દિનશા પટેલની મહત્વકાંક્ષા કે મેચ ફિક્સીંગ ?

ભાગ – 2

કોંગ્રેસ છોડી ગયેલા શંકરસિંહ વાઘેલા હવે બિમલ શાહના ઉપકારનો બદલો આપવા માટે પ્રચાર કરશે. બિમલ શાહને ભાજપમાંથી ટિકિટ ન મળતાં 2012માં બિમલ શાહે શંકરસિંહ વાઘેલાને જીતાડવા માટે કહ્યું ત્યારે જ શંકરસિંહ વાઘેલાએ એકાએક કપડવંજથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું હતું. જેમાં બિમલ શાહે તેમને જીતાડી આપ્યા હતા. હવે શંકરસિંહ બિમલને જીતાડવા પ્રચાર કરશે.

ખેડા જિલ્લામાં પહેલાથી જ નુકસાન ભોગવી રહેલા ભાજપને અહીં લોકસભા જીતવામાં મુશ્કેલ છે. તેથી ગુજરાતમાં પહેલી સભા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં કરવાના છે.  પણ ખેડામાં લોકોને ભાજપ સરકારે સુવિધા આપવાનું બંધ કરી દીધું છે. અહીં વિકાસના બદલે વિનાશ જોવા મળે છે

ખેડા જિલ્લા કોંગ્રેસ ના ઉમેદવારની જાહેરાત કરવામાં ખેડા જિલ્લાના પીઢ કોંગ્રેસી અગ્રણી દિનશા પટેલ અને તેના કાર્યકરો દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓની બદનામીનું ષડયંત્ર કરવામાં આવતા ખેડા જિલ્લામાં આ નેતા પોતાની મહત્વાકાંક્ષા પોષવા અને વિરોધી પક્ષ ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણને જીતાડવાના લક્ષ્યમાં કોંગ્રેસ ઉપર કુઠારાઘાત કર્યો છે.

કોંગ્રેસ છોડી ગયેલા અને પરત ફરવા માંગતા ભારતસિંહ પરમારને પણ પક્ષમાં સામેલ થતા અટકાવવા માટે પ્રયાસો દિનશા પટેલે કર્યા હતા. પ્રદેશ નેતાગીરી દ્વારા ખેડા લોકસભા માટે ઉમેદવાર ના નામ મોકલવા માટે જણાવવામાં આવ્યું હતું ખેડા જિલ્લામાં પોતાનું મહત્વ કાયમ માટે જળવાઈ રહે અને વિરોધી પક્ષમાં પણ પોતાની વગ કાયમી ધોરણે સચવાઈ રહે અને પોતાના પરિવાર માટે રાજકારણ કાયમી ધંધો બની રહે તેવું કરાવે છે.

રામસિંહ પરમાર કોંગ્રેસ છોડી જતા તેમના સ્થાને કાંતિભાઈને ટિકિટ અપાવવાના દિનશા સફળ રહ્યા હતા. પક્ષને બદલે પોતાના ભવિષ્યના રાજકારણને ધ્યાને રાખવામાં આવ્યું હતું. ભાજપના જિલ્લા પ્રમુખ અને સાંસદ પણ પાંચ વર્ષમાં માત્ર કોંગ્રેસી કાર્યકરો અને સરપંચો સાથે સાઠગાંઠો રાખી હતી. ક્ષત્રિય મત મેળવવા ખેડાના કોંગી આગેવાન અને ભાજપા પ્રમુખ દવારા ષડયંત્ર રચ્યું જેમાં કોંગ્રેસના પીઢ આગેવાને ભૂંડી ભૂમિકા ભજવી હોવાનું ચર્ચામાં છે.

(દિલીપ પટેલ)