દેના ગુજરાત ગ્રામીણ બેન્ક, બરોડા ગુજરાત ગ્રામીણ બેન્કમાં ભેળવી દેવાઈ, 488 શાખાઓ ગુજરાતમાં

બરોડા ગુજરાત ગ્રામીણ બેંક અને દેના ગુજરાત ગ્રામીણ બેન્કના એકીકરણથી ગુજરાતના ૨૨ જિલ્લામાં બેંક કાર્યરત થશે

નાણાં મંત્રાલય દ્વારા ૨૨ ફેબ્રુઆરી ૨૦૧૯ની અધિસુચના દ્વારા બરોડા ગુજરાત ગ્રામીણ બેન્ક અને દેના ગુજરાત ગ્રામીણ બેન્કના એકીકરણને મંજુરી આપવામાં આવી છે. જે અંતર્ગત બેન્ક ઓફ બરોડા દ્વારા પ્રાયોજિત નવી બેન્ક ૧ એપ્રિલ, ૨૦૧૯ થી બરોડા ગુજરાત ગ્રામીણ બેન્ક તરીકે ઓળખાશે જેની હેડ ઓફીસ વડોદરા ખાતે રહેશે.

બરોડા ગુજરાત ગ્રામીણ બેન્ક અને પ્રાદેશિક ગ્રામીણ બેન્ક અધિનિયમ, ૧૯૭૬ હેઠળ સ્થપાયેલી બેન્ક છે. આ જોડાણ સાથે દેના ગુજરાત ગ્રામીણ બેન્કના બદલે હવે નવી બેન્ક – બરોડા ગુજરાત ગ્રામીણ બેન્કની ૪૮૮ શાખાઓ ગુજરાત રાજ્યના ૨૨ જિલ્લાઓમાં રહેશે. જેમાં અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, ગાંધીનગર, કચ્છ, ખેડા, મહીસાગર, મહેસાણા, નર્મદા, નડીયાદ, નવસારી, પંચમહાલ, પાટણ, સાબરકાંઠા, સુરત, તાપી, વલસાડ અને વડોદરા જિલ્લાઓનો સમાવેશ થાય છે. ગ્રાહક સેવાઓ નવી બેન્કની બધી શાખાઓ પર પહેલા દિવસથી સાતત્યપૂર્ણ અને અનાવરોધિત રહેશે.