[:gj]નર્મદાની અધુરી યાત્રા [:]

[:gj]ગુજરાત રાજ્યની સ્થાપનાથી શરૂ થયેલી નર્મદા બંધની વેદના ભરી યાત્રા આજે પણ અધૂરી છે. દરેક રાજકીય પક્ષો દરેક ચૂંટણીમાં નર્મદા નદીના બંધનો રાજકીય ઉપયોગ કરતાં આવેલાં છે. આજે પણ એ જ થવા જઈ રહ્યું છે. ખેડૂતોને સિંચાઈ માટે આ યોજના બની હતી પણ પાણી તો ન મળ્યું પણ રાજનેતાઓ માટે તે ખૂરશી મેળવવાનું સાધન બનતી આવી છે. ગુજરાતની દરેક પ્રજાની લાગણી નર્મદા યોજના સાથે જોડાઈ છે. તેના માટે લડાઈ લડી છે. જ્યારે નાણાની જરૂરિયાત ઊભી થઈ છે ત્યારે પ્રજાએ બોંડછલકાવી દીધા છે. જ્યારે લડવાનું આવ્યું છે ત્યારે પ્રજા લડી પણ છે. એક બનીને લડી છે. 56 વર્ષ પછી નર્મદા બંધનું કામ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પૂરું કર્યું છે. છતાં યોજના અધૂરી છે. સિમેન્ટ કોંક્રીટનો બંધ બની ગયો છે. પણ ખેતરોમાં જ્યાં સુધી પાણી ન પહોંચી ત્યાં સુધી બંધ એક માત્ર નિર્જીવ સિમેન્ટનુંખોખું જ છે. લોકોની લાગણી તેની સાથે જોડાયેલી છે.

ગુજરાતના લોકોએ ક્યારેય નર્મદાનો વિરોધ નથી. કર્યો પણ પહેલી વખત એવું થઈ રહ્યું છે કે, નર્મદા બંધના નામે નિકળેલી નર્મદા રથ યાત્રાનો ગુજરાતના જ લોકો વિરોધ કરી રહ્યાં છે. ભાજપ સરકાર જો પ્રજાની લાગણી નહીં સમજે તો તેના પરિણામ ભોગવવા પડશે. રાજકારણ છોડીને પ્રજાના ખેતર સુધી પાણી પહોંચાડવાનીપ્રાયોરીટી નક્કી કરવાની જરૂર છે. તે સમય દરમિયાન ગુજરાતના તમામ મુખ્યમંત્રીઓએ નર્મદા બંધ પૂરો થાય એ માટે મરણીયા પ્રયાસ કર્યા હતા. પણ નર્મદા યોજના પૂરી ન થાય તે માટે દેશના અનેક લોકોએ વિરોધ કર્યો હતો. મધ્યપ્રદેશ સરકારે નર્મદા યોજના સામે સૌથી વધારે વિરોધ કર્યો હતો. ત્યાર બાદ 40 હજાર લોકોનાપુનઃવસન અને પર્યાવરણનામુદ્દે મેધા પાટકરેઆંદોલનો કર્યા હતા. અનેક વખત બંધનું કામ તેમણે અટકાવી દીધું હતું. સુપ્રિમ કોર્ટે પણ લોકોને વસાવવાનામુદ્દેબંધનું કામ અટકાવી દીધું હતું. બીજા રાજ્યો અને ગુજરાતે પણ લોકોને વસાવવા માટે કાળજી રાખી ન હોવાથી યોજનાનો વિલંબ થયો છે. છેલ્લે નરેન્દ્રમોદીની સરકારે પણ નર્મદા માટે યોગ્ય કાળજી લીધી ન હોવાથી આજે નહેર બની ન હોવાથી પૂરી સીંચાઈ થઈ શકતીનથી. જો સીંચાઈ થતી હોત તો યોજનાનું ખર્ચ 10 વર્ષમાં નિકળી ગયું હોત. રાજનેતાઓ ગંભીર હોત તો 15 વર્ષ પહેલાં સિંચાઈ શરૂ થઈ ગઈ હોત. નર્મદા યોજના શરૂ કરવામાં ભાઈકાકા અને સરદાર પટેલનો સૌથી વધારે ફાળો હતો. ત્યાર બાદ કોંગ્રેસના મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલે સૌથી વધારે લડત આપી છે. કેન્દ્ર સરકાર, પર્યાવરણ વાદીઓ, વર્ડબેન્ક અને કોર્ટ સામે ભારે લડત આપી હતી. તેમણે તેમના પત્ની ઉર્મીલાબેન પટેલને આંદોલનના મોરચે ઉતાર્યા હતા. ત્યાર બાદ કેશુભાઈ પટેલે પણ સારી એવી જીંકજીલી હતી. પછીની મોટાભાગની સરકારો બોદી સરકાર હતી. જેથી તેનો લાભ 10 વર્ષ મોડો મળ્યો છે.

