મારી બળજબરીથી ઝેરી દવા પીવડાવી હત્યા કરી નાખી હતી.

આ આખુ કૃત્ય તેની પત્ની કંચનબેન અને તેના પુત્ર તથા પુત્રીની સામે જ કર્યું હતું. પરંતુ આપેલી ધમકીને કારણે તે દિવસે કંઇ બહાર આવ્યું ન હતું. થોડા દિવસો બાદ મૃતકના મામાએ તેના સાળા માલદે સામે દીકરીને મારી નાખવાનો આક્ષેપ કર્યો હતા.

નાની બહેન તથા નાનાભાઈને સાક્ષી બનાવી કોર્ટમાં તેનું નિવેદન લીધેલ હતું. જે બાદ હત્યારા પિતાનાં મોબાઇલ લોકેશનનાં આધારે ઝડપી પાડ્‌યો હતો. પિતા પત્ની અને બાળકોને મારી નાંખવાની ધમકી આપીને ભાગી ગયો હતો.