ધારી ગીર પૂર્વની પાણીયા રેન્જમાં 4 વર્ષો પહેલાં વન્યપ્રાણીનાં નખનો વેપલો કરનારા 14 ડિસેમ્બર 2018માં ઝડપાયા બાદ તેની આગળની તપાસ બીજા રાજ્યોમાં કરવામાં આવશે.
સિંહ અથવા દિપડો મરી ગયો હોય અથવા અન્ય રીતે તેના નખ મેળવી મહુવા ગામે વેચવા જનાર બે આરોપીને ઝડપી પાડ્યા હતા. દાનાભાઈ દેવાયતભાઈ ગરાણીયા, કનુભાઈ રામભાઈ વાળા દિપડા અથવા સિંહનાં 15 નખ મહુવા ગામે વેચવા જતા ભાવનગર વન વિભાગે છટકુ ગોઠવી ઝડપી લીધા હતા. મરી ગયેલ દિપડાનાં નખ કાઢી લેતા હતા.
એફેએસ.એલ. તપાસ બાદ જાણવા મળશે તે સિંહ છે કે દિપડો. પ્રાથમીક દૃષ્ટિએ નખ દિપડાનાં હોવાનું જણાઈ આવે છે. આ બનાવ 3 થી 4 વર્ષ અગાઉ બન્યો હોવાનું તપાસમાં ખુલ્યુ છે. અગાઉ ધારીની કરમદડી રાઉન્ડમાંથી ચંદન કટીંગ થઈ મહુવા સુધી અને ત્યાંથી સુરત સુધી વહેંચાઈ ગયા હતા જે ગુનો પણ ભાવનગર વન વિભાગે ખુલ્લો પાડયો હતો.