કોંગ્રેસના કયા મુખ્યમંત્રીની શું ભૂમિકા ?
મુંબઈ રાજ્યમાં ગુજરાત હતું ત્યાં સુધી નર્મદા યોજના કાગળ વચ્ચે હતી. ગુજરાત અલગ થતાં જ 05-04-1961 માં ભારતના પ્રથમ લોકપ્રિય વડાપ્રધાન જવાહરલાલનહેરુએ નર્મદા બંધનોશિલાન્યાસ કર્યો હતો. જ્યારે જીવરાજ મહેતા મુખ્યમંત્રી હતી. તેમના સમયમાં બંધનુંખાતમૂહુર્ત કરાયું હતું. નવાગામ પાસે બંધ બને તે માટે વધું લાભ મેળે એવી યોજના તેમણે બનાવી હતી. બળવંતરાયમહેતાનાકાર્યકાળ દરમિયાન બંધની ઊંચાઇ માટે ભોપાલ કરાર થયા તથા તેના અસ્વીકારને કારણે ભારત સરકારે ખોસલા સમિતિની રચના કરીને માસ્ટર પ્લાન રજુ તૈયાર કર્યો હતો. હિતેન્દ્રભાઇદેસાઇના શાસન દરમિયાન ખોસલા સમિતિના અહેવાલનો અન્ય રાજ્યોવિલન બનીને યોજાનાનો વિરોધ કર્યો. ગુજરાતની રજૂઆત બાદ ભારતસરકારે નર્મદા જળ વિવાદ પંચની રચના કરી હતી.ચીમનભાઇ પટેલના સમયમાં વડાપ્રધાન સમક્ષ નર્મદા યોજનાનો નિર્ણય કરવા ભારે દબાણ લાવ્યા હતા. જેમાં રાષ્ટ્રનું હિત સર્વોપરી ગણીને રાજ્યોના હક્ક રક્ષણ આપવું, વીજ ઉત્પાદન કરતા સિંચાઇને પ્રાધાન્ય આપવું જેવી બાબતોમાં તેઓએ દેશનાં ચાર રાજ્યોની સમજૂતી કરાવી હતી. કચ્છ સરહદ પર વધારે સિંચાઈ કરવા અંગે વિવાદ પંચ સમક્ષ રજૂઆત કરી અને બંધ 138.68 મીટર બનાવવા દેવા અંગેનો પંચનો આખરી ચુકાદો તેઓ મેળવવામાં વિચક્ષણ રાજનેતા તરીકે સફળ રહ્યાં હતા. બંધનીઉંચાઈઅને રાજ્યો વચ્ચે પાણીની વહેંચણીમાંચીમનભાઈએ સફળતા મેળવીને બંધ માટે આશા ઊભી કરી હતી. બાબુભાઇ પટેલ પહેલાં વિવાદ વધારે ઉગ્ર બનતો હતો. ચાર રાજ્યો સહમત થતાં ન હતા. તેથી નર્મદા જળ વિવાદ પંચનો વિવાદ સતત રહેતો હતો. પણ બાબુભાઈના સમયમાં પંચનો ચુકાદો પ્રાપ્ત થયો તથા બંધનાબાંધકામની પ્રારંભિક કામગીરી શરૂ કરવામાં આવી હતી. સમગ્ર દેશમાં બંધ બનાવવા સામે આંદોલનો થયા હતા. મેઘાપાટકરે તેની સામે ભારે વિરોધ કર્યો હતો. બંધના કારણે 40,000 લોકોને ખસેડવાનો ભારે વિરોધ થયો હતો. જેના પડઘા વિશ્વકક્ષાએ પડ્યા હતા અને વિશ્વ બેંકે ગુજરાતને આપેલી લોન અટકાવી દીધી હતી. ગુજરાત આગળ ન વધે તે માટે ભારતના અનેક લોકો આ યોજનાને અટકાવવા માંગતા હતા. વડાપ્રધાન અટલબિહારીબાજપેઈએ પણ જોઈએ એવો ટેકો આ યોજનાને આપ્યો ન હતો. જો તેમ કરે તો રાષ્ટ્રીય કક્ષાએ ભાજપને મત ગુમાવવા પડે તેમ હતા.

