ગુજરાત વિધાનસભા કોîગ્રેસ પક્ષના માનનીય ધારાસભ્યોએ તા. ૧૧-૭-૨૦૧૯ના રોજ
માન. મુખ્યમંત્રી (ખાણ-ખનિજ)ને ફલાઈંગ સ્કવોડ, ગાંધીનગર દ્વારા દરોડા પાડી ખાણો/લીઝોનું કરવામાં આવેલ ચેકીંગ અંગે પૂછેલ પ્રશ્નોની સંકલિત માહિતી આ પ્રમાણે છે.
રાજયના ૧૪ જીલ્લામાં બે વર્ષમાં ખાણ ખનિજ વિભાગના ફલાઈંગ સ્કવોડ ગાંધીનગર દ્વારા એક પણ વખત દરોડો પાડવામાં આવ્યો નથી. દરોડા ન પાડવામાં આવેલ જીલ્લાઅો પૈકી કચ્છ, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ અને ગીર સોમનાથ જીલ્લામાં લાઈમ સ્ટોન અને બેલા પથ્થર (મકાન બનાવવા)નો મોટા પ્રમાણમાં જથ્થો મળે છે. તે પૈકી દેવભૂમિ દ્વારકા જીલ્લામાં બોકસાઈટનો એશીયાનો સૌથી મોટો જથ્થો છે અને જયારે જયારે આ જીલ્લાઅોમાં દરોડા પાડવામાં આવ્યા છે ત્યારે કરોડો રૂપિયાની ખનીજ ચોરી પકડાય છે તેમ છતાં ફલાઈંગ સ્કવોડ ગાંધીનગર દ્વારા દરોડા પાડવામાં આવતા નથી.
ક્રમ જીલ્લાનું નામ તા.૧-૬-૨૦૧૭થી તા.૩૧-૫-૨૦૧૮ દરમ્યાન પાડેલ દરોડા તા.૧-૬-૨૦૧૮થી તા.૩૧-૫-૨૦૧૯ દરમ્યાન પાડેલ દરોડા પકડાયેલ ખનીજ ચોરીની રકમ (રૂ.લાખમાં)
૧ કચ્છ બે વર્ષમાં એક પણ વખત દરોડા પાડવામાં આવેલ નથી
૨ મહીસાગર ૩ ખેડા ૪ વડોદરા ૫ ભાવનગર ૬ દેવભૂમિ દ્વારકા ૭ મોરબી
૮ ડાંગ ૯ વલસાડ ૧૦ ગીર સોમનાથ ૧૧ જૂનાગઢ ૧૨ નવસારી ૧૩ આણંદ
૧૪ પંચમહાલ
આમ 14 જિલ્લામાં એક પણ દરોડો પાડવામાં આવ્યો નથી.
૧૫ અમરેલી ૧ ૦ ૧.૦૨
૧૬ પોરબંદર ૨ ૧ ૧૦૩૦.૫૫
૧૭ તાપી ૧ ૦ ૦
૧૮ મહેસાણા ૦ ૨ ૫૫.૬૦
૧૯ પાટણ ૦ ૨ ૩૮.૨૩
૨૦ દાહોદ ૧ ૦ ૮.૮૪
૨૧ છોટા ઉદેપુર ૨ ૬ ૭૯૯.૪૯
૨૨ જામનગર ૨ ૧ ૪૧૪૭.૨૭
૨૩ રાજકોટ ૧ ૦ ૧.૦૬
૨૪ સુરેન્દ્રનગર ૧ ૫ ૩૪૩.૭૬
૨૫ ગાંધીનગર ૦ ૨ ૧૮૬.૮૨
૨૬ બોટાદ ૦ ૧ ૦
૨૭ અરવલ્લી ૧ ૦ ૧.૨૩
૨૮ સાબરકાંઠા ૦ ૨ ૨૮.૦૮
૨૯ નર્મદા ૧ ૦ ૨૮૬.૨૭
૩૦ છોટા ઉદેપુર ૨ ૬ ૭૯૯.૪૯
૩૧ અમદાવાદ ૦ ૧ ૫.૪૮
૩૨ બનાસકાંઠા ૧ ૪ ૭૮.૨૨