કોંગ્રેસ સરકારે મંજૂરી આપી
કોંગ્રેસનાં વડાપ્રધાન રાજીવગાંધીએ24 જૂન 1987નાં રોજ પર્યાવરણની મંજુરી આપી અને 8-09-1987ના રોજ યોજના માટે 4165.91 હેક્ટર જંગલની જમીનને ફોરેસ્ટ એક્ટ 1980 તળે મુક્ત કરી દીધી હતી. તેથી નર્મદા યોજનાનું કામ શરુ થઇ શક્યું હતું. માધવસિંહસોલંકીના સમયમાં પર્યાવરણ અંગેની મંજૂરી માટે રજૂઆતો કરવામાં આવી. વિશ્વ બેંક તરફથી નાણાંકિય સહાય આપવાનો નિર્ણય થયો. નહેર બનાવ લાગી હતી. અમરસિંહચૌધરીની સરકાર હતી. ભારત સરકારના પર્યાવરણ વિભાગની આ યોજનાને મંજુરી મળતા, બંધ બનાવવાનું કામ શરૂં કરાયું હતું. અનેક મુદ્દાઓ પર મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન રાજ્યોએયોજવાનો ભારે વિરોધ કર્યો હતો. ફરીથી ચીમનભાઇ પટેલની સરકાર બની અને લડતના મંડાણ થયા હતા. પુનઃવસનએજન્સીની રચના કરવામાં આવી. બંધની ઊંચાઇ 69મીટર લઈ જવામાં તેમને ઐતિહાસીક સફળતા મળી હતી. પર્યાવરણવાદીઓએ ભારે વિરોધ કરતાં બંધનું કામ અટકાવી દેવું પડ્યું હતું. ચીમનભાઈએ પોતે પર્યાવણવાદીઓ સામે આંદોલન કરીને યોજનાને આગળ ધપાવી હતી. 08-09-1987 ના રોજ પર્યાવરણની મંજુરી મળ્યા બાદ માત્ર સાત વર્ષમાં જ કોંગ્રેસની સરકારે નર્મદા ડેમનુંસંપૂર્ણ માટી કામ કરી બતાવ્યું હતું. મુખ્ય કેનાલનું 90% કામ કર્યું અને નર્મદાના ઘસમસતા બારમાસી પુર વચ્ચે નદીના પ્રવાહમાં પાયા થી લઈને ફ્લુઈઝગેઇટ બંધ કરવાનું કામ કર્યું હતું.બંધનાવિવાદોના કારણે દેશના રાષ્ટ્રીય નેતાઓ હાથ ઊંચા કરી દેતા જોવા મળ્યા હતા પણ ગુજરાતના તમામ નેતાઓ એક બનીને લડ્યા હતા. બંધ માટે હેંમેશાએકજૂટ રહ્યાં હતા. બંધની વાત આવતી ત્યારે રાજકીય વિખવાદો કોરાણે મૂકી દેવામાં આવતાં હતા.

ભાજપના મુખ્યમંત્રીઓનીકહાની
14 માર્ચ 1995થીભાજપની પ્રથમ સરકારના વડા તરીકે કેશુભાઇ પટેલ બન્યા અને બંધનું કામ સુપ્રિમ કોર્ટે અટકાવી દીધું હતું. તેનું કારણ એ હતું કે, પુનઃવસન માટે સરકારે યોગ્ય કામ કર્યું ન હતું. મુખ્ય નહેર બનાવવા માટે કેશુભાઈ સરકારે ભારે મહેનત કરી હતી. તેમને શંકરસિંહેગબડાનીમૂક્યા એટલે ભાજપના સુરેશ મહેતા મુખ્યમંત્રી બન્યા બંધનું કામ આગળ વધ્યું નહીં. શાળા નહેરો અને વિતરણ નહેરોનું તેમણે સારું કામ કરી બતાવ્યું હતું. બંધનું કામ આગળ વધી શક્યું ન હતું,. થોડી નહેર બની હતી. દિલીપપરીખની સરકારમાં પણ બંધનું કામ બંધ રહ્યું હતું. ફરી કેશુભાઇ પટેલ મુખ્યમંત્રી બન્યા અને બંધનું કામ શરૂ કરવાની મંજૂરી સુપ્રિમ કોર્ટે આપી હતી. વીજ મથકની ટનલ પણ અનેક વાંધાઓ પછી પૂરી કહી હતી. તેમણે દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં વિશાળ પાઈપલાઈનો નાંખી પીવાનું પાણી પુરું પાડવામાં સફળ રહ્યાં હતા. સિંચાઈ થવા લાગી હતી. સાબરમતી નદીમાં તેઓ પાણી લાવ્યા હતા. નર્મદા યોજના માટે ચીમન પટેલે જે કામ કર્યું હતું એવું બીજા કોઈ મુખ્યમંત્રીએ જો કર્યું હોય તો તે કેશુભાઈ પટેલ છે. તેમણે સૌથી વધારે ઝડપી કામ શરૂ કર્યું હતું. જો તેમનું શાસન પાંચ વર્ષ ચાલવા દેવામાં આવ્યું હોત અને નરેન્દ્રમોદીને જો મુખ્યમંત્રી બનાવાયા ન હોય તો આજથી 10 વર્ષ પહેલાં જ દરેક ખેતર સુધી પાણી પોહંચી શક્યા હોત.

નરેન્દ્રમોદીના 13 વર્ષ
7ઓક્યોબર2૦૦1થી 2014 સુધી 13 વર્ષ સુધી સળંગ નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી રહ્યાં હતા.અગાઉનામુખ્યમંત્રીઓએગ્રાઉન્ડઝીરોથીબંધનીઉંચાઈ90મીટર સુધી લાવી શક્યા હતા. મોદી આવ્યા પછી તમામ મંજૂરીઓ ઝડપથી મળવા છતાં બંધનીઉંચાઈ121 મીટર પહોંચી હતી. પાવર હાઉસ શરૂ થયું. 1.94 હેક્ટર સુધી સિંસાઈ લઈ ગયા. મુખ્ય નહેરનુંકામ પૂરું કરીને શાખા નહેરનું809કિ.મી. પાણી વિતરણ વ્યવસ્થા 9,862કિ.મી, સુધી લઈ ગયા હતા. નર્મદા બંધમાં9 એકર મિલિયન ફીટ પાણી વર્ષોથી ઉપલબ્ધ છે. છતાં ભાજપ સરકારની ગુન્હાહિતબેદરકારીના કારણે 43,000કી.મી.ની નર્મદાની કેનાલ, માઈનોર, સબ માઈનોર તથા ફિલ્ડ ચેનલ બની નથી. પરિણામે નર્મદાનું પાણી નદી અને દરિયામાં જાય છે અને ગુજરાતના ખેડૂતોને નર્મદાનું પાણી મળતું ન હતું. કેનાલનાં કામો માટે કોઈની મંજુરીની જરૂર ન હોવા છતાં કેનાલના કામ 13 વર્ષથી ગુજરાતમાં ભાજપના નરેન્દ્રમોદીની સરકાર હોવા છતાં તે કામ પરું થયું નહીં. સિંચાઈ ન થતી હોવાથી દર વર્ષે ગુજરાતને રૂ.1800 કરોડનું નુકસાન 22 વર્ષથી થઈ રહ્યું છે.
સરદાર સરોવર પ્રોજેક્ટના40,000હેકટરમાંફેલાયેલો છે. 214કિમી લંબાઈ ધરાવતા સરદાર સરોવર ડેમને કારણે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના કુલ મળીને 244 ગામો અને એક કસ્બાને અસર થઈ છે. મધ્ય પ્રદેશના 192 ગામો અને ડૂબક્ષેત્રમાં ઓછામાં ઓછા 40,000પરિવારો હજુ વસે છે. (મૂળ ગામોમાં પેઢીઓથી વસતા સમૂહો), ડુંગરાળવિસ્તારમાં વસતા સમુદાયના જંગલ અને જમીન 1990ના દાયકા પછી લુપ્ત થઇ રહ્યા છે. આ વિસ્તારમાં 2013ની ડૂબવખતે આશરે 1000 ઘરો પાણીની નીચે આવી ગયાહતા. અને અહીં ખેત પેદાશ, ઘરો તેના માલ સમાન અને હોડીઓનુંભારે નુકશાન થયું હતું.મહારાષ્ટ્ર તથા ગુજરાત સરકારે 14,000પરિવારોનું પુનર્વસન જમીન આપીને કર્યું. પણ મધ્ય પ્રદેશએ પોતાને ત્યાં માત્રે53 પરિવારોને જમીન આપી છે. નર્મદાટ્રીબુનલનાચૂક્દા મુજબ ગુજરાતે મધ્ય પ્રદેશના 5500 પરિવારને તથા મહારાષ્ટ્રના770પરિવારોને જમીન આપવીપડી.રોકડ વળતર વિગેરેને કારણે ખોટી યાદીઓ બની, કૌભાંડો થયા હતા. પુનર્વસન નીતિ હાસ્યાસ્પદ બની હતી. જેનેકારણે હજારો પરિવારો આજે પણ પુનર્વસનનાઅધિકારથી વંચિત રહી ગયા છે. હજારો લોકોનું પુનર્વસન બાકીહોય ત્યારે ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે.

નિષ્ફળતા છતાં ઉજવણી કેમ ?
નર્મદા બંધનું કામ પૂરું થયું તે કોઈ એક રાજકીય પક્ષની સરકારને કારણે નહીં પણ તમામ લોકોનાપ્રયાસોના કારણે થયું હતું, પણ ઉત્સવને રાજકીય રંગ આપીને બીજા કોઈ રાજકીય પક્ષને કે ભાગ આપેલાં સામાજિક નેતાઓને મંચ પર સ્થાન આપવામાં આવ્યું નથી. બંધ પૂરો થયો પણ નર્મદા યોજના તો હજુ અધૂરી છે. આજે 18 લાખ હેક્ટરમાંસિંચાઈ થવી જોઈતી હતી પણ ખરેખર તો 3 લાખ હેક્ટર એટલે કે 11.67 ટકા સિંચાઈ થઈ રહી છે. 16 લાખ હેક્ટર ખેતરોમાં તો સિંચાઈ થઈ શકતી નથી. આમ 14 વર્ષમાં મોદીઅને છેલ્લાં બે વર્ષમાં અનંદીબેન પટેલ અને વિજય રૂપાણી નર્મદા યોજનાને પૂરી કરવામાં ભારે બેદરકાર રહ્યાં છે. છેલ્લી ત્રણ સરકાર ખેડૂત વિરોધી લગણ ધરાવતી હોય એવું આ આંકડાઓપરથી લાગી રહ્યું છે. આ આંકડા મોદી, આનંદી અને રૂપાણી સરકારે જાહેર કરેલાં છે. નબળાબાંધકામના કારણે નહેર વારંવાર તૂટી જાય છે. કૂલ 90,389કિ.મી. લાંબી નહેર બનાવવાની હતી તે મોદીએ ગુજરાતના હીતની વિરૂદ્ધ જઈને 18,000કિ.મી લંબાઈ ઘટાડી દીધી હતી. નહેર પૂરી કરતાં હજુ 11 વર્ષ લાગશેહાલ 41,318કિ.મી. નહેરોનું બાંધકામ આજે પણ બાકી છે. 11 વર્ષમાં રૂ.1 લાખ કરોડ તો નહેર બનાવવા માટે જવાપરવા પડે તેમ છે. મૂળ આ યોજના માત્ર રૂ.6000કરોડની જ હતી. પણ તે ઓક્ટોબર 2016 સુધીમાં રૂ.56,286 કરોડ ખર્ચ થઈ ગયો છે.

બંધની અવળી અસર શરૂ
સાબરમતી નદીમાં ગેરકાયદે નર્મદા નદીનું પાણી એટલા માટે વહેવડાવવમાં આવે છે કે જેથી રિવરફ્રંટ પર ફરવા જતા લોકો પાણી જોઈ શકે અને નૌકાવિહાર કરી શકે. પણ તેનાથી ઊલટું નર્મદા બંધથીહેઠવાસ વિસ્તારમાં થઈ રહ્યું છે. નીચેણવાળા વિસ્તારમાં નદી સૂકાઈ ગઈ છે. ગરૂડેશ્વર પાસે એક બંધ બાંધવાનો હતો તે પણ મોદી સરકાર બનાવી શકી નથી. ગુલાબની ખેતી અને માછીમારોનો ધંધો બંધ થઈ ગયો છે. સમુદ્રના પાણી ભરૂચથી આગળ વધી રહ્યાં છે. જમીનના પાણી ખારા થઈ ગયા છે. નદીની માછલીઓ ખતમ થઈ ગઈ છે. દરિયાની માછલીઓઈંડા મૂકવા માટે નર્દમદા નદીમાં આવતી હતી તે હવે આવતી ન હોવાથી માછલીઓ ખતમ થઈ ગઈ છે. ખારાપાણીનાઆવવાથી પાણીના બોર ખારા થયા છે, માછીમારી બંધ થઇ રહી છે, ખેડૂતોનાસિંચાઈના પાણીના પ્રશ્નોઉભા થયા છે. સપ્ટેમ્બર 16, 2017[:]